Chingari - 19 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 19

Featured Books
Share

ચિનગારી - 19

આજે બધાં નો દિવસ ઉદાસ જ રહ્યો, આરવ ને નેહા વચ્ચે પણ કોઈ વાતથી માથાકૂટ થઇ ગઇ જેના લીધે બંને નાં મૂડ ઓફ હતા,

નેહા જમવાનું બહારથી લઈ આવી ને મિસ્ટી ને નેહાએ મળીને સાથે જ જમ્યુ ને બંને એ ઘણી વાતો કરી, બંને એ પોતાની ઉદાસી છુપાવી લીધી, જમ્યા પછી મિસ્ટીએ દવા લીધી ને થોડીવારમાં સુઈ ગઈ.

વિવાનની તો ઊંઘ હરામ થઈ ગઈ, શું શું વિચારી રાખ્યું હતું ને શું થઈ ગયું, તેને તેનુ ધ્યાન ભટકાવવા બીજું કામ કરવા લાગ્યો ને તેના માટે તેને આરવની જરૂર પડી, તે આરવનાં રૂમમાં ગયો તો આરવ ત્યાં નહતો, તેને ઘરમાં જ બનાવેલી ઓફિસમાં ગયો ને ત્યાં જ આરવ સ્ટડી ટેબલ પર ફાઈલ લઈને વાંચતો હતો,

"આરવ આટલી રાતે અહીંયા શું કરે છે? અને આ ફાઈલ?" વિવાનએ આરવનાં ખંભે હાથ રાખતા કહ્યું ને પછી ફાઈલ લઈને તેના પાસે જ બેસી ગયો ને જોવા લાગ્યો, જેમ જેમ તે વાંચતો તેમ તેના હાવભાવ બદલતા હતા ને તેને જોઈને આરવ પણ તેના સામે જોવા લાગ્યો"

જોયું? થોડી વાર પછી આરવે કહ્યું ને તેની વાતમાં કઈક હતું જે વિવાનએ પારખી લીધું, તેનો જવાબ આપતા તે બોલ્યો, “હમમ જોયું, પણ મને કઈક ગડબડ લાગે છે, સરએ કહ્યું હતું કે આ કેસ આપણે હેન્ડલ કરવાનો છે પણ.....પણ એ જ કે મિસ્ટર પુરોહિત આટલા મોટા બીઝનેસ મેન પોતે આટલા નાનાં વ્યક્તિથી કેમ ડરી ગયા એમ જ ને? આરવએ વિવાનની વાત ને પૂરી કરી ને વિવાનએ હા માં કહ્યું!

મને એવું લાગે છે કે હજી આપણે આ વ્યક્તિની થોડી માહિતી ભેગી કરવી જોઈએ, આમ તો સરે કહ્યું છે એટલે બધું બરાબર જ હશે છતાં મારું મન માનવા તૈયાર નથી! વિવાનએ કહ્યું ને આરવ પણ વિચારવા લાગ્યો, આરવને વિવાન કોઈ પણ ડિગ્રી વગર એમજ પોલીસની મદદ કરતા, આ વાત મોટા ભાગે તેના પરિવાર ને નજીક નાં થોડા લોકો ને જ ખબર હતી કેમ કે આ કામ જ બંને છુપાવી ને કરતા, કમિશન બંને ને ખુબ જ માનતા, આરવ ડોકટરની સાથે આ લોકોની પણ ઘણી મદદ કરતો જેને પણ જરૂર પડે તેની સેવામાં લાગી જતો, ને વિવાનની ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા કોઈની પર હિસ્ટોરી જાણી લેતો, તે ટેકનોલોજીનો માહિર, જ્યારે પણ પોલીસની જરૂર પડી હોય ને ત્યાં પહોચવું કઠિન હોય તો વિવાન કે આરવ પહોચી જતા, અને આ કેસ થોડો વિચિત્ર, માત્ર મિસ્ટર પુરોહિત રક્ષા કરવાની પણ કેમ? છેલ્લા અઠવાડિયાથી વિવાનએ તેના માણસો પર નજર રાખી હતી, તે વાત થી એટલી તો ખબર પડી કે છેલ્લે વાર મિસ્ટર પુરોહિત પર સુધીરએ કર્યો તેની દરેક ઇન્ફર્મેશન વિવાન પાસે હતી અને આરવે તો તેને પકડી પણ પાડ્યો હતો પણ છેલ્લે વિવાનએ જ તેને છોડી દીધો!

તે તેને છોડી દીધો તો કઈ જાણવા મળ્યું? તેને છોડવાનું મૂળ કારણ એ જ હતું કે તેના સાથી વિશે આપણે વધારે ખબર પડે! આરવએ પૂછ્યું ને વિવાનએ કઈક વિચારીને જવાબ આપ્યો. વરસો પહેલાં તેના પપ્પા સાથે જે બનાવ બન્યો હતો તેના કારણે જ તે મીસ્ટર પુરોહિત પાછળ પડ્યો છે અને જોવા જઈએ તો બંને બાપ દીકરા સરખા જ છે, એ પણ કઈક ઊંધું જ કરતો હતો એટલે તો બિચારા મિસ્ટર વસંતભાઈ પુરોહિત ની પાછળ પડ્યો છે, બદલો લેવા! થોડો ચિડાઈને વિવાનએ જવાબ આપ્યો ને આરવ તેને જોઈ રહ્યો,

મને હજી પણ કઈક કાળું લાગે છે, તને નથી લાગતું આપણે એ વસંતભાઈ ની માહિતી નીકાળવી જોઈએ? તું જ વિચાર આટલું જોખમ લઇને કોણ આટલા મોટા બીઝનેસ મેનને નુકસાન પહોંચાડવું નું વિચારે? એ પણ આટલી સિક્યોરિટી હોવા છતાં કોઈ પણ ડર વગર? હાઉ? કઈ રીતે? આરવ જેમ જેમ બોલતો તેમ વિવાન તેને જોઈ રહ્યો,

વિવાન તેના પાસે આવ્યો ને પાણી નો ગ્લાસ ભરીને આપ્યો, આરવએ ફટાફટ પાણી પી લીધું ને વિવાન સામે જોયું, મારો મસ્તીખોર ભાઈ આજે ખોવાઈ ગયો કે શું? થોડા વિચિત્ર ભાવ સાથે અને ઝીણી આંખ કરીને વિવાનએ કહ્યું, આરવએ પરાણે સ્માઈલ આપી ને વિવાનએ તેને જોરદાર પીઠ પર ધબ્બો માર્યો, બોલ ચાલ શું થયું આજે? વિવાનએ પૂછ્યું ને આરવે પોતાની પીઠ પંપાળવા લાગ્યો,

અરે ભાઈ કઈ નહિ! આરવએ કહ્યું ને વિવાનએ તેનો હાથ ફરીથી બતાયો અને આરવ ફટાફટ બોલવા લાગ્યો,

"મે નેહા ને કોઈ છોકરા સાથે જોઈ, સાઇડ હગ કરતા તો મને થયું કોણ હશે, મારે જાણવું હતું પણ નેહા કઈક ટેન્શનમાં હોય તેવું લાગ્યું તો મે કઈ વધારે પૂછ્યું નહિ, થોડી વાર પછી તેને કોઈ કોલ આવ્યો ને એમાં એને કીધું કે હા હવે હું એને કહી દઈશ, ઘણી રાહ જોઈ એટલે મને એમ લાગ્યું કે તે પેલા છોકરાની વાત કરતી હશે, હજી હું ક્લીઅર પણ નહતો એટલે તેને પૂછવું પડે એમ તો હું કઈ પૂછું તેની પહેલા જ મેડમ એ છોકરા સાથે બહાર જતા રહ્યા, ભાઈ એક વાર પણ મારા સામે નાં જોયું ને જતી રહી, બોલો! મને થયું હવે હું વાત જ નહિ કરું, તો એ કઈ પૂછે તો મે જાણી જોઈને ટૂંકમાં જવાબ આપી દીધા તો એ વાત નું ખોટું લાગ્યુ હશે તો બસ આજ બધું! આરવ એકી શ્વાસે બોલી ગયો ને તેના ચહેરા પણ બેચેની હતી ને ચિંતાના ભાવ હતા.

વિવાનનાં ચહેરા પર સ્મિત આવી ગયું, ચાલ ઓય જે વાત હોય એ નેહા ને કહી દેજે, આમ મનમાં લઈને ફરીશ તો તું પણ હેરાન થઇ જઇશ ને એ પણ, તો કાલે સવારે તેને લેવા જાજે ઘરે અને પ્રેમથી જે પણ વાત હોય તે કહી દેજે ઓકે! વિવાનએ આરવને સમજાવતા કહ્યું ને આરવની ચિંતા થોડી ઓછી થઈને બંને સુવા જતા રહ્યા.

........


ક્રમશઃ