Anubhuti ek Premni - 18 books and stories free download online pdf in Gujarati

અનુભૂતિ એક પ્રેમ ની - 18

18

“તમે દર વખતે મારા પ્રેમ ને મારાથી છીનવી ના શકો. તે દિવસ પ્રથમ વખતે તો હું ચૂપ રહી પણ આજે હું ચૂપ નહિ રહું. તમારે મારી જિંદગી મારા પ્રેમ ને કઈ ના કરી શકો.”ઉંજાં ના શબ્દો પૂરણ ભાઈ ને અંદરથી તોડી ગયા.

આજ સુધી તેને ઉંજાં ને કઈ કહ્યું ન હતું તો તે આજે પણ તેને કેમ કઈ કહી શકે! તેનો હાથ પરમ ની કોલર પરથી છૂટી ગયો. તે રડી ના પડ્યા પણ તેની આંખના ખૂણા ભીના થઇ ગયા. આજે અંદરથી કોઈ લાગણી તોડી નાખી હોય એવું ફીલ થયું. પણ દર વખતે તે ચૂપ રહેતા હતા આજે તે ઉંજાં ની જીદ આગળ ચૂપ ન રહી શકે! એક સમયે તે જ પરમ ને સારો માણસ માનતા હતા પણ જ્યારથી તેને ખબર પડી કે પરમ ઉંજાં ને મેળવવા આ બધું કર્યું તે સમયથી તે પરમ ને નફરત કરવા લાગ્યા.

આજે તે ઉંજાં પાસે એટલે જ આવ્યા હતા. પોતાના બધા જ કામ ને એક બાજુ મૂકી તે ઉંજાં સાથે રહેવા આવી ગયા. તેને પરમ ની હકીકત ની જાણ થઈ ગઈ હતી. બે દિવસ પહેલા તે પ્રથમ ને મળી ને આવ્યા તો પ્રથમે તેને પરમ ની સાચી હકીકત કહી. તે પછી તો તરત જ તેનું મન અહીં ઉંજાં ને મળવા આવવા દોડી રહ્યું હતું પણ કામ ના ચક્કરમાં તે આવી શકે તેમ ન હતા.

જો કે પ્રથમ પર તેને પૂરો વિશ્વાસ પણ નહોતો કે ખરેખર તે જે કહે છે તે હકીકત હોય શકે!! તે પ્રથમ ને બોવ પહેલાથી ઓળખે છે. તે તો એવો જ છે પણ પરમ પર તે આંખો વીચી ને ભરોસા કરતા તે પણ આવો નીકળશે તે જાણી તેને બોવ જ દુઃખ લાગ્યું.

“બેટા તું બોવ ભોળી છે. લોકો તારો ઉપયોગ કરી જાય અને તું તેને પારખી પણ નથી શકતી. મારુ માન પરમ તારા માટે બેસ્ટ નથી.તું કહીશ તો હું તારા માટે દુનિયા નો સૌથી બેસ્ટ છોકરો ગોતી લાવી પણ તું આ નમક હરામ ને છોડી દે.” પૂરણ ભાઈ ઉંજાં ને સમાજવાતાં કહ્યું.

“તમે એટલે જ કહો છો ને કે તે ગરીબ છે તેની પાસે કઈ નથી અને તે મારી જેમ ખુબસુરત પણ નથી?પણ પપ્પા પ્રેમ રંગ રૂપ અને પૈસા જોઈને નથી થતો. મેં પ્રથમ ને તે બધું જોઈએ ને જ પસંદ કર્યો હતો તેને શું કર્યું? મંડપમાં જ મને એકલી છોડી જતો રહ્યો.’ઉંજાં એ કહ્યું.

‘તો આ શું તને આખી તેની સાથે રાખશે???જે માણસ પહેલાથી જ દગો કરે તે શું કોઈ ની લાગણી સમજી શકે!! પૂછ એને કે તેને તારી સાથે શું કર્યું છે.”પૂરણ ભાઈ ઉંજાં ને હકીકત જણાવવા નહોતા માંગતા પણ હવે તેની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો કે તે ઉંજાં ને પરમ થી અલગ કરી શકે.

“મારે તેને કઈ પૂછવાની જરૂર નથી. મને તેના પર પૂરો વિશ્વાસ છે. પપ્પા તે મારી સાથે છેલ્લા છ મહિના થી રહે છે. શું હું તેને આટલો પણ ના ઓળખતી હોવ. તમને જરૂર કોઈ ગલતફેમી થઇ હશે. પરમ બોવ સારો છોકરો છે એવું તમે જ કહ્યું હતું ને.”પરમ ને સારા સાબિત કરી ઉંજાં તેના પપ્પા સાથે લડી રહી હતી જ્યારે પરમ ચૂપ બસ તે બંને ને જોઈ રહ્યો.

આજ સુધી તેને બસ ઉંજાં ને મેળવવાની જ કોશિશ કરી પણ આજે જયારે ઉંજાં ને પોતાના માટે લડતી જોઈ ત્યારે તેને સાચા પ્રેમ નો અહેસાસ થઈ રહ્યો છે. જો એક છોકરી થઈ તે તેના માટે લડી શકતી હોય તો તે કેમ નહિ! પણ તે પહેલા ઉંજાં ના વિશ્વાસ ને જગાડી રાખવો જરૂરી હતો.

ઉંજાં તેના વિશે શું વિચારશે તે વાત પછી પણ તે પહેલા તેને ઉંજાં ને હકીકત કહી દેવી જોઈએ. તે ઉંજાં થી તેની હકીકત છુપાવી રાખી તે ઉંજાં ને મેળવી ન શકે! હવે તે રિયલ માં ઉંજાં ને પ્રેમ કરે છે. જો તેનો પ્રેમ પહેલા થી વિશ્વાસ વગર નો બની જશે તો તે પ્રેમ લાંબો નહિ ચાલી શકે અને તેને ઉંજાં સાથે બોવ લાંબો સંબંધ રાખવો હતો.

“અંકલ સાચું કહે છે ઉંજાં.’’પોતાની નીચે ઝુકેલી નજર ઊંચી કરતા પરમ બોલ્યો.

ઉંજાં એ તરત જ તેની સામે જોયું.”હા ઉંજાં અંકલ સાચું કહે છે. તારા પ્રેમ માં હું એટલો આંધળો બની ગયો હતો કે મને સાચા ખોટા નું કંઈ ભાન જ ન રહ્યું.”

“મતલબ…”પરમ ના શબ્દો ઉંજાં ના દિલ ને અંદરથી તોડી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. તે પરમ પાસે વાત જાણવા ઉતવાળી બનવા લાગી.

“પ્રથમ તને છોડી ને નહોતો ગયો. મેં પ્રથમ ને મજબૂર કર્યો હતો તને છોડવા. હું તને મારા સિવાય કોઈ બીજાની થતા ના જોઈ શકું તને.”પરમ ના ખાલી એટલા શબ્દો ઉંજાં ને રોમેરોમ જતા રહ્યા.

તેને કઈ પણ વિચાર કર્યા વગર પરમ ના ગાલ પર જોરદાર થપ્પડ મારતા કહ્યું ,”તને ખબર છે તું શું કહે છે?? તે મારા વિશ્વાસ જ ને નહિ મારા દિલ ને તોડ્યું છે. આઈ હેટ યુ.’ઉંજાં ની આખા આંશુથી છલકાઈ ગઈ.ખરેખર તેને આ વાત નું બોવ જ ખરાબ લાગ્યું કે પરમે તેનાથી કોઈ વાત છુપાવી.

‘સાંભળ્યું નહીં તે ઉંજાં શું કહે છે??અત્યારે જ તું અહીં થી જતો રહે. મને કે ઉંજાં ને તારો ચહેરો પણ જોવો પસંદ નથી.”પૂરણ ભાઈ ઉંજાં ને સંભળાતા પરમ ને એકદમ જ ગુસ્સામાં કહ્યું.

“પીલ્ઝ ઉંજાં, તું મને તારાથી દૂર ન કરે. હું તારા વગર નહિ રહી શકું. આઈ લવ યુ.”પરમ તેને સમજવાની કોશિશ કરી રહ્યો હતો પણ જ્યારે દિલ ને લાગી આવ્યું હોય ત્યારે તે વાત ને કેમ સમજે.

ઉંજાં એ તો પરમ સામે નજર પણ ના કરી અને તે પોતાની રૂમ માં દોડી ગઈ. પૂરણ ભાઈ એ પરમ ના રૂમ માં જતા તેના કપડાં બેગ માં ભર્યા અને પરમ બાજુ ફેંકયા.’આજ પછી મારા ઘર કે મારી ઉંજાં ની આજુ બાજુ પણ નહિ નજર આવતો નહિ તો પછી તું મને ઓળખે જ છે હું કોણ છું.”

પરમ હજી એક કોશિશ કરી ઉંજાં ને સમજાવવા માંગતો હતો. તે સમયે તેની પાસે બીજો કોઈ રસ્તો ના હતો અને તે પ્રથમ સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે પ્રેથમ ખરેખર સારો છોકરો નથી. પણ હવે તો કોઈ મતલબ જ ના હતો કે તે ઉંજાં પાસે જઈ શકે. પૂરણ ભાઈ તેને બહાર નીકળતા દરવાજો બંધ કરી દીધો.

*******

ઉંજાં સાથે લગ્ન કરવાની વાત તો દૂર રહી પૂરણ ભાઈ તો તેન ઉંજાં થી દૂર કરી દીધો. તો હવે શું પરમ ઉંજાં વગર એકલો રહી શકશે કે ફરી કોઈ નવો રસ્તો ઉંજાં ની નજીક જવા માટે ગોતી લેશે તે જાણવા માટે વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની”