Mrugtrushna - 37 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 37

સવાર પડવા નો ડર અને રાત ની બેચેની , આદિત્ય અને દિવ્યા ને મન થી કમજોર કરી રહ્યા હતા. બંને એ એકબીજા
થી અલગ એક નવો રસ્તો પસંદ કર્યો હતો. જેનું પ્રારંભ અને પરિણામ બંનેને જરાં પણ નતી ખબર , પણ એકમેક નાં પ્રેમમાં બંને એટલા પરિપક્વ થઈ ચૂક્યા હતા કે આવી પરિસ્થિતી ને સંભાળી શકે. અને કદાચ આ તાકાત એમના પ્રેમની જ હતી. વ્યક્તિના પોતાના સાહસથી વધુ શક્તિ અને સામર્થ્ય આપે એ પ્રેમ . કોઈના એક ખ્યાલથી માનસિક સ્થિતિ બદલી મન ને શાંતિ આપે એ પ્રેમ . વાતો કહી ને સમજાવવા કરતા દૂર રહી ને પણ બીજા ને એ જ ભાવનાઓ નો એહસાસ આપી શકે એ પ્રેમ . વિચારો ના વમણ માં શાંત પાણી થઈ વ્યક્તિને પોતાના અંદર રહેલાં વ્યક્તિ ની ઓળખ કરાવે એ પ્રેમ.
હવે પાછળ ફરીને જોવા નો સમય નતો , હવે તો બસ સવાર નાં સૂરજ સાથે ઉગીને એક નવી શરૂઆત કરવા નો સમય હતો. આદિત્ય અને દિવ્યા ના મનમાં એક જ વસ્તુ ચાલી રહી હતી અને એ હતું એમના મનનું યુદ્ધ , જે દુનિયા સામે તો છુપાઈ રહ્યું પણ કદાચ એ પોતાનાથી નઈ છુપાવી શક્યા.

વિચારોમાં અટવાયેલા આદિત્યને પાછળથી કોઈ એ અવાજ આપીને કહ્યું ,
" પોતાને સમજવાનો પ્રયત્ન કરે છે કે બીજાની સમજ ને સ્વીકાર કરવાનો અનુભવ ?
પાછળ થી અનંત નો અવાજ સાંભળી આદિત્ય એક નિષ્ક્રિય સ્માઇલ આપે છે.
આદિત્ય : તમે જ કહો છો ને કે વ્યક્તિને પોતાના અનુભવથી શીખવા માટે આ જીવન બોવ ટૂંકું છે એટલે બીજા ના અનુભવથી પણ શીખી લેવું જોઈએ.
અનંત : સમય નીકળી ગયા પછી ભૂતકાળ પર દુઃખી થવા કરતાં વર્તમાન ને સાચી દિશા આપીએ તો ભવિષ્યમાં પછતાવું ઓછું પડે છે.
આદિત્ય : એક સવાલ નો જવાબ આપો , લગ્ન શું છે?

બીજી તરફ દિવ્યા પાયલ પાસે બેસી એને સવાલ કરે છે કે ,
પાયલ પ્રેમ શું છે ?

અલગ અલગ જગ્યાએ હોવા છતાં અનંત અને પાયલ બસ એક જ વાક્યમાં બંને પ્રશ્નો નો જવાબ આપી દેઇ છે
" બંધન જ્યાં કોઈ બંધાઈ જવા નથી માંગતું ."

આદિત્ય અનંતને અને દિવ્યા પાયલને આશ્ચર્ય ભરી નજરોથી કંઈ બોલ્યા વગર બસ જોયા જ કરે છે.

_______________________________________

NEXT DAY
રૂહાંન : ભાઈ...હું શું કહું , તમે આ રેડ શર્ટ પહેરો , એનાથી મસ્ત સ્માર્ટ લાગશો તમે , એકદમ કાર્તિક આર્યન
આદિત્ય : કાર્તિક આર્યનનું રેડ શર્ટ સાથે શું લેવાદેવા છે ??
રૂહાંન : લેવાદેવા તો જે છોકરી ને જોવા જાવ છો એની સાથે પણ કંઈ નથી તમારે😂😂
આદિત્ય : તું તારા બકવાસ જોક્સ તારી પાસે રાખ , અને મને કામ કરવા દે.
દેવાંગી રૂમમાં આવી રૂમને અસ્તવ્યસ્ત જોય રૂહાંન ને કહે છે , " શું હાલત કરી છે આ રૂમની , અને આદિના બધાં કપડાં બાર કેમ કાઢી મૂક્યા છે? "

રૂહાંન : મમ્મી હું ભાઈ ને ડ્રેસિંગ સેન્સ સીખાવાડું છું , છોકરી જોવા જાય અને છોકરી જ ઇમ્પ્રેસ નાં થાય એનો શું મતલબ
આદિત્ય : તને બોવ આવડે છે છોકરી ઈમ્પ્રેસ કરતાં?

રૂહાંન: હા...પૂછી જોવો કોઈ ને પણ કોલેજમાં
દેવાંગી : શું???
રૂહાંન: નાં...એટલે છોકરાઓને મારું ડ્રેસિંગ સેન્સ પૂછી જોવો એમ કહું છું , છોકરીઓમાં મને કોઈ રસ નહિ.
દેવાંગી હસતા હસતા આદિત્ય સામે જોવે છે ,
" બોલો , શું પહેરવું છે તમારે આજે "
આદિત્ય : મમ્મી...તમને ખબર છે મને આ બધામાં કંઈ ખબર નથી પડતી . તમે કહેશો એ પહેરી લઈશ.
રૂહાંન : વાહ ! શ્રવણનો અવતાર ડાયરેક્ટ મારા જ ઘરે ઉતર્યો છે😂
દેવાંગી : રૂહાંન...દરેક વાતમાં વચ્ચે બોલવું જરૂરી નથી , તારા ડેડ તને આ જ વાત માટે વારે વારે બોલે છે.
રૂહાંન : દરેક વાતમાં ભાઈનો પક્ષ લેતાં બોવ આવડે છે ને તમને , આટલી ચિંતા હોય તો કરાવી દો દિવ્યા સાથે એમના લગ્ન.
આદિત્ય : રૂહાંન
રૂહાંન ગુસ્સામાં રૂમની બાર જતો રહે છે અને દેવાંગી આદિત્ય સામે જોઈ ઈમોશનલ થઈ જાય છે.
આદિત્ય : એની વાતને તમે આટલી સિરિયસ કેમ લઈ લીધી , એ તો ગમે એ બોલ્યાં રાખે , મમ્મા.... પ્લીઝ
એને કોઈ ટોકે એટલે નથી ગમતું , એટલે એ બોલીને ગયો.
દેવાંગી : આદિ.... બ્લૂ શર્ટ સારો લાગશે
આદિત્ય સ્માઇલ આપી જવાબ આપે છે
" તો બ્લૂ ફાઇનલ "😊
________________________________


સવારના 10 વાગે ધનરાજ તૈયાર થઈ રૂમમાં પોતાની ઘડિયાળ શોધી રહ્યા હોય છે , પાછળથી દેવાંગી સરસ તૈયાર થઈને આવે છે. ધનરાજ પાછળ જોય એમને સ્માઈલ આપી ને પૂછે છે.
ધનરાજ : મારી ઘડિયાળ ક્યાં છે.
દેવાંગી : આટલાં વર્ષોથી ખબર છે કે ઘડિયાળ ક્યાં હોય છે તો પણ રોજ મેહનત કરાવવાનું શું કારણ રાજ સાહેબ?
ધનરાજ : લગ્ન પછી મારો સમય તમારો છે , ઓફિસ જાવ ત્યારે મને તમારાં હાથથી ઘડિયાળ મળે તો હું માનું છું કે તમે મને થોડો સમય ઉધાર આપ્યો , જો હું જાતે તમને પૂછ્યા વગર આ સમય લઈ લવ તો એ મારા આપેલાં સમયનું અપમાન છે એટલે જીવનનાં 28 વર્ષો મે તમારી પાસે સમય માગ્યો છે.
દેવાંગી: અને જો મે એ સમય ઉધર ના આપ્યો હોત તો?😄
ધનરાજ : તો.....હા તો પછી બજાર માંથી બીજી ઘડિયાળ લઈ લેત , એટલે પછી જેટલો જોઈએ એટલો સમય મળે😆🤣🤣
દેવાંગી: રાજ....
ધનરાજ : મેડમ...10 વાગ્યા , તમારા વરાજાને બોલાવો , જલ્દી નીકળીએ.
દેવાંગી : તૈયાર થાય છે. થોડી વારમાં આવે છે
ધનરાજ દેવાંગી સામે જોઈ એમને પૂછે છે ,
દેવાંગી કંઈ પ્રોબ્લેમ છે મારાથી??
દેવાંગી : પ્રોબ્લેમ કંઈ નથી , બસ ચિંતા છે બંને તરફની , હું કોઈ એક વ્યક્તિનો સાથ આપી શકું એવી પરિસ્થિતિ નથી , અને બન્ને વ્યક્તિઓ ખુશ રહે એવો મારી પાસે કોઈ રસ્તો પણ નથી.
ધનરાજ : હું અને મારો દીકરો અલગ નથી.
દેવાંગી : પણ મન તો બે છે તમારા બન્નેનાં , અને એ બન્ને મનને એકસાથે ખુશ રાખવા હું ગમે એટલાં પ્રયત્નો કરીશ પણ શક્ય નહિ બને.
ધનરાજ : હમમ...એક પૈડાંથી ગાડું ચાલતું હોત તો બે ની શું જરૂર હતી. અને હવે આપણે બે છીએ જ તો બધાં પ્રયત્નો આપ કરો એવી કોઈ જરૂર નથી. કદાચ તું એકલી અમારાં બન્ને ના મનને ખુશ રાખી શકે એવું શક્યના બંને , પણ ગેરંટી આપુ છું કે બન્ને એક થઈ પ્રયત્ન કરશું તો કોઈ દુઃખી નઈ થાય. અને વાત રહી આદિત્યની તો જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારો દીકરો દુઃખી થાય એ પોસીબલ જ નથી. અને વાત રહી મારી પત્નીની તો મને ખ્યાલ છે કે મને સાથ આપવા એ હંમેશા તૈયાર છે. તો પછી ચાલો મોડું થાય છે 😂નીકળીએ આપણે.
દેવાંગી : તમને કોણ રોકી શકે?🤣
ધનરાજ : ફુરસત માં કહીશ કે મને કોણ રોકી શકે 😌
_____________________________________


ધનરાજ અને દેવાંગી બાર કાર પાસે આવે છે. ત્યાં આદિત્યને જોય ધનરાજ કહે છે , " તો સાહેબ તૈયાર ? તમે "
આદિત્ય : હાં...ચાલો
ધનરાજ : એક મિનિટ...એક મિનિટ દેવાંગી અનંત ક્યાં છે.
અનંત :આ રહ્યો... તમે નીકળો હું મારી કારમાં આવું છું.
ધનરાજ : સાંભળ...આદિત્ય અને રૂહાંન આદિની કારમાં જાય છે. તું મારી કાર ડ્રાઈવ કરીલે.
અનંત :કેમ???
ધનરાજ : બસ એમજ , અંબાણીના ઘરે નથી જતાં કે 5 જણાં 3 કાર લઇ ને જઈએ.
અનંત : ચાલો...બીજું શું.
અનંત કાર ડ્રાઇવ કરતાં હોય છે અને ધનરાજ અચાનક મજાકમાં પૂછે છે ,
અનંત કેટલી મિટિંગ પોસ્પોન કરી આજની?😆😆
અનંત : જેટલી મિટિંગ DK enterprise( ધનરાજ કશ્યપ એન્ટરપ્રાઇઝ ) 3 દિવસમાં કરે એટલી.
ધનરાજ : વાહ...આટલો સમય છે તારી પાસે કે તું DK વાળાના આંકડાઓ યાદ રાખી શકે.
અનંત : સમય કાઢવો પડે , કોમ્પીટીશન વગર ધંધો નઈ ચાલે ને.
દેવાંગી : ધંધા સિવાય કોઈ ટોપિક જ નથી હોતો તમારી પાસે?
ધનરાજ : હા છે ને મારી પાસે સરસ ટોપિક , આદિત્ય નું નક્કી થઈ જાય એટલે હવે અનંત ભાઇ માટે શોધવાનું ચાલુ કરી દેવું છે.
દેવાંગી : શું કરવા ચિડવો છો એને
ધનરાજ : હું ક્યાં ચિડવું છું , લગ્ન કરવાતો સારી બાબત છે ને. લગ્ન કરી હું ખુશ છું , તું ખુશ છે , તો મારો ભાઈ ને પણ ખુશી મળવી જોઈએ ને.
અનંત : લોટરી એકને લાગે એટલે બધાંને લાગે એવું જરૂરી નથી , આના ચક્કરમાં કેટલાય દેવાદાર થઈ ગયા.
ધનરાજ : મે ક્યાં કહ્યું કે મને લોટરી લાગી.
દેવાંગી : અચ્છા...એવું છે.
ધનરાજ : અરે મતલબ મને તો જેકપોટ લાગ્યો છે. હું તો હંમેશા કહું છું કે મને તારી સાથે લગ્ન કરી બોવ મજા આવી , બીજી વાર કરું તો ના નઈ પાડતી.
અનંત : એક કામ કરો ને મેરેજ બ્યુરો ખોલી લો.
ધનરાજ : નાં... બધાં ને નથી પરણાવા , મારે તો તને પરણાવો છે , જો આજ નું આદિત્યનું ફાઇનલ થઈ ગયું , તો કાલથી તારા માટે છોકરી શોધવાનું શરું.😄😄
અનંત : હાથે કરી હૈયે વગાડવાના બોવ શોખ છે તમને ભાઈ?
દેવાંગી : હા છે ને....એટલે તો 28 થયાં ઘા વાગ્યાં એને
અનંત :🤣🤣🤣🤣🤣
દેવાંગી : શું કહ્યું ?
ધનરાજ : કંઈ નઈ , Thank You મને સાચવવા માટે દેવી 🙏🏻😆આમ જ સાચવતાં રહેજો , સંભાળતા રહેજો. અમારી કંઈ જરૂર પડે તો કહેતાં રહેજો.
અનંત : અહીંયાથી ક્યાં જવાનું છે હવે?
ધનરાજ : હા...એક મિનિટ એડ્રેસ જોઈ લવ. અહિયાં થી સીધા જઈ, ચોકડીથી રાઈટ લઈ લે. ત્યાં ધાર્વિક સર્કલ સામે હોંડા નો શોરૂમ છે એની બાજુમાં અક્ષત અપાર્ટમેન્ટ આવશે ત્યાં પહોંચવાનું છે.
દેવાંગી : ધર્વિક સર્કલ પાસે કયો મિત્ર રહે છે તમારો ??
ધનરાજ : છે એક
દેવાંગી : જોઈએ.
આજુબાજુનું વાતાવરણ અને દૃશ્ય એકદમ ધનરાજના કહેવાથી અલગ હતાં. સાદા અને સિમ્પલ મકાનોથી ભરેલાં આ વિસ્તારમાં આવી દેવાંગી અને અનંત એક જ વિચારમાં હતાં કે ખરેખર આ સરનામું સાચું છે કે પછી ક્યાંક ભટકી ગયાં.
અક્ષત અપાર્ટમેન્ટના નીચે બન્ને ગાડીઓ ઊભી રહી. અને રૂહાંન એ આવી ધનરાજ ને સવાલ કર્યો ,
રૂહાંન : ડેડ આ તો બોવ અંડર મેઇન્ટેન એરિયા છે , અહીંયા કયો દોસ્ત રહે છે તમારો?
ધનરાજ : અનંત આગળ ગાડી પાર્ક કરી આવ. અને 1st ફ્લોર ઉપર આવવાનું છે.
અનંત : તમે પહોંચો હું આવ્યો
દેવાંગી : રાજ... રૂહાંન એ પૂછ્યું કંઈક તમને.
ધનરાજ : મને ખબર છે પણ ઉપર ચાલો એટલે જવાબ તૈયાર.
આદિત્ય : ડેડ ચાલો.
ધનરાજ : બેસ્ટ ઓફ લક. Don't be nurvous.
__________________________________


મૃગતૃષ્ણા 1 : સર્વસ્વ પામી ને ઘણા અધૂરાં રહે છે અને જતું કરી ઘણાં સંપૂર્ણ રહે છે. વાત નાની પણ જીવનને ખુબ જરૂરી છે. સબંધો અને વિજ્ઞાનના આ જગતમાં તકરાર અને પ્રેમ બન્ને છે પણ ક્યાંક કંઈ ખૂટે છે અને એ છે સમર્પણ , પોતાનું વિચારતાં વિચારતાં ક્યારેક કોઈ ના વિચારનું માન કરી , જરાં બીજાના મત ને નિરખવા નો પ્રયત્ન અઘરો છે પણ અશક્ય નઈ. સાથી માતા પિતા એ શોધ્યા કે છોકરાઓ એ શોધ્યા , જરૂરી એટલું છે કે પ્રેમપૂર્ણ શોધ્યાં. પાત્ર જીવનમાં ગમે એ રીતે આવ્યું પણ જરૂરી એ છે કે જીવનમાં છે તો એ જીવન પ્રેમપૂર્ણ રહે. હું અને તું ના જગતમાં "આપણે" બની શકીએ , તો બીજે ક્યાંય સ્વર્ગ શોધવાની જરૂર નહિ પડે. વાત એક આદિત્યની કે એક ધનરાજની નથી , દુનિયામાં વસ્તી દરેક વ્યક્તિની છે , ચાહો છો કે કોઈ તમારું થાય , તો પહેલાં એનું થતાં સીખો, ચાહો છો કે કોઈ તમને સાંભળે તો એનું સાંભળતા પણ શીખવું પડશે , ચાહો છો કે કોઈ તમને પ્રેમ કરતું થાય , તો આશાનો એક અક્ષર ભરી પ્રેમ કરતાં આપણે પણ શીખવું પડશે.
____________________________________

1st ફ્લોર ઉપર ધનરાજ 104 નંબરના ફ્લેટની ડોર બેલ વગાડે છે , દરવાજો ખૂલે છે અને અંદરથી એક વ્યક્તિ સ્માઇલ કરી બધાં ને ઘરમાં આવવા માટે આવકારે છે.
ઘરની અંદરનું વાતાવરણ જોય બધાં સ્તબ્ધ થઈ જાય છે.
નરેન : આવો આદિત્ય
ધનરાજ : આ મારા પત્ની દેવાંગી , આ આપણા આદિત્ય ભાઈ અને આ મારો નાનો દીકરો રૂહાંન.
આદિત્ય નરેનને પગે લાગે છે , નરેન એમ ને અટકાવતાં કહે છે , અરે ખુશ રહો
રૂહાંન : હેલ્લો અંકલ...કેમ છો
નરેન : બસ એકદમ પરફેક્ટ
નરેન : આ પત્ની અક્ષીતા....અને મારી દીકરી ને તો ધનરાજ સાહેબ જાણે જ છે
ધનરાજ : હા..હા...કેમ નઈ😄 એમણે તો મળવા આવ્યા સ્પેશિયલ અમે.
નરેન: આવો બેસો.

બધાં ઘરમાં અંદર આવી સોફામાં બેસે છે , રૂહાંન બાજુમાં બેસી આદિત્યને થોડા ધીમા અવાજથી કહે છે ,
રૂહાંન : ભાઈ પપ્પાએ દોસ્તનું નામ કંઈક બીજું નતું કહ્યું
આદિત્ય : શાંતિથી બેસો અહીંયા તો
નરેન : ઘર શોધવામાં કોઈ તકલીફ પડી???😄
ધનરાજ : તકલીફ તો નથી પડી પણ અમારાં અનંત ભાઈ ગાડી પાર્ક કરવા ગયાં હતાં, હજી દેખાયાં નઈ😂😂
રૂહાંન : ડેડ , હું લઈ આવું એમને
ધનરાજ : હા જાઓ.
નરેન : આદિત્ય આટલાં નર્વસ કેમ દેખાવ છો ??
આદિત્ય : નાં હું નર્વસ નથી , તમે વાત કરો છો એટલે વચ્ચે નથી બોલતો.
નરેન : હમણાં શું કરો છો આપ
આદિત્ય : હમણાં મારા ડેડની કંપનીમાં સીઇઓ છું અને એમની સાથે રહી બિઝનેસ શીખું છું. બે વર્ષ પહેલાં મારું મેનેજમેન્ટ સ્ટડી પતાવ્યું. મે ચાર વર્ષ પહેલાં જ કંપની જોઈન કરી હતી. એટલે બિઝનેસમાં હજી એટલું જાણતો નથી.
નરેન : મને તમે તમારા પપ્પાની બીજી ઓરીજનલ કોપી લાગો છો. 😂😂😂 તમારાં પપ્પાને હું ઓળખું છું પણ તમારા સાથે મળી આજે વધુ ખુશી થઈ.
આદિત્ય : Thank You.
નરેન : મને ખબર છે તમે અહિયાં બીજા કોઈને મળવા આવ્યા છો , એટલે વધુ બોર નઈ કરું તમને😂
આદિત્ય : નાં એવું કંઈ નથી , તમારે જે પૂછવું હોય એ પૂછી શકો
નરેન : મારે કંઈ નથી જાણવું , 😂😂 જેણે જાણવાની જરૂર છે એ બધું જાણી લેશે.
બીજા રૂમમાંથી પ્રણવ બહાર આવે છે અને નરેન ધનરાજ ને કહે છે.
નરેન : આ પ્રણવ મારો દીકરો
આદિત્ય : મે તમને ક્યાંક જોયેલા છે.
પ્રણવ : ઓહ રીયલી....કંઈ બાજુ ?
આદિત્ય : સોરી પણ મને એટલું નથી યાદ.
પ્રણવ : નો પ્રોબ્લેમ આજે મળી ગયાં
ધનરાજ : શું કરો છો પ્રણવભાઈ તમે
રૂહાંન : હું કહું પપ્પા તમને કે એ શું કરે છે.
રૂહાંન અનંત ને લઇ અંદર આવે છે.
રૂહાંન : ડેડ આ મારા ક્લાસમાં મારી સાથે એક પાટલી પર બેસી વાતો કરે છે.
પ્રણવ : રૂહાંન... તું અહીંયા કેવી રીતે?
રૂહાંન : He is my elder brother Aditya.....
પ્રણવ : ઓહ.... અમેઝિંગ.
ધનરાજ : વાહ... બંને એક બીજાને પેલાંથી ઓળખો છો.
નરેન ભાઈ આ અનંત છે મારો ભાઈ , ઓબ્રોય ઇન્ડસ્ટ્રીનું નામ તો તમે સાંભળ્યું જ હશે.
અનંત : કેમ છો ?🙏🏻
નરેન : ખૂબ ખૂબ આભાર તમારો , તમે કામની વચ્ચે અમારાં માટે આવ્યા.
અનંત : અરે નો પ્રોબ્લેમ.
નરેન : હા મે સાંભળ્યું તો છે નામ પણ મારા ભાઈની દીકરી ત્યાં જ જોબ કરે છે. મારા ભાઇ તો ગામમાં છે પણ એ અમારી સાથે જ રહે છે. કદાચ તમે ઓળખતાં પણ હોવ
અનંત : હેડ ઓફિસમાં કે બ્રાન્ચમાં.
નરેન : બ્રાન્ચમાં જ
અનંત : શું નામ એમનું , કદાચ હું ઓળખતો હોવ.
નરેન ના ફોનમાં અચાનક એક કોલ આવી જાય છે.
નરેન : એક મિનિટ...હું વાત કરી લવ , અર્જન્ટ કોલ છે.

દેવાંગી કંઈ બોલ્યા વગર શાંત રહી ધનરાજ ને બસ જોયા કરે છે. ધનરાજ દેવાંગી સામે જોઈ સ્માઇલ કરે છે. અને કહે છે
" DON'T WORRY...."
નરેન : સોરી સોરી.....કોલ હતો એટલે જવું પડ્યું
અક્ષિતા બધાં માટે નાસ્તો લઈ આવે છે. બધાં સાથે મળી નાસ્તો કરે છે.

અચાનક બીજા રૂમમાંથી બહાર આવી કોઈ બોલ્યું ,
" પપ્પા શું થયું એ લોકો નથી આવવાના "
અવાજ સાંભળી સ્તબ્ધ બની, પાછળ ફરી આદિત્યએ જોયું અને નિશબ્દ બની ગયાં.
આશ્ચર્યમાં દેવાંગી ઊભા થઈ બોલી ઉઠ્યા
" દિવ્યા..."

જેટલાં જાણતા હતાં એ પણ મૌન બની ગયાં અને જે નતા જાણતાં એ પણ મૌન થઈ ગયાં. કારણ કે હવે બોલવા કરતાં અનુભવવા નો સમય હતો.

★★★★★★★
THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.
E-mail:- hiralzalaofficial@gmail.com