Pranay Trikon - 1 books and stories free download online pdf in Gujarati

પ્રણય ત્રિકોણ - ભાગ 1

મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ હોય છે. પણ આજે ત્યાં એક ફેમસ સિંગર આવવાના છે ,એ સાંભળીને તેમના ફેન્સ એ મોલને ચક્કાજામ કરી દીધો હતો. હવે તો સિક્યોરિટી ગાર્ડના કાબૂમાં પણ ભીડ નહોતી. દિવ્યમ પણ આજે વળી આવી ભીડમાં આવી જાય છે અને તેના જુવાનીના દિવસો ના આ ગાયક કલાકાર ના ગીતો તેને એટલા તો કંઠસ્થ થઇ ગયેલા કે એ ગીતોની અહીં એક નાનકડી મહેફિલ થશે એ સાંભળીને દિવ્યમ એટલો ઉત્સુક થાય છે કે તે પોતાની જાત ને રોકી નથી શકતો. નહિ તો વધારે શોર બકોર વાળી જગ્યાએ તે જવાનું પસંદ નથી કરતો અને હંમેશા ત્યાં જવાનું તે ટાળે છે અચાનક પ્રોગ્રામ શરૂ થઈ જાય છે. જે તે ફેમસ કલાકારો આવી સ્ટેજ પર ગીત ગાતાં પહેલાં બધાની સાથે પોતાના હાથથી હોઠના સ્પર્શ વડે અભિવાદન કરે છે અને તેમણે ગાયેલા સોંગ શરૂ કરે છે અને દર્શકોના તાળીઓના ગડગડાટથી આખો મોલ ગુંજી ઊઠે છે દરેક ફ્લોર પર એટલી ભીડ હોય છે કે કોઈ એકબીજાને અડક્યા વગર રહી નથી શકતા ... અને અચાનક દિવ્યમ નું ફેવરીટ સોંગ ગુંજી ઊઠે છે.
तुम से बिछड़ कर कहां जाऊं मैं
जाऊं तो कहां जाऊं मैं
तुम ही तो हो मेरी जीने की उम्मीद
तुम ही हो मेरा प्यार
तुम ही हो मेरी आशिकी
मेरी प्रिया ओ मेरी प्रिया....
_____અને અચાનક દિવ્યમ સિંગરની બેક સાઈડ જુએ છે કે હા આ તો એ જ જાણીતો ચહેરો અરે હા આ તો મારી જીગીશા ઓહ માય ગોડ અને એને એ પણ ખબર છે કે એવું લાગે છે ઈમ્પોસિબલ પણ થાય છે કે ના એ જિગીષા જ છે. અને તેના મોંમાંથી આ ઉદ્ગાર સરી પડે છે કે થેન્ક્યુ ગોડ.. થેન્ક્યુ સો મચ..
અને આ તરફ જીગીશા પણ જાણે દિવ્યમ તરફ નજર પડતાં તેના ગીત ના તાલ પર ડોલતું તેનું શરીર .. અચાનક શરીર સ્થિર થઈ જાય છે તેની આંખો સમક્ષ દિવ્યમ આવે છે ત્યારે જીગીશા સ્તબ્ધ બની જાય છે .અને થોડી ક્ષણો માટે તો જાણે કે વાતાવરણ શૂન્ય બની જાય છે એ બંને માટે.. જીગીશા નેએવું લાગે છે કે શું ખરેખર દિવ્યમ પોતાના શહેરમાં.. ન હોય અને જો હોય તો કેટલો બદલાઇ ગયો છે પણ તેની આંખો જુએ છે તો દિવ્ય ની આંખોમાં હર્ષના આંસુ ઓ તરવરી રહ્યા હોય છે જ્યારે જીગીશાને તો કોઈક એવું પ્રેરક બળ તેને પ્રેરે છે કે દોડીને ફરીથી તે દિવ્યમને એક ગાઢ અલિંગન આપી દે.કે જેમાં તેના કેટલાય સુખ-દુઃખ વિતાવ્યા હશે એ સમયે પોતાની રોકી શકવા સક્ષમ નથી પણ અચાનક જાણે તેનો હાથ કોઈ પકડતું હોય તેવું તેને લાગે છે અને તેને ખ્યાલ આવે છે કે તેના પતિ રામ તેનો હાથ પકડી ને તેને બહાર લઈ જવાનું ઇશારો કરે છે તે છે કે ભીડ ખૂબ વધી ગઈ છે તો આપણે જલ્દીથી મોલમાંથી નીકળી જવું જોઈએ જીગીષા ને કહે છે કે ચાલ અહીંથી બહાર નીકળી જઈએ નહીં તો.. અને અચાનક જીગીશા 13 -14 વર્ષ પહેલા નો પ્રથમ પ્રેમ કે જે તેની નજર સમક્ષ છે તેની જોવાને બદલે રામ નો હાથ પકડી એ ભીડ માંથી દૂર જવા પ્રયત્ન કરે છે .તો આ તરફ દિવ્યમ તો બસ જીગીષા ને જોયા કરે છે ઓહ મારી જિગીષા કંઈ બદલાઈ જ નથી . જાણે હજુ પણ એના મોં પર એ જ નિખાલસતા હજુ પણ એવી જ એને જતા જોઇને દિવ્યમ પણ ચાલુ શોમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને ત્યાં તેની આ શોમાં લઈ આવનાર તેના મિત્ર તેને ને રોકે છે અરે દિવ્યમ ક્યાં જાય છે જો તો ખરા હવે પછીના સોંગ નથી સાંભળવા પણ દિવ્ય તો તેના મિત્ર ને કહે છે કે થેન્ક્યુ દોસ્ત તું મને લઈ આવ્યો આ શોમાં થેન્ક્યુ સો મચ ત્યારે તેનો મિત્ર તેને કહે છે કે ભાઈ પહેલા તો અહીં આવવાની તું ના પાડતો હતો હવે મારા પર આટલો મહેરબાન કેમ થાય છે ત્યારે દિવ્યમ કહે છે કે તું નહીં સમજે યાર ચાલ જલ્દી હવે મારે જવું છે અને તે લોકો પણ ત્યાંથી બહાર નીકળી જશે. અને આમ 13- 14 વર્ષ પછી પહેલી વાર જીગીશા અને દિવ્યમ બંને એકબીજાને પ્રત્યક્ષ નિહાળી છે દિવ્યમ અને જીગીશા એકબીજાને જુએ છે . કેટલાય વર્ષો પછી તે મળ્યા છતાં પણ તેમનો એ અકબંધ પ્રેમ તેમને બંનેને આકર્ષે છે .કહેવાય છે ને કે પહેલો પ્રેમ કેમ વિસરાય....

(જય શ્રીકૃષ્ણ 🙏🏻 ઘણા સમય પછી ફરીથી લખવાની શરૂઆત કરું છું ત્યારે આપ સૌ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું એ તમે મને જે સ્નેહ આપ્યો છે તેના માટે થઈને હવે મારી થોડી વધારે સારી રીતે મારી રચનાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે પણ સમયના અભાવના કારણે ઘણું બધું છૂટી જાય છે અને પરિસ્થિતિને આધીન ઘણું બધું રહી જાય છે પણ આજથી હવે આ ધારાવાહિક ના અંશ રજૂ કરીશ...