College campus - 81 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 81

Featured Books
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 81


"કૉલેજ કેમ્પસ"ભાગ -81
"તારે બોમ્બે પહોંચી જવાનું છે અને આ બીજાં વીસ પેકેટ પકડ તારી બેગમાં મૂકી દે આ તારે ક્યાં અને કયા કોડવર્ડથી આપવાના છે તેની વાત આપણે ફોનમાં કરીશું. ઓકે? અને હા સાવધાન રહેજે,‌ બોમ્બેમાં પોલીસને બાતમી મળતાં વાર નથી લાગતી અને લે આ તારી ટિકિટ ઓકે તો નીકળ અને ટેક કેર..."
અને આકાશનું આ વાક્ય જેવું પૂરું થયું કે તરતજ સમીર અને તેની સાથે રહેલો કોન્સ્ટેબલ ભરેલી બંદૂક સાથે આકાશની ઓફિસમાં પ્રવેશી ગયા અને આકાશ તેમજ તેના બંને સાથીદારોને પકડી પાડયા.
આકાશ પાસે પણ લોડેડ ઘન હતી જે તેના ખિસ્સામાંથી તેણે બહાર કાઢી અને સમીરને ડરાવવાની કોશિશ કરી પરંતુ તે પહેલાં તો સમીરે તેને બે ચાર ચોડી દીધી હતી અને તેના હાથમાંથી ઘન પણ પડાવી લીધી હતી. બીજો જેના હાથમાં ડ્રગ્સના પેકેટ હતા તેણે પેલા કોન્સ્ટેબલના પેટમાં જોરથી મુક્કો માર્યો અને તે ભાગી ગયો... સમીરે એક હાથે આકાશના શર્ટના કોલરને બોચીમાંથી પકડી રાખ્યો હતો અને બીજા હાથે આકાશનો જોડીદાર જે તેની સાથે કારમાંથી ઉતર્યો હતો તેને પણ બોચીમાંથી પકડી રાખ્યો હતો અને બંનેને તેણે પોતાના ખિસ્સામાં રહેલી હાથકડી કાઢી અને પહેરાવી દીધી.
પેલો જે ભાગી રહ્યો હતો તેને પકડવા માટે સમીર સાથે જે કોન્સ્ટેબલ હતો તે તેની પાછળ પાછળ હરણફાળ દોડમાં તીવ્ર ગતિએ દોડી રહ્યો હતો.
આ બાજુ સમીર આકાશને અને તેના સાથીદારને લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને તે બંનેને એક જોરદાર ઝટકા સાથે પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધાં અને પોતે રાહતનો દમ લીધો.
આકાશ અને તેનો સાથીદાર સતત સમીરને રીક્વેસ્ટ કરી રહ્યા હતા કે, "અમારો કંઈ વાંક નથી અમને છોડી દો આ બધું ક્યાંથી થાય છે અને કઇરીતે થાય છે તેની તમામ માહિતી અમે તમને આપી દઈશું." વધુમાં આકાશ સમીરને એમ પણ કહેવા લાગ્યો કે, "મારા ડેડી બહુ મોટા બિઝનેસમેન છે તેમને ખબર પડશે તો હું તેમને મોં બતાવવાને લાયક નહીં રહું અને સમાજમાં અમારી ખૂબ ઈજ્જત જશે માટે પ્લીઝ તમે સમજો તો સારું જે હિસાબ હશે તે આપણે સમજી લઈશું પણ પ્લીઝ અત્યારે તમે મને છોડી દો."
આકાશના આ શબ્દોથી સમીરને વધારે ગુસ્સો આવ્યો અને તેણે આકાશને અને તેના સાથીદારને બંનેને એક જોરદાર થપ્પડ મારી અને તે બોલ્યો કે, "એ બધું તમારા મોઢામાંથી કઈરીતે બહાર કઢાવવું એ મને આવડે છે અને પૈસાની લાલચ મને બતાવવાની જરૂર નથી અને તમે આમાં ભાગીદાર છો કે નથી એ પણ મને ખબર છે એટલે તમારે કશું જ મને કહેવાની કે શીખવવાની જરૂર નથી." અને પોતાના હાથમાં પકડી રાખેલો પાણીના ગ્લાસમાં રહેલું બધુંજ પાણી તેણે આકાશના મોં ઉપર જોરથી ગુસ્સા સાથે છાંટ્યું...
પેલો જે ભાગી છૂટયો હતો તેણે પોતાની સામેથી આવતાં એક બાઈક સવારને અડફેટમાં લઈને પાડી દીધો હતો અને તેનું બાઈક પોતે લઈને ભાગી છૂટયો.
પોલીસ કોન્સ્ટેબલ હિરેન દેસાઈએ પેલા બાઇકવાળા માણસને ઉભો કર્યો અને તેને માટે એક્સો આઠ એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ ભેગો કર્યો અને પોતે સમીર જ્યાં હતો ત્યાં સાબરમતી પોલીસ સ્ટેશને પહોંચ્યો.
હવે સમીરે આકાશને અને તેના સાથીદાર દિનેશને રીમાન્ડ ઉપર લીધાં અને સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ..તેમ જેવી આકાશના બરડામાં સોટી ચમચમ વાગવા લાગી કે તરતજ તે બધુંજ બકવા લાગ્યો કે આ માલ ક્યાંથી આવે છે અને પોતે કેટલા વર્ષથી આ ધંધો કરે છે અને તેની સાથે કયા કયા શહેરમાં કોણ કોણ સંકળાયેલું છે તે તમામ માહિતી તેણે સમીરને આપી દીધી.
પેલો જે બાઈક લઈને ભાગ્યો હતો તેનું પણ નામ અને ફોન નંબર સમીર પાસે આવી ગયા અને તેને પકડવા માટે સમીરે હિરેન દેસાઈને પોલીસ વાન સાથે નીકળી જવા સૂચના આપી.
હિરેન દેસાઈની આખા દિવસની જહેમત બાદ તે રેલવે સ્ટેશનથી ઝડપાઈ ગયો આમ ઘણાં બધાં દિવસની જહેમત બાદ સમીરે આકાશ અને તેના સાથીદારોને પકડી પાડયા.
બીજા દિવસના સવારના ન્યૂઝ પેપરમાં આકાશનું નામ અને તેનું ડ્રગ્સનું વેચાણ બધીજ વાતો છપાઈ ગઈ અને મીડિયાવાળા પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા આકાશ પોતાની ગેંગ સાથે પકડાઈ ગયો છે અને તેને પકડવામાં મોટો હાથ ઇન્સ્પેક્ટર સમીરનો છે તે બધાજ ન્યૂઝ મીડિયા ઉપર પણ વહેતા થઈ ગયા હતા.
આકાશને છોડાવવા માટે તેના ડેડી મનિષભાઇ પોલીસ સ્ટેશને પહોંચી ગયા પરંતુ આકાશ તેમ છૂટી શકે તેમ નહોતો...
બસ આ બધું ચાલી જ રહ્યું હતું અને સવાર સવારમાં જ સમીરના મોબાઈલમાં રીંગ વાગી સમીર ખૂબજ ગુસ્સામાં હતો એટલે જરા અકળાયેલા અવાજમાં જ તે "હલ્લો.." બોલ્યો અને તેના આ અકળાયેલા અવાજને કારણે જ સામેથી કશું પણ બોલ્યા વગર ફોન મૂકાઈ ગયો.
સમીર જરા સ્વસ્થ થયો અને સાઈડમાં ગયો અને પછી તેણે જેનો ફોન મૂકાઈ ગયો હતો તેને પોતાની ફ્રેન્ડ પરીને ફોન લગાવ્યો પરંતુ ફોન ન ઉપડ્યો સમીરે બે ચાર વખત ફોન લગાવ્યો પરંતુ ફોન ન ઉપડ્યો એટલે તે બબડ્યો કે, "ભારે કરે છે ને આ મેડમ પણ..આટલી જહેમત બાદ આખી રાતના પેટ્રોલીંગ પછી ગુનેગારને પકડ્યો અને સાબાશી આપવાની વાત તો દૂર રહી આ મેડમ ફોન જ નથી ઉપાડતા અને તેણે જરા ગુસ્સાથી જ ફોન ટેબલ ઉપર પછાડીને મૂક્યો.
આકાશને બેંગ્લોરની જેલમાં લાવવામાં આવ્યો અને તેની મદદથી બેંગ્લોરમાં કઈ કઈ જગ્યાએ ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે તે તપાસ કરવામાં આવી અને તે વેચાણમાં જે પણ સંડોવાયેલા હતા તે આખી ટોળકીને પકડવામાં આવી.

સમીર પોતાની કેબિનમાં બેઠો હતો અને ત્યાં હાજર સેવક એક ચીઠ્ઠી સાથે અંદર કેબિનમાં પ્રવેશ્યો અને ચીઠ્ઠી ઉપર લખેલું નામ વાંચીને જાણે ઘણાંબધાં દિવસ પછી સમીરના ચહેરા ઉપર સ્મિત છવાયું હોય તેમ તેનો ચહેરો ખીલી ઉઠ્યો અને તેણે સેવકને પેલી વ્યક્તિને અંદર મોકલો તેમ કહ્યું.

સિમ્પલ અને સોબર લુક આપે તેવી ક્રીમ કલરની ખાદીની કુર્તી અને નીચે બ્લુ જીન્સ પહેરીને વાળમાં હાફ પોની કરેલી ખૂબજ રૂપાળી અને સ્માર્ટ એક આગવું વ્યક્તિત્વ ધરાવતી પરી પોતાના હાથમાં એક સુંદર મજાનાં ફૂલોનો ગુલદસ્તો લઈને ખભા ઉપર પાછળ પોતાનું બેગ લટકાવીને એક સુમધુર અવાજ અને ચહેરા ઉપર અનેરા સ્મિત સાથે સમીરની કેબિનમાં પ્રવેશી અને તેણે સમીરને "ગુડ મોર્નિંગ" કહ્યું તેનાં ગુડ મોર્નિંગે આજે જાણે સમીરનું બધું જ "ગુડ ગુડ" કરી દીધું હતું તેને વેલકમ કરવા માટે સમીર પોતાની ચેરમાંથી ઉભો થઇ ગયો પરી તેની નજીક ગઈ અને તેનાં હાથમાં પેલો સુંદર મજાનાં ફૂલોનો ગુલદસ્તો આપ્યો અને સમીરના હાથ અજાણપણે જ પરીના કોમળ હાથને સ્પર્શી રહ્યા હતા તેની આંખોમાં અનેરી ચમક આવી ગઈ હતી અને તે પરીની આંખોમાં પોતાની આંખો પરોવી રહ્યો હતો ત્યાં પરીએ ઈશારો કરીને તેનું ધ્યાન દોર્યું કે તેનાં હાથ નીચે પરીના બંને હાથ દબાઈ ગયા છે જેની તેને ખબર જ નથી અને સમીર જરા શરમાઈ ગયો અને "સોરી" બોલ્યો.. અને પોતાના બંને હાથ લઈને પરીથી જરા દૂર ખસી ગયો. જવાબમાં પરીએ કહ્યું, "ઈટ્સ ઓકે" અને સમીરે પરીને બેસવા માટે કહ્યું.
પણ પરીએ તો ફરીથી પોતાનો હાથ સમીર સામે લંબાવ્યો અને સમીર કંઈ સમજે કે હાથ લંબાવે તે પહેલાં તો પરી તેની નજીક ગઈ અને ખૂબજ જુસ્સાથી અઢળક ખુશી સાથે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને, "કોન્ગ્રેચ્યુલેશન્સ યાર..." કહી તેનો હાથ હલાવી તેને બિરદાવવા લાગી... પરી જેવી માસુમ નાજુક છોકરીનો હાથ સમીર જેવા કસાયેલા ખખડધજ ઇન્સ્પેક્ટરના હાથમાં હતો.. પરીના માસુમ સ્પર્શે અને તેના અભિવાદને જાણે તેનું ભાન ભુલાવી દીધું હતું... અને શું પ્રત્યાઘાત આપવો તે તેની સમજમાં આવતું નહોતું....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/6/23