Chingari - 13 books and stories free download online pdf in Gujarati

ચિનગારી - 13

મિસ્ટી ને નેહા ઘરે આવી ગયા, નેહાએ પિત્ઝા ઓડર કર્યા ને મિસ્ટીને દવા આપીને આરામ કરવા કહ્યું!

થોડીવારમાં પિત્ઝા આવી ગયા મિસ્ટી પણ ફ્રેશ થઈને આવી ગઈ, બંને એ મળીને પિત્ઝા ખાતા ઘણી વાતો કરી!

મિસ્ટી તું એ વેટરને ઓળખે છે? મે જોયું હતું પાછળ વળીને એ તારા સામે જોઇને હસતો હતો અને એ પણ જાણે....નેહા આગળ બોલી નાં શકી તે મિસ્ટીને જોઈ રહી તેને કઈ વધારે ફરક નાં પડ્યો હોય તેમ તેને શાંતીથી જવાબ આપ્યો!

હા બોલ આરવ! નેહા બોલી ને મિસ્ટી હસવા લાગી ઈશારાથી કઈક કહ્યું ને તેને જોઈને નેહા હસી તેનો હસવાનો મીઠો અવાજ આરવના કાને પડ્યો ને તે ભૂલી ગયો કે કેમ તેને નેહાને કોલ કર્યો?

આરવ? નેહા થોડા ઉચા અવાજે બોલી ને સામે આરવ થોથડાઈ ગયો.

હમ... હા.. હા... હા...નેહા તું ને મિસ્ટી તમારા ઘરની બાજુમાં આવેલ મહાદેવનું મંદિર છે ને ત્યાં આવો અત્યારે જ મિસ્ટીને નાં કહેતી મે કીધુ છે...કઈક બહાનું બનાવી દેજે પ્લીઝ! આરવ એક શ્વાસે બોલ્યો ને નેહાના જવાબ ની રાહ જોઈ રહ્યો.

નેહાએ જોયું સવારની ઉદાસ મિસ્ટી, વિવાનને જોઈને જાણે શાંત થઈ હોય તેમ હવે હસી રહી, એ હસી નું કારણ શું વિવાન હતો? આટલા દિવસથી બેચેન મનને જાણે રાહત મળી હોય તેમ આજે મિસ્ટી થોડું હસી! નેહા વિચારોમાં ખોવાઈ ગઈ ને આરવે કોલ કટ કરીને ફરીથી કર્યો.

નેહા ક્યાં જતી રહી હતી? આરવએ પૂછ્યું ને નેહા બોલી, કેટલી વારમાં આવીશ? હું આવું છું મિસ્ટીને લઈને! નેહા બોલી ને કોલ કટ કરી દીધો તે મિસ્ટી પાસે જઈને દવા તેને આપી!

"ચાલ આપણે નીચે આટો મારવા જઈએ, તને પણ સારું લાગશે" નેહાએ કહ્યું ને મિસ્ટીએ હા કહ્યું.

થોડીવારમાં નેહાને મિસ્ટી બંને મંદિરે પહોંચી ગયા નેહા આરવ ની રાહ જોઈ રહી ને ત્યાંજ તેના ફોનમાં આરવનો ટેક્સ આવ્યો

"નેહા ભાઈ ને મિસ્ટી સાથે વાત કરવી છે એકલતામાં તું પ્લીઝ થોડી વાર માટે મારી જોડે પાછળના ભાગમાં આવી જાને" આરવનો ટેક્સ વાંચીને નેહાએ મિસ્ટી સામે જોયું ને તે તેની પાસે ગઈ!

મિસ્ટી મંદિરની સીડીઓ પર બેસી હતી તે આજુ બાજુ બધું જોઈ રહી ને આ રાતના અંધારામાં ખરેખર બધું કેટલું સુંદર દેખાતું સામે નાની લાઈટના અજવાળે આ મંદિર પણ ઘણું વધારે સુંદર દેખાતું હતું.

મિસ્ટી જો મારા સ્લીપર તુટી ગયા હું બદલીને આવું તું બેસ, અને ચિંતા નાં કરતી આ લે મારો ફોન મને વાર લાગે તો આમાંથી કોલ કરજે બાજુ વાળા વિમલમાંસીનો નંબર છે તેમને કોલ કરી દેજે! નેહા બોલી ને તેને ફોન આપ્યો.

હા નેહા તું ચિંતા નાં કરીશ, જલ્દી આવશે! મિસ્ટી બોલી ને નેહા જતી રહી, મિસ્ટી પણ બધું નિહાળી રહી!

હાય! અચાનક એક અવાજ મિસ્ટીનાં કાને પડ્યો જે તેના સાવ નજીક હતો, તે ગભરાઈ ગઈ ને બીજી પળે તેને શાંતિ ને ગુસ્સો બંને આવ્યો!

વિવાન! મિસ્ટીએ ગુસ્સામાં કહ્યું ને વિવાન તેના સામે હસી

રહ્યો તે આગળ આવ્યો ને મિસ્ટીની બાજુમાં બેસી ગયો. વાહ તું તો મને ઓળખી ગઈ, વિવાન બોલ્યો ને મિસ્ટી તેને

ઝીણી આંખે જોઈ રહી!

બપોરે તું જ હતો ને? કેફેમાં? વિવાન જે વાત કરવા અહીંયા આવ્યો હતો, તેનો સીધો પ્રશ્ન આ રીતે મિસ્ટી પૂછશે તેને અંદાજો પણ નહતો!

"હા હું જ હતો એ જ કહેવા માટે તો આવ્યો છું" વિવાનએ કહ્યું

હા તો કઈ દીધું ને? હવે જાવ...મિસ્ટીએ તેનાથી દૂર રહેવાનું ફરમાન જાહેર કરતા તેને સીધું જ વિવાનને કહી દીધું.

આ જાહેર સ્થળ છે, અહીંયા હું બેસી શકું છું" વિવાનએ કહ્યું ને મિસ્ટી ગુસ્સે ભરાઈ.

હા તો બેસો પણ દૂર...દૂર આંગળી બતાવીને મિસ્ટી બોલી ને તેની આ હરકતથી વિવાન હસવા લાગ્યો.

તું જ્યારે ગુસ્સો કરે ને ત્યારે તું કેટલી ક્યૂટ લાગે અને એના પણ તારી આંખો મોટી થઈ જાય, તને જોઇને ગુસ્સો નહિ પ્રેમ આવે, વિવાન બોલતા તો બોલી ગયો પણ તેને એહસાસ થયો કે હવે તે ગયો!

શું કહ્યું તે? મિસ્ટીએ તેની આંગળી બતાવીને કહ્યું.

એ બધું છોડો, તમે દવા લીધી? વિવાન બોલ્યો ને તેને મિસ્ટીની આંગળી પકડી લીધી!

હા પીધી હવે આંગળી છોડો, મિસ્ટી છોડવાનું કહેતી રહી પણ વિવાનએ તેના મજબુત હાથથી તેનો હાથ જ પકડી લીધો ને તેના ગાલને સ્પર્શી રહ્યો! મિસ્ટી નો હાથ તેના ચહેરાને સ્પર્શ કરતો તેના પૂરા શરીરમાં ઝણઝણાટી ફેલાઈ સામે મિસ્ટી પણ ફરીથી ઠંડી પડવા લાગી તે ફરીથી જાણે કઈક થવા લાગ્યું, તેનો હાથ ધ્રુજવા લાગ્યો, તેના દિલની ધડકનો અવાજ વધ્યો હોય તેમ ધક ધક થવા લાગ્યું આ અવાજ વિવાન બરાબર સાંભળી રહ્યો, તેને જોયું મિસ્ટી સ્વસ્થ થવા મથી રહી, તેને શાંત પાડવી જરૂરી હતી! વિવાનએ તેનો હાથ છોડી દીધો. મિસ્ટી સામે જોવા લાગ્યો મિસ્ટીએ તેની સામે જોવાનું ટાળ્યું, થોડી વાર સુધી કોઈ કઈ નાં બોલ્યું, મિસ્ટીની રાહ ખૂટી તેને કોલ કર્યો પણ લાગ્યો જ નહિ, નેહાની રાહ જોવા સિવાય કોઈ ઉપાય હતો તો તે પોતે એકલી ઘરે જાય તે, પણ આટલી રાતે જો જાય ને પછી નેહા આવે તો? એ પોતાને શોધવા લાગશે તો? આવા બધા વિચાર કરતા મિસ્ટી પાછી મન વાળીને વિવાંથી થોડે બેસી પણ વિવાન પાછો તેના નજીક બેસી ગયો!

વિવાન કઈક બોલવા જતો હતો ને મિસ્ટીએ તેને દીધો ને પોતે બોલી! ચૂપ કરાઈ

મને એમ કે તમે સુધરી ગયા હશો પણ નહિ, મને તો એમ થયું કે હાશ હમણાંથી પાછળ પણ નથી આવતા, એટલે તમે સુધરી ગયા, પણ તમે તો હજી એવા જ છો બેશરમ! મિસ્ટી બોલી પણ તે જાણી જોઈને બોલી, તેને જાણવું હતું કે હમણાંથી થોડા દિવસ વિવાન ક્યાં હતો.

કોને કીધું હું તમારી પાછળ નહતો? વિવાન બોલ્યો ને મિસ્ટી તેને ફાટી આખે જોઈ રહી,

હું તો તમને રોજ જોવ છું, તમને નાં જોવ તો મારો દિવસ નથી ઊગતો વિવાનએ કહ્યું ને મિસ્ટી તેના સામે આશ્ચર્યથી જોવા લાગી!

નાં હોય, છેલ્લા ચાર દિવસથી તમે મને તો નાં દેખાયા... તો તમે મને કઈ રીતે જોઈ? મિસ્ટીને હજી પણ કઈ ખબર નહતી પડી રહી ને વિવાન હસવા લાગ્યો, મિસ્ટીને આ નાં ગમ્યું ને તે મોઢું બગાડીને બીજી બાજુ ફરી ગઈ, વિવાનએ પ્રેમથી તેના તરફ નજર કરીને ધીમેથી તેના કાનની નજીક જઈને કહ્યું "હું તો હંમેશા તારા આસપાસ જ રહ્યો છું, આજે કાલે અને હંમેશા, તે ભલે મને ચાર દિવસ નાં જોયો પણ મે તો તને નીરખીને જોઈ છે" વિવાનએ કહ્યું ને તેના એક એક શબ્દમાં એટલો પ્રેમ હતો કે મિસ્ટીને પળભરમાં તેના પૂરા શરીરમાં ઝણઝણાટી ફેલાઈ ગઈ, તેને પોતાની આંખો મીચી દીધી, વિવાન તેની એક એક હરકત જોઈ રહ્યો તેને પોતાને શાંત કરવા મથી રહી તેને જોઈને વિવાનએ એક પળ બગાડ્યા વગર મિસ્ટીનાં ખભા પર માથું ઢાળી દીધું, તેને પોતાની આંખો બંધ કરી દીધી!

........

ક્રમશ:
Share

NEW REALESED