Lagn.com - 1 books and stories free download online pdf in Gujarati

લગ્ન.com - ભાગ 1

લગ્ન. com વાર્તા - ૧

ૐ સરસ્વતી નમો નમઃ


મુંબઈ ની એક લોકલ બસ નંબર ૧૦૫માં વિવેક મૂંલુંડ ના એક સ્ટોપ પરથી ચડ્યો બસમાં થોડી ભીડ હતી પણ વિવેકને પાંચ મીનીટમાં સીટ મળી ગઈ.


" R city mall " વિવેકે કન્ડક્ટર પાસે ટીકીટ માંગી. " excuse .. me " વિવેકની પાસે બેસેલી એક ૨૧ ૨૨ વર્ષની છોકરીએ વિવેકનું ધ્યાન ખેચ્યું " તમે આર સીટી મોલ ઘાટકોપર ઉતરશો ? " છોકરીએ વિવેક ને પ્રશ્ન કર્યો.


" હા " વિવેકે જવાબ આપ્યો એની તરફ જોયું દેખાવે સુંદર હતી યેલ્લો ડ્રેસ લાલ લીપસ્ટીક આંખો પર ચશ્મા ચેહરા પર મેકઅપ ને ગળામાં સોનાની પતલી ચેન તડકામાં ચમકી રહી હતી.


" સ્ટોપ આવે તો કેહજો ને પ્લીઝ હું પેહલી વાર બસમાં મુસાફરી કરી રહી છું"


" હા જરુર હું પણ ત્યાં જ જઈ રહ્યો છું નસીબવાળા છો તમે"


" નસીબવાળી કેમ ? " છોકરીએ આશ્ચર્ય સાથે પુછ્યુ.


" મુબઇમાં રહો છો અને ક્યારેય લોકલ બસમાં મુસાફરી કરી નથી એટલે નસીબવાળા "


" નાં ….નાં…Actually હું મુંબઈની નથી બરોડાની છુ અહીં મુલુંડમા મારા ફોઈના ઘરે રોકાવા આવી છુ " છોકરીએ સ્પષ્ટતા કરી.


" ઓકે… ઓકે.. સોરી મારે આવી રીતે જજ ના કરવું જોઈએ don't Worry જે સ્ટોપ પર હું ઉત્તરુ ત્યાં જ ઉતરી જ્જો સ્ટોપની બરાબર સામે જ મોલ છે " વિવેક થોડુ ખચકાતા બોલ્યો ને થોડીવાર માટે બન્ને શાંત રહ્યા.


"કેટલી વાર લાગશે પોહચતા " શાંતી ભંગ કરતા છોકરીએ પૂંછ્યું ." લગભગ અળઘો કલાક આમ તો ૧૦ કિલોમીટર દુર છે પણ આ સમયે ટ્રાફિક ખુબ હોય છે" વિવેકે જવાબ આપ્યો . પાછી થોડીવાર માટે વાતોની શાંતી છવાઇ ગઇ પણ ટ્રાફિક નો ધોંધાટ વધારે હતો.


" તમે મોલમાં શોપિંગ કરવા જાવ છો ?" છોકરી એ પાછી શાન્તી ભંગ કરતા પ્રશ્ન કર્યો. " ના હુ ત્યાં કામથી જઈ રહ્યો છું computer Hardware and software Repair નો મારો નાનો બિઝનેસ છે " વિવેક જવાબ આપી ચુપ થઈ ગયો.


" હું ત્યાં એક છોકરાને મળવા જઈ રહી છું . લગ્ન માટેની મિટીંગ… લગ્ન .com પર મે રજીસ્ટર કરાવ્યું છે અત્યાર સુધી પાંચ છોકરાઓને મળી છું બધા મને રીજેક્ટ કરે છે. મને ખબર નથી પળતી શું પ્રોબલ્મ થાય છે . ૧૦ માંથી ૭ ગુણ મળતા હોય તો એ લોકો મિટીંગ કરાવે છે. હું ખુબ નવર્શ થઈ રહી છુ મુંબઈનો છોકરો છે એ પણ પૈસાવાળા ઘરનો શું થશે ? એ પણ મને રીજેક્ટ કરશે તો ? પપ્પા મમ્મી ને શુ કહીશ ? ફોઇને શું કહીશ ? હું દેખાવે ઠીક છૂં .ભણેલી પણ છું. પપ્પાની ઓફિસમાં કામ કરુ છું . રસોઈ પણ આવળે છે પણ બધાને લાગે છે હું થોડી Dumb છું. ભણેલી છુ પણ ગણેલી નથી. મે દુનિયા જોઇ જ નથી. પણ એમાં મારો શુ વાંક મારા મા બાપે મને એટલા લાડથી ઉછેરી છે . મને લાગે છે હું સ્માર્ટ નથી એટલે બધા છોકરા મને ના પાડે છે. આઈ એમ સોરી ખબર નહીં હું આ બધું તમને શું કામ કરી રહી છું એક્ચ્યુલી હું નર્વસ થાઉ ત્યારે બડ બડ કરતી રહું છું " છોકરી બધુ એક જ શ્વાસે બોલી ગઈ.


વિવેક ને સમજાતું નહોતું શું બોલવું " લગ્ન ડોટ કોમ પર તો મેં પણ રજીસ્ટર કરાવ્યું છે .હું પણ ચાર છોકરીઓને મળી ચૂક્યો છું. એક ને મે રીજેક્ટ કરી અને બાકી ત્રણેયે મને રીજેક્ટ કર્યો.પણ એમાં હતાશ થવાની જરૂર નથી મારું માનવું છે ભગવાને બધાની જોડી પહેલેથી બનાવી છે જ્યારે સમય આવશે ત્યારે તમને તમારો પાર્ટનર મળી જશે. નર્વસ થવાની કોઈ જરૂર જ નથી તમારી આ જ નર્વસનેસ ને લીધે કદાચ છોકરાઓ …આઈ એમ સોરી હું પાછું જજ કરવા લાગ્યો પણ તમે કોઈ ચિંતા ના કરો ફુલ કોન્ફિડન્સ સાથે છોકરાને મળો અને બાકી બધું ઈશ્વરની ઈચ્છા પર મૂકી દો એ જે કરશે એ તમારા સારા માટે જ હશે "


" તમારું નામ શું છે ? તમે છોકરી ને મળવા તો મોલમા નથી જઈ રહ્યા ? મારું નામ અલકા છે." અલકા ને લાગ્યું આ એ જ છોકરો ના હોય ને મોબાઇલમાં બાયો ડેટા મા એનો ફોટો શોધવા લાગી.


" Dont Worry મારું નામ વિવેક છે અને હું કોમ્પ્યુટર રીપેર કરવા મોલ જઈ રહ્યો છુ . કલાક નું કામ છે ને પાછો ઓફીએ જઈશ અને આપણી મિટીંગ શકયજ નથી કેમકે મારી Requirements મા સપષ્ટ લખેલું છે કે છોકરી મુંબઈની હોવી જોઈએ " વિવેકે સ્માઈલ સાથે જવાબ આપ્યો.


" સોરી… તમે પણ લગ્ન .com પર રજીસ્ટર કર્યુ છે એ સાંભળી મને લાગ્યું તમે અલ્પેશ છો . અલ્પેશ મારે જે છોકરાને મળવાનું છે એનું નામ હું પેહલી વાર એને મળવાની છુ એની પણ તમારી જેમ દાઠી છે તો સોરી… મે કહ્યુ ને ખુબ નર્વસ છું" અલકા રાહત નો શ્વાસ લેતા બોલી.


" ચલો આર સીટી મોલ વાલા આગે ચલો " કંડક્ટરે અવાજ આપ્યો.


" નેક્સ્ટ સ્ટોપ આપણે ઉતરવાનું છે ચલો " વિવેક અને અલકા સ્ટોપ પર ઉતરી રોડ ક્રોસ કરી સામે મોલમાં દાખલ થયા.


" અહીં અર્બન કોફી શોપ ક્યાં છે ? મારે એ છોકરાને ત્યાં મળવાનું છે " અલકા એ પૂછ્યું.


"આ સામેના એસ્કીલેટર થી ઉપર જાઓ ને લેફ્ટમા બીજ જ શોપ છે. ત્યાની એકસ્પ્રેસો કોફી સરસ આવે છે ટ્રાય કર જો અને ઓલ ધ બેસ્ટ મિટીંગ માટે " આટલું બોલી બન્ને સ્માઇલ સાથે છૂટા પડ્યા.


વિવેક ની વાતોથી અલકાનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને એ સ્માઈલ સાથે કોફી શોપ ગઈ .વિવેકનો મૂડ પણ સારો હતો બે કલાકમાં એનું કામ પૂરું થઈ ગયું અને પાછો ઓફિસે જવા રવાના થયો પણ મનમાં ઉત્સુકતા હતી કે મિટિંગમાં શું થયું હશે એટલે જાણી જોઈને કોફી શોપ સામેથી નીકળ્યો એણે જોયું અલકા એકલી બેઠી હતી અને ઉદાસ લાગતી હતી અલકાની નજર પણ એના પર પડી અને એણે ઇશારા થી વિવેકને બોલાવ્યો.


" શું થયું? કેવી રહી મિટિંગ ? " વિવેકે ખુરશી પર બેસતા પૂછ્યું.


" વેલ મીટીંગ તો ઓકે હતી પણ મને નથી લાગતું અમે પાછા મળશું એ કદાચ હા પાડે તો પણ હું ના પાડી દઈશ પૈસાનો એટલો એટીટ્યુડ હતો …જવા દે ..તમે કહો તમારું કામ થઈ ગયું ?" અલકા વાત બદલતા બોલી,


"હા હાર્ડ ડિસ્ક ખરાબ થઈ હતી નવી નાખી દીધી અને ઇન્સ્ટોલેશન પણ થઈ ગયું બીજુ થોડુ કામ બાકી છે પણ એ ઓનલાઇન ઓફીસથી કરીશ . આઈ એમ સોરી તમારી મીટીંગ સારી ના ગઈ "


" નો વરી તમેજ કહો છો ને જે થશે એ સારા માટે જ થશે " અલકાએ વિવેકને આગળ બોલ્તા રોક્યો.


થોડીવાર સુધી બન્ને મોન રહ્યા " વેલ તો આજે હજી એક મિટીંગ કરવા વિશે તમારો શું વિચાર છે " વિવેકે ચુપકી તોડતા પૂછ્યું.


" શું ? હું કાંઈ સમજી નહીં ? " અલ્કા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.


" મુંબઇની જ છોકરી એવી requirement મારા બાયો ડેટા માંથી કાઢી નાખુ તો આપણાં કેટલા ગુણ મળે છે ચેક કરીએ ? " વિવેકે ઓફર કરી.


અલ્કા એ મલકાઇને હામાં માથું હલાવ્યું . " તો મિટીંગ ચાલુ કરતા પેહલા કોફી મંગાવીએ ?" વિવેકે પુછયું અને બન્ને એ એક સાથે વેઈટરને અવાજ આપ્યો " Two expresso please "


પછી આવી ગણી મુલાકાતો થઈ અને થોડા મહિના પછી એક દિવસ વિવેક જાન લઇ વડોદરા ગયો અને લગ્ન.com પરથી બે બાયો ડેટા નીકળી ગયા.


પાત્ર સારુ મળતું હોય તો requirements માં બાંધ છોડ કરવામાં કોઈ વાંધો નથી. તમે શું વિચારો છો જણાવશો.


વાચક મિત્રો વાર્તા કેવી લાગી જણાવજો આવી દસ વાર્તાઓ લખી છે તમને પસંદ હોય તો બધી પ્રકાશિત કરીશ .


ધન્યવાદ

પંકજ ભરત. ભટ્ટ