Prem Rog - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ રોગ - 2

પહેલો દિવસ તો જેમ તેમ નીકળી ગયો પણ હવે આગળ નું શું વિચાર્યું છે. આજે કોલેજ નો બીજો દિવસ થઈ ગયો. જેવું વિચાર્યું હતું એવું કંઈ પણ ન થયું. આગળ હવે શું થાય છે એ જોઈએ.

મૈત્રી કોલેજમાં પ્રવેશે છે " અરે હાય મૈત્રી. કેમ છો? મજામાં ને. " દીપે પૂછ્યું.

" અત્યાર સુધી તો મજામાં હતી પણ હવે તને જોયા પછી ખબર નહીં. "

" યાર બધી વાત ના ઉંધા જવાબ આપવા જરૂરી છે? ક્યારેક તો આમ હસીને વાત કર "

" તારી સાથે વાત જ કોણ કરવા માંગે છે. મારે બીજા પણ કામ છે તો બાજુમાં રહે અને મને જગ્યા આપ. "

" ઓકે મેડમ જેમ તમને યોગ્ય લાગે "

કોલેજ નો બેલ વાગતા સૌ પોતાના ક્લાસમાં થાય છે. આજે પણ પહેલો લેક્ચર અર્થશાસ્ત્રનો હોય છે. સર આજે બધાને બુક બનાવવા માટે કહે છે. મૈત્રી આ કોલેજમાં દીપ અને અનુરાગ સિવાય કોઈને ઓળખતી ન હતી. મૈત્રીએ સરને આ વિશે વાત કરી. સરે મૈત્રીને અનુરાગ પાસેથી બુક્સ લઈ લેવાનું કહ્યું.

" શું તમે મને તમારી બુક આપશો? " મૈત્રી અનુરાગ ને પૂછે છે.

" અરે એમાં પૂછવાનું શું! હવે આપણે મિત્ર છીએ તો તમે કોઈપણ વસ્તુ કંઈ પણ વિચારયા વિના માંગી શકો છો. આ લ્યો આ બુક. "

" થેન્ક્યુ, હું થોડા દિવસમાં તમને બુક પાછી આપી દઈશ. "

" અરે કંઈ વાંધો નહીં "

" બાય ધ વે મૈત્રી હવે તું કોલેજમાં આવી ગઈ છો. આ બુક્સ ના બનાવ તો પણ ચાલે. જ્યારે સર બુક્સ લેવાના હોય ત્યારે લેક્ચર બંક મારી દેવાનો. " દીપ બોલે છે

" તારી સલાહ તું તારી પાસે રાખ ને તો વધુ સારું. તારી સલાહ મેં માંગી નથી અને તારી સલાહ ની મને જરૂર પણ નથી "

" આ તો હદ છે મૈત્રી. કાલે જે થયું એના માટે મેં માફી તો માંગી. તો હવે તને પ્રોબ્લેમ શું છે? "

" મારી પ્રોબ્લેમ જ તું છે. મારે તારી સાથે કોઈ પણ વાત નથી કરવી "

" અરે બસ કરો હવે તમે બંને! પૂરી કરો હવે એ વાતને. મૈત્રી મને ખબર છે જે થયું એ ન થવું જોઈએ પણ દીપ નો એવો કોઈ ઈરાદો ન હતો. " અનુરાગ બંનેને અટકાવે છે.

" મને ખબર છે અનુરાગ એ તમારો ભાઈ છે એટલે તમને એમની તમને ચિંતા હોય પણ એમને તમે કહી દો મારી સાથે વાત ના કરે "

" અરે પણ મૈત્રી "

દીપ અનુરાગ ને કહે છે, " અરે ભાઈ રહેવા દો ને. તેને વાત નથી કરવી તો કોઈ વાંધો નહીં. હવે હું તેને નહીં બોલાવું. બાય ધ વે મૈત્રી હું અનુરાગ સાથે રહું તો તને કોઈ વાંધો તો નથી ને? "

" મને શું વાંધો હોય. તમે ભાઈઓ જે કરો એ મને શું. "

" ના એટલે તું સાથે હો અને હું એની સાથે હોવું તો ની વાત છે. કેમ કે મને આદત છે ભાઈ કોઈપણ સાથે હોય ત્યાં જઈને બેસી જવાની. "

" હા મને કોઈ વાંધો નથી "

" ઓકે, ભાઈ હું જાઉં છું. મારે ગીતની પ્રેક્ટિસ પણ કરવાની છે. "
" ઓકે " દીપ ત્યાંથી જતો રહે છે.

" હું લાઇબ્રેરીમાં જવું છું તમારે આવવું છે? "

" હા ચાલો, એ બહાને લાઇબ્રેરીની મુલાકાત થઈ જાય. "

મૈત્રી લાયબ્રેરીમાં પ્યારની કહાની ની બુક લે છે અને અનુરાગ ભણવાની બુક લે છે. તેઓ બંને લાઇબ્રેરીમાં બુક્સ વાંચતા હોય છે.

" તમને પ્યાર ની વાર્તા બહુ પસંદ લાગે છે. " અનુરાગ મૈત્રીને કહે છે.

" હા મને લવ સ્ટોરી બહુ પસંદ છે. હું જ્યારે પણ આ બુક વાંચું છું ત્યારે મને અલગ જ અનુભવ થાય છે."

" હા એ તો છે, પણ આ બધું માત્ર બુક્સ અને ટેલિવિઝન પર જ સારું લાગે છે "

" ના એવું નથી. તમે એક વખત કોઈને સાચા દિલથી પ્રેમ કરીને તો જુઓ. એ વ્યક્તિ તમારા માટે આખી દુનિયા છોડવા તૈયાર થઈ જાય છે. "

" આ માત્ર કહેવા અને સાંભળવાની જ વાતો છે " હસતા હસતા અનુરાગ કહે છે.

" અરે હું ખોટું નથી બોલતી. જ્યારે તમને કોઈ સાથે પ્રેમ થશે ને ત્યારે તમને આ વાત સમજાશે. "

"જોઈએ હવે..."

" પણ સાચે પ્યાર ની અનુભૂતિ એ વ્યક્તિના છોડ્યા બાદ જ થાય છે. જ્યાં સુધી એ વ્યક્તિ હોય છે ત્યાં સુધી એ આપણને બધાના સમાન લાગતી હોય છે. "

" તમને તો આ પ્યાર વિશે બહુ જાણકારી લાગે છે. "

" અરે ના એવું નથી. આ તો બસ હું આ વાર્તાઓ વાંચતી હોવ તો એના પરથી મને ખબર પડે છે. પણ જો હકીકતમાં આવો લાઈફ પાર્ટનર મળી જાય તો બીજું શું જોઈએ. "

" હા એ તો છે પણ ખરેખરમાં આવું પાત્ર મળવું એ શક્ય નથી. "

" જોઈએ હવે જિંદગીનો રસ્તો કઈ તરફ લઈ જાય છે. "

કોલેજ નો બેલ પડી જાય છે અને બંને પોતાના ઘરે જતા રહે છે.

મૈત્રી કોલેજમાં જે પણ થાય તેની વાત તેના મમ્મીને ઘરે જઈને કહેતી. તેના મમ્મી તેને સમજાવે છે કે જે પણ થયું તેમાં દીપનો કોઈ વાંક ન હતો. આથી દીપ સાથે તારે વાત કરવી જોઈએ. મૈત્રીને પણ ક્યાંક અંશે આ વાત સાચી લાગે છે. તે કાલે કોલેજ જઈને દીપ સાથે વાત કરવાનું વિચારે છે.

અનુરાગ અને દીપ બંને વાતો કરતા હોય છે.

અનુરાગ, " દીપ સાંભળ જે પણ થયું એ ભૂલી જા. મૈત્રી સ્વભાવની એટલે ખરાબ પણ નથી પણ તે કોલેજમાં નવી છે. દિવસે આ બધું થવાથી મૈત્રીની નજરમાં તારી છાપ ખોટી પડી છે માત્ર એટલે જ આ બધું બને છે. "

" હા અનુરાગ એ તો મને પણ ખબર છે. મેં પહેલી એવી છોકરી જોઈ છે જે આટલા કોન્ફિડન્સથી મારી સાથે વાત કરી શકે છે. જે પણ હોય તે મોઢે કહી દે છે. કંઇક તો વાત છે મૈત્રીમાં... "

" હા હવે વધુ વિચાર નહીં અને સુઈ જા. ગુડ નાઈટ"

" ઓકે, ગુડ નાઈટ"

મૈત્રી આજે દરરોજ કરતા થોડીક વહેલી આવી હોય છે. તે આજે દીપ સાથે થોડો સમય પસાર કરવાનું વિચારે છે. તે કોલેજ પહોંચે છે અને દીપ ને જુએ છે. " દીપ.....દીપ.... "

દીપ પાછળ ફરે છે તો મૈત્રી છે ને બૂમો પાડતી હોય છે. દીપ મનમાં વિચારે છે " આજે તો મારા ભાગ્ય ખુલી ગયા લાગે છે "

પ્રિયા તલાટી
જો તમને વાર્તા પસંદ આવી હોય તો રેટ આપો મારી વાર્તા ને અને કોમેન્ટ પણ કરો.