Prem Rog - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ રોગ - 1

કહેવાય છે કે દુનિયામાં બધા રોગનું નિવારણ છે પણ આ પ્રેમ રોગનું કોઈ નિવારણ નથી. આની માત્ર એક જ દવા છે અને તે છે તેનો પ્રેમી કે પ્રેમિકા. પ્રેમ એટલે કે કોઈ જબરદસ્તી વિના બે દિલોનું બંધન. એકબીજાથી તદ્દન અલગ પણ એકબીજાના દિલથી જોડાયેલ. આવી જ એક કહાની છે અનુરાગ,મૈત્રી અને દીપની. દીપ અને અનુરાગ બંને ભાઈઓ હોય છે. અનુરાગ જે શાંત અને નિખાલસ હોય છે ત્યાં જ દીપ જે હૉટ અને હૅન્ડસમ હોય છે. કૉલેજની બધી જ છોકરીઓ તેની દીવાની હોય છે. બંને ભાઈઓની વચ્ચે મૈત્રી નામની છોકરી આવે છે. બંને ભાઈઓનું દિલ મૈત્રી પર આવી જાય છે હવે જોવાનું એ છે કે મૈત્રીનું દિલ કોના પર આવે છે....

મહુવા થી અમદાવાદ કોલેજ ટ્રાન્સફર કર્યા બાદ આજે મૈત્રી નો પહેલો દિવસ હતો. મૈત્રી કોલેજના બીજા વર્ષને વિદ્યાર્થીની છે. તેના માટે અમદાવાદની કોલેજ તદ્દન અલગ છે. તે સવારે જલ્દીથી તૈયાર થઈને નાસ્તો કરીને કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ નો પહેલો દિવસ હોવાથી તે કાળા રંગનો ડ્રેસ, કપાળમાં બિંદી, ખંભા પર દુપટ્ટો, સરસ મજાની હેર સ્ટાઈલ અને હાથમાં બે બુક લઈને જાય છે. આજે પહેલો દિવસ હોવાથી મૈત્રીના પપ્પા તેને કોલેજ મૂકી જાય છે. મૈત્રી કોલેજ પહોંચતા તેનો ક્લાસ શોધતી હોય છે ત્યાં તેને કોલેજ કેમ્પસ માંથી નાચવા અને ગાવાનો અવાજ આવે છે. એ તરત જ કોલેજ કેમ્પસમાં થાય છે.

મૈત્રી કોલેજ કેમ્પસમાં પહોંચે છે ત્યાં બ્લેક અને વાઈટ ફોર્મલ માં એક છોકરો ગિટાર લઈને ગીત ગાતો હોય છે. તેમનો અવાજ આટલો સુરીલો હોય છે કે સીધો દિલને અડી જાય છે. તેની આજુબાજુમાં બહુ બધી છોકરીઓ દીપ નામ લઈને બૂમો પાડતી હોય છે. મૈત્રી આગળ જવાનુ વિચારે ત્યાં જ કૉલેજ નો બેલ વાગે છે ને સૌ ક્લાસ તરફ જાય છે પણ મૈત્રીને તેના ક્લાસ વિશે ખબર જ નથી હોતી.

કૉલેજની બેલ વાગતા દીપ સ્ટેજ પરથી નીચે ઉતરે છે એટલામાં મૈત્રી સાથે ભટકાય છે." તમને દેખાતું નથી કે શું? અંધ છો તમે તો એટલો જોર થી ધક્કો મારી દીધો "

" તમારા મનમાં કઈ વહેમ હોય ને તો એ કાઢી નાખજો. તમે આટલા ખુબસુરત પણ નથી કે તમને કોઈ ધક્કો મારે " આટલું કહી દીપ જલ્દીમાં જતો રહ્યો.

મૈત્રી તેની ક્લાસ શોધી જ રહી હોય છે ત્યાં તેને પ્રિન્સિપાલ મળે છે, " ક્લાસ ના બેલ નો અવાઝ તમને સંભળાતો નથી લાગતો. અહીંયા બહાર શું કરો છો તમે? "

મૈત્રી સર ને જણાવે છે કે, " હું આ કૉલેજમાં નવી વિધાર્થી છું અને મને મારો ક્લાસ ખબર નથી. "

પ્રિન્સિપાલ મૈત્રીને તેના ક્લાસ તરફ લઇ જાય છે. સૌ પ્રિન્સિપાલને "ગુડ મોર્નિંગ " વિશ કરે છે.

પ્રિન્સિપલ મૈત્રી નો પરિચય ક્લાસમાં કરાવે છે અને તેને ક્લાસમાં બેસવા માટે કહે છે.

મૈત્રીની બાજુની જ બેંચમાં બેઠો હોય છે. ક્લાસમાં અર્થશાસ્ત્રનો લેક્ચર શરૂ હોય છે. સર ભણાવવામાં વ્યસ્ત હોય છે. જેવા સર બોર્ડ વર્ક કરવા જાય છે પાછળથી દીપ ચોક ના ટુકડા સર પર ફેકે છે. " કોણ આવી નોનસેન્સ હરકત કરે છે?ઉભા થઇ જાઓ. "

સર જેવા બોર્ડ વર્ક કરે છે દીપ ચોક ના ટુકડા ફેંકીને પાછળના દરવાજેથી બહાર નીકળી જાય છે. " નવી વિધાર્થી તારું નામ શું છે? "

"સર.... મૈત્રી "

" પહેલા દિવસે જ તે તારી હરકતો દેખાડી દીધી. તમારે તો નથી ભણવું પણ બીજાને તો ભણવા દો. આજે આખો લેક્ચર તું મારો ઉભા ઉભા ભરીશ "

" સર.... મૈ કઈ નથી કર્યું આ તો... "

"એક વાર કહ્યું ને " સર ગુસ્સામાં બોલ્યા.

એક કલાકના લેક્ચર પછી મહેનતથી બેલ પડ્યો. મૈત્રીના મનમાં તો દીપ પ્રત્યે બહુ ગુસ્સો ભરાઈ ગયો. તે બહાર જઈ આ વાતનો બદલો લેવાનો વિચારે છે.

"હેલો... હું અનુરાગ. દિપનો ભાઈ અને તમારો ક્લાસમેટ. " એક અજાણ વ્યકિત બોલ્યું.

"હેલો... હું મૈત્રી. તમે દિપના ભાઈ છો કે આમનમ ભાઈ બોલાવો છો?"

તેને હસતા કહ્યું, " ના હું તેનો ભાઈ છું. આજે દીપે જે કર્યું તેના માટે હું આપની માફી માંગુ છું. "

" તમે શા માટે માફી માંગો છો માફી તો તેણે માંગવી જોઈએ. "

"હા, પણ તે થોડો સ્વભાવનો અલગ છે. તેનો ઉદ્દેશ્ય તમને પરેશાન કરવાનો ન હતો." તેને સહજ ભાવથી કહ્યું.

" હા પણ તેના લીધે આજે મારો કોલેજ નો પહેલો દિવસ તો ખરાબ થઈ ગયો ને!"

" વાંધો નહીં તો આપણે તેને સારો કરી દઈએ. શું તમે મારી સાથે કેન્ટીનમાં નાસ્તો કરવા આવશો? " તેને સહજ ભાવથી પૂછ્યું.

" હા, આમ પણ હું અહીંયા કોઈને ઓળખતી તો નથી તો એ બહાને ઓળખાણ જ કરી લઈએ. "

~પ્રિયા તલાટી


Share

NEW REALESED