Prem Asvikaar - 34 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 34

હર્ષ જેવું આ બધું સંભાળે છે તો એનું મગજ ચાલવા નું બંધ થઈ જાય છે ...એને એવું થાય છે કે એ કોઈ સપનું જોતો હોય...
હા પણ આ રિયલ હતું કે ....ઈશા ને આ ખામી છે....ઈશા રાત પડે એટલે એને બધુજ દેખાવવા નું બંધ થઈ જાય અને તે કોઈના પણ ઘરે અથવા કોઈ નાં જોડે વાત કરવા નું છોડી દે...એટલે એ કોઈ જગ્યાએ જતાં પેહલા સો વાર વિચાર કરે...
એને દેખાતું ન હતું એ એનો વાંક ન હતો એ જનમતાજ ...એને રાત નાં સમય એ દેખાતું ન હતું....ઈશા જ્યારે જન્મી ત્યારે તે રાત્રે એ બહુ રડતી હતી...ધીમે ધીમે ચેકઅપ કરાવતા એના મમ્મી પપ્પા ને ખબર પડી કે આ એક આંખ ની તફલીફ કહી સકાય કે ....જે એને રાત્રે દેખવા માં અડચણ પડે...એટલે કે એને કોઈ દિવસ ની રાત એને જોઇજ ન હતી....
(એક વિચાર આવે કે જ્યારે કોઈ માણસ અંધ હોય તો એને કેટલી ટફલીફ થતી હોય છે...પણ આ કેસ માં જ્યારે તમને દિવસે બધુજ દેખાય અને રાત્રે નાં દેખાય એટલે.....કઈક વાત અજ અલગ થઈ જાય...)
( જ્યારે આપણે આ રંગબે રંગી દુનિયા ને જોઈએ છીએ....કે દિવસે ...દુનિયા જોઈએ એવીજ રાત ની દુનિયા નિરાલી હોય છે પણ આ રાત ની દુનિયા સમજો એને જોઈજ ન હતી..... છોળો આ બધું....વાર્તા માં આગળ વધીએ )
એમ નાં એમ હર્ષ ઘરે ચાલ્યો ગયો અને રૂમ માં જઈ ને સુઈ જાય છે...એને હજુ પણ વિશ્વાસ નાતો થતો કે આ બધું થઈ ગયું છે....
સવારે જ્યારે ઉઠે છે તો ...તે મંદિર માં જઈ ને ...ભગવાન ને એકજ સવાલ કરવા લાગે છે ...કે હું જેને પ્રેમ કરું છું એને એટલું દુઃખ શા માટે...?
ઘણા બધા પ્રશ્નો હતા પણ જે પસંદ હતી એટલે એના અંદર કઈ પણ ખામી હોય પણ એક વાર પસંદ આવે એટલે એને નાં ભૂલાય....
એ ઘરે જાય છે અને ...ઘરે જતાં જ એ ની મમ્મી બોલે છે કે કેમ હર્ષ રાત્રે ગરબા માં થી મોડો આવ્યો હતો કે શું?...અને શું કરે તારી દોસ્ત ઈશા?
હર્ષ એ એની મમ્મી ને એના ફ્રેન્ડ સર્કલ વિશે કહેલું પણ એને એવું પૂછતાં એ હર્ષ એક દમ રડવા લાગે છે.....
હર્ષ ની મમ્મી પૂછે છે " કેમ બેટા શું થયું બોલ ? " " કઈ નાઈ મમ્મી ...રાત્રે વધારે જાગ્યો હતો...
" નાં બેટા કઈક તો વાત છે જે તું મને છૂપાવે છે..." " મમ્મી હું કાલે ગરબા ગયો તો ઈશા અને બધા મળ્યા પણ ...મે એ જાણ્યું કે...ઈશા ને એક તફળીફ છે જે કોઈ નાં માં નાં હોય...." " કેમ શું થયું બેટા " " મમ્મી એ જોઈ નથી સકતી અંધારા માં ...." હર્ષ એ એની બધી વાત કરી...અને જેવી વાત કરી તો ...હર્ષ ની મમ્મી પણ વિચાર માં પડી ગઈ...
" અરે બેટા એમાં ક્યાં મોટી વાત છે...ઓપરેશન થાય એટલે એને મટી જાય...." નાં મમ્મી એ જન્મ થી ....એને ઉણપ છે...." " થઈ જશે સારું બેટા "
" કઈ મમ્મી ઠીક નાં થાય ...હંમેશા મારી પસંદ માં એવું કેમ થાય છે...?"
" મમ્મી એ મારી ફ્રેન્ડ નહિ પણ હું એને મારી જીવન સાથી બનવા માગું છું "
" અરે બેટા ....શાંત થઈ જા .....કોઈ નો કોઈ રસ્તો હશે ? "
હર્ષ ની મમ્મી એ એને ...શાંત પાડ્યો....અને જેમ તેમ કરી ને કોલેજ મોકલાયો..." " મમ્મી હું આજે કોલેજ નાઈ જાઉં...બસ " " નાં બેટા એવું નાં હોય અત્યારે ઈશા ને તારી જરૂર છે....તું બસ એનો સાથ આપ "
હર્ષ એની મમ્મી સાથે વાત કરતા એને થોડી હળવાશ થાય છે અને તે ...ને એહસાસ થાય છે કે આવું પણ બને તો ધીરજ રાખવી...
ત્યાર બાદ કોલેજ જાય છે અને ત્યાં ...ઈશા કોલેજ માં બેઠી હોય છે અને તે કોઈક ને વાત કરી રહી હોય છે...હર્ષ જેવો નજીક જાય છે તો ઈશા વાત કરતા કરતા બોલે છે કે...હા મમ્મી હું તને પછી વાત કરું હવે ક્લાસ ચાલુ થઈ જશે....
ઈશા ઊભી થઈ ને બોલે છે કે અરે તમે આજે વેલા વેલા ...રાત્રે ઊંગ્યજ નથી કે શું... આજે તો કોઈ કોલેજ નથી આવ્યું...કારણ કે બધા ને રાત્રે જગ્યા હતા એટલે...અને તમે...
ઈશા ....તમને હું એક વાત કહેવા માગું છું...." હા હા બોલો ને " " તમારી આ ટફ્લીફ થી મને બઉ દુઃખ થયું....પણ જે છે એ છે...બધું સારું થઈ જશે...
" કઈ નાઈ મારે તો રોજ નું થઈ ગયું છે...અંધારા માં જીવવા ની આદત છે..." એટલા માં બધા સ્ટુડન્ટ આવી જાય છે....
અને ક્લાસ ચાલુ થઈ જાય છે...
ક્લાસ ચાલુ થાય પછી...મેડમ બોલે છે કે આવતા અઠવાડિયા થી વર્ષ ની છેલ્લી એક્ઝામ ચાલુ થઈ જશે....બધા મેહનત ચાલુ કરી દે....
ત્યાર બાદ બધા તૈયારી માં લાગી ગયા...
એ વાત થયા નાં બીજા દિવસ થી ઈશા એ રાજા પાડવા નું સારું કરી દીધું.....
ઈશા એ એ દિવસે પેહલી વાર બેસ્ટ ઓફ લક નામ નો હર્ષ ને મેસેજ કર્યો...
હર્ષ : તમે કેમ કોલેજ નથી આવતા ?
ઈશા : મારે હવે દિવસ માં વધારે મેહનત કરવી પડશે એટલે....
હર્ષ : હા ...પણ ને એક્ઝામ ની રિસિપ લેવા તો જરૂર આવજો...
ઈશા : હા ...જરૂર ...કાલે મળીયે....