Pranay Trikon - 5 books and stories free download online pdf in Gujarati

પ્રણય ત્રિકોણ - ભાગ 5

ભાગ પાંચ
યુવાનીના આ દિવસો કેમ જતા રહે છે તે જીગીશા અને દિવ્યમને જાણે ખબર જ નથી રહેતી. એક દિવસ જ્યારે જીગીશા ઘરમાં કામ કરતી હોય છે ત્યારે તે તેના પપ્પા અને મમ્મીના સંવાદોને સાંભળે છે તેના પપ્પા તેની મમ્મી જોડે વાત કરતા હોય છે કે મારી સાથે જ નોકરી કરતા મારા જ્ઞાતિ મિત્રના છોકરા માટે જીગીશા ની વાત કેવડાવે છે તો શું કરવું ત્યારે તેના મમ્મી કહે છે કે આમ પણ હમણાં જીગીશા તો કોલેજ પૂરી કરી દેશે હવે ઉંમર પણ થઈ ગઈ છે યોગ્ય સમય થઈ ગયો છે સારો વર અને ઘર હોય તો ખોટું શું અને આ સાંભળીને જીગીસાને તો પેટમાં ફાળ પડે છે કે હવે શું અને અચાનક તે તેની મમ્મીની વાત સાંભળે છે કે આપણી જીગીશા કેટલી સંસ્કારી છે અને જો સારો વર અને ઘર મળી જાય તો તેના નાના ભાઈ બહેનનું પણ આપણે આપણા સમાજમાં સારું પાત્ર મળી જશે માટે આપણે જીગીશા તો એટલી ડાય છે કે સારું પાત્ર સામેથી જ કહેવડાવશે આપણે ક્યાંય વાત કહેવાની જરૂર જ નહિ પડે. ત્યાં જીગીશા ના પપ્પા કહે છે કે હા જીગીશા તો મારું નામ રોશન કરશે એ હંમેશા એના પિતાનું માન રાખશે અને આ વાત સાંભળીને તો અંદરથી જીગીશા ફળફળવા લાગે છે તે વિચારે છે કે હવે હું શું કરું અને દિવ્યમ ને આ કેવી રીતે કહું શું કરું?
જીગીશા સામેથી દિવ્યમ ને બોલાવે છે અને કહે છે કે આજે જ મારે તને મળવું છે તને ખૂબ જ અગત્યની વાત કરવી છે દિવ્યમ પણ ઉતાવળમાં પહોંચી જાય છે તને ખબર નથી કે તે શું વાત સાંભળવા જઇ રહ્યો છે કેવો સમય હશે કોણ જાણે અને તે જ ખુલ્લુ મેદાન એ જ નહેર લીલી છમ હરિયાલી અને જીગીશા પોતાનો પ્રસ્તાવ દિવ્યમને કહે છે કે દિવ્યમ મારા પિતા હવે મારા માટે એક યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે અને હું મારા પિતાનું હૃદય તોડી નથી શકતી માટે હું તને કંઈ કહેવા ઇચ્છું છું ત્યારે દિવ્યમ સમજી જાય છે કે જીગીશા શું કહેવા ઈચ્છે છે તેને સમજાવવા માટે થઈને તે પ્રયત્નશીલ રહે છે ત્યારે જીગીશા કહે છે કે સાંભળ મારી વાત કે મારા ઘરમાં હું જ મોટી છું. અને મારા નાના ભાઈ બહેન છે અને મારા પપ્પા અને મમ્મી મારા માટે કંઈક અલગ જ વિચારે છે જો હું જ્ઞાતિની બહાર જઈને લગ્ન કરીશ તો મારા પિતાની અમારા સમાજમાં નીચા જોવા જેવું થશે વળી મારા નાના બંને ભાઈ બહેનનું શું જે હજી મારાથી ઘણા નાના છે એટલે મારે આવે એ વિચાર પર આવવું જ પડશે અને એ વિચાર જ તને કંઈક કહેવા જઈ રહી છું તને દુઃખ પણ લાગશે પણ જો હું તારી સાથે આપણું ભવિષ્ય નહીં જોઈ શકું એટલે કે હું તારી જોડે લગ્ન કરી શકું તેમ નથી તું જાણે છે ને કે મારા પિતાનું જ્ઞાતિમાં...
ત્યાં દિવ્યમ બોલે છે કે તું એ કંઈ ચિંતા કરમાં જો તું વિચાર કે જો તું બીજા જોડે લગ્ન કરીશ તો મારું શું થશે? તે મારો ક્યારેય વિચાર કર્યો છે ?અને તે કેમ એમ વિચાર્યું કે મારે તારી જોડે.. તું શું સમજે છે અને તને શું લાગે છે આ સરળ છે તને ખબર છે જીવન ખૂબ જ અઘરું પડી જશે. તું બસ હા કહી દે હું તને કોઈ દિવસ દુઃખી નહીં કરું કે હું તને કોઈ દિવસ ક્યારેય તરછોડીશ પણ નહીં બસ એકવાર તો કહી દે તારા પપ્પાને હું મારા પપ્પાને કહી દઈશ એ ના નહીં કહે અએમને ખૂબ જુના સંબંધો છે આપણા ઘરના એકબીજા સાથેના તો સમજે છે ને હું જે શું કહેવા માગું છું હું બધું જ સંભાળી લઈશ તું ડર નહીં બસ એક કામ કરતું મને હા કહી દે હું અત્યારે જઈને તારા પપ્પાને મળી આવું છું. વધુમાં વધુ તે શું કરશે મને મારશે પણ એ જે હોય એ હું બધું સહન કરી લઈશ પણ તું આવું ન કર હું તારા વગર મારા જીવનની કલ્પના જ નહીં કરી શકું પ્લીઝ જીગીશા પ્લીઝ
ત્યારે જીગીશા શું બોલે એક તરફ તેનું હૃદય તો બીજી તરફ તેના પપ્પાનું વાત્સલ્ય જીગીશા કહે છે કે હું શું કરું આ જે સમાજ છે ને એ મારા પપ્પાને જીવવા નહીં દે અને મારા પપ્પાએ કોઈ દિવસ ઊંચું જોવા જેવું એ રહેવા નહીં દે દિવ્યમ તને કેમ સમજાવવું તને કે હું મને તૂટતી જોઈ શકીશ પણ મારા પપ્પાને તો નહીં જ મારા પપ્પા એટલે મારા માટે મારું સ્વમાન મારા પપ્પાને નીચે જોવા જેવું થાય
.........હું ક્યારેય એવું ન કરી શકું મેં ક્યારેય એમના વિશે વિચાર કેમ ન કર્યો અને આ એક જ મનમાં ઉદ્ભવેલા સવાલ થી જીગીશા ના ભવિષ્ય ના જીવન વિશે વિચાર બદલી નાખે છે તે ઈચ્છે છે કે હવે તે પોતાના પિતાની મરજી મુજબ પાત્ર પસંદગી કરી પોતાનું જીવન વ્યતીત કરશે પણ તેનું હૃદયને દુઃખી કરવા તે ઈચ્છતી નથી માટે તે કહે છે કે જો દિવ્યમ તું પણ કોઈ યોગ્ય સારુંપાત્ર મળે એટલે તારો ઘરસંસાર માંડી લે જે અને બની શકે તો મને ભૂલી જજે અને હવે પછી મને ક્યારેય આ જ પછી મળવા માટે કોશિશ ન કરતો. અને તું પણ મને આ વચન આપ કે તું પણ તારી જિંદગી ખુશીથી જીવીશ અને હા હવે આજ પછી ક્યારેય નહીં મળીએ... તે પોતાના આંસુઓને રોકવા પ્રયત્ન કરે છે અને ડુસકુ ભરાઈ જાય છે અને કહે છે કે બસ તું મને વચન આપ પ્લીઝ..
ક્રમશઃ.....