Anubhuti ek Premni - 13 books and stories free download online pdf in Gujarati

અનુભૂતિ એક પ્રેમ ની - 13

13

દરિયા ની આ લહેરો વચ્ચે મનની મોકળાશ ખુલી રહી હતી. ક્યાં સુધી એમ જ દરિયાની ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલતા બંને દૂર દૂર સુધી ફેલાયેલા દરિયા ને નિહાળતા બંને વાતો કરતા જઈ રહ્યા હતા.

ઉંજાં એ કહ્યું, -“આ સાગર ની લહેરો ક્યારે થાકતી નહીં હોય??જો ને સતત ઉછળતી રહે છે.”

પરમ- ‘મને પણ તારી જેમ આવા જ વિચારો આવે. આપણે જ્યારે પણ જોઈએ, ત્યારે બસ તે હિલ્લોળા જ મારતો હોય. ક્યારેક એમ થાય કે આ શાંત થઈ બેસી જાય તો કેવું સારું લાગે. પણ એવું ખાલી વિચારી શક્યે તે ક્યારે શાંત થાય જ નહિ.

ઉંજાં- “તે શાંત થઇ જાય તો કેવો લાગો??”

પરમ- ‘બિલકુલ મારી જેવો??”

ઉંજાં- ‘ઓહ મતલબ તું શાંત છે એમ??”

પરમ- “હતો નહિ થઇ ગયો. પરિસ્થિતિ એ મને એકદમ જ બદલી દીધો. એક સમય પર હું કેવો મોજ થી જીવતો. જ્યાં મને કોઈ વાત નું કોઈ ટેન્શન ન હતું. બસ હું અને મારી દુનિયા, બોવ મજા આવતી.”

ઉંજાં- “તું અને તારી દુનિયા??”

પરમ -”હા હું અને મારી દુનિયા, જ્યાં કોઈ ના હતું. પિયુષ હતો પણ તે પણ સેમ મારી જ જેમ રહેતો. પછી તું આવી ને બધું જ બદલાઈ ગયું.”

ઉંજાં -’હું આવી ને બધું બદલી ગયું મતલબ હું કઈ સમજી નહિ??”

પરમ- “છોડ ને ને બધું, ચલ આપણે ત્યાં મકાઈ ખાવા જઈએ.”

ઉંજાં -નહિ, મારે સાંભળવું છે. હું આવી ને તારી જિંદગીમાં બદલાવ કેમ આવ્યો??”

પરમ - “બદલાવ તો ના કહી શકાય પણ પણ એવું ઘણું બધું બદલાયું. તને જ્યારે કોલેજ ફંકશન માં જોઈ તૈયાર થી બસ તું જ ગમી ગઈ. તને મળવાનું, તારી સાથે સમય વ્યતીત કરવાનું બોવ મન થયા કરતું. એવા માં તારા વિચારો મને રોજ રોજ બદલવા લાગ્યા. બધે બસ તું જ નજર આવતી. પછી તો જાણે મારી દુનિયા તું જ બની ગઈ હોય એવું લાગતું.”

ઉંજાં પરમ ને સંભાળી રહી. પરમ પણ આજે મન ખોલી બધું કહી જ દેવા માંગતો હતો.

“હું તારી દુનિયા બની ગઈ કઈ રીતે???”ઉંજાં પણ જાણે આજે પરમ ના દિલમાં વાત જાણવા જ માંગતી હોય એમ એક પછી સવાલ કરે જતી હતી.

“હા ઉંજાં તું હવે મારી દુનિયા છે. મારી જિંદગી છે. મારા માટે બધું જ છે તું. આઈ લવ યુ, હું તને બોવ પ્રેમ કરું છું.”પરમ ના શબ્દો સાંભળતા ઉંજાં તો બે પળ માટે એકદમ જ થંભી ગઈ.

પરમ ની વાત નો શું જવાબ આપે કઈ ના સમજાણું. તે બસ ચૂપ એકદમ ચૂપ પરમ ના ચહેરા સામે જોઈ રહી. તેની આંખોમાં છુપાયેલો તેના પ્રત્યે નો પ્રેમ સાફ નજર આવતો હતો. આટલા સમયથી સાથે રહેવા છતાં તે ક્યારે આ વાત ને સમજી ના શકી કે તેની સાથે તેની પાછળ ભાગવાનું કારણ તેના પ્રત્યે પરમ નો છૂપો પ્રેમ છે.

આકાશમાં રહેલો સૂર્ય ધીમે ધીમે અસ્ત થતો જઈ રહ્યો હતો. દરિયાની લહેરો એમ જ બસ હિલ્લારો મારતી ધીમે ધીમે અસ્ત થતા સૂર્ય ની સાથે રેતી ના પટ ને લાંબો કરતા પાછળ પાછળ પાણી ને  ધકેલતી જતી હતી. બંને બસ તે જ જગ્યા પર ઉભા હતા અને પાણી તેનાથી ઘણું દૂર જતું રહ્યું હતું.

“આઈ એમ સોરી, હું પણ જાણું છું કે હું તારે લાઈક નથી. પણ પ્રેમ લાયકાત જોઈ ને થોડો થાય છે. તે બસ તને જોતા થઈ ગયા. “પરમે કહ્યું, ઉંજાં ને શાંત જોતા તેને લાગી રહ્યું હતું કે તેને આ વાત કરી કંઈક બોવ મોટી ભૂલ કરી દીધી.

ઉંજાં જે તેને દોસ્ત તરીકે માને છે તે પણ કદાચ બદલી ના જાય. તેને આ વાત ન કરવી જોઈએ! પોતે કરેલી વાત પર તેને બોવ અફસોસ થવા લાગ્યો. હવે તો તે ઉંજાં ની સામે નજર મેળવતા પણ ડરતો હતો. કંઈક ઉંજાં સાચે તેનાથી હંમેશા માટે દૂર ના થઇ જાય! ઉંજાં નું તેનું નજીક આવવું અને એક સાથે રહેવું. બોવ મુશ્કેલીથી તેને ઉંજાં ના વિચારો ને બદલ્યા છે કંઈક ફરી તે વિચારો તેના ખોવાઈ ન જાય. તે આગળ ના કહી શક્યો અને ચૂપ બસ નીચે નજર કરી ઉભો રહી ગયો.

પરમ ને આમ ખામોશ જોતા ઉંજાં ના દિલ ને લાગી આવ્યું. તેને વધુ વિચાર ના કરતા પરમ ને હક કરી લીધો. “પાગલ, પ્રેમ ની કોઈ માફી માગતું હશે. મારી નજર માં એક સમયે એવું બધું હતું. હવે કઈ નથી.” એમ કહેતા ઉંજાં હસી.

તેના હસી થી ભરેલા શબ્દો સાંભળતા તેના મનને શાંતિ મહેસુસ થઇ આવી.પણ ઉંજાં એ સામે હજુ તેને આઈ લવ યુ નહોતું કહ્યું એટલે તેનું મન થોડું એમ ઉદાસ જ હતું. આ પ્રેમ તેનો એક તરફી જ રહી જશે એવું તેને લાગ્યું. પણ તે સામે પ્રેમ કરવા ફોર્સ પણ ના જ કરી શકે ને! તેના માટે તો આટલું જ પૂરતું છે કે ઉંજાં તેના પ્રેમ ને સમજી રહી છે.

“તું નારાજ નથી મારાથી તો??”ઉંજાં થી અલગ થતા પરમે પૂછ્યું.

ઉંજાં એ પરમ સામે એક હળવી સ્માઈલ આપી અને પછી કહ્યું ‘હું તારાથી નારાજ શું કામ થાવ. તે ખાલી પ્રેમ જ કર્યો છે ને કઈ ગુનો તો નથી કર્યો ને!!’

ઉંજાં ની આ વાત નો પરમ પાસે કોઈ જવાબ ન હતો. તેને ફરી ઉંજાં ને એકદમ થી જ ગળે લગાવી લીધી.”’થેંક્યુ થેંક્યુ…થેંક્યુ સો મેચ. “

ફરી બે દિલ એક બીજા ની બાહોમાં ખોવાઈ ગયા.

*****
પરમે તો તેના દિલ ની વાત કરી દીધી તો શું પરમ નો પ્રેમ ખાલી એક તરફી જ છે??શું ઉંજાં ને પરમ સાથે પ્રેમ નથી??તો શું આ પ્રેમ વચ્ચે કોઈ ત્રીજું આવશે તે જણાવ વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની