Criminal Case - 4 in Gujarati Detective stories by Urvi Bambhaniya books and stories PDF | ક્રિમિનલ કેસ - ભાગ 4

Featured Books
  • ماسک

    نیا نیا شہر نئی امیدیں لے کر آیا ہے۔ دل کو سکون اور سکون ملا...

  • Wheshat he Wheshat - 5

    وحشت ہی وحشت (قسط نمبر 5)(بھیڑیے کا عروج: )​تیمور کاظمی صرف...

  • Wheshat he Wheshat - 4

         وحشت ہی وحشت(قسط نمبر( 4)جب تیمور گھر میں داخل ہوا، تو...

  • Wheshat he Wheshat - 3

    وحشت ہی وحشت( قسط نمبر (3)(منظر کشی :)رات کا وقت تھا، بارش ک...

  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

Categories
Share

ક્રિમિનલ કેસ - ભાગ 4

(રતનગઢ નામ સાંભળતાં જ આચલ અને તેના મિત્રો ચકિત થઈ જાય છે. બધાના જ મનમાં એક ડર ઉત્પન્ન થાય છે. જ્યારે બીજી તરફ એક વ્યક્તિ એક બંગલામાં પીટર નામના વ્યક્તિને કોઈ પર નજર રાખવા કહે છે. હવે આગળ...)

“અરે મને કોઈ કહેશે કે વાત શું છે? ”પર્વએ પૂછયું

“પર્વ તને સત્યવાન યાદ છે? ” કામ્યાએ પૂછયું

“હા, પણ એનું શું? પ્રોજેક્ટ સાથે એને શું લેવાદેવા? ”

બધા જ એક સાથે કપાળ પર હાથ રાખી દેય છે.“અરે તને ખબર નથી રતનગઢએ સત્યવાન નું જ ગામ છે? અને આપડે પ્રોજેક્ટ માટે પણ ત્યાં જ જવાનું છે. ”પીહુએ કહ્યું

“હા મને ખબર છે. પણ તમે ચિંતા શું કામ કરો છો? સત્યવાન તો જેલમાં છે.”

“તો પણ યાર... તને યાદ નથી એણે છેલ્લે કેવી ધમકી આપી હતી? કહેતા જ વાની ધ્રુજી ઊઠે છે.

“તમે લોકો નકામી ચિંતા કરો છો. ત્યાં આપણા માટે રહેવા અને ખાવા બધાની વ્યવસ્થા કોલેજ તરફથી થઈ ગઈ છે અને જ્યાં આપણે રહેવાના છે ત્યાં એક માણસ છે જે આપણી સાથે રહેશે. એટલે ચિંતા નહીં કરો અને રતનગઢ જવાની તૈયારી કરો. આમ પણ આપણે ડરપોક નથી. ”

“પર્વ સાચું કહે છે. આપણે બધા જ જશું રતનગઢ અને ખૂબ મજા કરીશું” નયન બધાને જોશ આપતા બોલ્યો.

બધા જ હવે ડર ભૂલી જતાં રતનગઢ એક નવા સફર માટે તૈયાર થઈ ગયા. બધા ફક્ત થોડા પળ માટે જે ભયમાં સરી પડ્યા હતાં તેમાંથી મુક્ત થઈ ગયા.

“તો હવે ઘરે જવું છે કે, લેક્ચરમાં?” પીહુ એ પૂછયું

“હવે કોણ જાય લેક્ચરમાં ; હવે તો સીધા ઘરે. હજી પેકીંગ પણ કરવાની છે. હું તો શોપિંગ કરવા જવાનું વિચારું છું” કામ્યા હરખાતા બોલી.

“કામ્યા તારે શોપિંગની શું જરૂર છે? નયનને ખબર જ છે કે તું મસ્ત દેખાય છે” કહેતા આચલએ આંખ મારી. આ સાંભળતા જ કામ્યા શરમાય જાય છે અને પાંપણો જુકાવી દે છે. નયન પણ આજુબાજુ જોવા લાગે છે. આ જોતા જ પર્વ નયન ના પેટમાં એક કોણી મારે છે. જેના લીધે નયન વાંકો વળી જાય છે અને બધા હસવા લાગે છે.

“ચાલો ભાઈ આ બંન્નેને ત્યાં જલસા છે આપણને નઈ. આપણે તો ત્યાં સોશિયલ વર્ક માટે જવાનું છે.” કહેતા વાની ઊભી થાય છે.

“તમને લોકોને પ્રિન્સિપાલ સર બોલાવે છે.” કેવલ સૂચના આપી ફરી પોતાના ક્લાસ તરફ જવા વળ્યો.

“આ પ્રિન્સિપાલ સરને અચાનક શું કામ પડ્યું? ચલો મળતાં જઈએ” કહેતા આચલએ પ્રિન્સિપાલની ઓફિસ તરફ ડગ માંડ્યા. બાકી બધા પણ તેની પાછળ ચાલ્યા.

પ્રિન્સિપાલની ઓફિસ પર પહોંચતા આચલ દરવાજા પર નોક કરે છે. “મે આઈ કમ ઈન સર?” દરવાજો થોડો ખોલી તેમાં ડોકીયું કરતાં પૂછે છે.

“કમ ઈન”

બધા જ સાથે ઓફિસમાં પ્રવેશ કરે છે. “સર તમે બોલાવ્યા?”

“હા, મારે તમને એ જણાવવું છે કે આ પ્રોજેક્ટ માટે હજી બે લોકો તમારી સાથે આવશે.”

“કોણ સર?”

“વિવાન અને અભય”

આ નામ સાંભળતાં જ આચલ અને પીહુ બન્ને મોઢા બગાડે છે જ્યારે બાકીના મંદમંદ હસવા લાગે છે.

“પણ સર અમે આટલા બરાબર છે એ લોકોની શું જરૂર છે?”આચલએ પૂછયું

“એ લોકોએ પહેલેથીજ આ માટે નામ લખાવી રાખ્યું હતું. મને હમણાં જાણ થઈ એટલે તમને કહ્યું. હવે મને કોઈ દલીલ નથી જોતી. એ લોકો તમારી સાથે આવશે એ ફાઈનલ છે.” પ્રિન્સિપાલ સરએ કડક સ્વરમાં કહ્યું.

હવે બન્ને પાસે વાત માન્ય વગર ઉપાય નહોતો એટલે બન્ને હામી ભરે છે. અને જવા માટે પરવાનગી માગે છે. બધા બહાર જતાં જ હોય છે ત્યાં સર કહે છે, “ આચલ અને પીહુ મને ખબર છે તમારું એ બન્ને છોકરાઓ સાથે ભળતું નથી પણ એ બન્ને સારા છે એટલે એમને પરેશાન કરવા કોઈ નવા કારનામા નહીં કરતાં.”

“જી સર” બન્ને સાથે બોલી

બધા જ હવે કેબીનની બહાર આવે છે. કોઈપણ કાંઈ બોલ્યા વગર કોલેજના ગેટ સુધી પહોંચે છે. હવે ચૂપ ના રહેવાતા આચલ બોલી ઊઠે છે, “આ બન્નેને તો હું એવો સબક શિખવાડીશ કે ક્યારેય આપણી સાથે નહીં આવે. સમજે છે શું પોતાની જાતને.. હૂંહહહ...”

પીહુ સિવાય બીજા બધા હસવા લાગે છે. આ જોઈ આચલને હજી ગુસ્સો આવે છે. “બોવ હસવું આવે છે ને તમને? ઊભા રહો” કહેતાં જ આચલ વાની પાછળ ભાગે છે. આ જોતાં જ વાની નયન પાછળ છૂપાઈ જાય છે.

“આચલ શાંત થા. એ લોકો તને ખાઈ નઈ જાય. થોડા જ દિવસની વાત છે યાર. આમ પણ બધા સાથે જાવાનો મોકો ખબર નહીં ક્યારે મળશે?. પ્લીઝ યાર ગુસ્સો નઈ કર.”નયન આચલને શાંત પાડે છે.

“થીક છે આપણે જશું.”આચલએ કહ્યું. પણ તમને તો હું જોઈ લઈશ આમ મનમાં જ આચલ વિવાન અને અભયને ધમકી આપે છે.

***

શું કરશે હવે આચલ? શું પીહુ અને આચલ પોતાના પ્લાનમાં કામિયાબ થશે? કોણ છે વિવાન અને અભય?
શું દુશ્મની છે તેમની આચલ અને પીહુ સાથે? કોઈ દુશ્મની છો પણ ખરી?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_