Loving Grandmother books and stories free download online pdf in Gujarati

પ્રેમાળ બા

પ્રેમાળ બા

'જાતે કામ કરીને આનંદિત રહો'


ઓસરીમા બા પાસે ભોલો આવ્યો, બાજુમાં બેઠો અને બોલ્યો, અરે ઓ બા... કેતલુ કામ કલીશ ? હવે થોડો આલામ કલો. બા નું નામ દેવું બા. કામ કરતાં જ રહે, કોઈ દિવસ આરામથી બેસેજ નહીં. રોજ સવારે વહેલાં ૫.૦૦ વાગે જાગી જાય. ઘરનાં બધાં જ કામો‌ વ્હેલી સવારથી જ હાથમાં પકડી લેતાં. સવારે ગાયનું વાસીદું સાફ કરી લે, દૂધ દોહી લે, છાશ કરીને માખણ બનાવી લે.. વળી બા બોલ્યા, અરે ભોલ્યા, અત્યારે મગની દાળને ઘંટડામા દળવા દે, દળાયા પછી બધાનાં કપડાં પણ સંકેલવાના છે.


ભરબપોરનો સમય હતો. ઘરનાં બધાં જ સભ્યો પોત પોતાનાં ઓરડામાં સુઈ રહ્યા હતાં. ફક્ત એક દેવું બા અને સાથે નાનો પૌત્ર ભોલો ઓસરીમા જાગતાં હતા. ભોલો મગની દાળને હાથમાં લઈને ઘંટાડાની વચ્ચે બા સાથે નાખતો રહેતો અને બા ઘટાડાને હાથથી ગોળ ગોળ ફેરવતાં રહેતા. દાળ બે પથ્થરોની વચ્ચે પીચાઈને એનો લોટ બની રહ્યો હતો.


પાછો ભોલો એની તુટેલી બાળ ભાષામાં બોલ્યો, બા.. આતલા બધા કામ તમે એતલા કેમ કલો છો ? સવાલથી જાગો એતલે તમે પુરો દિવસ કામ જ કલો છો. આ માલી મમ્મી અને કાકીને પણ કામ કલવા દો.


બા કહે, ના ભોલ્યા, આ બધાં જ કામ હું કરી લેવાં, સમય આવે ત્યારે તે પણ કરી લેશે. મને કામ કરવામાં આનંદ આવે છે. બા કામ કરે એટલે ભોળો પણ કામમાં મદદ કરતો રહેતો. કપડાં સંકેલવાના બાકી હતાં એટલે ખાટલા પર પડેલા કપડાં પણ સંકેલવા લાગ્યો..


"નાના બાળકો નિઃસ્વાર્થ પણે કામ કરતા હોય છે"


ખરેખર બા શું કામ કરે છે, તે આપણે જીવનમાં જોઈ જ લીધું. જે એક પોતાનાં પતિ, દિકરા, દિકરીઓ, વહુ માટે જમવાનું ભોજન બનાવી દે, ઘરના કપડાં, વાસણો સાફ કરી લે, પતિની સેવા સાકરી કરી દે, નાના પૌત્રોને રમાડી લે... એવાં અસંખ્ય કામો જે એક બા જાતે કરે છે. આવુ બંધાના ઘરે જોવા મળતું હોય છે. ઘરમાં એક બા પોતાનાં પરિવાર માટે પોતાનું કામ છોડીને બીજાનું કામ પહેલા કરી આપતાં હોય છે.


પણ વાસ્તવમાં આપણે શું કામ કર્યું ? આપણને આ સવાલ ક્ષણે ક્ષણે મનમાં થવોજ જોઈએ. આપણે જાતે કામ કરીને આપણે આનંદિત રહેવું જોઈએ. પોતાનું કામ જાતે કરીને આપણે ઘરમાં બા, માં કે પત્નીને થોડી રાહત આપવી જોઈએ. સાથ‌ સહકાર વગર આ જીવન અધુરુ છે. કારણ કે એક સ્ત્રી અશક્ય એવાં બધાંજ કામ કરી લે છે. પણ આપણે પુરૂષોએ પણ સ્ત્રીઓને થોડી મદદ કરીને તેના કામમાં હાથ બટાવવો જ જોઈએ. જેથી તેને પણ થોડો આરામ મળે.


એક વાર બા બિમાર પડી ગયાં અને ઘરનાં બધા જ કામ બાકી હતાં. બા તેનાં દિનચર્યા મુજબ ધીમે ધીમે કામ કરતા રહે. બધાં દિકરાઓ અને વુહઓને કામ કરવા માટે એવી ભીંસ પડવા માડી કે ના પૂછો... બધા પરસેવે રેબ જેબ થવા લાગ્યા, તો કોઈ ઉંચા અવાજે બોલવા લાગ્યુ. બધી વ્યવસ્થા જાણે વિખરાઈ ગઈ.


"ઘરમાં એક જણ એવું હોય જ, જેનાથી વ્યવસ્થા બરોબર ચાલતી હોય છે"


ભોલો પણ પ્રેમાળ બા સાથે કામ કરવામાં લાગી ગયો. આવું દ્રશ્ય જોઈને ઘરનાં બધાં સભ્યો સ્તબ્ધ થઈ ગયા, જાણે કે અચાનક એ બધાને ભાન આવી ગઈ કે આપણા બા તો સૌથી વધુ કામ કરે છે. આથી બધા જ સભ્યો પોત પોતાનું કામ જાતે કરવા લાગ્યાં અને થોડાં સમયમાં આપોઆપ વાતાવરણ શાંત પડી ગયું.


આથી સમય આપણને શિક્ષણ આપે તે પહેલાં આપણે જાતે શીખીને સમજદાર બની જવું જોઈએ.


"એવું કોઈ ત્રાજવું નથી કે બા ના પ્રેમને નમાવી દે"



'જાતે કામ કરીને આનંદિત રહો'


આ જ મનુષ્ય માટે બહુ જ મોટી પ્રેરણા છે, જે આ જીવનમાં મોટાં મોટાં દુઃખો પહેલેથી આવવાજ નહીં દેતાં.



મનોજ નાવડીયા

Manoj Navadiya

Mo. 8000056148

E-mail: navadiyamanoj62167@gmail.com