Shamanani Shodhama - 11 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 11

          અંધારું ઘેરાવા લાગ્યું હતું. ચંડીગઢ સેકટર સાતના વળાંક પાસે ખાસ ભીડ ક્યારેય જોવા મળતી નથી. ક્રિસ્ટીએ વળાંક પાસે પોતાની કાર ધીમી કરી. ખૂણામાં દેખાતા બાર પર એની નજર ગઈ કે કેમ પણ એનો પગ આપમેળે બ્રેક પર દબાયો અને કાર એ બારના આગળના ભાગે ઉભી રહી.

          બારના આગળના ભાગે હાથમાં ટીન બીયર સાથે ઉભો એક વેલ ડ્રેસડ જેન્ટલમેન કાર તરફ આગળ વધ્યો. એણે ડાર્ક બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા હતા. એની આંખો મોટી અને કોઈ ફિલ્મી હીરો જેવી હતી.  

          “એક્સક્યુઝ મી, આઈ એમ ન્યુ હીઅર. હાઉ કેન આઈ ગો ટુ ખુડા અલી શેર?”  યુવકે કારના દરવાજા પાસે પહોચી ક્રિસ્ટીને પૂછ્યું.

          “ઈટ ઈઝ વેરી ઇઝી રોંડ.” ક્રિસ્ટીએ યુવકની નશીલી આંખોમાં ખોવાઈ ગઈ હોય એમ એની આંખોમાં જોઈ કહી રહી હતી. કદાચ ક્રિસ્ટીના ધ્યાનમાં યુવકે નીકાળેલી સાયલેન્સર રિવોલ્વર આવી નહોતી.

          “કમ આઉટ ફ્રોમ કાર, ક્રિસ્ટી.” યુવકે પોતાનો ગનવાળો હાથ કારની રોલ થયેલ વિન્ડો તરફ લઇ જતા કહ્યું.

          પોતાનું નામ સાંભળી અને યુવકના હાથમાં રહેલી લીલીપુટ પિસ્તોલ જોઈ ક્રિસ્ટીની આંખો ચમકી.

          “ફાસ્ટ.” પેલો યુવક ફરી બોલ્યો ત્યારે એના ચહેરા પર દેખાતા કોલેજીયન યુવક જેવા જે ભાવ હતા એ અદ્રશ્ય થઇ ગયા હતા અને કોઈ માફિયા કે વિલન જેવો શખ્ત ચહેરો બની ગયો હતો.

          ક્રિસ્ટી કોઈ સામાન્ય યુવતી હોત તો એનો ચહેરો ફિક્કો પડી ગયો હોત. એ ચુપચાપ સરન્ડર કરી બહાર આવી ગઈ હોત પણ એ કોઈ સામાન્ય યુવતી નહોતી.  એ વિક્ટર માટે ખાસ કામ કરતી બે યુવતીઓમાંની એક હતી જે અન્ડર વર્લ્ડની દુનિયામાં ‘એન્જલ ઓફ ડેથ’ના નામે ફેમસ થયેલી હતી.

          “ડોન્ટ શૂટ.. આઈ એમ કમિંગ આઉટ...” ક્રીસ્ટીએ દરવાજો ખોલવાનો અભિનય કર્યો અને એ પછી એકાએક પોતાનો પગ એક્સીલેટર પર પુરેપુરો દબાવી નાખ્યો.

          એ યુવક પ્રોફેશનલ હોય એમ બે ડગલા પાછળ હટી ગયો નહિતર એ ઘુરકાટ સાથે ઉછળેલી કારની ઝપટમાં આવી ગયો હોત.

          કાર રોડ પર ફરી ભાગવા લાગી હતી. યુવકે પોતાની ગન નીકાળી અને ફાયર કર્યું. બુલેટ કારના પાછળના પતરામાં ઉતરી ગઈ. જોકે એ જે કરવા માંગતો હતો એ કામ થઇ ગયું હતું.

          બીજી એક બે નિષ્ફળ બુલેટ બગાડ્યા બાદ એ યુવક ત્યાંથી ગાયબ થઇ ગયો. આમ પણ પોલીસ આવે ત્યાં સુધી એને રોકવાની હિમત આસપાસ જોઈ રહેલ લોકોમાં નહોતી કેમકે એમણે એને એક પળ પહેલા જ એક યુવતી પર ગોળીઓ ચલાવતા જોયો હતો અને એના હાથમાં રહેલી ગનમાં હજુ કમ-સે–કમ ત્રણ ચાર બુલેટ હતી જ એટલી જાણકારી એ આસપાસના લોકોમાં હતી માટે દરેક પોત પોતાના કામમાં વ્યસ્ત હોય અને ત્યાં શું થયું એ જોયું જ ન હોય એમ ડોળ કરવા લાગ્યા.

          ક્રિસ્ટી કાર જેકીંગ વિશે જાણતી હતી. વિકટરની ટીમમાં જોડાઈ એ પહેલા એ પોતે પણ એ જ કામ કરતી હતી. એ વીસેક વર્ષની હતી ત્યારથી ગુનાની દુનિયામાં દાખલ થઇ હતી. એ સુમસાન સડક પર ઉભી રહી મોઘી ગાડીમાં જતા નબીરાઓ એને જોઈ લલચાઈ જાય એટલી ટૂંકી સાઈઝના શોર્ટ્સ પહેરી રોડની કિનારેથી લીફ્ટ માટે હાથ કરતી અને કારમાં જગ્યા મળતા જ પોતાની બ્લોશમ બતાવવાને બદલે બ્લેક ગન બતાવતી.

          એ ક્યારેય પકડાઈ નહોતી કેમકે કાર જેક કર્યા બાદ એણીએ કોઈ કાર માલિકને જીવતા કાર બહાર નીકળવાનો મોકો આપ્યો જ નહોતો.

          પણ એ જાણતી હતી કે એ બધું કરવા માટે સુમસાન રસ્તાની જરૂર પડે છે કોઈએ સુમસાન રસ્તા પર એ કર્યું હોત તો અલગ વાત હતી. સુમસાન રસ્તા પર તો એ સમજી ગઈ હોત કે આવનાર યુવકનો ઈરાદો શું હશે પણ એ ભીડમાં કોઈ કાર જેકીંગનો પ્રયાસ કરે એ સમજાય એમ હતું.

          એ કાર જેકીંગ નહોતી. ક્રિસ્ટીને વિશ્વાસ હતો. એ છેલ્લા આઠ વરસથી વિક્ટર સાથે કામ કરતી હતી અને એનો અનુભવ એને કહેતો હતો કે એ મામલો કાર જેકીંગનો નહોતો.

          તેણીએ પોતાનો ફોન નીકાળ્યો. ના, એ પોલીસને ફોન લગાવવા માટે નહિ. એ પોલીસના હિટ લીસ્ટમાં હતી અને પોલીસને જ કોલ કરે એટલી મુર્ખ નહોતી. તેણીએ કોઈ એક નંબર ડાયલ કર્યો. લગભગ બે ત્રણ રીંગ પછી ફોન સામે છેડેથી ઉપડ્યો.

          “રોઝી હિયરીંગ...”

          “આઈ એમ ક્રિસ્ટી...”

          “વોટ હેપન્ડ..?” ક્રિસ્ટીનો અવાજ આતુર હતો એટલે રોઝી સમજી ગઈ હોય એમ પૂછ્યું.

          “સમવન ટ્રાઈડ ટુ જેક માય કાર...”

          “નો વન ઈઝ ઇનફ ફૂલ ટુ ડુ સચ મિસ્ટેક ઇન ધીસ સીટી..” રોઝીએ એને શાંત કરવા કહ્યું કેમ કે એ ગાળો ભાંડી રહી હતી.

          “હી વોઝ અ સ્ટ્રેન્જર..”

          “મેં બી અ કોઇન્સીડેન્સ...?”

          “નો, હી વોઝ વેઈટીગ ફોર મી. હી અલ્સો ન્યુ માય નેમ..”

          “વ્હેર..?”

          “ઇન સેક્ટર સેવન નીયર બાર..”

          “આઈ એમ ઇન સેક. એઈટ.. મિટ મી.”

          “ઓકે..” ક્રિસ્ટી એ કોલ ડીસ કનેકટ કર્યો. એ જાણતી હતી કે રોઝી સેકટર એઈટમાં કયાં હશે માટે એને પૂછવાની કોઈ જરૂર નહોતી.

          ક્રિસ્ટી વિચારોમાં વ્યસ્ત કાર દોડાવતી હતી. એ યુવક કોણ હશે..? શું એ કોઈ કાર જેકર હશે કે ડેનીની ગેંગનો કોઈ માણસ..?

          શું એ એની પર નજર રાખતો કોઈ ડીટેકટીવ હતો...?

          શું રોઝી કહે એમ એ કોઇન્સીડેન્સ હોઈ શકે..?

          કે પછી વિક્ટરને હવે મારી જરૂર નથી રહી..?

          એ છેલ્લા વિચાર સાથે એ ધ્રુજી ઉઠી કેમકે એ જાણતી હતી કે વિક્ટરને જયારે પોતાના કોઈ માણસની જરૂર નથી રહેતી તો એ એની સાથે શું કરે છે.

          એ સેક. આઠના એક બંધ બિલ્ડીંગ આગળ કાર ઉભી કરી અંદર દાખલ થઇ ત્યારે રોઝી એની રાહ જોઈ રહી હતી.

          “વું કુડ ડેર ટુ જેક માય કાર..?” ક્રીસ્ટીએ રોઝી પાસે પહોચતા જ પૂછ્યું કેમકે રોઝી કોઈની પણ ડીટેલ મેળવવામાં ખાસ માહિર હતી.

          “હી વોઝ અ સ્પાય..”

          “સ્પાય..?” ક્રિસ્ટીને નવાઈ થઇ પણ અંદરથી એક શાંતિ થઇ કે એ વિક્ટરનો કોઈ માણસ ન હતો કારણ સ્પાયથી એ બચી શકે પણ વિક્ટરથી નહી!

          “યસ, એજન્ટ મલિક.. ઇન બ્લેક શર્ટ બ્લુ જીન્સ વિથ અ કેન ઓફ બીયર ઇન હીઝ હેન્ડ.” રોઝીએ કહ્યું ત્યારે ક્રિસ્ટી સ્તબ્ધ રહી ગઈ.

          “વોવ! હોઉં કુડ યુ ગેટ હીઝ ડીટેઈલ્સ સો ફાસ્ટ..?”

          “કોઝ હી ઇઝ એકઝેકટલી બીહાઈન્ડ યુ..” રોઝીએ કઈક ખંધુ હસીને કહ્યું.

          “વોટ..?” ક્રિસ્ટીએ પાછળ જોયું.

          એ જ બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં યુવક એની સામે ઉભો હતો હવે એ તેના માટે સ્ટ્રેન્જર ન હતો કેમકે એ જાણતી હતી કે એ એજન્ટ મલિક હતો. એ સમજી ગઈ કે રોઝીએ ડબલ ક્રોસ કર્યું હતું પણ હવે શું કરવું એ નક્કી કરી શકે એ પહેલા એના માથાના પાછળના ભાગે કોઈ સખત ચીજ અથડાઈ અને એ હોશ ગુમાવી બેઠી.

ક્રમશ: