Zankhna - 20 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 20

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 20

ઝંખના @ પ્રકરણ 20

મીતા નુ વેકેશન પુરુ થયી ગયુ હતુ ને હવે પાછા હોસ્ટેલ જવાનુ હતું.....મીતા
ની ખાસ સહેલી રીટા ને નીશાં મીતા સાથે વાત કરવા જ આવ્યા હતા ,ને મિતા ની સગાઈ ની વાત પણ વાયુ વેગે ગામમાં પસરાઈ ગયી હતી ....ને મીતા સાથે શહેરમાં કોલેજ કરતી બધા મિત્રો મયંક ને મીતા ના પ્રેમ પ્રકરણ ની વાત જાણતા હતાં.....એટલે જ રીટા ને નીશાં મીતા સાથે વાત કરવાં ને સગાઈ ની વાત મા કેટલુ સાચુ ને ખોટુ એ પણ જાણવુ હતુ ,......રીટા ને નીશાં હવેલી મા આવી ને એને જોઈ રુખી બા બોલ્યા..... કેમ અલી રીટા આમ અચાનક જ ? બા વેકેશન પુરુ થયી ગયુ છે ને
હોસ્ટેલ મા જવાનુ છે એટલે
એણે પેકીંગ કર્યુ કે નહી એ માટે જ આવ્યા છીએ....ભલે ભલે જાઓ મીતા એના રુમમાં જ હશે ઉપર ......ને રીટા ને નીશાં બન્ને ઉપર મીતા ના રુમમાં આવી......ત્યારે મીતા પોતાના કપડા વાડી ને સુટકેશ મા ગોઠવતી હતી ,
લે આ બેન એ તો તૈયારી ઓ કરી પણ લીધી ને આપણે એને વેકેશન પુરુ થયી ગયુ છે મેડમ એમ યાદ
કરાવવા આવ્યા, એમ મજાક કરી હસી પડી......
અરે શુ વાત કરે છે યાર ? અંહી તો એક એક દિવશ માડં પસાર કર્યો છે...... આખું વેકેશન પુરુ કરતાં તો આકાશ ના તારા જાણે નીચે
આવી ગયાં.....એમ કહી હસી પડી .....મારુ ચાલે તો હુ તો વેકેશન કરવા પણ અંહી ના આવુ .....અલી તમારી બધાની તૈયારીઓ થયી ગયી ને ? હા યાર એટલે તને યાદ કરાવવા જ આવ્યા હતાં....અમને તો વેકેશન ક્યારે પુરુ થયુ કાઈ ખબર જ ના પડી.....ને પછી અચકાતા અચકાતા રીટા બોલી મીતા શુ સાચી વાત છે કે તારી સગાઈ હતી ગયી કાલે ??? ને નિસાશો નાખતી મીતા બોલી શેની સગાઈ ? એતો ખાલી એક મુરતીયો આવ્યો હતો એના ફેમીલી સાથે....બસ બીજુ કયી નહી ....પણ ગામમાં તો બધા વાત કરેછે કે પરેશભાઈ ની બે દીકરીયો ની સગાઈ નકકી થયી ગયી ,શુકન નો રુપિયો પણ આપી ગયા , સાચી વાત છે ??? હા અલી તે શુ છે ?
એ લોકો એ હાથ મા શુકન આપ્યુ એટલે કયી પતી ગયુ? મારી મરજી હોવી પણ જરુરી છે ને ? ને આપણે છોકરીઓ કયી કોઈ સામાન થોડો છીએ ,જેમ કે મેજ ખુરશી કે લોકો જોવા આવે
ને આપણે શો પીસ ની જેમ ચા ની ટ્રે પકડાવી દે ને આપણે મહેમાનો સામે જવાનુ ને પછી એક પુતડા ની જેમ એ લોકો ની સામે બેસી જવાનું? ને એ લોકો આપણ ને નખશીખ નિરીક્ષણ કરે ને પછી ઉપકાર કરતાં હોય એમ એમનો જવાબ જણાવે કે તમારી દીકરી અમને પસંદ છે ને પછી હાથમાં પાંચસો એક રૂપિયો પકડાવી ને કહી દે કે આજથી તમારી દીકરી અમારી .......આ તો કયી રીત છે યાર ??? આ લોકો આ સમાજ ને આપણા માતા પિતા આપણને ગણે છે શુ ? તુ નહી માને રીટા પણ મારા દાદા દાદી કે મમ્મી પપ્પા એ એક વાર પણ મારી
મરજી નથી પુછી કે નથી પુછયુ કે બેટા તને છોકરો ગમે છે કે નહી ??? હવે તુ જ કહે યાર આવી રીતે તો કયી સગાઈ ને લગ્ન નકકી થતાં હશે ? મીતા તારી વાત સાથે હુ ને નીશાં પણ સહમત છીએ પણ મીતા તુ તો આપણુ કલ્ચર જાણે જ
છે ને આપણુ ગામડુ ,આપણો સમાજ ને આપણો પરિવાર જે કરે એ જ બધુ માન્ય ગણાય છે ....
ને આમા નવુ શું છે યાર ? આપણા સમાજમાં તો દિકરી ઓ ના એરેન્જ મેરેજ આવી રીતે જ ગોઠવાય છે ,
નજીક ના સગાંવહાલાં વાત લયી ને આવે ને આપણાં ઘરવાળા ઝાઝી પુછતાછ કર્યા વગર જ બસ સગાઈ
નક્કી કરી નાખે ,.....પણ એ બધી વાત જવા દે યાર તુ એ કહે ને કે તે શુ વિચાર્યું છે હવે ? તારા ઘર વાડા એ તો બધુ નકકી કરી નાખ્યુ છે તો શું તુ આ લગ્ન કરી લયીશ ? તુ તો મયંક ને પ્રેમ કરે છે એ વાત આખી કોલેજ જાણે છે
અલી ધીરે બોલ ,ઘરમાં કોઈ સાંભળી જશે તો મોટી મુશીબત થયી જશે , આ વાત ની હજી ગામમાં કે ઘરમાં કોઈ ને ખબર નથી ને પડવા દેવાની પણ નથી.....
નહીતર મારુ તો ભણવાનુ પણ બંધ કરાવી દેશે ,કોલેજના જલસા બધા બંધ થયી જશે ......આપણે આ સગાઈ વિશે ને એ મુરતિયા વિશે ની ચર્ચા હોસ્ટેલ માં જયી ને કરીશુ ..
ઓકે ઓકે વાંધો નહી ચાલ તો અમે નીકળી એ અમારુ પેકીંગ તો થયી ગયુ છે પણ એક બે સબંધીઓ ને મડવા જવાનુ છે ,.... એમ કહી રીટા ને નીશાં બન્ને ઘરે જવા નીકળ્યા...... નીશાં તને શુ લાગે છે આ મીતા ની સગાઈ નુ ? મીતા ના દાદી ને દાદા તો બહુ કડક સ્વભાવ ના છે એ જે ધારે એ જ એમના ઘરમાં થાય, બસ એમનુ જ ચાલે ......તે જોયુ નહી આટલી મોટી અડતાલીશ વર્ષ ના ને ચાર દીકરીયો ના બાપ માટે મેનકા જેવી નવી વહુ લયી આવ્યા એ શું હવે મીતા ને છોડશે ??? તારી વાત સાચી છે રીટા ...પણ એમા ખોટુ શુ છે ? આપણાં સમાજમાં જે ચાલતુ હોય એમ જ કરાય ને ? અને આપણાં મમ્મી પપ્પા એ આપણાં પર આટલો વિશ્વાસ કરી ને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા ને છેક શહેરમાં ભણવા મોકલ્યા, કોલેજ માટે હોસ્ટેલ નો ખર્ચો કરે છે .....તો એ પછી આપણી ફરજ મા પણ આવે છે ને કે મમ્મી પપ્પા કહે એમ કરવુ ,......ને લગ્ન એતો આખી જીંદગી નો સવાલ છે એના માટે આપણાં ઘરવાળા ઝાઝી પુછતાછ કરી અને બરોબર તપાસ કરી ને જ આપણા લગ્ન નક્કી કરાવે .....ને એરેન્જ મેરેજ નો મોટો ફાયદો એ કે કાલ ઉઠી ને સાસરે કયી તકલીફ પડે ,મુરતિયો સારો ના નીકળે તો આપણે હક થી પિયર મા પાછા આવી શકીએ.....ને લવ મેરેજ મા કોઈ ગેરંટી નહી , અજાણ્યા વયકિત ના પ્રેમ મા બસ પાગલ થયી ને ભાગી ને લગ્ન કરવા થી સમાજમાં આપણા મમ્મી પપ્પા ની ઈજજત જાય ....
ને ત્યા અજાણ્યા સમાજમાં એ સાસરુ ને એ લોકો સારા ના નીકળે તો પછી શુ ??? કયાં જવાનુ ? ને કોને કહેવાનુ ? એમા યા તો પછી પછતાવાનુ ને યા તો પછી આત્મ હત્યા કરવાનો વારો પણ આવી શકે .....બોલ રીટા મારી વાત સાચી કે ખોટી ??? હા યાર તારી વાત સો ટકા સાચી છે....
આ પ્રેમ ને આ બધુ તો ઠીક છે ઉંમર ના આ પડાવ પર કોઈ ને દીલ આપી બેસીએ પણ એની સાથે જીંદગી વિતાવવી એ તો રીસકી છે
ને સાચુ કવ તો આ ઉંમર નો પ્રેમ એ માત્ર એક આકર્ષણ જ છે .......ખબર નહી આ મીતા ડી આ બધી વાતો કેમ નથી સમજતી ? ફરેનડ તો મારે પણ છે ને તારે પણ છે ,એનો મતલબ એવો તો નહી કે એની સાથે જ લગ્ન કરવાં, ને યાર મીતા તો કેટલી નસીબદાર છે એના પપ્પા એનુ કેટલુ બધુ ધ્યાન રાખે છે ને એને વાપરવા માટે પૈસા પણ કેટલા બધા મોકલે છે ......ને બીચારા મીના માસી તો કેટલા સીધા ને સરડ છે .....જો આ મીતા ડી મયંક સાથે લગ્ન કરશે તો મીના માસી નુ તો આવી જ બનશે .....હા યાર ...પણ જવા દે આપણે શું ? એ એનો વિષય છે ને એ કયાં આપણી વાત સાંભળે એવી છે ? એને શિખામણ આપવી એટલે પથ્થર પર પાણી રેડવા બરોબર છે....
આ તો હજી એની ને મયંક ની વાતો ગામમાં કોઈ ને ખબર નથી ....બાકી આપણુ આખુ ગ્રુપ તો જાણે જ છે ને
આપણે તો શુ યાર ? બસ આપણે તો દોસ્તી નિભાવવા ની .... આપણા મા બાપ કયાં એટલા પૈસા વાડા છે કે
શહેરમાં આપણે આપણાં શોખ પુરા કરી શકીએ ? મીતા ના પૈસા થી તો આપણુ ગ્રુપ જલસા કરે છે
હા યાર એ તો બધાય જાણે જ છે એટલે તો કોઈ એની વાતો ગામમાં કરતુ નથી ....
પણ યાર આ વાત વહેલા ને મોડા ગામમાં તો ખબર પડવાની જ ને એ વખતે પરેશ કાકા ની ઈજ્જત ના ઘજાગરા થયી જવાના ....
જવા દે આપણે શુ ? જે થવાનુ હશે એ થશે ....આપણે આપણુ જોવાનુ આ પ્રેમ બરેમ તો ઠીક છે ....ટાઈમપાસ કરાય પણ આબરુ ના કઢાય. ...
આમ રીટા ને નીશા મીતા ની વાતો કરી એક બીજા ના અભિપ્રાય આપી રહી હતી ,
ને મીતા ખુશ થયી ને પોતાનો
સામાન પેક કરી રહી હતી ,
દર વખતે તો એક જ સુટકેશ હોતી સામાન મા પણ આ વખતે મીતા એ એના બધા જ કપડાં ને એના વોડરોબ મા મુકેલા ઘરેણાં બધુ જ સાથે પેક કરી દીધુ હતુ ,મીના બેન આ બધી વાત થી તદન અજાણ હતાં....ને મીતા ને એમ કે કદાચ સગાઈ માટે ઉતાવળ થી ગામડે બોલાવે તો મયંક સાથે ભાગી જવાય ,એવા ઈરાદા થી એણે બધી આગોતરી તૈયારી કરી લીધી હતી....
હવે મીતા શહેરમાં જયી એનુ ભણવાનું પુરુ કરશે કે પછી મયંક સાથે ભાગી જશે ??? મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 21 ...ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા