Motivational stories - 5 in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | બોધદાયક વાર્તાઓ - 5 - બુધવાર

બોધદાયક વાર્તાઓ - 5 - બુધવાર

સાચું કહું તો વાર્તા લખવાં કરતા વાંચવાની મઝા બહુ જ આવે પણ પછી comments અચૂક કરવી તે પણ આપણી ફરજ છે, લખનાર ને motivation મળે કારણકે વાચવાની મજા કઈંક ઓર જ છે... તો મંડો વાંચવા...
1.
*"સાયકલ"* 🚲

*જ્હોન નામનો એક યુવાન ગરીબ છોકરો હતો. તે દરરોજ 5 કિલોમીટર ચાલીને શાળાએ જતો હતો.* તે હંમેશા પોતાની સાયકલ લેવાનું સપનું જોતો હતો, પરંતુ તે જાણતો હતો કે તેના પિતા ગરીબ હોવાથી તે સાયકલ અપાવી શકશે નહીં.

એકવાર મોડું થવાથી તે શાળા તરફ ઝડપથી ચાલતો હતો. *રસ્તામાં તેણે અન્ય એક મોટા છોકરાને જોયો કે જે સાયકલ ચલાવતો જતો હતો તે વળાંક પર લપસી ગયો અને તેના પગનું હાડકું તૂટી ગયું.* રસ્તા પર જ્હોન સિવાય નજીકમાં મદદ કરવા કોઈ નહોતું. *જ્હોન તરત જ તેની પાસે દોડી ગયો અને તેણે નજીકના ડૉક્ટર પાસે લઇ ગયો.*

ડૉક્ટરે સારવાર કરી અને છોકરાને તેના માતા-પિતાને બોલાવવાનું કહ્યું. માતા-પિતા આ જાણીને ખુશ થયા કે જ્હોને તેમના દીકરાની મદદ કરી અને શાળામાં ગેરહાજર રહ્યો. *2 અઠવાડિયા પછી, મોટા છોકરાના માતા-પિતાએ જ્હોનને નવી સાયકલ ભેટમાં આપી.*

*મિત્રો, જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ - તે જ વ્યક્તિ અથવા અન્ય લોકો દ્વારા આપણને વહેલા કે મોડા યોગ્ય પ્રતિસાદ મળે છે. શક્ય હોય તેટલી મદદ કરો.

2. પ્રણામ :

*🙏પગે લાગવા થી ખરેખર શુ થાય છે..?* *🙏આજની જનરેશનનો આ બાબતે શુ અભિપ્રાય છે..?*
🙏આપના આ પગે લાગવા એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઈ શકે તે સવાલ નો જવાબ ક્રૃષ્ણલીલા માં થી જ મેળવીએ..
મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું -
એક દિવસ, દુર્યોધનના કટાક્ષથી દુખી થઈને, "ભીષ્મ પિતામહ" જાહેર કરે છે કે -
"હું કાલે પાંડવોને મારી નાખીશ"
તેની જાહેરાતની જાણ થતાં જ પાંડવોની છાવણીમાં બેચેની વધી ગઈ -
દરેક વ્યક્તિ ભીષ્મની ક્ષમતાઓ વિશે જાણતો હતો, તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઈ ગયો
પછી શ્રી કૃષ્ણે દ્રૌપદીને કહ્યું, હવે મારી સાથે આવો -
શ્રી કૃષ્ણ દ્રૌપદીને સીધા ભીષ્મ પિતામહની છાવણીમાં લઈ ગયા. શિબિરની બહાર ઉભા રહીને તેમણે દ્રૌપદીને કહ્યું કે - અંદર જાવ અને પિતામહને પ્રણામ કરો
જ્યારે દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મપિતામહને પ્રણામ કર્યા, ત્યારે તેમણે"અખંડ સૌભાગ્યવતી ભવ" આશીર્વાદ દિધા..

પછી તેણે દ્રૌપદીને પૂછ્યું કે !!"વત્સ, તમે આટલી રાત્રે અહીં એકલા કેવી રીતે આવ્યા, શ્રી કૃષ્ણ તમને અહીં લાવ્યા છે"?
ત્યારે દ્રૌપદીએ કહ્યું કે -"હા અને તેઓ રૂમની બહાર ઉભા છે."
પછી ભીષ્મ પણ રૂમની બહાર આવ્યા અને બંનેએ એકબીજાને પ્રણામ કર્યા -
ભીષ્મે કહ્યું-"મારા એક શબ્દને મારા બીજા શબ્દોથી કાપવાનું કામ (લીલા) ફક્ત શ્રી કૃષ્ણ જ કરી શકે છે"
શિબિરમાંથી પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે -"એકવાર ભીષ્મપિતામહને પ્રણામ કરીને તમે તમારા પતિઓ માટે જીવનદાન મેળવ્યું છે"
"જો તમે દરરોજ ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, વગેરેને કાયમ પ્રણામ કરતા હોત,.જો અને દુર્યોધન-દુશાસન વગેરેની પત્નીઓ પણ પાંડવોને કાયમ પ્રણામ કરતા હોત તો કદાચ આ યુદ્ધ ન થયું હોત.
તાત્પર્ય......આજની જનરેશનને આ બાબતે અનુરોધ કરવાનો કે
અત્યારે આપણા ઘરોમાં ઘણી બધી સમસ્યાઓનું મૂળ કારણ એ છે કે -
"જાણી જોઈને કે અજાણતા જ ઘરના વડીલોની ઉપેક્ષા કરવામાં આવે છે"
"જો ઘરના બાળકો અને પુત્રવધૂઓ દરરોજ ઘરના તમામ વડીલોને નમન કરે અને તેમના આશીર્વાદ લે તો કોઈ પણ ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવી શકે."
વડીલોએ આપેલા આશીર્વાદ vaccine બખ્તરની જેમ કાર્ય કરે છે, કોઈ "-Virus હથિયાર" તેમને ભેદી શકતું નથી -
🙏પ્રણામ પ્રેમ છે.
🙏પ્રણામ એ શિસ્ત છે.
🙏પ્રણામએ શીતળતા છે.
🙏પ્રણામ આદર શીખવે છે.
🙏સારા વિચારો પ્રણામથી આવે છે.
🙏પ્રણામ નમવું શીખવે છે.
🙏પ્રણામ ક્રોધ દૂર કરે છે.
🙏પ્રણામ આંસુ ધોઈ નાખે છે.
🙏પ્રણામ અહંકારનો નાશ કરે છે.
આશિષ શાહ, ☕️

Rate & Review

Meerprit

Meerprit 5 hours ago

Mukesh Desai

Mukesh Desai 7 months ago

ketuk patel

ketuk patel 7 months ago

Chirag Purohit

Chirag Purohit 7 months ago