Vasudha - Vasuma - 101 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-101

વસુધા - વસુમાં - પ્રકરણ-101

કાળીયો બેભાન થઇ ગયલો એનાં શરીરમાંથી લોહી નીકળી રહેલું.. પકલો રમણો પણ ઘાયલ હતાં. પોલીસ પટેલે કહ્યું આ ત્રણેને ઉપાડો ને રોડ પર લઇ આવો... પછી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાનામાં દાખલ કરો પછી કેસની વિગતો તૈયાર કરીશું.

કરસને મગનાને બાજુમાં લઇ જઇને બધુ ભણાવી દીધું અને સાથે મોઢું નહીં ખોલવા ધમકી પણ આપી દીધી. મગનો હાથ જોડી બધુ માની રહેલો.

પોલીસ પટેલે કરસનને કહ્યું હજી હમણાં અજવાળુ થયું છે તું આ લોકોને લઇને ગામમાં પાછો જા ફરીથી લોકો ઉઠી વહેલાં ઘરે પહોચાડી દે. કસસને કહ્યું ભલે મગનાને પોલીસ પટેલે પોતાની સાથે રાખ્યો.

વસુધા-રાજલ મયંક કરસન બધાં જીપમાં બેસીને પાછા ઘરે જવા નકીળી ગયાં. જીપમાં બેસીને કરસને કહ્યું ભાભી... વસુબહેન હવે તો શાંત થયાંને તમે કોઇ ચિંતા ના કરો બધું ગોઠવાઇ જશે. મયંકે કહ્યું હું દૂરથી એલોકોની ધોલાઈ જોઇ રહેલો કાળીયાની રાડો સાંભળી મને એટલો અંદરથી આત્મા સંતોષાતો હતો કે બરાબર પાઠ ભણાવ્યો છે સાલા નીચને..

રાજલે કહ્યું મયંક સારું થયુ તમે છેક સુધી ના આવ્યાં પણ વસુધાએ બરાબર બદલો લીધો છે તમે આવ્યાં હોત તો એ લોકોને જીવતાં ના છોડયા હોત. મયંકે કહ્યું હું મારો પગ.. વિવશ હતો પણ તું વસુધાની સાથે હતી એટલે સંતોષ હતો.

કરસને કહ્યું મયંકભાઇ કાળીયો તો મરવા જેવો થઇ ગયો છે જીવી જશે તો પણ મરવાનાં વાંકે જીવશે એને થશે મરી ગયો હોત તો સારું થાત.

મયંકે કહ્યું હાં મેં દૂરથી જોયેલું એનો પગ અને પગ વચ્ચે બધું તોડી નાંખ્યું છે લોહી લુહાણ થયેલો છે સાલો એજ દાવનો છે.

વસુધા હજી સખ્ત હતી એ મૂંગી થઇ ગઇ હતી કંઇ બોલી નહોતી રહી. રાજલે વસુધાની સામે જોઇને કહ્યું વસુ હવે ઘરેજ જઇએ છીએ તું બધુંજ ભૂલી જા સજા અપાઇ ગઇ છે.

વસુધાએ રાજલની સામે જોઇને કહ્યું એને મારે મારીજ નાંખવો હતો પણ આ લોકોએ રોકી.. પછી એની આંખમાં આંસુ ઘસી આવ્યાં. એણે કહ્યું મારાં પિતાંબર આજે જીવતાં હોત તો કોઇની મગદૂર હતી મારી સામે ઊંચી આંખ કરી જોઇ શકે ?

મને અબળા સમજી બેઠેલો નીચ.. ત્યારે એને મારતી વખતે જાણે પીતાંબર મારી સાથે હતાં મારાં બાવડામાં એમનુંજ જોર હતું મારામાં એટલી શક્તિ એમણે પરોવી કે એવાં પશુ જેવા કાળીયાને મેં અધમૂવો કરી નાંખ્યો. હવે ગામનો કોઇ આવો ડફેર નાલાયક કોઇ બહેન દીકરીની સામે નહીં જુએ.

કરસને કહ્યું એ જીવે તો સાચું બાકી એ અર્ધો મરીજ ચૂક્યો છે કંઈ નહીં રહે વાતોમાં ગામ આવી ગયું હું જીપ લખુકાકા એટલે કે મયંકનાં ઘરેજ લઇ જઊં છું.

રાજલે કહ્યું હું અને વસુધા એનાં ઘરે પહોચી જઇએ પછી મોડાં હું ઘરે પાછી આવીશ તમે મયંકને સહી સલામત ઘરમાં લઇ જજો.

વસુધાએ કહ્યું રાજલ આવી ગયું છે ઘર તું ચાલ મારી સાથે પછી કરસનને કહ્યું કરસનભાઇ પેલાં ચંડાળનાં શું સમાચાર આવે છે જણાવજો. અને આજથી ડેરીએ કામ કરવા પણ જઇશ.

કરસને સાંભળી લીધુ એણે જીપ બંધ કરી અને મયંકને પકડીને ઘરમાં અંદર લઇ ગયો ત્યાં લઘુકાકા સામે બહાર આવ્યાં પૂછ્યું. આવી ગયાં ? શું થયું ? વસુધા રાજલ ક્યાં છે ?

મયંકે કહ્યું બાપા એ લોકો વસુધાનાં ઘરેજ ગયાં છે પેલાને બરોબરનો પાઠ ભણાવ્યો છે કોઇ ગામમાં બહેન દીકરીઓનું નામ નહી લે એવો પાકો બંદોબસ્ત કર્યો છે.

બાપા પોલીસ પટેલે તમારાં કહેવાથી ખૂબ સહકાર આવ્યો છે વસુધાએ બરોબર બદલો લઇ લીધો છે. હજી ગામ ઉઠશે પહેલાં તો એ લોકો ઘરે પહોચી જશે. કોઇને કશી ગંધ પણ નહીં આવે ત્યાં લખુકાકાનાં ફોન પર રીંગ આવી.

વસુધા અને રાજલ વસુધાનાં ઘરે પહોંચ્યા ત્યારે ગુણવંતભાઇ અને પુરષોત્તમભાઇ બંન્ને ઓસરીમાં બેઠાં જાણે રાહજ જોઇ રહેલાં. બંન્ને જણાંનાં ચહેરાં ઉપર ચિંતા હતી.

વસુધા અને રાજલને જોઇને બંન્ને જણાં ઉભા થઇને સામાં આવ્યાં. ગુણવંતભાઇએ કહ્યું વસુ બેટા કેમ આવું જોખમ લીધું ? અમને કહેવાય નહીં ? અમે બંન્ને જાણતાંજ હતાં તું પરોઢનાં અંધારે નીકળી ત્યારે હું સમજી ગયો રાજલ સાથે છે એટલે તમે લોકોએ ચોક્કસ કોઇ વ્યૂહ રચ્યો હશે.

ક્યાં ગયાં હતાં શું કરીને આવ્યા ? તમારી સાથે બીજું કોણ કોણ હતું ? ગુણવંતભાઇને સાંભળવાની બધી અધીરાઇ હતી. રાજલે કહ્યું કાકા હું તમને વિસ્તારથી બધુજ કહ્યું છું એમાં લખુબાપા અને પોલીસ પટેલની મદદ લીધી હતી.

ગુણવંતભાઇને થોડી રાહત થઇ અને પૂછ્યું બધું પહેલેથી છેક સુધી કહે. હજી ઘરનાં બધાં સુતા છે ત્યાં સુધી બધુ જણાવ.

ત્યાં પાર્વતીબેન, ભાનુબહેન, સરલા, ભાવેશ, દિવાળી ફોઇ બધાંજ આવી ગયાં. દિવાળી ફોઇએ કહ્યું અમે લોકો પણ જાગતાંજ હતાં.. વસુ નાં પગલાનો અવાજ અમે બધાં ઓળખીએ છીએ પણ એને રોકવી નહોતી.

હવે બોલો અમે બધાં સાંભળીએ. સરલાએ કહ્યું બદલો પુરો થયોજ હશે વસુધાનાં ચહેરાં પરનો સંતોષ બધું ચાડી ખાય છે. ભાવેશે કહ્યું વસુધા તારે મને તો કહેવું જોઇએ હું તારો ભાઇજ છું

વસુધાએ કહ્યું સમજીને નહોતું કીધુ સરલાબેનને ગમે ત્યારે તમારી જરૂર પડે.રાજલે કહ્યું હવે બધુ ઇતિથી અંત સુધી સાંભળી લો. એમ કહી બધુજ કહેવા માંડ્યુ. બધાનાં ચહેરાં આશ્ચર્ય અને ભયથી જાણે પૂરતા પૂળી જેવા થઇ ગયાં. ભાનુબહેન બોલ્યા આટલું સાહસ કરાય ? એ મૂવો કંઇ કરી બેસત તો ?

વસુધાએ કહ્યું અમારી સાથે આખી પોલીસ ટુકડી હતી ત્યાં ગુણવંતભાઇ પર ફોન આવ્યો એમણે ઉપાડીને પૂછ્યું હાં લખુભાઇ શું થયું ?....

વધુ આવતા અંકે - પ્રકરણ-102

Rate & Review

vitthalbhai

vitthalbhai 2 months ago

dineshpatel

dineshpatel 4 months ago

Nehal

Nehal 4 months ago

yogesh

yogesh 6 months ago

Khyati Pathak

Khyati Pathak 6 months ago