Kanchi -- 5 books and stories free download online pdf in Gujarati

કાંચી - 5

અને આવા વિચારો કરતા કરતા, મારાથી હસી દેવાયું."તમને હસવું આવે છે...?" એણે આંખોની ભ્રમરો ઉપર ચઢાવી મને જોઈ રેહતા પૂછ્યું.

"ના... ના... હું તો બીજી વાત પર હસતો હતો... ! તમને ગલતફેમી થઇ છે.”

“હા... હા..., હસી લો. તમે સ્ત્રી નથીને એટલે તમને સ્ત્રીઓની તકલીફ નહિ સમજાય !” તેણે મુદ્દો અલગ જ દિશામાં વાળતા કહ્યું. અને પછી બોલી,

"તમને પુરુષોને આજે પણ બધું આધુનિક જ દેખાય છે. પણ ક્યારેક સામાન્ય જીવનમાં ઉતરી જુઓ, તો તમને સમજાશે... કે આ ૨૧મી સદી પણ સ્ત્રીઓ માટે ૧૮મી સદીથી કમ નથી જ ! બેશક, અમે પણ તમારાથી ઓછી તો નથી જબપણ તમે અમારા પરનું વર્ચસ્વ ગુમાવવા નથી માંગતા અને માટે જ આવા સામાજિક દુષણોનો નિકાલ નથી આવતો “

હું ચુપ બની રહ્યો.

“કેમ કંઇ બોલ્યા નહી...?" થોડીવારે એણે પૂછ્યું.

“શું બોલું...? તમે હવે બોલવા જેવું કંઇ રાખ્યું જ ક્યાં છે.. ! મને જાણ્યા સમજ્યા વગર જ મને સ્ત્રીની પ્રગતિ ન જોઈ શકતા, સ્ત્રીને દબાવી રાખતા પુરુષોમાં ગણી લીધો... ! તો પછી એ જ સહી.”

એ ચુપ બની મને જોતી રહી. હું પણ ચુપચાપ ગાડી ચલાવવામાં મન પરોવવા લાગ્યો.

“દેખો, હવે આમ મોં ફુલાઈને બેસી રેહવાની કોઈ જરૂર નથી હો.... હું સોરી તો નથી જ કહેવાની " એ બોલી.

એ સાંભળી હું હસી પડ્યો... અને પછી એ પણ ! અમારી વચ્ચે એક સાહજિકતા સ્થપાઈ ગઈ.

ધીરે ધીરે અમે મુંબઈ નજીક પહોંચવા લાગ્યા અને હવે એમણે એની સંસ્થા તરફ દોરી રહી હતી. થોડી જ વારમાં અમે ત્યાં પંહોચી ગયા.

બહાર એક મોટો પ્રવેશ દ્વાર હતો, અને સામે બે પાંચ નાના મકાનો જેવી જગ્યા હતી. જે કદાચ તેનું કાર્યાલય હશે એવું મેં અનુમાન કર્યું. એ ઉપરાંત એ કાર્યાલયોની પાછળની બાજુએ બે પાંચ કોમ્પલેક્ષ હતા જે છોકરીઓને નિવાસસ્થાન તરકે ફાળવ્યા હશે. એ સંસ્થા એમ તો વેલ-સેટલ્ડ જ લગતી હતી. અને મેં પણ એકાદ-બે વાર એનું નામ સાંભળ્યું હતું.

અમે ગાડી પાર્ક કરી. એક વયસ્ક સ્ત્રી અમારી નજીક આવી. એ ગુલાબી રંગની સાડીમાં હતી. એ ઉપરાંત બીજી કેટલીય છોકરીઓ અને સ્ત્રીઓ આસપાસ કામ અર્થે ફરી રહી હોય એમ અવરજવર કરતી હતી. અને તેઓ બધી પણ ગુલાબી સાડીમાં હતી એ પરથી મેં અંદાજ લગાવ્યો કે આ 'ગુલાબી સાડી’ એ આ સંસ્થાનો યુનીફોર્મ હોવો જોઈએ !

અમે બધા અંદર તરફ ચાલવા માંડ્યા. અને કાર્યાલયમાં જઈ સ્થાન લીધું.

છોકરીને બદલવા માટે કપડા આપવામાં આવ્યા અને અમે બધા કાર્યાલયમાં વાતોમાં પડ્યા. એ સ્ત્રીએ આખી ઘટનાનું ફરી એક વખત વર્ણન કર્યો અને ફરી એક વખત મારો આભાર માન્યો. પેલી છોકરી કપડા બદલી આવી, અને અમારી જોડે બેઠી. એની આંખોમાં મારા પ્રત્યે તેમજ એ સ્ત્રી પ્રત્યેના આભારવશ ભાવ હું વાંચી શકતો હતો.

“હવે તારે જવું હોય તો જા, તારો સામાન એરપોર્ટથી લઇ કોલકત્તા રવાના કરી દીધો છે. આગળની કાર્યવાહી અમે સંભાળી લઈશું અને જરૂર પડશે તો તને ફોન પર સંપર્ક કરીશું..." વયસ્ક સ્ત્રીએ રજા લેવાના સ્વરે કહ્યું.

અને અમે બંને ઉભા થયા.

“દીદી તમારું નામ શું છે…” પેલી છોકરીએ તેનો હાથ પકડી લેતાં પૂછ્યું.

“કાંચી... કાંચી બેનર્જી." એના માથા પર હળવેકથી ચૂમતા

એણે કહ્યું.

અમે બંને બહાર નીકળવા આગળ વધ્યા... પાછળથી થોડાક શબ્દો મારા કાને પડ્યા..

“ખરેખર ખુબ ભલી છોકરી છે, બાકી આજના સમયે પોતાનું અંગત કામ મૂકી સમાજસેવા કરવા નું કામ કોણ કરે...? મારા એક જ સાદે પોતાની ફ્લાઈટ છોડી આની મદદ કરવા પંહોચી ગઈ. ગોડ બ્લેસ હર !"

એ સાંભળતા મારા મનમાં એના માટે માન ઉપજી આવ્યું. પણ એણે સાંભળ્યું ન સાંભળ્યું કરી, સ્મિત કરતી આગળ વધી ગઈ!