Ravivarni Saanje Alakmalak ni vaato - 2 books and stories free download online pdf in Gujarati

બોધદાયક વાર્તાઓ - 2 - રવિવારની સાંજે અલકમલક ની વાતો

જો રવિવારે સાંજે આ વાર્તા ઓ, પ્રેરક પ્રસંગ વાંચવા માં આવે તો આખું અઠવાડિયું સરસ જાય, આખો મહિનો સરસ જાય, અરે બીમારીઓ આપણા શરીર માં પ્રેવેશે જ નહીં..3 વાર્તા દર રવિવારે સાંજે વાંચવાની ટેવ પાડીએ તો પરિવાર પ્રસન્ન, ગુસ્સો ગાયબ, પરિવાર માં પ્રેમભર્યું વાતાવરણ રહે... તમે શું કહો છો તે વાંચીને ને કેહજો...
1.
વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?

ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..
જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!
જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...


હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.


ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!

હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!

.
, નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!

.
શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.
તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !

.
આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!

.
કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!

.
દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે,
પછી તે સારો હોય કે ખરાબ !!!!

.
'ખોવાઈ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઈ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.

.
'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!

.
જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..

.
એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે !!

***અઠવાડિયા માં એક વાર વાંચો **
2.
*"સાહેબ"*

એક સાહેબ હતા જે રોજે રોજ તેના જુનિયરને જે કામ કરે તે કામ માટે અપમાનિત કરતો હતો, *તે કોઈ પણ અસંબંધિત કારણ શોધીને અપમાન કરતો.* જુનિયર તેના સાહેબના આ વર્તનથી ખૂબ નારાજ હતો, પરંતુ તેણે કામ કરવાનું ચાલુ રાખ્યું.

*કમનસીબે, એક વર્ષ પછી, તેના સાહેબનું અકસ્માતમાં મૃત્યુ થયું.* જુનિયરે તેના ઘરે ફોન કર્યો - *સાહેબની પત્નીએ ફોન ઉપાડ્યો અને બોલ્યા - "તમારા સાહેબનું અકસ્માતમાં અવસાન થયું." જુનિયરને જાણીને ખૂબ જ દુઃખ થયું – તેણે શોક વ્યક્ત કર્યો.* ફરીથી, બીજા દિવસે, તેણે ફોન કર્યો - અને તેને એ જ જવાબ મળ્યો કે "તમારા સાહેબનું અકસ્માતમાં અવસાન થયું." આ સાંભળીને તેણે ફોન કટ કરી દીધો. *તેણે સતત 10 દિવસ સુધી આવું કર્યું.*

*11મા દિવસે તેણે ફોન કર્યો ત્યારે માલિક ની પત્ની સમજી શકી કે આ એ જ જુનિયર છે જે રોજ ફોન કરે છે. તેણીએ પૂછ્યું - તમે તમારા સાહેબ વિશે રોજ પૂછો છો? મને લાગે છે કે તમે તેમને ખુબ યાદ કરી રહ્યા છો...*

*જુનિયરે જવાબ આપ્યો – બિલકુલ નહીં મેડમ, વાસ્તવમાં જ્યારે હું આ સાંભળું છું ત્યારે મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે!!*

*મિત્રો, એક સાહેબ તરીકે –તમે પોતે આત્મનિરીક્ષણ કરો – જ્યારે તમે જીવિત ન હોવ ત્યારે તમારા જુનિયરને કેવી લાગણી થશે ? જ્યાં સુધી તેઓ તમારી સાથે હોય ત્યાં સુધી તેમનું ધ્યાન રાખો.
3.
*"ભગવાન બુદ્ધનો ઉપદેશ"*

એકવાર એક માણસ ભગવાન બુદ્ધ પાસે ગયો અને પૂછ્યું- *મારા પિતા એક સારા વ્યક્તિ હતા. તેમનું આયુષ્ય સમાપ્ત થયું અને હું ખાતરી કરવા માંગુ છું કે તેઓ સ્વર્ગમાં ગયા છે. હું કેવી રીતે જાણી શકું?* ભગવાન બુદ્ધ જાણતા હતા કે તેને સમજાવવું શક્ય નથી એટલે ભગવાન બુદ્ધે કહ્યું - તમે એક માટીનો ઘડો લો અને પહેલા તેમાં અડધા પથ્થરોથી અને અડધા માખણથી ભરો. તમે આવતીકાલે સવારે અહીં આવજો.

તે માણસ બીજા દિવસે સવારે પથ્થરોથી અને માખણથી ભરેલું માટલું લઈને આવ્યો. *"ભગવાન બુદ્ધે કહ્યું- હવે આ નાના તળાવની 3 પરિક્રમા કરો અને પછી માટીના ઘડા સાથે તળાવની અંદર જાઓ. તે માણસ તળાવમાં પ્રવેશ્યો પછી, ભગવાન બુદ્ધે તેને લાકડી આપી અને કહ્યું - તેને એક જ ઝાટકે તોડી નાખ - જો તારા પિતા સ્વર્ગમાં ગયા હશે તો પથ્થરો તરતા રહેશે અને માખણ ડૂબી જશે!!*

માણસે એક જ જોરદાર ઝાટકે ઘડો તોડી નાખ્યો - પણ પથ્થરો ડૂબી ગયા અને માખણ તરવા લાગ્યું. માણસ અસ્વસ્થ થઇ ગયો. *તેને અચાનક સમજાયું કે કુદરતના નિયમ પ્રમાણે પથ્થરો ડૂબી જશે અને માખણ તરી જશે. પછી તેણે ભગવાન બુદ્ધને પૂછ્યું - તમે આ જાણતા હતા તો પણતમે મને કેમ છેતર્યો?*

*ભગવાન બુદ્ધે જવાબ આપ્યો - તમે પ્રકૃતિના નિયમથી વાકેફ છો, જો તમારા પિતાએ માખણ જેવા કાર્યો કર્યા હશે, તો તે ચોક્કસપણે સ્વર્ગમાં જશે.*

ચાલો માખણ જેવા કાર્યો કરીએ - comments કરીશું તો આવું કઈંક લખી શકીશ. આશિષ ના પ્રણામ.