Jalpari ni Prem Kahaani - 8 books and stories free download online pdf in Gujarati

જલપરી ની પ્રેમ કહાની - 8

ભાઈ હું આજે અહીં તમારા રૂમમાં જ રોકાઈ જાવ? કેમ ભાઈ હે તમારો સરસ મજાનો રૂમ છે ત્યાં જઈને સૂઈ જાવ. મુકુલ હસતાં હસતાં બોલ્યો. ભાઈ કાલે સવારે તો તમે જતા રહેશો પછી તો ખબર નઈ ક્યારે તમારી સાથે વાત કરવાનો આવો ફ્રી ટાઇમ મળશે માટે આજે તમારી સાથે જ રોકાઈ જાવ દિલ એવું કે છે. વિશાલ થોડો ગંભીર થઈ ગયો, પહેલી વાર એની આંખમાં ઝળઝળીયાં આવ્યા.


વિશાલની વાત સાંભળી ને મુકુલનાં મન ઉપર જાણે વિશાદનું કોઈ આવરણ છવાઈ ગયું. થોડીક ક્ષણો માટે બંને ભાઈ ચૂપ રહ્યા, આખા રૂમમાં શૂન્યવકાશ પથરાઈ ગયો પણ થોડી જ ક્ષણોમાં મુકુલે વાતને સંભાળી લીધી. અરે ગાંડા હું દસ મહિના ની ટ્રેનિંગ માં જાવ છું આખી જિંદગી માટે થોડો જાવ છું? હા પણ ટ્રેનિંગ પછી પણ તમે હવે ઘરે તો ગણતરીના દિવસ માટે જ આવશોને. રજા પૂરી થતાં પાછા જતા રહેશો.


વિશાલને મુકુલ સાથે નાનપણ થી જ બહું લગાવ. રમવાનું, જમવાનું બધું જ ભાઈ સાથે. એવી કોઈ જ વાત નથી જે વિશાલને મુકુલ આગળ કહેતા સંકોચ થાય. સ્કૂલ માં સાથે જ જવાનું અને ક્લાસમાં ઝગડો થાય તો બધાને પોતાના મોટાભાઈ ની બીક બતાવવાની. વિશાલની દુનિયા મુકુલની આસપાસ ફર્યા કરે.


મુકુલ વિશાલ માટે ભાઈ, એક સારો મિત્ર અને માર્ગદર્શક પણ, જે ગણો એ વિશાલ માટે તો આખી દુનિયા જ મુકુલ. આજે એ ભાઈ હવે પોતાના થી દુર જશે એ વાત નું એને બહું દુઃખ છે પણ મનમાં એ વાતની ખુશી પણ છે કે એનો ભાઈ જે વર્ષોથી સપનું જોતો હતો ફોર્સ જોઈન કરવાનું એ આખરે પૂરું થવા જઈ રહ્યું છે.


હું ગણતરીના દિવસો આવી શકીશ પણ તારા માટે તો ક્યાં કંઈ બંધન છે તું આવી જજે મારી પાસે રહેવા. મુકુલે વિશાલ નું મન બીજી તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. હા એ વાત સાચી પણ પછી અહીં મમ્મી એકલા થઈ જાયને? એમને આપડા બંને વગર આ ઘરમાં ના ગમે ભાઈ. વિશાલ બોલતાં બોલતાં ગળગળો થઈ ગયો.


મુકુલે વિશાલને ગળે વળગાડી લીધો. વિશાલ તુંતો મોટો થઈ ગયો યાર આ ચમત્કાર કેવી રીતે થયો. મુકુલે વાતાવરણ ને હળવું કરવા વિશાલ પર વ્યંગ કર્યો. હા, ભાઈ તમે ઘરથી દૂર જાવ તો પછી મારે મોટા થવું જ પડે ને.


થોડી વાર બંને ભાઈ ફરી થી કંઈ બોલ્યાં વગર બેસી રહ્યા. અચાનક મુકુલને કંઇક યાદ આવ્યું અને એ ઉભો થયો. બેડની બિલકુલ સામેની દીવાલ પર એક ફ્રેમ હતી એમાં મમ્મી, પપ્પા, મુકુલ અને વિશાલ. આખી ફેમિલી નો ફોટો હતો.


મુકુલે હાથ ઊંચો કરી એ ફ્રેમ ઉતારી અને પોતાના ખિસ્સા માંથી રૂમાલ કાઢી લૂછી અને પોતાની બેગ માં મુકી. જો વિશાલ હું તો તમને બધાને મારી સાથે લઈને જ જાવ છું. વિશાલ સહેજ હસ્યો ભાઈ તો તો તમે પણ અમારી સાથે જ હશો ક્યાંય દૂર નહિ. યે હુઈ ના બાત મુકુલે વિશાલના ખભાને થાબડતા કીધું.


મુકુલ ના રૂમ માં જે ફોટો છે એવો જ ફોટો વિશાલના રૂમ માં અને મમ્મી પપ્પા ના રૂમ માં પણ છે.


ભાઈ શું આ કોસ્ટ ગાર્ડ એ પણ નેવી જ કહેવાય? વિશાલ ને કોસ્ટગર્ડ વિશે જાણવાની બહું તીવ્ર ઈચ્છા હતી મનમાં.


ના વિશાલ કોસ્ટ ગાર્ડ એ આખી અલગ વિંગ્સ છે ફોર્સ ની. કોસ્ટ ગાર્ડ એટલે તટ રક્ષાબળ. કોસ્ટ ગાર્ડ જરૂર પડે નેવી સાથે મળીને કાર્ય કરે છે, પણ એ એક સ્વતંત્ર રક્ષા બળ છે. યુદ્ધ સમયે અથવાતો અન્ય કોઈ સંજોગોમાં કોસ્ટ ગાર્ડ નેવી ને મદદ જરૂર કરે છે.


અચ્છા તો કોસ્ટ ગાર્ડનું કાર્ય શું હોય છે ભાઈ? વિશાલ કોસ્ટ ગાર્ડ એટલે સમજીલે કે દરિયાઈ પોલીસ. કોસ્ટ ગાર્ડ હંમેશા દરિયાઈ સીમાઓ નું નિરીક્ષણ કરે છે અને રક્ષણ કરે છે. કોઈ જહાજ કે બોટ કોઈ કારણસર ફસાઈ ગઈ હોય કે મુશ્કેલીમાં હોય તો તેને મદદ કરે છે. માછીમારો ની પણ મદદ કરે છે. પોતાની દરિયાઈ સીમાં માં આવતા ટાપુ, બીચ વગેરેનું રક્ષણ કરવાનું કાર્ય પણ કરે છે.


સૌથી મહત્વનું કાર્ય એ કે પાડોશી દેશના જેવાકે પાકિસ્તાન નાં આતંકવાદીઓ ઘૂસણખોરી ના કરે અથવા તો કોઈ આપત્તિ જનક વસ્તુઓ સાથે આપણાં દેશની સીમાં માં પ્રવેશ ના કરે કે નુકશાન ના પહોંચાડે તેનું ધ્યાન રાખે છે. આ બધું જ કાર્ય કોસ્ટ ગાર્ડ ના કાર્યક્ષેત્ર માં આવે છે વિશાલ.


અરે વાહ ભાઈ આતો નેવી ની બરોબરની જ જોબ છે. હા વિશાલ. ભાઈ તમે દૂર જશો એનું દુઃખ છે પણ એથી વધારે ખુશી છે કે આપને આપનું સપનું પૂરું કરવાની તક મળી છે. ભાઈ જાઓ કરિલો દુનિયા તમારી મુઠ્ઠી માં હું હર કદમ પર આપની સાથે જ છું. મમ્મી પપ્પાની બિલકુલ ચિંતા ના કરતા હું છું ને સાંભળી લઈશ. બસ બસ બકુડા બહું મોટો ના થઈ જઈશ મને તું નટખટ અને મસ્તી કરતો જ વ્હાલો લાગે છે. મુકુલ વિશાલના માથામાં હાથ ફેરવતા બોલ્યો.


ક્રમશઃ.........