Pranay Trikon - 7 in Gujarati Classic Stories by Bindu books and stories PDF | પ્રણય ત્રિકોણ - ભાગ 7

The Author
Featured Books
Share

પ્રણય ત્રિકોણ - ભાગ 7

ભાગ -૭

(આમ વર્ષો વીતી જાય છે જીગીશા અને દિવ્યમને છુટા પડતા પણ આજ અચાનક જોગ સંજોગ કે બંને એકબીજાને જુએ છે વળી રામ અને દિવ્યમનું મળવું એકબીજાના સંપર્ક નંબરની આપ લે કરવી અને જીગીશા અને દિવ્યમની વાત થવી.. )


જીગીશા પોતાના દ્વારકાધીશ ને યાદ કરતા વિચારે છે કે હે માધવરાય મારા કાનાને મળવા માટે તમે તો આ સંજોગ નથી રચ્યો ને શું કહું કે વર્ષોના વાહણા વીતી ગયા પણ હૃદયમાં હજુ એના માટે તો લાગણીઓ અતૂટ છે અકબંધ છે એ બંનેની આંખોના હષ્રૉશ્રુ થી જ ખ્યાલ આવી જાય છે .બંને પોત પોતાના પરિવારમાં પરોવાયા તો હતા પણ પ્રેમ થોડો વિસરાતો હશે એમ ..


અને જીગીશા તથા દિવ્યમ તો જાણે સઘળુંય વિસરી જાય છે અને જાણે પોતે પોતાના ભૂતકાળમાં ફરીથી જતા રહે છે એકબીજાને ઈચ્છાઓ એકબીજાના સપનાઓ ફરીથી વાગોળવા માંડે છે પણ સમાજ ,મર્યાદા ,પરિવાર ,સભ્યતા શબ્દો તેમના પર હાવી થઈ જાય છે તેમ છતાં પ્રેમથી તો એ ઉતરતા જ રહે છે


હવે દિવ્યમને જુલાઈ અને ઓગસ્ટ ના પોતાના વર્કિંગના શિડ્યુલમાં શરૂઆતમાં જીગીશાના શહેરમાં આવવાનું થાય છે તે પોતાનું વર્ક શિડ્યુલ તેને કહે છે કે શું પોસિબલ છે આપણે થોડી ક્ષણો માટે એકબીજાને મળી શકીએ ખરા?બસ મારે તને જોવી જ છે બસ એકદમ નજીકથી કોઈ એવો ચાન્સ મળી જશે. હું તને જોઈને તૃપ્ત થઈ જઈશ પ્લીઝ ...ત્યારે જીગીશા પણ અંદરથી તો ઈચ્છે છે કે તે દિવ્ય ને મળે પણ હૃદય મળવા માટે અતિ ઉત્સુક છે પણ મગજ વિચારોના વૃંદાવનમાં વિહાર કરવા લાગે છે અને આમ હૃદય અને મન વચ્ચે સંઘર્ષ થાય છે હૃદય મળવા માટે આતુર તો મગજ સમાજના તાણાવાણામાં ગૂંચવાઈ જાય છે લાખ મનને હૃદયને મનાવે પણ અંતે તો હૃદય જ જાણે જીતી જાય છે...
અને તે કહે છે કે હા મળવું તો છે મારે પણ મને ડર લાગે છે ક્યાંક રામને ખબર પડી જશે તો આપણા બાળકો આપણા પરિવારને ખબર પડી જશે તો બંને એકબીજાને પ્રત્યક્ષ મળવા માટે એટલા આતુર થઈ જાય છે કે જીગીશા અંદરથી જેનો ડર સતાવે છે એ પણ એ ભૂલી જાય છે અને સતત એ જ વિચાર આવે છે કે ક્યારે મળશું કેવી રીતે મળશું ક્યાં કંઈ જ ખબર નથી ત્યારે દિવ્યમ તેને સમજાવે છે કે આપણે એકવાર મળવાથી સમાજમાં કોઈને ખબર પડે એવું જરૂરી ક્યાં છે ?આપણે એવી જગ્યાએ મળશું કે જ્યાં કોઈ એકબીજાને ઓળખતો જ ન હોય અજાણ્યો જ વિસ્તાર હશે તારા શહેરમાં આવીને તને જ મળીશ પણ કોઈને પણ એની જાણ સુદ્ધાં નહીં થાય આઈ પ્રોમિસ જીગીશા ક્યારે દિવ્યમ ની વાત નો વિરોધ ન કરતી અને એ સહર્ષ સ્વીકારી લે છે
વર્ષોના વહાણા વીતી જાય છે એકબીજાને મળવા માટે બંને એટલા ઉત્સુક હોય છે કે એકબીજાને કયો કલર ગમતો કઈ વસ્તુ કયો સ્પ્રે ની સુવાષ આ બધું જ વિચારવામાં તલ્લીન કરી દે છે વર્ષો પહેલા દિવ્યમની ઈચ્છા હતી કે જીગીશા તેને ક્યારેય પિંક સાડી પહેરીને મળવા આવે અને આ જ વર્ષ પછી આજે વર્ષો પછી પણ જીગીશાને એ વાત યાદ હતી તો વળી દિવ્યમ જીગીશા માટે લીલી પુષ્પો લઈ જવાનું વિચાર છે તે જીગીશાને લીલી ના પુષ્પોની ખુશ્બુ થી ખુશ થઈ જતી જોવા માંગે છે તેને ખ્યાલ હોય છે કે તેને લીલીના પુષ્પો ખૂબ જ પ્રિય છે તો હું એને આજ સરપ્રાઈઝ આપીશ એવું તે વિચારે છે
કેટલા બધા પ્લાનિંગ કરી લે છે બંને પણ મળવું ક્યાં એ વાત પર આવી બંને અટકી જાય છે અને વિચારે છે કે કઈ જગ્યાએ મળવું મંદિર ,મોલ, હાઇવે કે કોઈ ગાર્ડન કે પછી બસ આ વિચાર આવવાથી તેઓ વિચારે છે કે હવે શું કરવું