Prem Thai Gyo - 27 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - 27


ૐ નમઃ શિવાયઃ

PART-27

અત્યાર સુધી આપડે જોયું કે અક્ષત અને દિયા ટેરેસ પર બેસીને એક બીજા થી વાતો કરતા હોય છે...

"મારી એક ફ્રેન્ડ હતી પ્રિયા નામ ની પણ અમે ત્યારે નાના હતા..."
અક્ષત બોલે છે...

"હું સમજી નઈ..."
દિયા બોલે છે...

"એનું નામ પ્રિયા અને એ અમારા ઘર ની બાજુ માં રેવા આવી હતી, ત્યારે અમે 9th માં હતા અને તે અમારા સ્કૂલ માં જ આવતી હતી..."

અક્ષત બોલે છે અને તે જયારે દિયા સામે જોવે છે તો તે તેના સોલ્ડર પર માથું રાખી ને સુઈ ગઈ હોય છે...

અક્ષત દિયા સામે જોતા જોતા તે પણ ત્યાં સુઈ જાય છે...

*****

શિવ ઉઠી ને જોવે છે તો અક્ષત રૂમ માં નથી હોતો, તેને લાગે છે કે તે વેલા જ ઓફિસ માટે નીકળી જ છે...

શિવ તૈયાર થઇ ને અહાના ને ફોન કરે છે અને તૈયાર થવાનું કે છે...

અહાના પણ તૈયાર થઇ ને દિયા ને બોલવા માટે જાય છે પણ તે રૂમ માં નથી હોતી અને જયારે તે બારે આવે છે...

"દિયા ક્યાં છે..."
શિવ બોલે છે...

"અરે એ એના રૂમ માં નથી લાગે છે કે ઓફિસ જતી રઈ હશે..."
અહાના બોલે છે...

"અરે અક્ષત પણ રૂમ માં નથી, આ બન્ને સાથે જ ગયા લાગે છે, હું ફોન કરું..."

શિવ બોલે છે અને અક્ષત ને ફોન કરે છે ત્યારે ફોન મિતાલી ઉપાડે છે...

"અરે શિવ અક્ષત નો ફોન ઘરે જ હોલ માં પડ્યો છે..."
મિતાલી બોલે છે...

શિવ અને અહાના ઘર માં આવે છે અને અહાના દિયા ને ફોન કરે છે...

"દિયા નો ફોન તો બંધ આવે છે..."

અહાના બોલે છે અને પછી શિવ ઓફિસ માં ફોન કરે છે, પણ અક્ષત અને દિયા હજુ સુધી ઓફિસ પણ નથી પહોંચ્યા હોતા આ સાંભળી ને બધા તેમની ચિંતા કરવા લાગે છે...

મિતાલી, અહાના અને શિવ હોલ માં બેઠા હોય છે...

"અરે મેં જોયું કે ટેરેસ નો દરવાજો ખુલ્લો છે અક્ષત ત્યાં હોઈ શકે..."
મિતાલી બોલે છે...

તે ત્રણે મળી ન ટેરેસ પર જાય છે...

"શિવ...શિવ..."
મિતાલી બોલે છે...

શિવ મિતાલી પાસે જાય છે ત્યારે મિતાલી તેને સામે ના ટેરેસ પર બતાવે છે ત્યાં દિયા અને અક્ષત બેઠા હોય છે અને બેઠા-બેઠા જ સુઈ ગયા હોય છે...

"અરે આ લોકો પણ ને..."
શિવ બોલે છે...

"મિતાલી તું બેબી સાથે રે અમે તે બન્ને ને ઉઠાડતા આવીએ..."
અહાના બોલે છે...

શિવ અહાના મળી ને સામે ની ટેરેસ પર જાય છે...

"બન્ને સાથે લાગે તો ક્યુટ છે..."
અહાના બોલે છે...

"હવે આમને ઉઠાડીએ આપડે હજુ ઓફિસ પણ જવાનું છે..'
શિવ બોલે છે...

"અક્ષત....અક્ષત..."

શિવ બોલે છે અને આ સાંભળીને અક્ષત અને દિયા બન્ને ઉઠી જાય છે...

અક્ષત અને દિયા તેમની સામે આ બન્ને ને જોઈ ને ચોકી જાય છે અને દિયા ઉઠી ને તે બન્ને સામે જોવે છે અને પછી અક્ષત ને જોવે છે...

"આપડે ઓફિસ જવા માટે મોડુ થાય છે હું તૈયાર થઇ ને આવું..."
દિયા બોલી ને જતી રે છે...

"હા મારે પણ..."

અક્ષત બોલી ને જાય છે પણ તેને અહાના અને શિવ રોકી લે છે...

"અરે તું ક્યાં જાય છે કે તો ખરી અહીંયા શું કરતા હતા તમે..."
શિવ બોલે છે...

અક્ષત બધી વાત શિવ અને અહાના ને કે છે...

"તમે બન્ને સાથે જ આવજો હું અને અહાના જઈએ..."
શિવ બોલે છે અને તે લોકો ઓફિસ માટે નીકળી જાય છે...

અક્ષત દિયા ને બોલાવે તે પહેલા જ દિયા ઓફિસ પોચી ગઈ હોય છે...

આજે દિયા બધા થી બચી ને જ ચાલતી હોય છે અને તે પોતાના કામ માં જ લાગી જાય છે...

"અરે દિયા આમ તું શું કામ ભાગે છે..."
અહાના તેની સાથે બેસી ને બોલે છે...

"યાર તને તો ખબર છે ને બધી અને હું અક્ષત ને બસ એક ફ્રેન્ડ જ એનું છું..."

દિયા બોલી ન ત્યાં થી જતી રે છે અક્ષત અને શિવ પાછળ ઉભા હોય છે તે સાંભળતા હોય છે...

તે બધા સાથે જ ઘરે આવે છે પણ હવે અક્ષ દિયા સામે જોતો જ નથી...

તે બધા રાતે આશી અને આદિ ને રમાડતા હોય છે અને મિતાલી ને દિયા તેની પાસે જ રોકી લે છે કેમકે આજે મિતાલી ની તબિયત થોડી ખરાબ હોય છે...

રાત ના 12 વાગ્યા તા અને આદિ રોવા લાગે છે...

તેના લીધે આશી પણ રોવા લાગે છે અને મિતાલી દિયા બન્ને ઉઠી જાય છે...

બન્ને મળી ને તેમને ચૂપ કરાવતા હોય છે પણ આદિ ચૂપ જ નથી થતો...

"તું આશી ને સુવડાવ હું આને બારે લઇ જાઉં..."
દિયા બોલી ને હોલ માં આમ તેમ આટા મારતી હોય છે આદિ ના રોવા ના આવાજ થી અક્ષત ની આંખ પણ ખુલી જાય છે અને તે રૂમ ની બારે આવે છે...

અક્ષત ઉઠી ને દિયા ને જોવે છે અને આદિ ને પોતાના હાથ માં લે ચ અને જેવો આદિ ને તેના હાથ માં લે છે તે ચૂપ થઇ જાય છે...

મિતાલી પણ બારે આવે છે અને જોવે તો આદિ ચૂપ થઇ ગયો હોય છે...

પણ મિતાલી જેવી બારે આવે છે આશી રોવા લાગે છે...

"તું આશી ને સાચવ હું અને દિયું આદિ ને અહીંયા જ સુવડાવી દઈશું..."
અક્ષત બોલે છે...

દિયા જેવું આદિ ને પોતાના પાસે લે છે તેનો શરીર ગરમ હોય છે...

"આદિ ને તો તાવ છે..."
દિયા બોલે છે...

"હું ડોક્ટર ને ફોન કરું છું..."
અક્ષત બોલી ને જાય છે...

ત્યારે જ મિતાલી જ આશી ને સુવડાવી ને બારે આવે ચ ત્યારે દિયા તેને આદિ ની તબિયત ખરાબ છે તે વાત કરે છે અને ત્યારે અક્ષત પણ આવી જાય છે...

"હમણાં જ આદિ ને હોસ્પિટલ લાવા માટે કીધું છે..."
અક્ષત બોલે છે...

"હા તો હું અને અક્ષત જઈએ તારી તબિયત ઠીક નથી અને આશી સુઈ ગઈ છે તો તું એના સાથે જ રેજે..."
દિયા બોલે છે...

"હું શિવ ને ફોન કરી ને બોલાવી દઉં તે હમણાં અહાના સાથે બારે ગયો છે..."
અક્ષત બોલે છે અને તે શિવ ને ફોન કરી ને ઘરે આવા માટે કઈ દે છે...

અક્ષત અને દિયા તેમની સાથે આદિ ને લઈને હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે પણ તે એક બીજા ની સામે પણ જોતા નથી...

હોસ્પિટલ પહોંચ્યા પછી આદિ ને બતાવે છે આદિ ને દવા આપી હોય છે અને થોડી વાર પછી આદિ ને તેમની સાથે લઇને ઘરે જવા માટે નીકળી જાય છે...

"તું મિતાલી ને ફોન કરી ને કઈ દે કે આદિ હવે ઠીક છે..."
અક્ષત બોલે છે અને કાર ચાલુ કરે છે...

દિયા પણ જલ્દી થી મિતાલી ને ફોન કરે છે અને તેને પણ શાંતિ થાય છે કે હવે આદિ હવે ઠીક છે...

અક્ષત અને દિયા ની સ્ટોરી હવે ક્યાં સુધી પોંચે છે તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો ...


Share

NEW REALESED