the widow in Gujarati Moral Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | વિધવા

Featured Books
Categories
Share

વિધવા

અંજલિ દેખાવ માં ખુબ જ સુંદર અને સ્વભાવ એ પણ એક દમ શાંત છોકરી જોઈલો. આખી કોલેજ અંજલિ ની તારીફ કરતા થાકતું નહિ, એનો સીધો સાદો સ્વભાવ દરેક ને ગમી જાય, કેટલાય છોકરાઓ એ પ્રપોઝ કર્યું પણ અંજલિ આ બધા માં પડવા માંગતી નહતી.
એમાં રાજ પણ અંજલિ ના રૂપ પર મોહી ગયેલો અને ને પ્રપોઝ કરેલું, રાજ પણ સ્વભાવ એ શાંત અને એટલોજ રૂપાળો, આખી કોલેજ ની છોકરી ઓને ગાંડી કરી મુકતો, પણ રાજ નું દિલ તો અંજલિ પર જ આવી ગયેલું. અંજલિ ના મનમાં પણ ક્યાંક રાજ પ્રત્યે લાગણી હતી પણ વ્યક્ત થવા દેતી ન હતી.

કોલેજ પુરી થતા જ અંજલિ ના પપ્પા એ એમની રીતે છોકરો શોધી અંજલિ ના લગ્ન કરાવી લીધા, અંજલિ એ રાજ પ્રત્યે ની લાગણી એણે મનમાં જ રાખી એનું આગળનું જીવન વિતવા લાગી.

અંજલિ ના પતિ રુચિર પણ એટલાજ સારા સ્વભાવ ના હતા, બન્ને નું લગ્ન જીવન સારુ ચાલવા માંડ્યું, લગ્ન ના બે વર્ષ પછી અંજલિ ને એક સુંદર બાળક નો જન્મ થયો,નામ રાખ્યું ઘનશ્યામ ઘરમાં ખુશીઓ નું વાતાવરણ હતું.
પરંતુ નિયતિ ને કંઈક અલગજ મંજુર હતું, ઘનશ્યામ માંડ 6 મહિના નો થયો, ત્યાં એક અણધારી આફત અંજલિ ને માથે આવી,રુચિર ઓફિસ થી ઘરે પરત ફરતો હતો અને એકસિડેન્ટ થયો અને રુચિર ત્યાંજ મૃત્યુ પામ્યો.
અંજલિ ના માથે તો જાણે આભ ફાટ્યું.6 મહિના ના ઘનશ્યામ ને જોઈ એ ખુબ જ રડતી, ધીમે ધીમે થોડો સમય પસાર થયો.
અંજલિ ના સાસુ-સસરા એ અંજલિ ને બીજા લગ્ન માટે કહ્યું, પરંતુ એમનો સમાજ વિધવા ને પુનઃ લગ્ન ની મંજૂરી નહતો આપતો.
અંજલિ ના સાસુ -સસરાએ સમાજની આ રૂઢિ ઓ ને તોડી અંજલિ ના બીજા લગ્ન કરાવવાનો વિચાર કર્યો.
ત્યાંજ એક દિવસ રાજ અંજલિ ને મળવા આવે છે અને એની સાથે લગ્ન કરવાની માંગણી મૂકે છે. અંજલિ પણ એના સાસુ -સસરા ના કહેવાથી લગ્ન માટે હા પાડે છે.
પરંતુ રાજ અને તેના માતા -પિતા અંજલિ ના બાળક એટલે કે ઘનશ્યામ ને સ્વીકાર વા માટે તૈયાર નથી. રાજ અંજલિ ને ગણું સમજાવે છે કે ઘનશ્યામ ને તેના સાસુ -સસરા જોડે મૂકી દે, પરંતુ અંજલિ માનવા તૈયાર નથી, તે લગ્ન માટે ના પાડી દે છે. રાજ અંજલિ ના રૂપ ને જોઈ એને પામવા હવે ગમે તે કરવા તૈયાર થાય છે.
રાજ ઘનશ્યામ ને મારી નાખવાનું કાવતરું બનાવ્યું, એક દિવસ ઘનશ્યામ બગીચા માં રમતો હતો રાજ તેને ઉઠાવી લીધો અને નજીક નદી માં વહેતો કરી દીધો. અંજલિ તો ઘનશ્યામ ના ના મળવાથી ગાંડી થઈ ગઈ, ત્યાંજ એક માણસ ઘનશ્યામ ને હાથ માં લઈ ત્યાં આવે છે, અંજલિ ની જાન માં જાન આવે છે.
પેલા ભાઈ એ કીધું"મારું નામ રોહીત,તમારા બાળકને કોઈકે નદી માં મૂકી દીધેલું, આ કુતરો એની પાછળ પાછળ જતો હતો, મને ખેંચી ત્યાં લઇ ગયો અને પછી અહીંયા લઈ આવ્યો. "
અંજલિ એનો ખુબ ખુબ આભાર માને છે. કુતરા ને વહાલ કરે છે.
અંજલિ એમને ઘરમાં લઈ જાય છે અને થોડી વાર બધા બેસી ને વાતો કરે છે. અંજલિ ના સાસુ -સસરા
રોહીત ને અંજલિ જોડે લગ્ન નું કહે છે, રોહિત પોતાની પરિસ્થિતિ સારી નથી એવું કહી ના પાડી દે છે, અંજલિ સીધું જ રોહીત ને પૂછે છે :તમે ઘનશ્યામ ને સ્વીકારસો તો હું ગમે તેવી પરિસ્થિતિ માં રહી લઈશ. રોહિત ઘનશ્યામ ને સ્વીકાર વાની હા પાડે છે. અંજલિ ના સાસુ -સસરા રોહિત અને અંજલિ ના લગ્ન કરાવે છે અને પોતાની બધી સંપત્તિ ઘનશ્યામ ના નામે કરી દે છે.
સમાજ અંજલિ ના સાસુ -સસરાને સમાજ ની બહાર મૂકે છે. ત્યાંર પછી તે હરિદ્વાર જતા રહે છે.


આજે પણ કેટલાક સમાજ માં આવું જોવા મળે છે, વિધવા ઓને પુનઃ લગ્ન ની મંજુરી આપતા નથી.
જે કોઈ એને ના સ્વીકાર કરે એને સમાજ બહાર મુકવામાં આવે છે. કેટલાક લગ્ન માટે તૈયાર થાય તો બાળક ને સ્વીકાર તા નથી.
આવી રૂઢિ ઓને નાબૂદ કરાવી જોઈએ.