Prem Rog - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ રોગ - 6

" હું કંઈ પણ નથી કરતી. જે કરે છે એ તું જ કરે છે. તને થોડો પણ વિચાર ન આવ્યો કે મને કેવું લાગશે. " મૈત્રી તેનું કામ કરવા લાગે છે

" એક મિનિટ મૈત્રી પહેલા મારી વાતનો જવાબ આપ. શું કેવું લાગશે? મેં શું કર્યું? " તેનો હાથ પકડતા કહે છે.

" અનુરાગ કાલ રાત વિશે તને કંઈ પણ યાદ છે? "

" હા એ પણ તને કોણે કહ્યું? જરૂર આ વાત તને દીપે કહી હશે. "

" દીપ ને તો આ વાત વિશે ખબર પણ ના હતી. દીપ ને મે ખુદ એ કહ્યું. કાલે રાતના તું આટલો નશામાં હતો તને કંઈ વાતની પણ નહોતી ખબર કે તને દીપ નહિ હું ઘરે મૂકી ગઈ અને કાલ રાતના તું નશામાં બધું બોલતો હતો. "

" મૈત્રી જો....... કાલે હું થોડો દુઃખી હતો એટલે મેં નશો કર્યો હતો પણ તું આ વાતને ભૂલી જા. આ મારી દરરોજની વાત છે."

" અનુરાગ તને ખબર છે હું જ્યારે કોલેજમાં પહેલા દિવસે આવી ત્યારે દીપે મારા સાથે શું કર્યું હતું? ત્યારે મને દીપ કરતા તું વધુ સારો લાગ્યો પણ હવે આવી રીતે તને જોતા..... "

" તને મારા નશો કરતા આટલું બધું ખોટું કેમ લાગે છે "

" હું તારી ફ્રેન્ડ છું. તને કંઈ પ્રોબ્લેમ હોય તો તું મારી સાથે વાત કર. તારો ભાઈ દીપ પણ તારે બધી વાતોને સમજે છે. તું આમ નશો ના કર. આ તારા માટે સારું નથી. "

" ઓકે... હવેથી હું નશો ક્યારેય પણ નહીં કરું. હવે તો તું ખુશ છે ને?"

"હા, હવે તો ડેકોરેશન કરવામાં મદદ કર."

" હા બોલ શું કરવાનું છે? "

બંને ડેકોરેશનની વાતો કરે છે. થોડીવારમાં તો અનુરાગે જાણે આખી કેન્ટીન નું ડેકોરેશન કરી નાખ્યું. "આટલું સરસ ડેકોરેશન તો ડેકોરેશન વાળા પણ નથી કરતા. " મૈત્રી કહે છે.

" અરે આ તો બસ તે મદદ કરી એટલે થઈ ગયું. "

મૈત્રી અનુરાગ ને આટલું બધું કરતા જુએ છે તો તેને અનુભવ થાય છે કે તે એક પરફેક્ટ છોકરો છે. તેનામાં રિસ્પેક્ટ, દયા, અને બીજાને સમજવાની ભાવના છે. તે હેન્ડસમ પણ છે. ખબર નહિ અનુરાગમાં હવે બીજું શું પણ છે જે મને તેની બાજુ ખેંચી રહ્યું છે. મને તેની નજીક આવવા મજબૂર કરી રહ્યું છે.

નશો એ કરે છે, આંખમાંથી આંસુ એના આવે છે તો મને ખોટુ લાગી રહ્યું છે. તે અનુરાગ ને જોતા જોતા મનોમંથન કરે છે.

કંઈક તો વાત છે તેનામાં જે બધાથી અલગ તેને બતાવે છે
આ હું નહીં મારી મહોબ્બત મને જણાવે છે

એનું પરેશાન થવું મને પરેશાન કરી નાખે છે
તેના નશાની હાલત મને હેરાન કરી નાખે છે

તેનું ચૂપ રેહવું મારાથી બરદાસ્ત નથી થતું
તેનું બોલવું મારાં દિલને રાહત ફરમાવે છે

કંઈક તો વાત છે તેનામાં જે બધાથી અલગ તેને બતાવે છે
આ હું નહીં મારી મહોબ્બત મને જણાવે છે

"ઓ..... હેલ્લો........ ક્યાં ખોવાઈ ગયા?" અનુરાગ મૈત્રીને કહે છે. મૈત્રી થોડી ગભરાઈ જાય છે

" ક્યાંય નહીં "

" અરે વાહ, આટલી જલ્દી ડેકોરેશન પણ થઈ ગયું. મેં કહ્યું હતું ને મૈત્રી તને કે અનુરાગ આમાં માહિર છે . " દીપ આવીને બોલે છે

" ઓકે તો હવે જેના માટે આ ડેકોરેશન કર્યું છે તેને પણ કંઈક બોલવાનો મોકો આપીયે. તો સ્વાગત છે તમારું ચિરાગ અને રોશની ".

" ચિરાગ તું તારા પ્યાર વિશે થોડું જણાવ" દીપ કહે છે.

ચિરાગ તેના પ્યાર ની વાર્તા જણાવે છે કે, " પહેલા મને આ પ્યાર પર વિશ્વાસ ના હતો પણ જ્યારથી હું રોશની ને મળ્યો છું ત્યારથી બધું બદલાઈ ગયું છે. દિવસને રાત અને રાત ને સવાર કહેવા લાગ્યો છું. તેના પ્યાર એ મને બદલી નાખ્યો છે. પહેલા હું એકલો એકલો મારી મુશ્કેલથી લડતો હતો પણ જ્યારથી તે આવી છે મારી લાઇફમાં ક્યારથી મારી બધી પરેશાનીઓ સોલ્વ થઈ ગઈ છે. મને ઘણી ખરાબ પણ આદતો હતી જે શરીર માટે નુકસાનકારક છે. તેણે મને ધીમે ધીમે તે પણ છોડાવી દીધી.

બંને કેક કાપે છે અને બધા ચેયરપ કરે છે. " ખરેખર મૈત્રી કમાલની છોકરી છે. રોશની અને ચિરાગ માટે તેણે આટલું બધું કર્યું તો તે તેના પ્યાર માટે કેટલું કરશે? આજ કારણ છે કે તે મને પસંદ છે. " દીપ મનોમંથન કરે છે.

" અરે દીપ તું ક્યાં ખોવાઈ ગયો છે? ચાલ આપણે ફોટોસ પાડીએ " મૈત્રી અને દીપ બંને ફોટો પાડે છે. બધા બહુ ખુશ હોય છે. આ ખુશી જાણે અલગ જ પ્રકારની ખુશી હતી. આ કહાની હવે એક ટ્વીસ્ટ પર આવીને ઊભી રહી જાય છે. મૈત્રી જે અનુરાગ ને પ્રેમ કરે છે. તેને જેવો છોકરો જોઈતો હતો તેવો જ અનુરાગ છે, હેન્ડસમ, બધાની મદદ કરવા વાળો, નોવેલ વાંચવામાં પણ આગળ છે તે.

બીજી બાજુ અનુરાગ છે જેને પ્યાર પર વિશ્વાસ ન હતો તેને પણ મૈત્રીના આવા વર્તનથી ધીમે ધીમે ત પ્યાર પર વિશ્વાસ આવવા લાગ્યો. તેને પણ ધીમે ધીમે મૈત્રી તરફ પ્યાર થવા લાગ્યો પણ તે આ વાત મૈત્રીને કહી ના શક્યો. મૈત્રી અનુરાગ ની બધી વાત કહ્યા વિના જ સમજી જતી હતી. તેઓ બંને ધીમે ધીમે એકબીજાની નજીક આવતા રહ્યા. એકબીજાના વિના બંનેની સવાર થતી ન હતી.

તો ત્રીજી તરફ દીપ હતો જે બધી વાત મસ્તી મસ્તી માં કહી દેતો એટલે કોઈને આટલું સિરીયસ ના લાગતું પણ તે મૈત્રીને પ્યાર કરતો હતો. આ વાત બસ તે મૈત્રીને કહી ના શક્યો. તે ધીમે ધીમે મૈત્રી માટે પોતાના આપને બદલી નાખે છે. મૈત્રીની કેર કરવી તેને બહુ પસંદ હોય છે. અને મૈત્રી પણ તેની સાથે આખો દિવસ હોય છે. મૈત્રી માટે તો દીપ માત્ર તેનો ફ્રેન્ડ જ હોય છે પણ દીપ માટે મૈત્રી તેની આખી લાઈફ હોય છે.

આગળ એ જોવાનું છે કે હવે થાય છે શું? મૈત્રી અને દીપ ના લગ્ન થઈ જાય છે કે મૈત્રી અને અનુરાગ ના લગ્ન થાય છે? તેઓની કોલેજનું છેલ્લુ વર્ષ પણ પૂરું થઈ જાય છે.આગળ

Priya talati