What does this world need? books and stories free download online pdf in Gujarati

આ જગતને શાની જરૂર છે?

કોઈ કહે શીક્ષણ ની જરૂર છે ,કોઈ કહે મંદૅરની , ખરેખર આ જગતની શાની જરૂર છે, ત્રાહિમામ શરણાગતમ 🙏
પણ હે પરમેશ્વર આ ધરા ફરી પ્રેમાળ માનવતા વાળી બને, લોકોના દીલો દિમાગ માંથી કાળ ક્રોધ સ્વાર્થ લાલચ લોભ અભીમાન હઠ ને નીકાળી લોકોના હદયમાં સ્નેહ ભાઈચારો નીર્વીભીમાન પ્રેમ પ્રસન્નતા પ્રગટે, આ ઘરા સ્વર્ગ સમી બને તેની જરૂર છે 🚩🕉️💐🙏🙏🙏😭

જયા દેખું ત્યા નકરો તમો ગુણ સ્વાર્થ અભીમાન અહંકાર મારુ મારુ, મારૂ અને મરી જાઉં,નરી હાય ખાય લાલચ લોભ , હે ભગવાન કેવો ખરાબ સમય ના આ એધાણ, લોકો માં કેમ આટલી હાય ખાય? શું થવાનું છે આ શૃષ્ટી નું?

એક ફીલ્મ જોયું તુ માનવીની ભવાઈ, ,૫૬નીયા કાળ પર કે દુષ્કાળ માં એક મૉં તેના પુત્ર ને એક બાજુ ધાવણ ઘવડાતી તો બીજી તરફ તેનો પગ ખાતી હતી, લોકો ભેગા થાઈ અબોલો પ્આરાણીઓને મારી ખાતા હતા, પાણી માટે તરસતા હતા, આવો ભુખ મરો, હે ભગવાન અનહોનીથી બચાવજે આ ધરતી ને નાથ.

આ વાવડ એથી ભયાનક અનહોનીના છે, નહીતર માનવી આટલી હદે હાયખાય ન કરે, બસ પૈસા માટે માનવી આટલી હદે ન ગીરે ,માન મોભો ઈજ્જત સંબંધો બધુય દાવ પર ન લગાવે. માનવતા ન ભલે દયા કરૂણા પ્રેમ ન ભુલે , સચ્ચાઈ ન ભુલે સતને ન છોડે.
હે ગુરુદેવ, હે પરમહંસ ભગવાન દયા કરજો, માનવીમાં માનવતા જગાઓ , આ ધરાને અઆવનાર અનહોની થી બચાવો🙏🕉️🚩

હે પરમેશ્વર એક પરબ ધામ ફરી બનાવો એક દેવીદાસ એક અમરમૉં ને ફરી મોકલો, જયા વીસામો મળે, માનવી શાંતી માટે કે માનવતા ના જીવંત દાખલા દેખે અને આંખો ઠરે, નથી શ્રી રામ નું કામ નથી શ્રી કૃષ્ણ કે નથી બુદ્ધ સીધ્ધાર્થ નું, કામ છે અહીયા સન્યાસી સેવા ભાવી સંત મહાત્મા નું. જે જોઈ લોકોમાં દયા સેવા ભાવ જાગે.
રદીયામાં રામ જાગે. આપો આપ રામા રાજ જાગશે. રાજા ભલાઈ નેકી ના પણ પાઠ શીખશે, અને પ્રજા પણ, જય ગુરુદેવ

ભાન ભુલેલા સત ભુલેલા અરે ખુદને ભુલેલા માનવી જોડે શું વાત કરૂ ? શું એમને સમજાવું? શું શીક્ષા કરૂ? શું એમની ભુલો ગણાવું? શું એમના પર ગુસ્સો કરૂ? કયા માનવ ભાનમાં છે?? કાળે સંમોહિત કર્યો બધા માનવીઓને , એમની મતી ગઈ છે મારી, એ જે કરે તેજ તેમને ઠીક લાગે, કોઈ ક્યાંથી કોઈનું માનવાનું? જયારે તેમનું સંચાલન કાળ કરે કોળીયો બનાવવા, કળ યુગમાં માનવના મન પર રાવણ સવાર ,

કા બેચારો દુઃખી બની હાય હાય કરે, કા બધાને લુટનારો ખુદને ભગવાન ગણનારો હત્યાચારી પાપી રાવણ બની હાય ખાય કરે,
ધેર્ય શાંતી પ્રસન્નતા ક્યાં જોવા મળે??
સાધુ સંત સંસારી ગરીબ અમીર સ્ત્રી પુરુષ નાના મોટા ઘરડા યુવાન ની વાત મુકો બાળકો પણ સીકાર..
હે ભગવાન શું થશે આ સંસારનું 🙏🕉️🚩

લસણ ડુંગળી હીગ કંદ ન ખાનાર અને માંસાહાર કરનાર બધાયને પરખ્યા બધામાં એજ ગુણ , ૮૦ ટકા પ્રજા કાળનો સીકાર , ૧૦ ટકા સિકાર બનવાના આરે, ૫ ટકા પર 50 ટકા અસર માંડ ૧૦૦૦ એ પાંચ મળે તો મળે થોડું સેવા ભાવી , ૩ % દેખાવ કરનાર ,

માનવ વાર્યા ન રહે હાર્યા રહે, જો વાર્યા રહે તો તેને હારવાની વારી ન આવે, પણ માનવી જયા સુધી સતા બળ હિંમત તાકાત હોય ત્યા સુધી તેના અભિમાનમાં મદમાં કોઈનું કંઈ સાંભળવા સમજવા તૈયારજ થતો નથી.

જયારથી જ્ઞાન થયું તારી દયા થઈ એ ક્ષણ થી ખુદ વીશે વિચારવાનું ખુદ વીશે ચિંતા કરવાનું છોડી દીધું છે, પણ હવે ચિંતા જગતની થાય, લોકોની થાય,

ઘણાય બાથ ભીડવા જગડા કરવા, હેરાન પરેશાન કરવા વાંકે વગરવાકે ગમે ત્યાં ભડાય , મારૂ મરો પર પણ આવી જાય,
કયારેક એ જીતે એમ હોય કયારેક હું,પણ કયારેક દયા ખાઈ પાછો પડું, કયારેક હારી ગયો એવો દેખાવ કરી, કયારેક મૌન બની ,કયારેક બે શબ્દો પ્રેમના કહી, કયારેક બે શબ્દો માનવતાના કહીં, એક જ સંદેશ છોડું અહીસા પરમો ધર્મ , ભગવાને બધાના જીવ સરખા બનાવ્યા કોણ નાનું મોટું?

સમય પણ કખવો ચાલે, હંમેશાં સહનકરનાર સમજદાર નેજ બધું સહન કરવું પડે, બધા તેનેજ સમજાવે, કહે તમારા જેવો સમજદાર માણસેય નથી સમજતો તે તો નથી સમજતો પણ..

જાણે લુચ્ચા ની પાનસેરી ભારી, પણ ખબર નહીં હિસાબ થાય બધા કર્માનો વાવેલ લણવું પડશે, કર્મ કોઈને છોડતું નથી, પરત વારો જરૂર આવશે, જેસી કરણી વેસી ભરણી

કોઈ પણ વાતે જીદે ચડેલ મારી સાથેય , મારેજ નમતી આપવી પડે એમનો એકડોજ સાચો, કોઈ વાત ન સમજે નકરો સ્વાર્થ તમો ગુણ એમનો જીતે, હે ભગવાન એમના જેવું કોણ થાય? દયા આવે ઘણી વાર, એ કહે તેમ નહીં કરીએ તો એ દુઃખ ના દાળીયા થશે

કોણ પોતાના કોણ પારકા, ઘર પરીવાર કે અજાણ્યા બધા એકજ જેવા, જે તે કહે તે કરે તેજ બરાબર,
આટલી હદે માણસ જાય, પછી સંસારની ચિંતા થાયજ ,
કોઈ સત્યને સમજવા તૈયાર નહીં, ખોટી વાત હોય તોય સમર્થન એમના ફેવરમાં આપીએ તોજ સારા નહીતર ખરાબ, આછે કાળની અસર,
જયારે માનવીનું ખુદનું ન ચાલે , માણસ કાળના હાથની કઠપૂતળી બની નાચે, માણસ દયા ધર્મ માનવતા ભુલે,
ત્યારે તારણ હારની નહીં, માનવતા જગાવનાર સાચા સંત ની જરૂર નથી,
શ્રી રામે રાજપાટ કેમ ચલાવવું માનવ ધર્મના પાલનું એક રાજા પાલક પિતાનો ધર્મ કદાચ, અને મર્યાદા ,
શ્રી કૃષ્ણે રાક્ષશોથી પ્રજાનું રક્ષણ કરી માણસોને રક્ષણ તો આપ્યું પણ ભય અને ચિંતા માં ઈશ્વર તારણહાર એમ કહી માણસને પાંગળો બનાવ્યો,
ભલે ગીતા સાર આપ્યો,
એ પછીના અવતારોમાં સંત સ્વામીનારાયણ રૂપે અવતરી સંન્યાસ લેવા સમજાવ્યું,
ત્યારબાદ બુદ્ધ અને સિદ્ધાર્થ બની ભલે ભીક્ષુક બની શાંતી નો સંદેશ આપ્યો,
ઇસુ ગુરુ નાનક કબીરે ભાઈ ચારો અને સહન શક્તિ ના સંદેશ આપ્યા ,
ખુબ સારી બાબતો છે પરંતું
સાચા અર્થમાં સેવા પરમો ધર્મ , સમભાવ સાદું જીવન , જીવનનો મર્મ, પાપી કે પુન્યશાળી રોગી કે નીરોગી બધાને સમ દ્રષ્ટિ થી જોવા ગરીબ દુઃખી લાચાર નીરાધાર રોગી બીમારને સહારો સેવા અને સારવાર આપવી એ પણ મૉં બાપનો પ્રેમ આપી,
આ જોઈ લોકો જીવનનો સાચો મર્મ સમજે તેવા સતીયા સત સંતોની જરૂર છે,
આજના કહેવાતા સંતો જેમની ન વાણી માં વીવેક પ્રેમ , ન કથની અને કરણી માં, ભડકાઉ ભાષણ, ક્રોધ લાલચ લોભ માં ગરકાવ બનેલા
ગાડીઓ ધન દોલત હીરા માણેક સોના ચાંદી થી સણગારવા , ખાન પાન પાંચ ઈન્દ્રિયો ના સ્વાદ આ છે , આજના કહેવાતા મહતમ સંતો , આમની જરૂર નથી,
જરૂર છે દેવીદાસ જેવા સાધુ મહાત્મા ની જેમણે જયારે કોઈ દવા નતી એવા સમયે ૧૮રે વેણ ના નાતજાત ધર્મ ના ભેદભાવ વીના તમામ ધર્મ જાતના રક્તપીતીયાની સેવા કરી, ,૧૮રે વેણ માંથી રામ રોટલો( ભીક્ષા) માંગી લાવી બીમાર રકતપીતીયાને ખવડાવેલ અને ખુદે કાધેલ, જયારે લોકો તેમને ભગવાન સમજવા લાગ્યા કે અભીમાન વસ ન થવાય તે માટે જીવત સમાધી લીધી..
બોલો કોની જરુર છે આ ધરા ને
જય અલખ ધણી