Shwet Ashwet 40 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૪૦

નાઝ સામર્થ્યની કાર બીચ પર ડ્રાઈવ કરતી હતી. નાઝને તેવું કરવામાં બહું મઝા આવે. ડેવઓનના કોસ્ટ પર આવી રીતે તેને ડ્રાઈવ કર્યું હતું. અને હવે, અહીં કરી રહી હતી.

‘પાણીમાં ગાડી જતી રહશે.’

‘મને ડ્રાઈવ કરતાં આવડે છે. હવે બોલ, તારે શું વાત કરવી હતી?’

‘યુ આર ધ વન હું હેસ કિડનપેડ મી.’ તે મને અગવા કર્યો છે. 

‘પણ અહી બેસી રહવું, ઇસ યોર ચોઈસ.’

‘શિ રીતે?’

‘મે ઓલરેડી પિસ્ટલને બેકસીટ પર મૂકી છે, અને આ કારમાં સેન્ટ્રલ કોંટ્રોલ તો છે જ નહીં, એટલે તું દરવાજો ખોલી પણ શકે છે.’

‘હા. મારે કઈક પૂછવું છે, હું આર યુ?’

‘હું? હું કોણ છું, એ જાણીને તું શું મેડવી લઇશ?’

‘કઈ નહીં. જસ્ટ એમ નેમ.’ 

ત્યારે નાઝ એ કાર રોકી, અને સામર્થ્યની સામે જોયું.

‘હું બ્લેક બેલ્ટ છું.’ નાઝ એ કહ્યું. 

‘હા.. તો?’

‘આઈ વિલ ડેફિનેટલી કિલ યુ, ઇફ યુ ડોન્ટ ટેલ મી કે તને રિસર્ચ થી શ્રુતિ વિશે શું ખબર પળી છે, અને એમ ન સમઝ તો કે અડધું આધુરુ કહીશ તો મને ખબર નહીં પળે.’

‘પણ હું તને કેમ કહું? 

નાઝ એ સામર્થ્યના હોઠ પર એક મુક્કો માર્યો. તેના મુખ માંથી લોહીની ધાર વહી રહી હતી. 

‘તું હેન્ડસમ તો છે જ. થોડોક ડાહ્યો થઈ જા ને. મને પ્લીસ કેહ ને, સેમ.’

‘શ્રુતિ વિશે મને કઈ ખબર નથી. મને ખાલી એના કેસ વિશે કઈ ખબર છે. 2007માં આંધ્ર પ્રદેશની એક જેલમાંથી એક છોકરી ભાગી ગઈ હતી. અઢાર વર્ષની હતી. તેને મર્ડર કર્યું હતું. પણ પછી, એ પકડાઈ ન હતી. નીથ્યા માધવ.’

‘હા, તો?’

‘તો હવે મને દુખે છે.’ 

સામર્થ્ય થોડીક વાર શાંત રહ્યો. તે તેના હોઠ પર હાથ ફેરવતો હતો. નાઝ સમુદ્ર સામે જોવા લાગી. બેન્ડ એઇડ આપવાની જરૂર ન હતી. નાઝને પણ ખબર હતી કે સામર્થ્યને આ વાત કહવી હતી, પણ એ ત્યારે જ બોલશે જ્યારે એને ઉશ્કેરવામાં આવે. 

‘સીથા?’ નાઝએ ધીમેથી પૂછ્યું. 

‘હા.’

‘તમે એક બીજાને ક્યારે મળ્યા?’

‘હું એક કેસમાં કોઈકને આસિસ્ટ કરી રહ્યો હતો, ત્યારે અમારી મુલાકાત થઈ હતી.’

‘શું તમે બંનેવ..’

ના. જો સામર્થ્ય અને સિથા એક જ નાવ પર સવાર હોત તો આ નીથ્યા વળી વાત સામર્થ્ય નહીં પણ સીથા જાતેજ કહેત. કે શું આ કોઈ ચાલ હતી? હાલ માટે નાઝ એ સામર્થ્ય પર વિશ્વાસ રાખ્યો. 

‘હા. અમે બંનેવ આ વાત જાણીએ છીએ. પણ ના, એને નથી ખબર કે હું આ વાત જાણું છું. અને નથી હું એની સાથે કોઈ પણ રીતે ઈન્વોલવડ.’

‘ઓહ. તારે હજુ કઈક કહવું છે?’

સામર્થ્ય વિચારમાં હોય, તેમ લાગ્યું. 

‘પેલો ફોન. એ મને હજુ નથી મળ્યો. એ શ્રુતિના બેસણાના દિવસે જ ગાયબ થયો હતો, પણ -’

‘એ વાત તું જાણે  છે, એ કોઈને ખબર નથી, બરાબર?’

‘હા.’

‘ઠીક, એનું તો. તું સિંગલ છે?’

‘જિ?’ સામર્થ્યના હોઠમાંથી ઠળતું લોહી બંધ થઈ ગયુ હતું. 

‘તે લગ્ન કર્યા છે, કોઈ પ્રેમિકા છે?’

‘હા. મારા લગ્ન થઈ ચૂક્યા છે.’

‘ક્યારે થયા?’

‘નવેમ્બરમાં.’

‘અચ્છા.’

કહી નાઝ એ તરત જ ફૂલ સ્પીડમાં યુ ટર્ન લીધો. અને ગાડી બંધ પળી ગઈ. અત્યારે લોકો ન હતા, સારું થયું. 

પછી સામર્થ્ય શાંત રહ્યો. અને બેસી રહ્યો. 

તેઓ ઘરે પોહંચ્યા. અને ગાડીમાં બેસી રહ્યા. નાઝ એ પાર્કિંગ કર્યું. 

‘આટલા પૈસા છે તો નવી એક ગાડી નથી લઈ શકતો?’

‘તમને કોણે કહ્યું મારી પાસે પૈસા છે?’

‘ગ્લાસ રિપ્લેસ કરાવ્યા છે. ઓછામાં ઓછા ૨૧,૦૦૦ હશે, અને વધુમાં વધુ ૪,૦૦,૦૦૦ કારણકે આ પી. વિ. બી ગ્લાસસીસ છે. બાકી કોઈ એમનેમ આટલા મોંઘા ગ્લાસ કેમ લગાવે?’

‘શોખ ખાતર.’

નાઝ હસવા લાગી. 

બહુ મોંઘા શોખ કેહવાય. 

‘હવે કારમાંથી ઉતર, અને હું બાલકનીમાં ચાવી ફેકીશ, તું લઈ લેજે.’

કહી તે પોલીસ સ્ટેશન તરફ આગળ વધી. 

ત્યાં પોહંચી નાઝએ કૌસરને ફોન કર્યો. હવે એ લોકો ને જવા દે. 

તેઓ જતાં રહ્યા, ત્યાં સુધી તે રાહ જોતી હતી. 

પછી નાઝને વિચાર આવ્યો, અને  તેને પોતાના પોકેટમાંથી પેલો ફોન કાઢી ચાલુ કર્યો. કોઈ પણ કોલની કોલ હિસ્ટ્રી ન હતી. ફોનમાં ફોટા ન હતા. 

કશું જ ન હતું. 

અચાનકથી ફોન વાગવા લાગ્યો.

નાઝએ ફોન ઉપાળ્યો.