The Dark in Gujarati Short Stories by B M books and stories PDF | અંધારુ

The Author
Featured Books
Share

અંધારુ

આખા શહેરમાં કાળુ અંધારુ છવાઈ ગયુ હતું. કાળી ચાદર જાણે આખા શહેરમાં પથરાઈ ગઈ હતી. ગલ્લીઓ સુમસામ થઈ ગઈ હતી. કોઈ કોઈ વાહન ઝડપથી આવીને ચાલ્યુ જતુ હતુ.


સોસાયટીમાં બધા ઘરના બારણા બંધ હતા. બધાની આંખોમાં જાણે નીંદરનું ઘેન ચઢ્યુ હતુ. પણ રાધેશ્યામની આંખોમાં આજે નીંદર જ ન હોતી આવી રહી. પલંગમાં ક્યારથી આમથી તેમ પડખુ ફરયા કરતા હતા. 


નીતા ને બાળકો, પણ રજાના દિવસો ચાલતા હોવાથી. નીતા બાળકોને લઈને પોતાના માતા પિતાના ઘરે ગઈ હતી. સવારે ફોન કરીને નિતાએ સાર સંભાળ પણ લીધી હતી. આમ રોજે સવાર સાંજ ફોન પર વાત થઈ જતી. 


નિતા જ્યારથી ઘરમાં આવી ત્યાર થી જ ઘરનો તમામ ભાર પોતાના ખભા પર લઈ લીધો હતો. તેથી ઘરની ચિંતા રાધેશ્યામને ઘણી ઓછી જ રહેતી. આમ રાધેશ્યામ આરામથી પોતાના કામમાં વ્યસ્ત રહેતા. બાળકો સાથે પણ રાધેશ્યામ ખુબ પ્રેમ કરતા હતા. પરંતુ હાલ ઘરમાં તે એકલા જ હતા. તેથી તે આ બધાને યાદ કરતા પલંગ પડ્યા હતા. 


રાધેશ્યામ પલંગમાં પડ્યા પડ્યા જ વિચારી રહ્યા હતા. હવે આ શહેરોમાં રહેવું પણ સહેલું નહતું રહ્યું. આજુબાજુની સોસાયટીમાં પણ ઘણી ચોરી જેવી વારદાતો થઈ ગઈ હતી. તેથી  અને પાછું ગઈકાલના બિઝનેસમાં થોડો નફો થયો. તે બધી રોકડ પણ ઘરની તિજોરીમાં રાખી હતી. તેથી રાધેશ્યામ જરા વધારે વ્યથિત હતા.


રુમની બારી ઉઘાડી હતી. ઠંડી હવા અંદર આવતી હતી. હવાથી આજુબાજુના કપડા હવામાં ફરફર ઉડતા હતા. છતાં રાધેશ્યામના કપાળ પર પરસેવાના ટીપા બાંજી ગયા હતા. ગળુ પણ સુકાઈ રહ્યું હતું.


તેથી કિચનમાં જઈને પાણી પીવું જોઈએ એમ વિચારી રાધેશ્યામ પલંગથી જુદા પડ્યા. ને કિચન તરફ વળ્યાં. 


ઘરમાં અંધારુ ખુબ જ હતું. સાંજથી ક્યાંક શોટસર્કીટ થવાથી ઘરમાં લાઈટ ન હતી. તેથી આખા ઘરમાં મીણબત્તીનો પ્રકાશ ફેલાણો હતો. 


રાધેશ્યામ આગળ વધી જ રહ્યા હતા. ત્યાં જ તેમને કિચનમાં કંઈક હલચલ થવાની શંકા પડી. તેણે દુરથી તે તરફ નજર કરી. અંધારામાં રાધેશ્યામને એવુ લાગ્યુ. કે કિચનમાં એક લાંબો પડછાયો છે. 


કિચનમાં થોડી થોડી વારે વાસણનો રણકાર પણ સંભળાતો હતો. તેથી રાધેશ્યામ વધુ ગભરાયા. તેમને પાકી ખાતરી થઈ ગઈ કે કોઈક ઘરમાં પ્રવેશ્યુ છે. ને મારી માલમિલકત પણ આજ લુંટાવાની જ છે. મારી વર્ષોની કમાણી આજે આ ચોરના હવાલે થઈ જવાની છે. 


ઘરમાં લાઈટ ન હોવાથી ફોન પણ ડેડ થઈ ગયો હતો. રાધેશ્યામનએ પોતાનો મોબાઈલ શોધ્યો ત્યાં જ તેમને યાદ આવ્યું કે મોબાઈલ તો બેડરુમમાં જ રહી ગયો હતો. ને જો હવે કદાચ મોબાઈલ લેવા જાયને મારા હલચલથી અંદરના માણસને જો ખબર પડી જાય તો તે સાવધ થઈ શકે છે, ને રાધેશ્યામ પર હુમલો પણ કરી છે.  તેથી રાધેશ્યામે પોતા પર કાબુ રાખી કંઈક લાકડી જેવુ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાં એવુ કશુંય ન હતું. ત્યાં જ એક ચપ્પુ તેમને દેખાણું. તેમણે તે હાથમાં લીધુ. ને રાધેશ્યામ કિચન તરફ ધીમા પગલે આગળ વધ્યા. 

 


ઘીમે ધીમે જેમ જેમ રાધેશ્યામ નજીક જતા તેમ તેમ પડછાયો મોટો થતો ગયો. તેમના આખા શરીરમાં પરસેવો બાજી ગયો. તે ચપ્પુને જોરથી પકડી એમ વિચારીને દાખલ થયા કે કોઈ હશે તો હું તેના પર આ ચપ્પુ વડે તેને ડરાવી દઈશ. આવુ વિચારીને ઝડપથી તે કિચનમાં પ્રવેશ્યો. 


ત્યાં જ લાઈટ આવી ગઈ. ને જોયું તો ત્યાં કોઈ જ ન હતું. હવે પડછાયો પણ ન હતો. 


બારી ખુલ્લી હતી. તેમાંથી હવા પસાર થઈ રહી હતી. તેથી વાસણો ખડખડતા હતા. ને એક બિલાડી એક ટોપ પાસે બેઠી બેઠી ટોપમાં કશુંક શોધવાનો પ્રયત્ન કરી રહી હતી.


રાધેશ્યામે નિરાંતનો શ્વાસ લીધો. ફ્રીજમાંથી  પાણી કાઢ્યું ને ઠંડી પાણીની આખી બોટલ ગટગટાવી ગયા.