Vasudha - Vasuma - 115 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-115

વસુધાને બધાં જમી રહેલાં અને સંવાદ ચાલી રહેલાં પાર્વતીબેને એની સાસુએ ડ્રેસ પહેર્યાં પછી કંઇ કહ્યું? એવું પૂછ્યું વસુધાએ કહ્યું ચહેરાં પર કચવાટ અને નારાજગી હતી પણ બોલ્યાં નથી. ત્યાં ફોન રણક્યો.

દુષ્યંતે ઉભા થઇ ફોન ઉપાડ્યો. સામેથી ગુણવંતભાઇએ કહ્યું ‘દીકરા પાપાને ફોન આપ.” દુષ્યંત જય મહાદેવ કાકા કહી બોલ્યો “હાં આપું છુ” પછી રીસીવર પર હાથદાબીને કહ્યું વસુધાનાં સસરા ગુણવંતકાકાનો ફોન છે.

પુરષોત્તમભાઇએ ઉભા થઇને ફોન લીધો વસુધાને બધાની નજર એમનાં તરફ હતી. પુરુષોત્તમ ભાઇએ કહ્યું “હાં બોલો વેવાઇ. આટલી સાંજે ફોન ?”

ગુણવંતભાઇએ કહ્યું “કંઇ નહીં બધુ ક્ષેમકુશળજ છે પણ દિવાળી ફોઇને ત્યાં આવવું છે એટલે કાલે સવારે અમે વાગડ મૂકી જઇશું. થોડો સમય ત્યાં રહેશે.”

પુરુષોત્તમભાઇએ કહ્યું “હાં હાં સારુને એમને સ્થળ ફેરો થશે ભલે ભલે આવતાં એમનું જ ઘર છે.” કહીને ફોન મૂક્યો.

વસુધા પ્રશ્નાર્થ નજરે એનાં પાપા સામે જોઇ રહી હતી. પુરુષોત્તમભાઇએ કહ્યું “દિવાળીબેન કાલે સવારે અહીં આવશે એમને અહીં રહેવું છે કોઇ મૂકી જશે. “

વસુધાએ કહ્યું ‘ઓહ કેમ નહીં એમને આકુની એટલી માયા છે ને.. કે... એટલેજ આવતાં હશે. પાપા મોટી ડેરીએથી ઠાકોરકાકાનો પણ ફોન હતો હું એમની કારોબારી સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક થઇ જવાની તો કાલેજ મારે શહેરમાં મોટી ડેરીએ જવાનું થશે.” પછી પરાગ સામે જોઇને કહ્યું “પરાગ તને ફાવશે કે હું કોઇ બીજાને કહું ?”

પરાગે કહ્યું “ફાવશે મારે ખેતરમાં બધું કામ નીપટી ગયું છે દૂધનું કામ તો માં-પાપાજ કરે છે હું આવીશ.” પરષોત્તમભાઇએ કહ્યું “હું શાંતિ સાથે વાત કરી લઇશ પણ તું ઘરનો છોકરો સાથે જાય તો સારુ....”

પરાગે કહ્યું “કાકા કશો વાંધો નહીં તમે પાપા સાથે વાત નહીં કરો તોય ચાલશે હું સાથે જઇશ.” વસુધા ખુશ થઇ ગઇ એણે કહ્યું “તે હા પાડી મને હાંશ થઇ ગઇ,” ત્યાં દુષ્યંત કહ્યું “કાલે મને સાથે આવવાનું નહીં ફાવે.. તમારે લોકોએજ જવું પડશે.” વસુધાએ કહ્યું “કંઇ નહીં પણ આકુને જોજે. જોકે કાલે તો દિવાળી ફોઇ પણ આવી જશે.” બધાં જમીને ઉઠ્યાં. વસુધા એનાં રૂમમાં ગઇ. આકુ દુષ્યંત અને આજી સાથે રમી રહી હતી. હવે એ પણ મોટી થઇ રહી હતી. વસુધાએ રૂમમાં જઇને રાજલને ફોન કર્યો.. તરતજ રાજલે સામેથી ઉપાડ્યો.

વસુધાએ કહ્યું “કાલે મોટી ડેરીની કારોબારી સમીતીની મીટીંગમાં જવાની છું અને આપણે વાત થઇ હતી એમાં આગળ કેટલી જાણકારી મળી ? લખુકાકા અને પોલીસપટેલને વચ્ચે રાખી માહિતી લેવી પડે લઇ લેજો. પાછા વાળતા સમય રહ્યો તો સીધી ડેરીએ આવીશ ત્યાં રૂબરૂવાત કરીશું. “

રાજલે કહ્યું “વસુ તું કારોબારી સમિતિમાં સભ્ય તરીકે નક્કીજ છે અહીં એવી ઉડતી ઉડતી વાત આવી છે તારો તો વટ પડી જવાનો મારી સખી..”

વસુધાએ હસતાં હસતાં કહ્યું “કેમ ઉડતી ઉડતી વાત કોણ લાવ્યું ? મને ખબર છે કરસનભાઇએજ તને વાત કરી હશે.” રાજલે કહ્યું “સાચી વાત છે મોટી ડેરીએથી જે ભાઇ રેકર્ડ લેવા આવેલાં એમણે કરસનભાઇને વાત કરી.”

વસુધા કહે “કંઇ નહીં કાલે જઇશ પછી બધી ખબર. મેં કીધુ છે એની જાણકારી મેળવી લેજો એ કામ પણ ખૂબ જરૂરી છે ગામની છોકરીઓ અને સ્ત્રીઓ માટે જ્યારથી મેં જાણ્યું છે મને ઊંઘ નથી આવતી. આ બધુ કાળીયો અને બીજા એનાં સાથીઓનાં કારસ્તાન છે. કંઇ નહીં બાકી રૂબરૂમાં વાત કરીશું....” ફોન મૂકાયો.

************

પરાગ વસુધાને લઇને મોટી ડેરીએ જવા નીકળી ગયો. બંન્ને જણાં રસ્તામાં ગામની તથા એમનાં બાળપણની વાતો કરતાં કરતાં ક્યારે મોટી ડેરી પહોંચી ગયાં ખબર ના પડી.

પરાગે જીપ બંધ કરતાં કહ્યું “વસુ આમને આમ જીવનનાં 32 વર્ષ ક્યાં નીકળી ગયાં ખબર પડી ?” વસુધાએ કહ્યું “પણ તેં હજી લગ્ન કેમ નથી કર્યા ?” પરાગે કહ્યું “અરે એમજ.. કંઇ નહીં ચાલ અહીં પહોંચી ગયાં છે તારે મોડું થશે.” કહી વાત ઉડાવી દીધી વસુધા સમજી ગઇ પરાગ વાત કરવા નથી માંગતો. એણે કહ્યું “પરાગ તું અહીં એકાઉન્ટ ઓફીસમાં બેસ તારાં માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરાવુ છું ત્યાં સુધીમાં હું મીટીંગ પતાવીને આવી જઇશ.” પરાગે કહ્યું “ મારી ચિંતા ના કર તું શાંતિથી મીટીંગ પતાવ હું ત્યાં સુધી અંદર શહેરમાં જઇ આવુ મારે થોડી ખરીદી કરવાની છે.”

વસુધાએ કહ્યું “ભલે.. આવે એટલે અહીંજ બેસજે હું અહીં આવી જઇશ”. એમ કહીને વસુધા અંદર જતી રહી પરાગ જીપ લઇને કમ્પાઉન્ડની બહાર નીકળી ગયો.

************

ઠાકોરકાકાની ભલામણ તથા વસુધાની અત્યારસુધીની કામગીરીથી પ્રભાવીત સભ્યોએ તાળીયોથી વસુધાનું સભ્યપદ સ્વીકારી લીધું એમાંય સમિતિનાં જુવાન તરવરીયા સભ્ય નીલેશ પટેલે કહ્યું “ઠાકોરકાકાએ મોટી ડેરી માટે એક હીરો શોધી આપ્યો છે. વસુધાની કામગીરીની બધી જાણકારી મોટી ડેરીમાં બધાને મળે છે. હમણાં તો અસમાજીક તત્વોને જે પાઠ ભણાવ્યો છે એ કાબીલે તારીફ છે.”

નીલેશે આગળ વધતાં કહ્યું “ઠાકોરકાકા સમય ગુમાવ્યા વિના મીસ વસુધાને લેડીઝ વીંગની ચેરમેન નિયુક્ત કરી દો એનું હું સૂચન રજૂ કરુ છું બધાં સભ્યોને વાંધો ના હોય તો સાથે સાથે આ નિમણુંક પણ કરી દો એવી મારી દરખાસ્ત છે.”

મીટીંગમાં બેઠેલા બીજા સ્ત્રી સભ્ય મંજુલાબેન દરખાસ્તને ટેકો આપતાં કહ્યું “આવાં સમયે આવી નિર્ભય-ખંતીલી - સેવાભાવી છોકરી એક આવો અભિયાન ચલાવે મળે છે ક્યાં ? ઠાકોરકાકા અને અન્ય સભાસદોને હું વિનંતી કરું છું કે અમારી દરખાસ્તને સર્વાનુમતે પસાર કરીને વસુધાને સામાન્ય સભ્ય તથા સ્ત્રી (લેડીઝ) વીંગની ચેરમેન ધોષિત કરી દો અને વસુધાને જવાબદારી સોંપી દો એનાં માટે એ સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે.”

ઠાકોરકાકા અને બધાંજ સભ્યો એકસાથે ઉભા થઇ ગયાં અને તાળીઓનાં ગડગડાટની વસુધાને વધાવી લીધી સ્ત્રી વીંગની ચેરમેન ધોષિત કરી દીધી. વસુધા હાથ જોડી ઉભી થઇ આંખોમાં આંસુ ઘસી આવ્યાં.........



વધુ આવતા અંકે - પ્રકરણ-116