Prem Asvikaar - 23 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 23

બીજા દિવસે હર્ષ કોલેજ માં જાય છે તો ત્યાં કોઈ આવ્યું ન હતું. આમતો ઈશા દરરોજ વહેલા આવી જાય પણ એ દિવસે એ પણ દેખાતી ન હતી.
ત્યાં જઈ ને હર્ષ બેસે છે અને એવા માં ત્યાં નિધિ અને અજય આવે છે..અને નિધિ હર્ષ પાસે આવી ને તેને મળે છે...
હર્ષ બોલે છે.કે "હવે નિધિ તું બતાવી દે કે વાત શું હતી..કાલે ...તે કેમ આમ ગુસ્સા થી ગઈ હતી અને તે એટલી ગુસ્સા માં ગઈ ક્યાં હતી...?"
ત્યાં નિધિ બોલે છે કે...કાલે મે ઈશા ને તારી વાત કરી...અને તારી વાત કરતી હતી ને એવા માં એના ઘરે થી ફોન આવ્યો કે એના ભાઈ ને એક્સિડન્ટ થયું છે એટલે તે ગભરાઈ ને તે ઘર ચાલી ગઈ...પણ હા મે એને તારા વિશે બધું કહ્યું....કે હર્ષ તને બઉ પ્રેમ કરે છે...અને તને જીવનસાથી તરીકે સ્વીકારવા માગે છે...
" તો? પછી ઈશા એ શું કીધું? " " કઈ નહિ....એને મારી વાત સાંભળી...અને એવા માં એનો ફોન આવ્યો...અને તે ચાલી ગઈ..."
" હમમ તો એને કઈ ઉત્તર અપ્યોજ નહિ? "
" એવું નથી પછી મારે કાલે રાત્રે એના સાથે વાત થઈ..તો એને મને કીધું તારા વિશે...કે હર્ષ સારો છોકરો છે એવું નથી પણ હું એને મેરેજ નહિ કરી સકુ...કારણ કે ...હું બીજા ને પ્રેમ કરું છું, એમ બોલી પછી મે કઈ આગળ વાત નાં વધારી..."
"પણ હર્ષ મને વિશ્વાસ નથી થતો કે એ બીજા ને પ્રેમ કરતી હોય, "
એવું સંભાળતા હર્ષ હતાશ થઈ ને નીચે બેસી જાય છે અને વિચારમાં પડી જાય છે....પછી એ બોલે છે...કે ...કઈ વાંધો નહિ પણ એને એમ તો પૂછ જે કે એ પ્રેમ કોને કરે છે? ...કોઈ કોલેજ માં છે....?"
નિધિ બોલે છે કે હું એને પૂછીશ પણ તું નિરાશ નાં થઈશ ...હું એને સમજાવીશ.....
" હમમ પણ એ આવશે ક્યારે? "
" અત્યારે તો એના ઘરે ગઈ છે તો પરમદિવસે આવી જશે...પણ એને તું રૂબરૂ વાત નાં કરતો નાઈ તો એ તને કઈ નહિ કહે...."
" હા વાંધો નહિ પણ ઈશા ....મને નથી લાગતું કે કોઈ ને એ પસંદ કરતી હોય...."
" જે છે એ આ છે...મે તને કીધું હતું કે તરે કોઈ પણ વાત હોય ...પણ તરે માનવી પડશે...."
ત્યાર બાદ એમ ને એમ ક્લાસ અટેન કરી ને ઘરે ચાલ્યા જાય છે...પણ હર્ષ ઘરે જઈ ને એમ ને એમ વિચારમાં પડી જાય છે...અને નક્કી કરે છે કે ...જો ઈશા બીજા ને પ્રેમ કરતી હશે તો હમ્મે શા માટે એને કઈ કેહવા માં નહિ આવે ...આવી રીતે ...દોસ્ત બની ને ... જ એની સાથે રહીશ ...પણ એ પ્રેમ કોઈ બીજા ને કરે છે એ હું એના મોઢે સંભાળીશ તોજ મને ચેન પડશે...અને એને પછી કોઈ પણ વાત મારા પ્રેમ ની હું નહિ કરું......
એવું વિચારી ને....તે બપોરમાં સુઈ જાય છે અને સાંજે ....ટ્યુશન ચાલ્યો જાય છે....ત્યાર પછી તે ...સાંજે ...એના સાયન્સ નાં સર જોડે જાય છે અને ઘણી બધી....વાતો કરે છે અને નવા નવા પ્રયોગો ને જાણે છે...
ત્યાર પછી એમ નાં એમ 2 દિવસ નીકળી જાય છે...અને છેવટે ઈશા ને પાછો આવવા નો ટાઇમ થાય છે...અને જેવો સવારે હર્ષ કોલેજ જાય છે તો ....ઈશા ક્લાસ માં એકલી બેઠી હોય છે ...
હર્ષ હર રોજ નાં જેમ ... એ દિવસે પણ વેહલો ગયેલો કારણ કે એને ખબર હતી કે ઈશા સવારે વેલા આવી ને બેસે છે....
ત્યાં જઈ ને હર્ષ બોલ્યો હાય...ઈશા ....ઈશા ત્યાં બેઠી હતી પણ હર્ષ નાં સામે જોયુ નહિ અને કઈ બોલી પણ નહિ...એવા માં ત્યાં નિધિ આવી અને એને બુમ પડી કે....ઈશા ચાલ આપડે બહાર આંટો મારી ને આવીએ....
એટલે ઈશા ત્યાં થી નિધિ ની સાથે કોલેજ ની બહાર ચાલી ગઈ...જતાં જતાં હર્ષ એ જોયું કે ...ઈશા કઈ છૂપાવી રહી હોય અને ગુસ્સા માં લાગતી હતી....
પણ હર્ષ ને એ વખતે એવું થયું કે ...એના ભાઈ નું ટેન્શન હશે....
ત્યાર બાદ ક્લાસ ચાલુ થયો એટલે બધા ક્લાસ માં આવ્યા અને ક્લાસ ભર્યો....ત્યાર બાદ કેંતીન માં ઈશા બેઠી હતી તો હર્ષ ત્યાં પણ જઈ ને ઈશા ને બોલવા લાગ્યો...પણ ઈશા એ સામે નાં જોયું....
ત્યાર બાદ તે ટેબલ પર નિધિ અને ઈશા બંને બેઠા હતા તો હર્ષ એ નિધિ ને કીધું કે ...મારે એક વાત ઈશા ને કરવી છે...તો તું જરાક ...બીજા ટેબલ પર જઈશ?...
ત્યાર પછી ઈશા બોલી કે.....હર્ષ એવું કઈ કરવા ની જરૂર નથી.....આપડે બંને બહાર જઈએ અને વાત કરીએ.....
હર્ષ બોલ્યો હા હા તો તો કંઈ વાંધો નહિ ચાલો અત્યારે બહાર જઈએ....
ઈશા બોલી " નાં ક્લાસ પૂરો થાય એટલે બહાર ગાર્ડન માં આપડે મળીયે છીએ......."
ત્યાર પછી હર્ષ બોલ્યો કઈ વાંધો નહિ....ક્લાસ પૂરો કરી ને બહાર આવો હું બહાર ગાર્ડન માં તમારી રાહ જોઉં છું.....એટલું બોલી ને ત્યાં થી ચાલવા લાગે છે.....
ત્યાર પછી ક્લાસ ચાલુ થાય છે અને ઈશા ક્લાસ માં ચાલી જાય છે...
ક્લાસ પૂરો થતાં થતાં ....બધા બહાર નીકળે છે તો ...બહાર હર્ષ ગાર્ડન માં તેની રાહ જોઈ રહ્યો હતો.......
ઈશા ત્યાં બહાર આવે છે અને બંને ગાર્ડન માં ચાલ્યા જાય છે....
ત્યાં ગાર્ડન માં જઈ ને ઈશા બોલે છે કે બોલો તમે શું કહેત હતા....હર્ષ શરમાઈ ને બોલે છે કે....કઈ નાઈ ...તમને નિધિ એ વાત કરી હતી ને.....
ઈશા બોલે છે....કઈ વાત?.....
હર્ષ બોલે છે કે......એજ 2 દિવસ પેલા કરી હતી....
ઈશા બોલે છે " હા હા .....મે એ વાત ...નિધિ ને કહી દીધી છે...એમને તમને નથી જણાવ્યું? "
" હા હા કહ્યું હતું ...ને..."
" હા તો સાંભળો હું તમને એક દોસ્ત તરીકે જોયા છે....અને મારા થી આ પ્રેમ અને મેરેજ ની વાત નાં કરો તો સારું છે....બાકી તો તમને નિધિ એ કીધું જ હશે ને?...."
" હા હા એમને મને વાત કરી હતી...."
તો બસ...તમને સવાલ નાં જવાબ મળી ગયા હશે તો....હું નીકળું...કારણ કે માટે મોડું થાય છે......
એટલું કહી કે નિધિ ત્યાં થી નીકળી જાય છે....
( એક પ્રેમ એક ઉમ્મીદ હતી.......બધા ને એવું લાગતું હશે કે...આ ખાલી પ્રપોઝ હતો...તો એ ખોટું હતું...આ પ્રપોઝ નહિ પણ જનમ જનમ ....એક પ્રેમ એક સંબંધ બનવા નો હતો.....પણ....કઈ અલગ થયું.....)
એમ નાં એમ ...ત્યાં થી બંને જના નીકળી ગયા....
એમ ને એમ 2 દિવસ નીકળી ગયા પણ...બંને એક બીજા ને મળતા ન હતા....
હર્ષ પણ એની એક જલક જોવા માટે....તરશ તો હતો...પણ એને ..પણ ઈશા નાં પ્રેમ ને કાબુ માં રાખી...સમય ચાલવા લાગ્યો....