Kanchi - 8 in Gujarati Detective stories by mahendr Kachariya books and stories PDF | કાંચી - 8

Featured Books
Share

કાંચી - 8

“વ્હોટ...? તું ભાનમાં તો છે...? આ મુંબઈ છે, અને મારે છેક કોલકત્તા જવાનું છે અને તું કારમાં જવાની વાત કરે છે ?"

“મને ખબર છે હું શું કહું છું... એક્ચ્યુલી, આ પાછળ મારો પણ સ્વાર્થ છે...”

“કેવો સ્વાર્થ... !?"

“મને તારામાં રસ છે..."

“વ્હોટ....?”

“આઈ મીન મને તારી સ્ટોરીમાં રસ છે... "

"મારી સ્ટોરી? કઈ સ્ટોરી...?”

“કાંચી, દરેકની પાસે એક કહાની હોય છે... હું તારી કહાની જાણવા માંગું છું.."

“ડોન્ટ બી ઈમોશનલ... બી પ્રેક્ટીકલ ! અહીંથી કોલકત્તા કંઇ નાની સુની વાત નથી !"

“એ હું મેનેજ કરી લઈશ... તું બસ એમ કહે, તને તારી સ્ટોરી શેર કરવામાં કોઈ વાંધો તો નથી ને ?મ

"દેખ, પ્લીઝ મારો ટાઇમ વેસ્ટ ન કરીશ... લેટ મી ગો પ્લીઝ..." કહી એ ચાલવા માંડી!

“કાંચી... પ્લીઝ ! હું એક એવી સ્ત્રી વિષે લખવા માંગું છું જે પોતાની ફ્લાઈટ છોડી કોઈ અજાણ્યાની મદદ માટે દોડી જઈ શકે છે ! જે ગામના લોકો વચ્ચે ઉભી રહી, લગ્નના કુંડમાં પાણીની ડોલ ઠાલવવાની હિંમત રાખે છે ! જેને નવલકથાઓમાં માત્ર સુંદર નાયિકાઓ જ કેમ હોય છે? - એવા પ્રશ્નો ઉદ્ભવે છે ! અને જે એક અજાણ્યા સામે એક એવું વાક્ય બોલી જાય છે જેમાં એને એક વાર્તા દેખાવા માંડે છે... ! કાંચી શું મને એક મોકો પણ નહિ આપે ?”

એ પાછળ વળી અને મને જોઈ રહી ! એના ચેહરા પર આશ્ચર્ય મિશ્રિત ગુસ્સો દેખાતો હતો !

એ એક એક ડગ માંડતા મારી નજીક આવી.

"તો તને લાગે છે, તે મને ઓળખી લીધી એમ... !?"

"ના કાંચી ! હું તને ઓળખવા માંગું છું... માટે જ તો તારી વાત

સાંભળવા માંગું છું... "

“પણ, એ બધાનો કોઈ અર્થ નથી... એનાથી શું થશે ?”

“ઘણું બધું... મને એક નવા ઉમદા વ્યક્તિત્વનો પરિચય થશે... શું આ ઓછુ છે ?”

"પણ તું મારી સ્ટોરી કેમ લખવા માંગે છે... હું નથી ચાહતી કે કોઈ મને લખે !”

“ઓકે તો હું નહિ લખું બસ... પણ મને જણાવી તો શકે જ

ને !"

"આ બધું બહુ લાંબુ, અને કોમ્પ્લીકેટેડ છે...”

“સફર પણ લાંબો જ છે...”

એ થોડીક વાર ચુપ ચાપ ઉભી રહી.

“દેખ, મને કારમાં કોલકત્તા જવામાં પણ વાંધો નથી.... મને એડવેન્ચર ગમે જ છે પણ એક વાત કહું, તું બહુ ઝીદ્દી છે હોં... જો જે, તને આ સફર માટે પરતાવો જ થવાનો છે..."

"મંજુર છે... તો જઈએ હવે...” કહી મેં કારનો દરવાજો ખોલ્યો. એ અંદર ગોઠવાઈ. મેં ગાડી સ્ટાર્ટ કરી, અને રસ્તાઓ પર ભગાવવા માંડી.

“કાંચી, તે મને હજી મારું નામ તો પૂછ્યું જ નહી... ! મારું """ ll

“વેઇટ... મને તારું નામ ન કહીશ..." એણે મને અટકાવ્યો.

"પણ કેમ...?"

"હું તને મારી સ્ટોરી લખવાની મંજુરી આપીશ કે નહી, એ

હમણાં મને નથી ખબર... ! પણ હા, તું જયારે તારી પહેલી

બુક બહાર પાડીશ... ત્યારે એ બુક પરથી હું તારું નામ જાણી

લઈશ... ! ત્યાં સુધી તું મારા માટે 'સ્ટ્રેન્જર' જ રહીશ... એક

અજનબી !"

"એઝ યોર વિશ... બાય ધ વે, આ 'સ્ટ્રેન્જર' નામ સારું લાગ્યું મને "

આ કદાચ મારા માટે જ સારું હતું ! જો એ મારું નામ જાણતી, અને એને અંદાજો આવતો કે હું ઓલરેડી એક લેખક છું જ... તો કદાચ મને એ, એની વાત કહેવામાં સંકોચ પણ અનુભવી શકતી !

"તો લખવાની શરૂઆત ક્યારથી કરી...?" એણે મને પૂછ્યું.

“નાનપણ થી જ... ઘણા વર્ષોથી લખું છું... પણ ક્યારેક છપાવવાનો મોકો નથી મળ્યો !"

“તમને લેખકોને છપાવવાના બહુ અભરખા નહી ?”

"લે કેમ ન હોય... ? પણ મને છપાવા કરતા પણ વધુ અભરખો તો વંચાવવાનો છે... લખે તો કેટલાય છે, પણ જે વંચાય છે એ જ ખરા અર્થમાં લેખક છે..."

"લેખક મહોદય, તમારી ફિલોસોફી તો બહુ ભારે છે હું "

“હા, કદાચ..."

“આવું બધું તો મારા માથા પરથી જ જાય...”

"ક્યારેક મારી વાતો જ મારા માથા પરથી જાય છે.” અને અમે બંને ખડખડાટ હસી પડ્યા.

"પણ, જિંદગીમાં ક્યારેક એવા સંજોગો પણ આવે છે, જયારે વાંચેલી, ઉપજાવેલી, બધી જ ફિલોસોફી વ્યર્થ લાગે... બસ ત્યારે એ ક્ષણને જીવી લેવાનું મન થાય ! ત્યારે તમે ન ભૂતકાળમાં ડોકી શકો, કે ન ભવિષ્ય અંગે વિચારી શકો... ! બસ એ એક ક્ષણમાં જ તમે સ્થિર બની જાઓ. ।"

“જો તું પણ ફિલોસોફીથી ભરેલ વાતો કરતી થઇ ગઈ...” મેં હસતા કહ્યું. પણ એ ન હસી !

એ બારી બહાર તાકીને બેસી રહી.

એની વાતમાં એક અજાણ્યું દર્દ હતું... જે કદાચ ખુબ જ જલદ રીતે આકર્ષક હતું ! અને મને મનોમન ખુશી થઇ કે, મેં સાચો માર્ગ પસંદ કર્યો હતો

એ પણ જાણતો હતો, કે કદાચ એ મને તેના માટે લખવાની ના પણ પાડી દેશે, છતાં કંઇક એવું હતું, જે મને આના વિષે જાણવા માટે ખેંચી રહ્યું હતું !

મી.બંસલનું પ્રેશર દરિયાનો મુસાફરી માટેનો જવાબ અચાનક મુસાફરી, અને એકાએક કાંચીનું મળવું આ બધું કઇ સંજોગ માત્ર તો ન જ હોય ને...?

ક્યાંક કંઇક હતું જે અમને બંનેને જોડી લઇ એક કરી ગયું હતું.

હું, માંડ ૨૭નો અને એક જાણીતો લેખક, અને એ કદાચ ૩૦ - ૩૫ની આસપાસની સ્ત્રી... જે હાલ મારા માટે પ્રશ્નાર્થ ચિન્હ સમી હતી !

હું એના વિષે જાણવા ઉત્સુક હતો... પણ એ કદાચ હમણાં કોઈક ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. તો મિત્રો એ કોના વિચાર કરતી હશે જાણવા માટે વાચતા રહો કાચી _ એક અદ્ભુત રહસ્યમ્ય પ્રેમ કહાની