Chingari - 24 books and stories free download online pdf in Gujarati

ચિનગારી - 24

"મિસ્ટીને જે રૂમાલ બાંધ્યો હતો તેના પર વધારે પડતું ગેન ચડે તેવી દવા છાટી હતી જેથી તે 15 સેકંડમાં જ બેહોશ થઈ ગઈ".

"મિલી જલ્દી જગાડી દે આપણી પાસે સમય નથી", સમીરએ થોડા ગુસ્સામાં કહ્યું ને મિલીએ તેને આંખો થી જ શાંત રહેવા કહ્યું તે મિસ્ટી પાસે ગઈ ને તેના ચહેરા પર પૂરો ગ્લાસ ખાલી કરી દીધો.

"અચાનક થયા આ હુમલાથી મિસ્ટી જાગી ગઈ ને ઘડીક મિલી તો ઘડિત થોડા દૂર ઉભેલા સમીરને જોઈ રહી તેને આ રીતે જોતાં મિલીએ તેને રૂમાલ આપ્યો ને તેને પોતાનો ચહેરો સાફ કર્યો"

"તમે લોકો....તું કઈ કહે તેની પહેલા હું કઈક કહું? પહેલા તું થોડુ ખાઈ લે પછી હું તને બધું જ શાંતિથી સમજાવીશ", મિલીએ તેના હાથ પર હાથ રાખીને કહ્યું ને સમીર પર એક નજર કરી ને બંને બહાર ગયા, મિસ્ટી ચારેય બાજુ જોવા લાગી આલીશાન રૂમમાં તે મુલાયમ બેડ પર બેઠી હતી પણ તેનું મન ખૂબ બેચેન થઈ રહ્યું, તેના મનમાં ઘણા સવાલો હતા, મિલી ને સમીર મને અહીંયા લઈને કેમ આવ્યા? તું તે લોકો એ મને બચાવી હશે? વિવાન! હા વિવાનને કહું? મિસ્ટી તેનો ફોન શોધવા લાગી પણ તેને ક્યાંય નાં મળ્યો પછી તેને આવ્યું કે ફોન તો ઘરે છે હવે આગળ શું કરવું તે વિચારે તેની પહેલા જ મિલી રૂમમાં આવી ને તેના પાસે બેસી ગઈ, જાણે તેના મનમાં ઉઠતાં સવાલ નો જવાબ આપવા માટે જ મિલી હતી તેમ તેને સ્મિત કર્યું ને આંખોથી જ સાથે આવવા કહ્યું તે તેને લઈને સમીરના રૂમમાં ગઈ.

વરસોથી છુપાયેલા રહસ્યો આજે મિસ્ટીનાં સામે હતા તેને કોના પર વિશ્વાસ કરવો તે નહતું સમજાઇ રહ્યું તેને સમીરની દયા આવી તે, તે ભીની આંખે સમીર સામે જોઈ રહી, સામે સમીર સાથે સુધીર તેની બહેન અને તેના માતા પિતા પૂરા પરિવારનો ફોટો હતો જેના હરેક નાં અલગ અલગ ફોટો બધી જગ્યા એ હતો, ચારેય દીવાલ પર બહેન માતા પિતા નાં ફોટો પર માળા હતી.

મિસ્ટી મારા પાસે એ માણસ ખિલાફ સબૂત પણ છે પણ એ લોકો એ વિવાન અને આરવ ને એ રીતે ભટકાવ્યા છે કે એ લોકો જલ્દી મારી વાત નહિ માને, તું જ અમારી મદદ કરી શકે છે પ્લીઝ, તને જોઈને જ વિવાન અમને વસંતભાઈ ને સોંપી દેસે અને અમે તેને તેની સજા આપી દઇશું.

"પણ વિવાન અને આરવ આમા શું કરશે? તે બંને....મિસ્ટી આગળ કઈ બોલે તેની પહેલા જ મિલીએ તેને હાથના ઈશારાથી અટકાવીને સામે જોવાનું કહ્યું.

ત્યાં જો, તેને સામે જોયું આરવ અને વિવાનનો ફોટો ને એના નીચે તે બંને ની આઈડી હતી જે પોલીસ ને મદદ કરતા ની હતી એ સાબિત કરવા માટે જ્યારે કોઈ તપાસ કરવા માટે બંને હાથમાં લેતાં અને બંને ને પાસે કોઈ પ્રૂફ નાં હોય તો બંને આનો ઉપયોગ કરતા તે બંને આઈડીનાં ફોટો પણ તેની પાસે જ હતા, તેને ચાર દીવાલો ફરીથી જોઈને દરેક નાં ફોટો નીચે તેનું નામ કામ ને બધું લખ્યું હતું.

હવે સમજ પડી હું શા માટે એ બંન્ને દૂર કરવા કહું છું? સમીરએ શાંતિ પૂછ્યું ને મિસ્ટીએ હા માં માથુ ધુણાવ્યું.

"વસંતભાઈએ બધા ને મૂર્ખ બનાવ્યા છે તેમને ઘણા આશ્રમ ચલાવે છે, ઘણી કોલેજના ટ્રસ્ટી છે, તે ઘણી જગ્યા એ ગરીબોને ફાળો આપે છે, તેમના આ બધા સારા કાર્યો બધા ને દેખાય એટલે જ કરે છે જેથી તેમના સામે કોઈ આંગળી ચીથી નાં શકે, પણ કોઈ જાણતું નથી કે એ આશ્રમમાં સ્ત્રીનું જ શોષણ થાય છે કોઈ એ જાણતુ કે દરેક મહિનાની તીસ તારીખએ ડ્રગનાં માલની હેરફેર થાય છે, એક કામ એવું નથી જે તે નથી કરતા અને આ જ કામ વર્ષો પહેલા બહાર આવી ગયું હતું જેની સજા મારા પપ્પાને ભોગવી પડી, એ રાતે પપ્પા મને કહેતા હતા કે હું ફસાઈ ગયો હું ફસાઈ ગયો... રડતા રડતા કહેતા રહ્યા ને હું બસ સમયની રાહ જોવા લાગ્યો, પપ્પાએ બધું કહ્યું કે કોઈ કાગળ પર વસંતે એમના પાર્ટનર જે ભાઈ જેવા હતા તેમને જ તેમના સાથે વિશ્વાસઘાત કર્યો અને એ પેપર પર સાઈન લઈ લીધી જે સાબિત કરતું હતું કે આ બધાંની હેરફેર પપ્પા કરે છે, પોલીસ પકડીને પપ્પાને લઈ ગયા એ બધાને કહેતાં રહ્યા કે પોતે નિર્દોષ છે પણ તેનું કોઈએ નાં સાંભળ્યુ, તેમને જેલની સજા આ જીવન થઈ અને બીજા જ દિવસે તેમને આત્મહત્યા કરી, કેસ ત્યાંજ બંધ થઈ ગયો,... સમીરે મિલી સામે જોયું તેને જોતા જ તે બોલતો બંધ થઈ ગયો, મિલીએ તેની નજર ફેરવીને તેની આંખો ભીની થઇ ગઈ હતી, આ બધામાં મિલી બસ એ એક જ હતી જે વર્ષોથી આ બધા સાથે રહેતી, સાચવતી...સુધીર તેને અનહદ ચાહતો બાળપણથી મિલી સુધીર અને સમીરનાં ઘરની બાજુમાં જ રહેતી અને પાંચ વર્ષ પહેલા જ તેના મમ્મી પપ્પા પણ એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા ત્યારે પણ સુધીરએ મિલીને સાચવી, બંને એક બીજાનો સહારો બની ગયા.

મિસ્ટીએ બંને તરફ જોયું તેને એક ઊંડો શ્વાસ લીધો ને મિલી જોઈને સ્મિત કર્યું તેને ચહેરા પર થી મિલી ને ખબર પડી ગઈ તેને પણ સામે એ જ સ્મિત કર્યું.

"સમીર મારે શું કરવાનું છે?", મિસ્ટીએ સમીર સામે જોઈને પૂછ્યું.

"વિવાનને રોકી લે, તેં સુધીર લઈને નીકળી ગયો છે, તું એક જ છે જે તેને રોકી શકે છે, તને ખબર છે ને તારી વાત એ નહિ નકારે", સમીરે શાંતિથી કહ્યું ને મિસ્ટીએ વિવાનને કોલ કર્યો.

.........

ક્રમશઃ