Prem ni pratigna books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પ્રતિજ્ઞા

પ્રેમ ની વાર્તા માં આજે થોડું પ્રેમ વિશે સમજીએ ..
આ વાત સમજવા માટે તમારે પાત્રો ની જરૂર પડશે એટલે વાર્તા તરીકે સમજીએ...
ઘણા સમય પહેલા ની વાત છે પ્રેમ તેના મિત્રો ...
સુંદર,ખુશી,ઉદાશી,ગમંડ,ક્રોધ,આળસુ,અમીર, અને ગરીબ આમ લગભગ 7,8 દોસ્ત હતા પણ પ્રેમ હંમેશા તેનો ખાસ દોસ્ત જ્ઞાન સાધે જ રહે તો
એક દિવસ અચાનક બધાયે નક્કી કર્યું ચાલો ફરવા જઇએ ..એટલે જ્ઞાન ના પાડી કહે ક્યાંય નથી જવું
શાંતિ રાખો પણ પ્રેમ ક્યાં માં ને એવો હતો તેને જ્ઞાન ની વાત ના માની અને તેના મિત્રો સાથે ફરવા ચાલી નીકળ્યો....પાછળ જ્ઞાને ગણી બૂમો મારી પ્રેમ ઉભો રહે ,મત જા, મત જા, ફસાય જઈશ તું સ્વાર્થી મિત્રો સાથે જાય છે પણ પ્રેમ એક પણ વાત માની નહી અને ચાલી નીકળ્યો ...
આગળ જઈ ને બધા મિત્રો યે એક ટાપુ પર જવાનું
નક્કી કર્યું તેઓ દરિયા ના વચ્ચો વચ્ચ એક સુંદર ટાપુ હતો ત્યાં બધા જવા નીકળી ગયા બધા પાસે પોત પોતાની હોડી યો હતી પણ પ્રેમ પાસે કશું જ ન હતું તેમ સતા બીજા મિત્રો થોડી થોડી મદદ કરી પ્રેમ ને ટાપુ પર લય ગયા ત્યાં જઈ બધા મિત્રો ખૂબ ખુશ હતા પ્રેમ પણ તેમની સાથે ખૂબ ખુશ હતો શાંત દરિયો અને શાંત ટાપુ બસ આ બધા માં ખાલી પ્રેમ અને તેના મિત્રો નો જ અવાજ હતો ધીરે ધીરે સધ્યા થવા લાગી તેમ તેમ સમુદ્ર તેનું વિરાટ રૂપ લેવા લાગ્યો સમુદ્ર ના જેટલા શાંત મોજા હતા યે બધા વિરાટ રૂપ માં આવી ગયા એટલાં મોજ પ્રેમ નો મિત્ર ગરીબ બોલ્યો ચાલો ઘરે હવે આ ટાપુ પર હવે રહેવા જેવું નથી જેમ જેમ સઘ્યા થતી તેમ તેમ તુફાન પણ વધવા લાગ્યો ધીરે ધીરે ટાપુ પણ પાણી માં ડૂબી રહ્યો હતો ...બધા મિત્રો ડરી રહ્યા હતા પણ પ્રેમ કશુંય બોલતો ના હતો કેમ કે પ્રેમ ને પણ આ ટાપુ સાધે પ્રેમ થય ગયો હતો તે બધા મિત્રો ને આશ્વાશન આપતો કે ડરો નહી હું તમારી સાથે છું.... આપને કાઈ નહી થાય મારા પર ભરોસો કરો અને ડરો નથી આમ પ્રેમ બધા મિત્રો ને વારંવાર સમજાવતો હતો એટલાં સૌથી પહેલા પ્રેમ નો મિત્ર ક્રોધ પ્રેમ નો વિરોધ કર્યો અને કહે હુ તારી કોઈ વાત નહી માનું હું જાવ શું તું અહી રહીને મર .....તમે બધા ચાલો પ્રેમ વાત પર ધ્યાન ન આપો નહીતો ડૂબી ને મારી જશો..આમ કહીને ક્રોધ ચાલતો થયો..જેવો ક્રોધ ટાપુ પર થી જવા નીકળ્યો કે તેની સાથે પ્રેમ નો બીજો મિત્ર ગમંડ પણ સાથે ચાલતો થયો ...
હવે ટાપુ પર પાણી વધવા લાગ્યું પ્રેમ ના મિત્રો ને હવે ડર વધુ લાગવા લાગ્યો તેઓ પ્રેમ નો વિરોધ કર્યો હવે પ્રેમ નો મિત્ર અમીર પણ હોડી લય ને નીકળી ગયો..તેને કોઈ ની સામે ધ્યાન ના આપ્યું અને કોઈ ની વાત પણ ના સાંભળી ...હવે પ્રેમ ની વાત પર કોઈ ને ભરોષો ના રહ્યો બધા પોત પોતાની હોડી લયને નીકળવાનું ચાલુ કર્યું ..પ્રેમ પાછે તો કોઈ હોડી હતી જ નહી...પ્રેમ ને પણ હવે થોડો ડર લાગવા લાગ્યો કેમ કે તેના બધા મિત્રો વારા ફરતી નીકળી જતા હતા પ્રેમ ને હવે મદદ ની જરૂર પડી તેને તેના મિત્ર સુંદર ને મદદ માટે કહ્યું સુંદર જવાબ માં કહ્યું કે હું આટલો સુંદર છું અને મારી હોડી પણ સુંદર છે અને તું તો દરિયા માં ડૂબકી મારી મારી અને મસ્તી કરી મારા કરતાં વધુ ભીંજાય ગયો છે એટલે મારી હોડી માં તને નહી લય જાવ ...એમ કહીને સુંદર ચાલી નીકળે છે...હવે પ્રેમ ખુશી પાસે મદદ માગે છે તો ખુશી પણ કેવો જવાબ આપ્યો જુવો હું જ ખુશ નથી હું ભય,ડર, ગમ,ચિંતા,હાલ આ બધા માં ફસાઈ ગઈ છું જયારે હું ખુશ નથી તો પ્રેમ તારી કેવી રીતે મદદ કરું ....આમ કહી ખુશી પણ ચાલી નીકળી ...હવે પાછા પ્રેમ યે ઉદાસી પાસે મદદ માગી તો ઉદાસી બોલી હુ જ ઉદાસ શું મને કોઈ નવી આશા ની કિરણ દેખાતી નથી તો તને પ્રેમ કઈ આશા યે મારી સાથે લય જાવ કયાંક તું પણ માં રી સાથે દરિયામાં ડૂબી જઈશ તો ...આમ કહી ઉદાસી પણ ચાલતી થઇ....હવે પ્રેમ પાસે ના ગણા ખરા મિત્રો નીકળી ગયા હવે પ્રેમ યે જોયું તો તેનો મિત્ર ગરીબ તો કશું જ બોલ્યા વગર જતો હતો હતો પ્રેમ યે ગણી બૂમો મારી પણ ગરીબમિત્ર ઉભો ના રહ્યો અને દુર જતા જતા એટલું બોલ્યો કે મને માફ કરજે પ્રેમ પણ હું ગરીબ સુ અને મારી ગરીબ ની હોડી તારો વજન નહી ઉપાડી શકે મારી પાસે સલામત હોડી નથી નહી તો તને લય જાત આમ હવે ખાલી આળસુ મિત્ર હતો બાકી તેને હોડી માં જોઈ પ્રેમ યે બૂમ મારી એ આળસુ મિત્ર મારી મદદ કરો મદદ કરો તો આળસુ મિત્ર બોલ્યો હુ સામાં પવન અને મોજા ની સામે એટલે કે વિરૂદ્ધ દિશા માં હું હોડી નહી ચલાવી સકુ કેમ કે મે આજ સુધી વિરૂદ્ધ દિશા માં હોડી નથી ચાલાવી અને હવે હું ખૂબ આગળ નીકળી ગયો છું હું પાછો નહી આવી શકું ........આમ આળસુ પણ નીકળી ગયો હવે પ્રેમ સાવ એકલો થય ગયો હતો...
પ્રેમ ના હવે છેક કમર સુધી પાણી ભરાઈ ગયું પ્રેમ પણ હવે એકલો પડી ગયો પ્રેમ ને હવે વધુ ડર લાગવા લાગી પ્રેમ ને ધીરે ધીરે પાણી ઉપર આવતું હતું હવે છેક પાણી ગળા સુધી પાણી માં પ્રેમ ડૂબી ગયો હતો પ્રેમ ને હવે જીવવાની બધી ઉમિદ પૂરી થઇ ગઈ ....
પ્રેમ એ પોતાની આંખ બંધ કરી બધા મિત્રો નો વહેવાર જોયો તે ખૂબ દુખી થયો મે કેવા મિત્રો પર ભરોસો કર્યો મે મારા ખાસ મિત્ર ની વાત ના માની મારો મિત્ર જ્ઞાન મને સાચું કહેતો હતો હવે મારો અંત નજીક છે..માફ કરજે મારા મિત્ર જ્ઞાન મે તારી વાત ના.. માની....ના..માની...
આ બાજુ પ્રેમ ના મિત્ર જ્ઞાન ને આ ટાપુ અને તુફાન ની જાણ થઈ તો તરત જ જ્ઞાન ત્યાંથી દોડતો...દોડતો તેનો પરમ મિત્ર સમર્પણ પાસે ગયો અને બધી વાત કરી અને પ્રેમ ને બચાવ વાની વાત કરી ત્યારે સમર્પણ કહ્યું હું તમારી મદદ કરીશ પણ જે વૃદ્ધ વ્યક્તિ પાસે હોડી છે તેને કાઈ ક આપવું પડશે કેમ કે આજ એક વ્યક્તિ સે જે ગમે તેવા તુફાન માં કે મુસીબત માં મદદ કરી શકે છે..આ વ્યક્તિ શિવાય કોઈ બીજું આ સમુદ્ર કે દરિયામાં નહી જયી શકે તરત આટલું કહેતા જ્ઞાને તેનું પોતાનું જીવન ભર નું જ્ઞાન એ વૃદ્ધ વ્યક્તિ ને આપી દીધું ત્યારે એ વ્યક્તિ બોલ્યો ભાઈ જ્ઞાન તમે જે આપ્યું તેટલા મા તો ખાલી મારી હોડી જ આવશે હું નહી આવું ત્યારે તરત જ સમર્પણ બોલ્યો હું ખુદ સમર્પણ કરું છું તમને પણ મહેરબાની મારા મિત્ર જ્ઞાન ના મિત્ર પ્રેમ ને બચાવો તેની મદદ કરો...
તરત જ એ વૃદ્ધ વ્યક્તિ હોડી લય ને પ્રેમ ને બચવા ભયંકર તુફાન અને મોજા નો સામનો કરતો ..કરતો.. છેક પ્રેમ પાછે પહોંચી ગયો..પ્રેમ ડૂબવાની તૈયારીમા જ હતો કે યે વ્યકિત યે પ્રેમ નો હાથ પકડી લીધો અને તેને બચાવી છેક કિનારા સુધી પહોંચાડી દીધો...
કિનારા પર આવી પ્રેમ પોતાની આંખ ખોલી અને જોયું તો એક વૃદ્ધ વ્યકિત તેને કિનારા પર સુરક્ષિત પહોંચાડી ને હતો હતો ....પ્રેમ યે યે વૃધવ્યક્તી ની સામે જોતોજ રહ્યો... કેવી રીતે યે વ્યકિત નો આભાર માને કશું જ સમજાતું ન હતું તે આભાર વ્યકત કરવા માગતો હતો પણ શબ્દો ન હતા આમ જોત જોતા માં યે વ્યકિત દુર પહોંચી ગયો ..અને જાણે ગાયબ થયો હોય તેમ દેખાતો બંધ થય ગયો.....પ્રેમ ને કઈ સમજાયું નહિ એટલે ધીરે ધીરે ઉભો થય ને ઘર તરફ ચાલવા લાગ્યો રસ્તામાં જ તેને તેનો મિત્ર જ્ઞાન મળ્યો
તેને બધી વાત કરી જે ટાપુ પણ થયું તે કહ્યું અને પ્રેમ યે જ્ઞાન ની વાત ના માની એટલે માફી પણ માગી ...પછી સવાલ કર્યો કે જે વૃદ્ધ વ્યક્તિ મને બચાવો કોણ હતું? હું તેને આભાર પણ ના કહી શક્યો..ત્યારે જ્ઞાને બધી વાત કરી પ્રેમ તને બચાવવા શું શું કર્યું અને યે વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહી સમય હતો જેને તને બચાવિયો. આ સાંભળી પ્રેમ ને ખૂબ દુઃખ થયું અને તેને જ્ઞાની સામે બે હાથ જોડી પ્રતિજ્ઞા લીધી કે મિત્ર તમારું અને મિત્ર સમર્પણ નું બલિદાન હું વ્યર્થ નહી જવા દવું.....
"હું પ્રતિજ્ઞા લવ શું કે જ્યાં સુધી કોઈ પોતાનું બધું જ્ઞાન અને બધા વિકારો,જેવા કે લાલચ,વાસના, ભય,ક્રોધ,મોહ,અહંકાર,વગેરે.....જેવા વિકારો ને સમર્પણ નહી કરે અને સમય ની રાહ નહી જોવે ત્યાં સુધી હું કોઈ ને મળીશ નહી...."
મિત્રો આ વાર્તા માં હું તમને શું સમજાવવા માગું છું તમે સમજી ગયા હશો....આ એક એક પાત્ર ને સમજજો સમજાય જશે...
રાધે....રાધે.....