Zankhna - 22 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 22

ઝંખના @ પ્રકરણ 22

બીજા દિવશે મીતા કોલેજ ગયી ને ત્યા ભણવા ને બદલે મયંક ને લયી ને દુર ગાર્ડન મા ગયી ,મીતા માટે આ નવુ નહોતુ એ શહેરમાં રહી ભણવા આવી હતી ,પણ એની જગ્યાએ એ ભણવાનુ ઓછુ ને મયંક સાથે રખડવાનુ વધારે કરતી હતી ,
અઠવાડિયામાં ચાર દિવશ તો કૉલેજમાં થી બંક મારી મયંક સાથે લોન્ગ ડ્રાઈવ જતી રહેતી ,.....રીટા ને નીશા ને પણ બોય ફરેનડ તો
હતાં પણ એ મીતા જેટલુ રખડતી નહી , ભણવામાં પણ ધ્યાન આપતી ને રજા ના દિવશે જ ટાઈમપાસ કરતી ,......પણ મીતા ની વાત તો બધાં કરતાં કયી અલગ જ હતી ...એને તો મયંક સાથે સાચો પ્રેમ થયી ગયો હતો.....મીતા જ્યારે ગામડે થી શહેરમાં આવી તયારે આવી બિલકુલ નહોતી.....પણ શહેર ની હવા એ અને કોલેજ ના મિત્રો એ એને સાવ બગાડી મુકી હતી ,.....મીતા ને મયંક સિવાય બીજા કોઈ સાથે અફેર નહોતુ ,બસ મયંક ને
પહેલી વાર કોલેજ માં જોયો ને પહેલી નજર મા જ એના પ્રેમ મા પડી ગયી હતી
ગામડે તો ઘર ની ભાગોળે જવુ હોય તો ય રુખી બા થી
છુપાઈ ને જવુ પડતુ ,સ્કુલે થી સહેજ મોડુ થાય તો કેટલીય ગાડો સાંભળવી પડતી , સહેલી ઓ ના ઘરે જવુ હોય તો મીના બેન ને કેટલી ય શિફારીસ કરતી ત્યારે જવા મડતુ ,....એટલે ગામડે જેલ જેવા વાતાવરણ મા રહેલી મીતા ને બસ આઝાદી મડી એનો ભરપુર ફાયદો ઉઠાવી રહી હતી ...
મયંક એ ચુપકીદી તોડી ને બોલ્યો કેમ આજે કયીક ખોવાયેલી ને ઉદાશ દેખાય છે ? શુ થયુ મારી ડાર્લિંગ ને ? ને વેકેશન કેવુ રહયું...
બહુ મજા કરી હશે ને ? ...
બસ મયંક બહુ ગુસ્સો ના અપાવ....ગામડે શુ શુ થયુ એ રોજ એ રોજ ની માહીતી હુ તને ફોન મા આપતી જ હતી ,યાદ છે કે બસ બે દિવશ મા જ ભુલી ગયો ? તને તો બસ કોઈ ટેન્શન જ નથી ,ને અંહી મારો જીવ જાય છે ......
ઓકે ઓકે બાબા રિલેક્સ થા , હવે તુ ગામડે નથી શહેરમાં આવી ગયી છે ,શાતિ થી શ્વાસ લે ....ને
બોલ શુ અગત્ય ની વાત કરવાની હતી ? આજે મેથ્સ નો અગત્યનો પીરીયડ હતો તોય આપણે બંક મારી અંહી ગાર્ડન મા આવ્યા...બોલ હવે શુ વાત છે ? મયંક મે નિર્ણય લીધો છે કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ....વ્હોટ? લગ્ન ને એ પણ અત્યાર થી ? હજી તો જીદંગી ને માણી પણ નથી કે હરયા ફર્યા પણ નથી ને આટલી ઉંમરે લગ્ન કરી લેવાના .....ના બાબા મારી હાલ કોઈ તૈયારી નથી
લગ્ન માટેની ...હજી આપણી ઉંમર જ શુ છે ? ને આપણે જ્યારે પ્રેમ મા પડ્યા ત્યારે જ આ વાત ની ચોખવટ કરી હતી કે આપણુ ભણવાનુ પુરુ થાય પછી જ લગ્ન કરીશુ .....ને ખાશ તો તે જ
કહ્યુ હતુ કે પહેલા ભણવાનુ અને પછી લગ્ન ને એ પણ આપણા બન્ને ના મમ્મી પપ્પા ની મરજી થી .....તો પછી અત્યારે કયાં લગ્ન ની વાત લયી ને બેઠી છો ? અરે મયંક મને સમજવાની કોશિશ કર ત્યા ગામડે શુ થયુ એની તને ખબર તો છે
હજી પરમ દિવશે જ વડાલી ગામ થી મને જોવા માટે મહેમાન આવ્યા હતા ,મારા પપ્પા ના ફોઈ શીભના બા લયી ને આવ્યા હતાં....એમના કુટુંબ ના જ હતા.....ને તને ખબર છે એ
લોકો એ મને પસંદ પણ કરી લીધી અને શુકન ના પૈસા પણ હાથ મા પકડાવી દીધા .
ઓહહહ તો તો મીતા ની સગાઈ પાકકી એમને ? અરે યાર તુ મજાક ના કર ,થોડો સિરિયસ થા , આ મજાક નો
સમય નથી .....ઓકે ઓકે બોલ ,બાય ધ વે તારો મુરતિયો કેવો હતો ? ને શુ નામ છે એનું ? વંશ નામ છે ને બહુ હેન્ડસમ લાગે છે ને પરિવાર પણ અમારી જેમ બહુ સુખી છે , ઘર ગાડી બંગલો ,બિઝનેસ બધુ જ
સારુ છે ,એટલે મને ના પાડવાનુ કોઈ બહાનુ જ ના મડયુ , ને મારા ઘરનાં લોકો ની તો તને ખબર જ છે બધા કેટલા ચુસ્ત છે ,ને ઘરમાં દીકરીયો નુ કયી ચાલતુ જ નથી ,અરે દીકરીયો શું મારા
મમ્મી નુ પણ કયી ના ચાલે ,
એટલે મે પણ મજબુરી ને દબાણ મા હા પાડી દીધી છે
ને વંશ એ પણ એ વખતે જ
હા પાડી ને ગોડ ધાણા પણ ખવાઈ ગયા ને શુકન નો કાચો રુપિયો પણ અપાઈ
ગયો ને હવે ટુંક સમયમાં જ
ચાંલ્લો ને ચુદંડી ની વિધી કરી સગાઈ પાકા પાયે કરવાનુ નકકી કર્યુ છે દાદી એ, ને તુ તો જાણે જ છે ને
હુ તને કેટલો પ્રેમ કરુ છું??
તુ મારી જીંદગી નો પહેલી નજર નો પ્રેમ છે....ને લગ્ન પણ તારી સાથે જ કરીશ...
ને એનો સમય પણ આવી ગયો છે બસ તુ મને ભગાડી ને લયી જા ને લગ્ન કરીલે...
મીતા ની વાત સાંભળી ને મયંક ગેંગે ફેફે કરવા લાગ્યો,
ને શુ બહાનુ કાઢવુ એ વિચારવા લાગ્યો.....એય કયાં ખોવાઈ ગયો ? બોલ ને ? અરે મીતા આ તો બહુ
જલદીથી બધુ બની ગયુ ,...મીતા એચયુલી મે હજી લગ્ન માટે કયી જ વિચાર્યું નથી . ...ને મારા મમ્મી પપ્પા તો બહુ કડક છે
એ હાલ કોઈ કિંમતે મારા લગ્ન માટે માનશે નહી ને આપણ ને એ ઘરમાં ઘુસવા પણ નહી દે ,હવે તુ જ કહે
આપણે કોના સપોટ થી લગ્ન કરીશુ? ને લગ્ન કરી ને કયા રહીશુ ? ઘર તો જોઈએ ને ? ને લગ્ન એ કાઈ ઢીંગલા ઢીગંલી ની રમત થોડી છે ,
હજી તો ભણવા ની ઉંમર છે
ને મારી પાસે કોઈ કામધંધો પણ નથી ,...તો લગ્ન કરી રહેવુ કયાં? ને ખાવુ શું? ને
આપણા આ ભણવાનુ શુ ? બોલ હવે , મયંક તુ એ બધી
ચિંતા ના કર હૂ ઘરેથી ઘરેણાં ને થોડી રોકડ રકમ લયી ને આવી છું, ને મંદિર મા કે કોર્ટ મેરેજ કરી લયીશુ ને પછી અંહી શહેરમાં કયાંક નાનુ એવુ ઘર ભાડે રાખી લયીશુ , મીતા આ બધુ બોલવુ સહેલુ છે પણ કરવુ બહુ અઘરુ છે ...... તુ જે ઘરેણાં ને રોકડ રકમ લાવી છે એ બહુ બહુ તો છ એક મહીના ચાલશે પછી શુ ? બોલ ......તો શુ થયુ આપણે બન્ને ભણવાનું છોડી ને કયાંક જોબ શોધી લયીશુ ,
એટલે આપણુ ઘર આરામ થી ચાલી રહેશે , હજી આપણુ ગ્રેજ્યુએશન પણ પુરુ નથી થયુ આપણ ને જોબ આપશે કોણ ? .....
એ તો મડી જશે તુ એ બધુ લાંબુ ના વિચાર યાર ,મે તો
લગ્ન માટે બધુ વિચારી રાખ્યુ છે ને ઘરેથી મારો બધો સામાન ને કપડા બધુ લયી ને આવી છુ ને મારા ડોકયુમેન્ટસ ની ફાઈલ પણ
મીતા તુ કહે છે એટલા જલદીથી લગ્ન શક્ય નથી ..
ઘર વસાવવુ એ કયી રમત નથી ,ઘરવખરી ,ફર્નિચર, વાસણો ,ઘરમાં શું શું ના જોઈએ? એ બધુ ખરીદવાની તાકાત મારામા નથી ,.....તો શુ થયુ મારી પાસે પૈસા ને ઘરેણાં છે ને
બધુ મેનૈજ થયી જશે ,તુ બસ હા પાડી દે ,....મીતા જરાક સમજવાની કોશિશ કર ,લગ્ન એ આશાન બાબત
નથી .....મીતા ભડકી ને ગુસ્સે થયી બોલી એનો મતલબ એવો થયો કે તું મને
પ્રેમ કરતો જ નથી......ના યાર એવુ નથી ,હુ પણ તને બહુ પ્રેમ કરુ છું ને લગ્ન પણ કરીશ ,પણ આટલી ઉતાવળ થી નહી .....હજી બે વરસ થોભી જા તો કોલેજ પુરી થાય ને મમ્મી પપ્પા ને વાત કરુ ને એ માની જાય તો આપણે કયી ટેનશન જ નહી
અરે પણ મારી પાસે એટલો સમય નથી , બે વરસ સૂધી નો સમય નથી , પપ્પા મારા લગ્ન ટુંક સમયમાં જ કરાવી નાખશે ,.....ને હુ એ લગ્ન કરવા તૈયાર નથી ,.....હુ પણ મારુ ભણવાનુ છોડવા તૈયાર છું, ને એવડી મોટી હવેલી માં રહેવા ટેવાયેલી છું
તો ય ભાડા ના નાના મકાન મા રહેવા તૈયાર છું, તો પછી થોડુ બલિદાન તારે પણ આપવુ પડે ને પ્રેમ મા
હુ એની કયાં ના પાડું છું? પણ આટલા ઓછા સમય માં નવેસરથી બધુ જીવન મેનૈજ કરવુ સહેલુ નથી ,ને
મારી પાસે તો પૈસા બિલકુલ
નથી ,મારા પપ્પા મને ફી ને હોસટેલ ના ખર્ચ થી વધારે એક રુપિયો એ આપતા નથી એ તુ જાણે જ છે ,મારે ઘણી વાર તારી પાસે થી પૈસા લેવા પડ્યા છે એ તુ પણ જાણે છે , મયંક ની વાતો સાંભળી ને મીતા ના સપના જાણે ચકનાચુર થયી
ગયાં.....મીતા બહુ નાદાન ને ભોડી છોકરી હતી ,એણે આજ સુધી મયંક નુ ગામ, મયંક ની ફેમીલી વિશે કશુ જ પુછ્યુ નહોતુ ને મયંક એ કયી પણ કહ્યુ નહોતુ ને હા સર્કલ મા કોઈ પુછે તો હુ છેક ગાઝીયાબાદ નો વતની છું.....ને ગામડે ખેતીવાડી છે
બસ આથી વધારે કોઈ કશુ જ જાણતુ નહોતું....મીતા એના પ્રેમ મા પડી ત્યારે મીતા ના ગામનાં છોકરાઓ એ જ મયંક વિશે બધુ જાણવાની કોશિશ કરી હતી
પોતાના ગામ ની ગ્રુપ ની છોકરી ને કોઈ ફસાવી એને
ભગાડી ના જાય એની ચિંતા
પણ એ લોકો કરતાં હતાં ને
એટલે જ મયંક વિશે તપાશ કરતાં રહેતાં, મયંક બહુ ઓછા બોલો છોકરો હતો એ કોઈ ની સાથે હડી મડી ને રહેતો નહી ,એ બસ મીતા સાથે જ દોસ્તી રાખતો ને આખી કોલેજમા બીજા કોઈ
સાથે ભડતો નહી , એના આ વર્તન ના લીધે જ મીતા ના ગામનાં ગ્રુપ ને મયંક પર શંકા હતી.....મીતા બસ મયંક ના દેખાવ પર જ ફીદા
હતી ,ને મયંક ને ખબર પડી કે મીતા બહુ મોટા ઘરની દીકરી છે ને એની પાસે બહુ પૈસા હોય છે એ જાણી ને જ મયંક એ મીતા ને પોતાની પ્રેમ જાડ મા ફસાવી હતી ,..
એટલે મીતા નુ ગ્રુપ પણ કનફયુઝ હતુ કે મયંક મીતા ને સાચો પ્રેમ કરે છે કે એનો દુર ઉપયોગ કરે છે? .....
ને મીતા તો મયંક પાછળ એટલી પાગલ હતી કે સારા ખોટા ને સમજવા પણ તૈયાર નહોતી.....આજે મીતા ની વાતો સાંભળી ને મયંક બરાબરનો ફસાયો હતો ,મીતા ને શુ જવાબ આપવો એ વિચારી રહ્યો હતો ,જો લગ્ન માટે ના કહી
દે તો આવી ,સોના ના ઈંડા આપયી મરધી , હાથ મા થી ગુમાવવી પડે , મીતા ના પૈસા થી તો એ જલસા કરતો હતો , ને મીતા ના લગ્ન વંશ સાથે થયી જાય તો આવી
પૈસાદાર ઘરની છોકરી ને ગુમાવી દેવાનો પણ ડર હતો
ને બીજી બાજુ ભણવાની ચિંતા પણ હતી , હકીકત મા મયંક સાવ ગરીબ ઘર નો છોકરો હતો , માતા પિતા ને બે બહેનો ને એક નાનો ભાઈ આટલુ એનુ ફેમીલી હતુ ને બહુ મહેનત પછી મયંક ને પિતા એ શહેરમાં ભણવા મોકલ્યો હતો ,એના ભણવાના ખર્ચ માટે એના પિતાજી તનતોડ મહેનત કરતા હતાં ને મયંક ને પૈસા મોકલતો હતા.....મયંક ના મમ્મી પપ્પા ની બધી આશાઓ મયંક ભણી ગણી ને કયીક સરકારી નોકરી કરે એવુ વિચારી ને જ એની પાછળ આટલી મહેનત કરતાં.....મયંક ભણવા મા હોંશિયાર હતો પણ જ્યાર થી મીતા સાથે એની દોસ્તી થયી ત્યાર થી એ બન્ને એ ભણવાનુ ઓછુ કરી નાખ્યુ હતુ ,....મીતા ને તો ઠીક છે કે પરણી સાસરે જવાનુ હતુ ,પણ ગરીબ ઘર ના મયંક ની ફેમીલી નો આધાર માત્ર મયંક જ હતો , ને મયંક બધુ જાણતો હતો એ છતાં
શહેરમાં આવી આવારા બની ગયો હતો , મીતા અતયારે મયંક પાસે બસ લગ્ન ની જીદ લયી ને બેઠી હતી ને મયંક અવઢ મા. પડ્યો હતો કે હવે કરવુ શું?
મીતા એ તો મયંક સાથે લગ્ન ના સપના જોઈ લીધા છે ,ને
બસ પરણું તો મયંક ને એજ જીદ લયી બેઠી હતી , .....
હવે મીતા ના સપના સાચા પડે છે કે પછી મયંક એને પ્રેમ મા દગો આપે છે એ તો હવે ભગવાન જ જાણે , ...
મીતા ના જીવનમાં શુ મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 23.....ઝંખના.........

લેખક @ નયના બા વાઘેલા
Share

NEW REALESED