Zankhna - 26 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 26

Featured Books
Share

ઝંખના - પ્રકરણ - 26

ઝંખના @ પ્રકરણ 26

રાત્રે સાડા સાત વાગે હોસ્ટેલ ના ડાઈનીંગ હોલ માં બધા જમવા માટે ગયા , ને મીતા પલંગમાં જ સુયી રહી નીશાં અને રીટા એ કહયુ પણ ખરુ ચાલ થોડુક જમી લે તો
દવા પણ લેવાય, ના યાર માથુ બહુ દુખે છે એટલે જમવાની ઈરછા બિલકુલ નથી ....તમે જાઓ ને નીશા ને રીટા જમવા ગયાં, આજુ બાજુ ની બધી રૂમો મા કોઈ નહોતુ , મીતા એ એક ઓટો વાડા ને પહેલે થી કોલ કરી રાખ્યો હતો ,ગેટ ના પાછળ ના ગેટ પર ઉભા રહેવા જણાવ્યું હતુ ,....બધાં ગયા એટલે મીતા એનો સામાન લયી ને હોસ્ટેલ ના પાછળના ઝાંપે આવી ગયી ત્યા ઓટો રીક્શા તૈયાર જ હતી એણે ફટાફટ બેગો રીકશા મા મુકી ને ત્યા થી ફટોફટ રેલ્વે સ્ટેશન જવા નીકળી ગયી..
અડધો એક કલાક મા મીતા રેલ્વે સ્ટેશન પહોંચી ગયી ,ત્યા મયંક હાજર જ હતો , થોડીવારમાં જ પલેટફરોમ પર ટ્રેન આવી ગયી ,ને મયંક ને મીતા સામાન લયી ટ્રેન મા બેસી ગયા , ને મીતા ને હાશ થયી.
કે હવે એને મયંક થી કોઈ અલગ કરી શકશે નહી ,.....
મયંક તો ખુશાલ હતો કે વગર મહેનત એ લાખોપતિ બની ગયો છે, એના પરિવાર ની ગરીબી હવે એ દુર કરી શકશે ,નવી બાઈક લયી શકશે ,....એમ વિચારી મનોમન હસી રહ્યો હતો ,
એ જોઈ ને મીતા એ પુછયું શુ થયુ મયંક કેમ એકલો એકલો હશે છે ?? મીતા આજે હુ બહુ ખુશ છુ હુ તો લાખપતિ બની ગયો , મીતા
નવાઈ મ
પામતાં બોલી મિસ્ટર લાખપતિ કયી રીતે ? ખાલી મારા પતિ બની ગયા છો હાલ તો , ....ને મયંક એ વાત સંભાળી લેતા કહયુ ડાર્લીંગ તુ કોઈ મોધેરા હીરા થી ઓછી થોડી છે ??? તુ તો મારો સો કેરેટ નો ડાયમન્ડ છે....મારી વ્હાલી પત્ની છે....તારી કિમંત મારા માટે લાખો થી પણ વધારે છે , હકીકતમાં મીતા એ મયંક ને જે બેગ આપી હતી એ ટોટલ લાખો કરતાં એ વધારે હતી એટલે એ ખુશ હતો , હુ તને એટલો બધો પ્રેમ કરું છું ડીયર મીતા.....
ને મીતા ખુશ થયી ગયી ...
હજી તો અડધા કલાક ના અંતરે પહેલુ લોકલ સટેશન આવ્યુ ત્યા ટ્રેન ઉભી રહી...
ને મયંક એ કહ્યુ ઉતાવળમાં પાણી ની બોટલ લેવા ની રહી ગયી ડીયર હું પાણી લેતો આવુ , હા પણ જલદીથી આવજે મને એકલી ને બીક લાગશે , ટ્રેન ઉપડી ના જાય ,બસ આવ્યો ડાર્લીંગ એટલુ બોલી મયંક ઝડપ થી ટ્રેન મા થી નીચે ઉતરી ગયો ને મીતા ની આંખો આગળ થી ઓઝલ થયી ગયો ,.....પાંચ મિનિટ મા તો ટ્રેન ની વ્હીસલ વાગી ને ટ્રેન એ ગતિ પકડી ને પટરી પર દોડવા લાગી.....
મીતા ગભરાઈ ગયી ને બુમો પાડવા લાગી કોઈ ટ્રેન ને રોકો મારો મયંક રહી ગયો,
પણ ટ્રેન એમ થોડી ઉભી રહે ,એની સામે બેઠેલુ દંપતિ
એ એને સાંત્વના આપી અને કહ્યુ બેટા ધીરજ રાખ આમ ગભરાઈશ નહી , કદાચ તારો પતિ ફટોફટ ગાડી ના બીજા ડબ્બા મા ચઢી ગયો હશે , એ હમણાં આવી જશે ,મીતા ના તો ધબકારા વધી ગયા હતા ને મયંક હમણાં બીજા ડબ્બા માંથી આવી જશે , મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી ,..........
આ બાજુ મયંક એ પ્લાન પુર્વક ગાડી ના બીજા સટેશન પર એક ગાડી તૈયાર રાખી હતી અને પેલા કિંમતી સામાન ની બેગ ગાડી ની ડેકી મા સાચવી ને મુકી દીધી
હતી , મયંક પૈસા અને ઘરેણાં ની ભરેલી બેગ લયી
રવાના થયી ચુક્યો હતો,....
પલાયન થયી ગયો હતો ,
આગળ ના રેલ્વે સ્ટેશન પર થી એણે યુપી ની ટીકીટ બુક કરાવી હતી ,ને ટ્રેન નુ બુકીંગ પણ કરી લીધુ હતુ ,મયંક એ
ખોટુ કહ્યુ હતુ કે એ ગાજીયાબાદ ના નાનકડા ગામ નો છે .....બીજી બાજુ ટ્રેન તો એની ગતિ થી પટરી પર દોડી રહી હતી ને મીતા ભગવાન ને પ્રાથના કરી રહી હતી કે મયંક બીજા ડબ્બા મા ચઢી ગયો હોય , આજુ બાજુ બેઠેલા પ્રવાસી ઓ મીતા ને સાંત્વના આપી રહ્યા હતા.....છેવટે બીજુ સટેશન પણ આવ્યુ, મીતા બાવરી બની મયંક ની આવવાની રાહ જોઈ રહી હતી , મયંક ના જ આવ્યો, મીતા ની બધી આશા ઓ ઠગારી નીકળી, બાજુ મા બેઠેલાં દંપતી એ મીતા ને પુછયુ બેટા એ કોણ હતુ ? તારો પતિ હતો ? મીતા એ નકાર મા માથુ હલાવ્યું.....ઓહહ
તો પછી ? મીતા એ ટુંક મા જવાબ આપ્યો આન્ટી હુ અમે એકબીજાને પ્રેમ કરતાં હતાં ને અત્યારે એ મને ભગાડી ને એના ગામડે લયી
જતો હતો ,.....બધા સમજી ગયા કે આ ભોડી ,નાદાન છોકરી સાથે છેતરપીંડી થયી છે ,..... બધા પેસેન્જર ને મીતા પર દયાં આવી ને બધા એ એક જ સલાહ આપી કે
તું તારો સામાન લયી આ સ્ટેશન પર ઉતરી જા ,ને રેલ્વે પોલિશ ને જાણ કર ,
જલદી કર બેટા હમણાં ટ્રેન ઉપડશે ..... ને તુ એકલી હવે કયાં જયીશ ? તારી ભુલ સુધારી લે.....મીતા ગભરાઈ ગયી અને એકલી કયાં જશે આ ટ્રેન માં ? મયંક નુ કોઈ સરનામું, એના ગામ નુ નામ ,એના પપ્પા નુ નામ કયાં કયી ખબર છે ?
એટલે લાબુ કયી વિચાર્યા વિના પોતાની બેગો લયી ને
સટેશન પર ઉતરી ગયી, સારા લોકો હતાં એમને મીતા પર દયા આવી ને ઘણાં લોકો એ ધુતકારી પણ ખરી ને સંભાળાવવી પણ દીધુ કે આવી નાલાયક છોકરીયો સાથે આવુ જ થવુ જોઈએ
મા બાપ એ મોટી કરી અને
એજ મા બાપનો વિશ્વાસ તોડી ને બોયફ્રેન્ડ ની સાથે ભાગી જાય ... આ છોકરી સાથે જે થયુ એ સારુ થયુ આવી છોકરીયો સાથે આજ થવુ જોઈએ ,....લોકો ના અપમાનજનક વેણ સાંભળી ને મીતા રડતી રડતી સટેશન એ ઉતરી ગયી ને ત્યા બાકંડે
બેસી ને રડવા લાગી ,.....
ત્યા હાજર પેસેન્જરો એ આમ એકલી જવાન છોકરી
ને રડતી જોઈ ને રેલ્વે પોલિશ ને જાણ કરી .....
આ બાજુ હોસ્ટેલ મા રીટા અને નીશા મીતા ને ના જોતા શોધવા માટે આખી હોસટેલ ને નીચે ગાર્ડન, પાર્કીંગ મા ફરી વડયા પણ મીતા ના મડી એટલે ચિંતા મા પડી ગયા ને દરવાજે વોચમેન ને પણ પુછ્યુ કે અંહી થી મીતા ને કયાય જતાં જોઈ ? વોચમેન એ ના કહી એટલે
રીટા અને નીશા પાછા ઉપર રુમમાં આવ્યા અને વોડરોબ ખોલી ને જોયુ તો મીતા નો બધો સામાન ગાયબ હતો ,એટલે રીટા ને નીશા ગભરાઈ ગયા ને હોસટેલ ના ગૃહમાતા ને જાણ કરી અને બાજુ ના બીલ્ડીંગ મા રહેતા ગામનાં છોકરાઓ ને પણ બોલાવ્યા, ને મીતા નુ કબાટ
ખોલી ને બતાવ્યુ ને કહ્યુ કે આજે મીતા તબિયત નુ બહાનુ કાઢી જમવા નહોતી
આવી .....એટલે ગામના યુવાનો તો સમજી ગયા કે ચોક્કસ મીતા પેલા મયંક સાથે ભાગી ગયી છે, .....
હોસ્ટેલ ના સ્ટાફ ને પણ પુછવામાં આવ્યુ કે મીતા ને કોઈ એ જોઈ હતી ? બધા એ ના પાડી ....મીતા ના ગામ નુ ગ્રુપ તો ટેનશન મા આવી ગયુ કે હવે ગામડે પરેશકાકા અને મીના કાકી ને શુ જવાબ આપીશુ , એ લોકો એ આપણા બધા ના
સાથ ,સહકાર અને ભરોશે શહેરમાં ભણવા મોકલી હતી ,શું જવાબ આપીશું એના ફેમીલી ને ? રીટા ને નીશા તો રડી જ પડ્યા,
હોસટેલ નો સ્ટાફ પણ ટેન્શન મા આવી ગયો , આટલી બધી તકેદારી રાખતા હતાં એ છતા એ હોસ્ટેલ મા થી છોકરી ભાગી ગયી ,.....એના મમ્મી પપ્પાને શુ જવાબ આપીશુ ? પોલિશ સટેશન એ જાણ કરવાનુ વિચાર્યું, ને ગામ ના યુવાનો હતાં એ બધા બાઈકો લયી મીતા ને શોધવા નીકળી પડ્યા, અલગ અલગ જગ્યાએ એ ....
મીતા ના સપનાં તુટી ને ચકનાચુર થયી ગયાં, ને એકીદમ ખ્યાલ આવ્યો કે ઓહહહ, મારા પૈસા ને ઘરેણાં ની બેગ તો મયંક પાસે છે ,.....એ લયી ગયો?
ને તરતજ મીતા ના મગજમાં ઝબકારો થયો કે
ઓહોઓઓ મતલબ કે મયંકે આ બધુ મારા પૈસા ને ઘરેણાં માટે કર્યુ??? શુ મયંક
મને પ્રેમ નહોતો કરતો ? હે ભગવાન હવે સમજાયું કે એણે મને છેતરી છે ,મારી સાથે દગો કર્યો છે ,બેવફાઈ કરી છે.....ને મારા પૈસા ને ઘરેણાં લયી ને ભાગી ગયો ,શુ મારી સાથે આટલા બધા સમય થી પ્રેમ નુ નાટક જ કર્યુ??? મીતા આ બધુ વિચારી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને ત્યા જ રેલ્વે પોલિશ આવી ગયી....મહીલા પોલિશ એ મીતા ને પાણી ની બોટલ આપી.....મીતા તો સાવ ભાંગી પડી હતી ,હવે મીતા નુ શું?
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 27 ઝંખના...

લેખક @ નયના બા વાઘેલા