vasant villa - A haunted house - 17 in Gujarati Horror Stories by મિથિલ ગોવાણી MITHIL GOVANI books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 17

Featured Books
Share

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 17

પ્રકરણ 17

જયપાલ સુતેલા માણસ ને જોઈને ચોકી ઉઠે છે. તે પુછે છે કે સુકેશ  અહીં ક્યાંથી ? જવાબમાં તે માણસ કહે છે. હું સુકેશ નહિ પણ સુકેશ નો ભાઈ લોકેશ છું. સુકેશે મને છેલ્લા મહિના થી અહીં કેદ કરીને રાખ્યો છે.  જેથી તેને કરેલા ગુનાઓ નો ભેદ ના ખુલે પણ તમે કોણ છો અને અહીંની જડબેસલાક સિક્યોરિટી ભેદી ને તમે અંદર કઈ રીતે આવ્યા ?  જવાબમાં જયપાલ કહે છે. હું એક પ્રાઇવેટ ડિટેકટિવ છું. સુકેશ ની જાસૂસી નું કામ મારી એજન્સી ને સોંપવામાં આવ્યું છે. સુકેશ ના કોઈ સંબંધી ને સુકેશ હિલચાલ ભેદી લાગતા તેની જાસૂસી કરી સુકેશ હાલ માં શું ખેલ ખેલી રહ્યો છે તેની તપાસ અમારી એજન્સી ને સોંપવામા આવી છે. સુકેશ અને વીરેન્દ્ર પર નજર રાખતા તે બન્ને એ મળી ને અહીં કોઈ ને કેદ રાખ્યો  છે. તેવું મારા સાથી ને નજરમાં આવ્યું અને સાથે સાથે અહીં ડિજિટલ સિક્યોરિટી પણ તેણે જોઈ તે સિક્યોરિટી ને કઈ રીતે પાર કરવી તેમાં હું નિપુણ છું તેથી હું આ સિક્યોરિટી હેક કરી ને તમને છોડાવવા માટે આવ્યો છું. હવે મને તમે જણાવશો કે તમને શા માટે શી કેદ કરીને રાખવામાં આવ્યા છે. સુકેશે એવા તે શું ગુના કરેલા છે કે તેન તમને એટલે કે પોતાના સગાભાઇ ને રીતે કેદ કરી રાખવો પડે?જવાબમાં લોકેશ કહે છે. અમે બને ભાઈઓ દાસ વરસ ના હતા ત્યારે  ભુંસ્ખલનમાં અમારા માતાપિતા નું  થયું હતું. અમારા મામા અમને બંને ને ટીમની સાથે લઇ ગયા પણ અમારા મામાની આર્થિક સ્થિતિ એટલી મજબૂત ના હતી કે તેમાં બે બાળકો અને અમે બે એમ ચાર વ્યક્તિનું પૂરું કરી શકે તેવામાં અમારા દૂરના કાકા જેઓ આફ્રિકા હતા તેઓ એ સમયમાં ભારત આવેલા તે નિઃસંતાન હતા તેમને મારા કાક પાસે બેમાં થી એક ભાઈ તેઓ દત્તક લેવા માંગે છે તેવો પ્રસ્તાવ મુક્યો મામા માટે તો ભાવતું તું ને વૈધે કહ્યું જેવો ઘાટ હતો. તેઓ એ તેપ્રસ્તાવ મંજુર રાખ્યો. એકાદ મહિનામાં બધી કાયદકીય કાર્યવાહી પતાવી કાકા મને તેમની સાથે આફ્રિકા લઇ ગયા. શરૂઆત માં મહિને એકાદ વાર તેઓ મામની પાડોશમાં ફોન કરી વાત કરાવતા ધીમે ધીમે એ વ્યવહાર પણ બંધ થઇ ગયો.લગભગ વર્ષે એકાદ વાર મામા  અને સુકેશ સાથે વાતચીત થતી.  બાકી પત્રવ્યવ્હાર થતો. લગભગ આફ્રિકા ગયા પછી સાતેક વર્ષે અમે ભારત પાછા વાવેલા ત્યારે મામાના પરિવાર અને સુકેશ ને મળવા નું થયું અમે બને આ ઉંમરે પણ હજુ એકબીજાની પ્રતિકૃતિ જ લાગતા હતા. કોઈ પણ અમને જોઈ ને નક્કી  ના કરી શકે કે કોણ સુકેશ છે ને કોણ લોકેશ છે એટલે આબેહૂબ લાગતા. અમારી શરીર ની હિલચાલ પણ સરખી હતી.બસ ઉચ્છેર  અને વાતાવરણ ને કારણે અમારી વાતચીત કરવા ની ઢબ અલગ હતી. જો અમે મૂંગા બેસી રહીએ તો કોઈ પણ અમને અમારી સ્ટાઇલ પરથી પણ જુદાના પડી શકે એટલી હદે મલતાજુલતા હતા. ત્યારે અમે બે દિવસ સાથે વિતાવેલા બસ પછી બીજા પાંચેક વર્ષ પછી સુકેશ નો ફોનઆવેલો તેના લગ્ન થવા જઈ રહ્યા હતા.  અને તેણે  મને અને કાકાના પરિવાર ને લગ્ન માં આવવા ખાસ આમંત્રણ  આપવા માટે ફોન કરેલો પરંતુ કાકાની તબિયત ખુબજ ખરાબ હતી તેથી અમે તેના લગ્નમાં ના જઈ શક્યા. મેં અને કાકીએ તેને ફોન કરી ને અભિનંદન પાઠવ્યા હતા.  તેના એક વરસ પછી મેં સુકેશ ને મારા લગ્ન સમયે સપરિવાર આફ્રિકા આવવા આમંત્રણ આપેલું પણ તે એકલો જ આવેલો મામા અને મામી તેના થી નારાજ હતા. કારણ કે સુકેશે ઘરજમાઈ તરીકે રહેવા નું પસન્દ કર્યું હતું. અને તેની પત્ની કોઈ કામ ને કારણે આવી શકી નહોતી. એ આફ્રિકા આવ્યો ત્યારે જ મને ખબર પડેલી કે મામા અને મામી એ તેના લગ્ન નક્કી થયા અને તેણે ઘરજમાઈ તરીકે રહેવા નું નક્કી કેરળેલું ત્યાર થી જ તેની જોડે સંબંધ કાપી કાઢેલા તેઓ તેને લગ્ન માં પણ હાજર નહોતા રહ્યાં. કે ન તો મામાના દીકરો પણ હાજર રહેલા સુકેશ થોડા મિત્રો અને તેની પત્ની ના સગાવ્હાલા ની હાજરીઆં તેન લગ્ન કરેલા. એ  આફ્રિકા આવેલો ત્યારે તેનો પગ દાણચોરી ના કુંડાળામાં પડી ગયો હતો. મારા લગ્નમાં આફ્રિકા આવેલો ત્યારે તેની મુલાકત ડ્રગડીલર સાથે થયેલી તેને આફ્રિકા ના જંગલોમાં થતી ઝેરી વનસ્પતિ અને આફ્રિકન સાપોના ઝેર ની દાણચોરીમાં ઝંપલાવ્યું હતું. જે વાત ની જાણ મને બે વર્ષ પછી થયેલી. તેના આ ગુનાહિત ધંધા ની જાણ કોઈ પણ રીતે તેના મોટા સાળા રમેશ ને થઈ ગયેલી એથી તેણે સુકેશ ને તેણા બધાજ ગોરખ ધંધા બંધ કરવા ચેતવલો જો તે આ બંધ નહિ કરે તો તે સુકેશ ને જેલભેગો કરાવશે તેવી ધમકી પણ આપેલી. સુકેશે પણ તેની આપેલી ધમકી પછી આ બધા ગોરખ ધંધા ટૂંક સમયમાં જ આટોપી લેશે તેમ જાણવી રમેશ ની માફી માંગી લીધેલી. અને લગભગ છ મહિના માટે તેને પોતાનો આ કારોબાર સમેટી લીધેલો અને ધીમે ધીમે રમેશ ને ખાતરી કરાવી દીધી તે કોઈ જ ખોતું કામ કરતો નથી રમેશ તેને પોતાની નજર સામે ઘીદૂર થવા દેતો નહોતો. તેનો પીથોરાગઢ નો અફીણ કારોબાર પણ દહેરાદુન આવતા બંધ પડી ગયેલો કારણ કે પિથોરાગઢ હવે શ્યામ સંભાળતો હતો. અમને આમ બીજા છ મહિના પસાર થઇ ચૂકાય હતા અને હવે રમેશ ને તેના પર ભરોસો બેસી ગયો હતો. કે તે કોઈ ખોટું કામ કરતો નથી. આ બાજુ આફ્રિકા ના ડિલરોનું દબાણ ફરીથી ધંધો ચાલુ કરવા માટે વધતું જતું હતું પણ સુકેશ હમણાં ચાર છ મહિના કશું થઇ શકે તેમ નથી તેવું કહી થોડો સમય ધીરજ ધરવા કહું હું ત્યાં સુધીમાં કઈંક રસ્તો કરું છું.  એટલામાં જ શ્યામ ના લગ્ન નું નક્કી થતાંજ તેના લગ્ન થાય એ પહેલા જ પંડિત પરિવાર નું કાસળ કાઢીને પંડિત પરિવાર નો બિઝનેસ હાથવગો કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે ખતરનાક યોજના બનવી હતી અને તેમાં હું જાણેઅજાણે હાથો બન્યો હતો. સુકેશે મને ફોન કરી ને ભારત આવા જણાવેલું. તેને મારુ ખાસ કામ હતુંને મારી બે મહિના માટે જરૂર છે તો તે રીતે હું આફ્રિકા થી પ્લાનિંગ કરી ને એવું મેં પણ બહુ વિચાર્યા વગર હા પડી દીધી અને બનતી ઝડપે ભારત આવી ગયો. અહીં આવ્યા પછી તેણે  મને જણાવ્યું કે પોતે આફ્રિક ના ડ્રગડીલરો ની સિન્ડિકેટ માં ફસાયેલો છે અમુક લોકો તેની હત્યા કરવા માંગે છે. તો તારે મારા બદલે ફક્ત બે દિવસ સુકેશ બની ને મારા પરિવાર અને સ્ટાફ સાથે રહેવું પડશે. એ બે દિવસ માં મારી પાછળ પડેલા લોકો તારા પર નજર રાખી ને બેઠા હશે અને હું તેમનો રસ્તો કરી નાખીશ. પ્લીઝ મને એટલો સાથ આપ જેથી હું મારી પાછળ  પડેલા લોકો ને સાફ કરી નાખું  જેથી  મારો છુટકારો થાય. એ બે વ્યક્તિને પતાવી દઈશ એટલે હું  છૂટી જઈશ એ બે સિવાય કોઈએ મને જોયો નથી. તેઓ થોડા સમયમાં  પિથોરાગઢ આવવાના છે.ત્યાં સુધીમાં હુ તને મારા મસૂરી પસે જંગલમાં આવેલા કોટેજમાં લઇ જાવ છું.અને તને સુકેશ તારીએકે ઇમ્પ્લાન્ટ કરી દઉં  છું. આ વાત  ફક્ત મારી તારી અને મારા પી.એ  વીરેન્દ્ર વચ્ચે રહેશે. મેં પહેલા તો આનાકાની કરી પણ ભાઈ ની વિનંતી આગળ પીગળી ગયો. અને મેં તેને હા પડી દીધી. પણ એ વખતે મને ખ્યાલ ન હતો. એ વ્યક્તિએ બહુ મોટું ષડયંત્ર રચેલું હતું. તેણે  મને સુકેશ તરીકે તૈયાર કરી દીધો અને એક દિવસ આવી ને મને કહ્યું તું આજે અને કાલે મારી ઓફિસ સંભાળજે વીરેન્દ્ર તારી સાથે હશે તને કોઈ તકલીફ નહિ પડે. હું પિથોરાગઢ જાઉં છું.અને  તે પિથોરાગઢ ગયેલો પોતાના બતાવેલ ડ્રગડીલર સિન્ડિકેટના દુશ્મનો ને માંરવા નહિ પરંતુ શ્યામના લગ્ન ની તૈયારી માટે વસંતવિલામાં  એકઠા થયેલ પંડિત પરિવારનું કાસળ કાઢવા માટે એ દિવસે તે દહેરાદુન થી પિથોરાગઢ જવા નીકળ્યો અને હું દહેરાદૂનમાં તેની જગ્યા એ ગોઠવાઈ ગયો. પછી તે રાતે તેણે પંડિત પરિવાર ની સામુહિક હત્યા કરી નાખી અને લૂંટ માટે થઇ ને હત્યા કરી છે તેવું દરશ્ય ઉભું કર્યું અને તેમાં તે સફળ રહ્યો અને બીજે દિવસે સવારે વહેલા પરત આવી ને તેણે મને ફટાફટ દિલ્હી મોકલી આપ્યો અને કહ્યું મારે જલ્દી થી અહીં થી ચાલ્યું જવું જોઈએ કેમકે મારી જાન ખતરામાં છે. હું તેની વાત સાચી માની દિલ્હી આવી ગયો ત્યાં તેણે મારા માટે આફ્રિકા ની ફ્લાઈટ ની ટિકિટ તૈયાર રાખે  એટલે દિલ્હી થી બીજા દિવસે આફ્રિકા પહોંચી ગય્ર્લો. અને આફ્રિકા પહોંચ્યા પછી એક મહિના રહી ને મને જાણ થઇ કે સુકેશના સાસરિયામાં અવળો મોટો હત્યા કાંડ થઇ ગયો છે કારણ તે વખતે આજના જેટલા કોમ્યુનિકેશન ના સાધનો નહોતા. મને એ સમાચાર સાંભળી આઘાત લાગેલો અને શંકા પણ થઇ હોય ન હોય પણ આ હત્યાકાંડ સુકેશે જ કર્યો છે અને મારો પણ તેણે ઉપયોગ કર્યો છે. મેં તેને ફોન કર્યો  અને તેને એ વિષે પૂછયું તો તેણે મને નફ્ફટ થઇ ને જવાબ આપ્યો. કે મેં જ આ ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. તું દહેરાદુન સુકેશ બની ને હાજર હોય એટલે  કોઈ ને મારા પર શંકા ના જાય કે આ કામ મેં કર્યું છે. કારણ કે જો આ હત્યાઓ નો મોટીવ મારા પાર સાફ શંકા થાય તેવો હતો. પણ હું ઓફિસમાં મારા સ્ટાફ સાથે હોવ અને ઓફિસમાં ઓવેર ટાઈમ કરું તો હું શંકાના ડાયરા થી દૂર રહુ. કારણ કે આખા પરિવાર ના સફાયા પછી મિલકત અને ધંધો અને મળવાપાત્ર હોય એટલે મારા પર જ પહેલી શંકા આવે  માટે મારે આખું આ નાટક કરવું પડ્યું. હવે જો તું આ વાત કોઈ ને જણાવીશ તો આ હત્યાઓ માં તે મને સાથ આપ્યો છે એવું કહી તને પણ મારો ભાગીદાર બનવી દઈશ માટે તારું મોઢું બંધ રહે એમે જ તારી અને મારી બને ની ભલાઈ છે. આથી મેં આ વાત કોઈ ને ન જાણવી મને પોતાને નિર્દોષ હોવા છતાં આ હત્યાકાંડના  આરોપી તરીકે ફસાઈ જવું ના પડે એટલે મેં ચૂપ રહેવા નું નક્કી કર્યું. પરંતુ બે મહિના પહેલા તે જે સિન્ડિકેટ નો  સભ્ય હતો તે ડ્રગડીલરો  મને સુકેશ  સમજી ને મારી પાછળ પડ્યા હતા. તેવું મેં તેણે જણાવ્યું તો સુકેશે મને કહ્યું તું અબને એટલી ઝડપે દહેરાદુન આવી જ  અપને તેનો રસ્તો કરી નાખીશું. તેની વાત મણિ હું દહેરાદુન આવી પહોંચ્યો. દહેરાદુન આવી તે મને પાછો આ જ કોટેજમાં લઇ એવો જ્યાં હું બે મહિના માટે રહ્યો હતો. તેણે મને આ કોટેજ ના છોડવા ની કડક સૂચના આપી.અને કહ્યું કે તારી જરૂરિયાયત ની બધી  વસ્તુ તને આ વીરેન્દ્ર પહોંચાડી દેશે.  જયપાલ અને લોકેશ ની વાત ચાલુ હતી ત્યારે જ ગાડી નો અવાજ સાંભળી જયપાલ બહાર ગયો કોણ આવ્યું છે? તે જોવા     

કોટેજમાં અત્યારે ગાડી લઇ ને કોણ આવ્યા હશે વીરેન્દ્ર કે જે.ડી. ? શું જયપાલ અને લોકેશ કૉટેજમ થી ભાગી છૂટવા માં સફળ થશે કે કેમ જાણવા માટે વાંચતા રહો વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ