Zankhna - 17 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 17

Featured Books
Share

ઝંખના - પ્રકરણ - 17

ઝંખના @ પ્રકરણ 17

રુખી બા ને આત્મા રામ ની હવેલી માં ખુશીઓ નો માહોલ જામ્યો હતો ,વર્ષો પછી દીકરા નુ મોઢુ જોવા મડયુ હતુ ,મહેમાનો ની અવર જવર પણ એટલી જ હતી ,દીકરા ની ખુશી મા આખા ગામને જમાડયુ ,ને ગરીબો ને છુટા હાથે દાન પણ બહુ કર્યુ......ખેતર મા ને તબેલા મા કામ કરતાં મજુરો નુ મહેનતાણુ પણ વધારી દીધુ ....... ઘરમાં પાયલ એ પણ એનો અસલ રંગ બતાવવા નો ચાલુ કરી દીધુ ......બધાને એની સેવા મા ખડેપગે રાખવા લાગી ....
જે વારસદાર ને દીકરા માટે રુખી બા ને આત્મા રામ એ પરેશભાઈ ના બીજા લગ્ન કરાવ્યા હતા એ જ વારસદાર ને ખોડા મા લેવા માટે તરસી જતા હતા......
પાયલ હાથે કરીને એવુ કરતી , રુખી બા ને હેરાન કરવામાં એને બહુ મજા આવતી ,..... હજી તો સુવાવડ ને મહીનો ય નહોતો થયો ને પાયલ એ રુખી બા પાસે નવી નવી માંગણી ઓ ચાલુ કરી દીધી ......નવી હવેલી ની પાસે જ બીજી પૂર્વજો ની મોટી હવેલી હતી એ એના દીકરા પુનમ ના નામે કરાવવા ની જીદ અત્યાર થી લયી લીધી ....
પરેશભાઈ અને મીના બેન એ પાયલ ને ઘણુ સમજાવી આખરે જે પણ મિલકત છે એ બધી તારા દીકરા પુનમ ની જ છે ને ,દીકરીયો તો કાલે પરણી ને સાસરે જતી રહેશે તુ ખોટી ટેન્શન ના લે
પણ મોટી બેન મને તો ચિંતા થાય જ ને મારા દીકરા ની ,
જે લોકો આટલા વર્ષો પછી
તમારા જેવી કહ્યાગરી ને ચાર દીકરી ઓ ની માતા ની કદર ના કરી એ લોકો પર મને વિશ્વાસ કયાંથી આવે??? આ લોકો કાલ ઉઠી ને મારી સાથે પણ કયીક આવુ કરે તો ?? મને અને મારા ભાઈ ને ઘરમાં થી કાઢી મુકે ને આ દિકરો લયી
લે તો ??? ના ના મોટી બેન મને માફ કરજો પણ મારુ દિલ તમારા જેટલુ મોટુ નથી
તમે તો બહુ સારા છો એટલે
જ આટલા વર્ષો થી આ ડોસી ના મહેણાં ટોણા સાંભળી રહ્યા છો......ભાઈ
મારા મા તો તાકાત નથી ...મને તો મારી ,મારા ભાઈ ને મારા ભવિષ્ય ની ચિંતા છે એટલા માટે જ એ હવેલી હુ મારા ને મારા દિકરા ના નામે કરાવવા માંગુ છુ ,.......મીતા તો ઘરમાં ચાલતા આ બધા નાટક જોઈ ને ખુશ થતી હતી....
ને રુખી બા ને કહી પણ સંભાળાવતી કે દાદી હવે બોલો બોલો ......કેમ બોલતી બંધ થયી ગયી...??
મારી મા નુ તો તમે બહુ લોહી પીધુ છે અમને પણ
નથી છોડ્યા.....વગર વાકં ની બહુ ગાડો દીધી છે ,હવે
બોલો બોલો તમારી નવી પાયલ વહુ ને ....કેમ ત્યા જીભડો સિવાય જાય છે ?
આખી જીંદગી અમે બહુ સહન કર્યુ છે ,.....અમને તો બસ પથરા જ ગણ્યા છે...
લ્યો હવે આવી ગયો વારસદાર રમાડો ,ને જુલાવો પારણાં મા .....મીતા ના કડવા વેણ રુખી બા ને આત્મા રામ ના કાળજા ની આરપાર નીકળી ગયા ને પરેશભાઈ ને પણ બહુ ખોટુ લાગ્યુ....પણ એ શુ કરે ? કયી જ ના બોલી શક્યા..
કેમકે મીતા ની એક એક વાત સાચી જ હતી .....
ઘરનુ વાતાવરણ તંગ બની ગયુ એ જોઈ મીનાબેન એ જીંદગી મા પહેલી વાર મીતા ના ગાલ પર એક લાફો ઝીંકી
દીધો ......મીતા બસ ચુપ થયી જા ....કયી ભાન બાન છે તને ? મે ને તારા પપ્પા એ તને આવા સંસકાર આપ્યા છે ? આમ વડીલો ની સામે ચપ ચપ બોલવાનુ ,તને શોભે છે આ બધુ ? મીના બેન રુખી બા ના પગમાં પડી
ગયા ને બોલ્યા, માડી માફ કરો, મીતા હજી નાની બાળકી છે એનાથી ભુલ થયી ગયી ,બાપુજી માફ કરી દો મીતા ને ......મીનાબેન ને આમ દાદા દાદી ના પગે પડેલા જોઈ ને મીતા ને પણ
પછતાવો થયો.....રુખી બા બોલ્યા ના ના મીના વહુ એ નાનુ છોકરુ છે એની વાત નુ અમને કયી ખોટુ નથી લાગ્યુ.
એણે કયાં કયી ખોટુ કહયુ છે ??? અમારો જ વાકં છે
અમે જ દીકરીયો ને હમેશા અવગણી છે ને એમણે જોયુ છે એટલે એ કહેછે ....ને એમાય વડી હવે એ શહેરમાં ભણી ને આવી એટલે આપણ ને સાચા ખોટાં ના પાઠ ભણાવશે જ
ને.....મીતા રડતી રડતી ઉપર એના રુમમાં ચાલી ગયી.......ને મીના બેન રુખી મા ને મનાવવા લાગ્યા....ના
મીના વહુ તમારી કોઈ વાત નુ આજ સુધી મને દુખ નથી લાગ્યુ પણ આ આજકાલ ની તારી દીકરી એ મને આઈનો બતાવી દીધો.....
મારો સ્વભાવ એવો છે બાકી
મે આજ સુધી તને કે દીકરીયો ને કોઈ વાતે કયાં કોઈ કમી પડવા દીધી છે ?
તારા ને પરીયા ના કહેવાથી એને શહેરમાં ભણવા મુકી ,ઓછુ હતુ તો હોસ્ટેલ મા મુકી ને આજે એ મારી સામે કેટલુ બધુ બોલી ગયી
આજ સુધી મીના વહુ તમે એક શબ્દ એ નથી બોલ્યા એનુ સાટુ તારી દીકરી એ
વાડી દીધુ ........બડયા આમારા તો નસીબ જ ખરાબ છે મુઆ..... વારસદાર માટે થયી દીકરા ને બીજી વહુ લાવ્યા, એય મુયી આડી ફાટી..... દિકરા ને હાથ મા લેવા માટે તરસવુ પડે છે .... કેટલુ મન થાય છે
એને રમાડવાનુ ને પાયલ વહુ એના માટે ય કેટલુ તરસાવે છે ......હજી તો પરણી ને આવે વરસ એ નથી થયુ ને એટલામાં તો મિલકતો નામે કરાવવા ની વાતો કરે છે ...... ના ના એના બાપ ને જોર નથી આવ્યુ, આટલી સંપત્તિ ભેગી કરતાં કે જોર નથી આવ્યુ આ મહેલ જેવી હવેલી ઓ બાંધતા.....
બસ કહી દીધુ કે મારા નામે કરી દો હવેલી.....આજકાલ ની આવેલી ને શરમ એ નથી
આવતી આટલુ બોલતાં....
આ અમે આખી જીંદગી કાઢી તારા સસરા સાથે ને આખી જીંદગી ઢસરડા કર્યા ખેતરોમાં, સંપતિમા વધારો કર્યો....કોના માટે ? તમારા બધા માટે તો કર્યુ છે આ બધુ ને આજે આ દિવશો જોવાના? આજુ બાજુ મા ને ગામમાં લોકો ને ખબર પડશે તો અમારી શુ આબરુ રેશે ??? લોકો તો મજાક જ
ઉડાવશે ને ?? રુખી બા બરોબર ગુસ્સે થયી બોલતા હતાં ને મીના બેન ને પરેશભાઈ રુખી બાને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા.....ને આત્મા રામ બોલ્યા બસ હવે બિલકુલ ચુપ થયી જાઓ પરીયા ની
મા ,ખબરદાર જો એક શબ્દ એ બોલ્યા છો તો ......હુ કયાર નો કયી બોલતો નથી એટલે એનો મતલબ એવો નથી કે મને કાઈ ખબર નથી
પડતી ......આ સંપતિ નો ,આ હવેલી ઓ નો માલિક હજી જીવતો બેઠો છે ત્યા સુધી આ બધા મા થી કોઈ ને ફુટી આની એ નહી મડે ......ના ના નીકળી પડ્યા છે મોટા હવેલી નામે કરાવવા વાડા .....હજી તો આવે વરસ એ નથી થયુ ને દીકરો જણે મહીનો થયો એટલા મા તો મિલકતો લેવા ઉભા થયી ગયાં.......મીનાબેન એ સાસુ સસરા નુ સ્વરુપ પહેલી વાર જોયુ ,.....મીનાવહુ પરણી ને આવે વરસો થયી ગયા પણ આજ સુધી એના મોઢે એક દાગીનો નથી માગ્યો, એક સાડી નથી માંગી.....આટલા વરસો થી ઘર સંભાળી ને બેઠી છે અમારી સેવા કરી છે
તોય આજ હુધી એના મોઢાં માથી એક માગણી નથી નીકળી......ને આ આજકાલ ની આવેલી નાની વહુ ને મિલકતો એના નામે કરાવવી છે ,ના ના ....નવાઈ નો દીકરો જણી ને આલયો તે મોટો ઉપકાર કર્યો અમારી પર...? આ બધુ છે એ કોનુ છે ? તમારા બધા નુ જ છે ને
? અમે છાતીએ બાંધી ને જવાના છીએ ઉપર ???
એટલે પાયલ વસુ ચોકખે ચોખ્ખુ સાંભળી લેજો તમે
જેમ કહેશો એમ તો નહી
જ થાય , કોઈ હવેલી કે મિલકત કોઈ ના નામે કરવામાં આવશે નહી ....
જયાં સુધી અમે બે મોટા
બેઠા છીએ ત્યા સુધી આ મિલકત કે હવેલી ઓ ના કોઈ ભાગ પાડવામાં આવશે નહી ....સમજ્યા??? પાયલ અંદર ના ઓરડાં મા બેઠી બેઠી આત્મા રામ ને રુખી બા ની ચાબખા જેવી વાતો સાંભળી ને ઠરી ગયી ને ડરી પણ ગયી.....પાયલ ને પહેલી વાર જોવા માટે રુખી બા ને આત્મા રામ ગયા તયારે પાયલ એ આ બન્ને ને સાવ ઢીલા પોચા ગણી લીધા
હતાં.....એને એમ હતુ કે આ લોકો ને વારસદાર, બાબો જોઈએ છે એટલે ગરજવાન છે , હુ કહીશ એમ જ થશે ને હુ માગીશ એ મડશે એવુ વિચારી ને જ
પાયલ એ માત્ર મિલકત ના માટે જ પરેશભાઈ સાથે લગ્ન કર્યા હતા......પણ આજે સાસુ સસરા નુ આ સ્વરુપ જોઈ ને પાયલ ના સપનાં ઓ પર ઠંડુ પાણી વડી ગયું
એણે જોયુ કે રુખી બા ને આત્મા રામ સામે પરેશભાઈ કે મીના બેન કોઈ નુ ય ચાલતુ નથી.....પાયલ અને એના ભાઈ જનક બન્ને તો ક્યારનાય વારસદાર જન્મે ને પછી હવેલી પૈતાના નામે કરાવી લેવાના સપના જોયા હતા એ કડડભૂસ કરતાં તુટી
ગયા...... પાયલ ને તો પરેશભાઈ સાથે લગ્ન કરવામાં જરાયે રસ નહોતો
બસ એમની જમીન જાયદાદ મા જ રસ હતો
અત્યાર સુધી તો એ બધા સાથે હડી મડી ને રહેતી હતી
ને હવે ધીરે ધીરે એના સ્વાર્થી સ્વભાવ નો પરિચય ઘરનાં લોકો ને થવા લાગ્યો......
આત્મા રામ ને રુખી બા એ આપેલી ધમકી થી પાયલ ની બોલતી બંધ થયી ગયી ને એનો ભાઈ જનક પણ ચુપ થયી ગયો......બન્ને ભાઈ બેન બીજા રુમમાં જયી ગુપચુપ કરવા લાગ્યા.....લ્યો કરો મોટી બેન વાત હવે શુ ??? આપણે જે વિચાર્યું હતુ એમાનુ તો કયી જ ના થયુ ..
આ તો બેન તમારી સાથે અન્યાય થયો કહેવાય ને?
એમને જે જોઈતુ હતુ એ તમે આપી દીધુ ,ઘરનો વારસદાર, દીકરો તો પછી તમે તમારી સેફ્ટી માટે ઘર બાર ને મિલકત તો માંગો જ
ને એમા શુ ખોટુ છે ??? હા
ભાઈ જનક મને પણ બહુ શોક લાગ્યો આજે તો ,મને તો એમ કે આ ડોસો ને ડોસી તો હુ કહીશ એમ જ કરશે..
ને આટલુ બધુ સંભાળાવશે એતો મને સપને ય ખયાલ જ નહોતો....આ ડોસલા એ તો મારી બોલતી બંધ જ કરી દીધી ને ચોખ્ખી ના જ
પાડી દીધી હવેલી પુનમ ના
નામે કરવાની ..... પરેશભાઈ તો મન થી રાજી થયા કે સારુ થયુ એમને કયી બોલવુ જ ના પડયું.....બા ,બાપુજી એ જ બધુ સમેટી લીધુ ....
પણ સાલી આ પાયલ નીકળી તો નપાવટ .....આજ સુધી એની સાથે રહ્યો પણ એના આ સ્વભાવ ની ખબર પણ ના પડવા દીધી , આજે ખબર પડી.....આના કરતાં તો મીના કેટલી સારી છે ....લગ્ન ને આટલા વર્ષો થયા ચાર દીકરીયો ની મા બની પણ કદી એક રુપિયા ની માંગણી નથી કરી ને બા બાપુજી ની સેવા પણ કેટલી
કરી છે ,સામે જવાબ સુધ્ધા ય નથી આપ્યો....ને પાયલ એ તો વરસ થતા થતા તો ઘરનુ વાતાવરણ ડહોળી નાખ્યુ......મીનાબેન રસોડા મા જયી બધા માટે ચા બનાવી લાવ્યા ને આત્મા રામ ને રુખી બા ને ચા આપી ને પરેશભાઈ ને પણ ચા આપી .....રુખી બા ને આત્મા રામ ચુપચાપ ચા ની ચુસ્કી લીધી ને વિચારો મા ખોવાઈ ગયા ને પછી બોલ્યા
બેટા પરેશ એક વાત કહેવાની રહી ગયી , કે મીતા હવે વીસ વરસ ની થયી એના માટે એક મુરતીયો જોયો છે બાજુ ના ગામમાં જ ,શોભા ફોઈ એ કહેવડાવ્યું છે ,એટલે જોઈ નાખીએ ઘર બાર ને દીકરો સારો હશે તો સગાઈ કરી મૂકીશુ ને એનુ ભણવાનુ પુરુ થાય એટલે લગ્ન નુ ગોઠવીશુ
,આ અમારા બેઠા બેઠા દીકરીયો ના હાથ પીડા થયી જાય તો અમારે ઓછી ચિંતા, ને આજે આ પાયલ વહુ ની વાતો સાંભળી ને તો
હવે અમારે દીકરી ઓ નુ પણ વિચારવું પડશે ભાઈ...
હા બા તમને જે યોગ્ય લાગે તે.....મીના ને બોલવૂ હતુ પણ કયી બોલ્યા નહી ,એમણે હજી મીતા ને કોલેજ પુરી કરાવવી હતી ,પછી જ એના સગાઈ ને લગ્ન નુ વિચારવુ હતુ પણ
પરેશભાઈ એ રુખી બા ને હા કહ્યુ એટલે મીના બેન ને તો કયી બોલવાનુ રહેતુ જ નોતુ ,.....પરમ દિવશે રવિવારે જ મહેમાન ને બોલાવી લયીએ એમ નક્કી કર્યુ.......મીનાબેન મીતા ના સ્વભાવ ને સારી રીતે ઓડખતા હતા ,એ જાણતા જ હતા કે મીતા એની સગાઈ ની વાત સાંભળી ને ભડકશે ને ઘરમાં પાછો કંકાશ થશે.....એ ભગવાન ને મનોમન પ્રાથના કરવા લાગ્યા કે હે ભગવાન મારી લાજ રાખજે ,ઘરમાં આટલુ બધુ બની ગયુ છે ને એમાં જો મીતા સગાઈ માટે તૈયાર નહી થાય તો મારુ જ આવી બનશે.....ને પાયલ નો ગુસ્સો બધો બીના ના પપ્પા ને મારે સહન કરવો પડશે....
શુ કરુ હું? મીતા ને વાત કરુ કે નહી ? એને સમજાવી જોવુ ? આમ મીના બેન મોટી કશમકશ મા હતા.....મીના બેન ની વાત સાંભળી ને મીતા શુ જવાબ આપશે ??? ને મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 18.....ઝંખના.....

લેખક @ નયના બા વાઘેલા