Farewell books and stories free download online pdf in Gujarati

વિદાય

આજ શનિવારના રોજ મારી શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નો અભ્યાસનો છેલ્લો દિવસ હતો હવે પછી તેમને વાંચન માટે સમય ફાળવવાનો હતો અને પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે એટલા માટે એમને વાંચવા માટે સમય મળી રહે તે માટે આજથી તેમને શાળાએ આવવાનું નથી ઘણા દિવસ થયા વિચારતી હતી કે વિદાયનો દિવસ હશે શું કરીશ કેમ બોલીશ પણ નાદુરસ્ત તબિયતના કારણે વધારે પડતું બોલી પણ ન શકી કે ના ગીત ગાઈ સકી પણ મારા જીવનમાં આ દિવસ મને ખૂબ જ યાદ રહેશે કારણ કે ધોરણ 12 ની મારી વ્હાલી દીકરીઓએ મને જે પ્રેમ ,,આદર ,,સત્કાર ,,માનસન્માન આપ્યું છે તે હું આજીવન યાદ રાખીશ...
હું ઘણી વખત કહું છું કે કોઈના મગજમાં રહેવું એકદમ સરળ છે અને તરત જ ભુલાય પણ જાય છે પણ કોઈના હૃદયમાં રહેવું એટલું જ કઠિન છે પણ મારા વિદ્યાર્થીઓના હૃદયમાં હું રહું છું. માટે હું મારા દ્વારકાધીશ નો આભાર માનું છું કે તેણે મને આટલું માન સન્માન અપાવ્યું ...
જીવનમાં મેં કંઈક ખરેખર એવા પુણ્યના કર્મો કર્યા હશે કે જેથી કરીને હું એક શિક્ષક બની અને કેટલાય વિદ્યાર્થીઓ મારા જીવનમાં એવી યાદગાર ક્ષણો આપી ગયા અને મને જીવનમાં મારા અસ્તિત્વની રાહ ચિંધવી ગયા ..હું જાણું છું એ કે મારા સ્વભાવ અને મારા વ્યક્તિત્વના કારણે જ વિદ્યાર્થીઓના હૃદયમાં હું જીવું છું પણ તેમ છતાંય આટલું માન આટલું સન્માન એક એક ક્ષણને યાદ કરીને પણ ખૂબ જ ગદગદિત થઈ જાવ છું અને મારા દ્વારકાધીશ ને વારંવાર કહું છું કે ખુબ ખુબ આભાર તારો દ્વારકાધીશ કે તે મને આટલું માન અપાવ્યું તેમ જ વ્હાલા દીકરાઓએ પણ મારા માટે જે શબ્દો કહ્યા છે તે પણ હું આજીવન યાદ રાખીશ ક્યારેય વિશરીસ નહી હું હજુ પણ મારું કર્તવ્ય વધારે સારું થાય તેવા પ્રયત્ન કરતી રહીશ અને ઘણી વિદ્યાર્થીઓ એ મને કહ્યું કે તમે ક્યારેય કોઈ પણ કામમાં નાનપ નથી અનુભવતા પણ મારે મારા વહાલા વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે કોઈપણ વ્યક્તિ છે તે પોતાની બાહ્ય સુંદરતાથી આપણને યાદ નથી રહેતા પણ વ્યક્તિની આંતરિક સુંદરતા જ આપણને આકર્ષે છે માટે હંમેશા સરળ રહેવું અને જીવનમાં યાદ રાખજો મારા વ્હાલા વિદ્યાર્થીઓ કે સરળ રહેવું ઘણું કઠિન છે અને કહી દેવું ખૂબ જ સરળ છે પણ કરવું એટલું જ કઠિન છે માટે તમે લોકો તમારા ભવિષ્યમાં જ્યાં પણ જાઓ કોઈ જોબ કે કોઈ બિઝનેસમાં હંમેશા તમારા વ્યક્તિત્વને એવું બનાવજો કે જેથી લોકો તમને યાદ કરે નહીં કે ફરિયાદ કરે...
અને બીજી ખાસ મહત્વની વાત મારે તમને લોકોને એ કહેવાની છે કે તમે હંમેશા તમારા માતા-પિતા માટે આદર અને માન જળવાઈ રહે તેવું જ વર્તન કરજો તમારા કારણે તમારા માતા-પિતાની ઠેસ કદી ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણા એ ખરાબ કર્તવ્યની સીધી અસર આપણા માતા-પિતા ના જીવન પર પડે છે અને આ સમાજમાં કર્મ તમે કરો છો પણ એમના માટે દોષીત તમારા માતા-પિતાને ગણવામાં આવે છે માટે હંમેશા તમારા માતા પિતાનું તથા તમારા ગુરુજનોનું નામ રોશન કરો તેવા પ્રયત્ન કરજો શરૂઆતમાં નિષ્ફળતાઓ મળશે પણ એ નિષ્ફળતાઓને જ સફળતાની સીડી બનાવીને આગળ વધવા માટે પ્રયત્નશીલ રહેજો એક જ નિષ્ફળતાથી ક્યારેય લઘુતાગ્રંથિથી કે તમારી જાતને દોષિત ન ઠહેરાવતા કારણ કે નિષ્ફળતાઓ પછી જ સફળતા મળે છે જે
અને ખાસ મારું એ સૂચન છે કે નસીબના ભરોસે બેસી ન રહેતા પણ મહેનત કરજો મહેનતનો કોઈ જ વિકલ્પ નથી મહેનત કરવાથી તમારા જીવનમાં તમારી માંગેલી સફળતાઓ પણ મળશે અને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પણ તમે સક્ષમ બનશો .. ખુબ ખુબ આશીર્વાદ હંમેશા ખુશ રહો , ખુબ ખુબ આભાર તથા મારા વ્હાલા વિદ્યાર્થીઓને મારા જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
01: 17 PM
04/03/23