Zankhna - 37 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 37

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 37

ઝંખના @પ્રકરણ 37

શોભના બા ની વાતો થી કમલેશભાઈ થોડા ટેન્શન મા આવી ગયા ,ને વિચારી રહ્યા કે શોબના બા પરેશભાઈ ના સગા ફોઈ થાય છે તો આ સગાઈ ફોક ના કરે તો સારુ છે , પછી આટલુ સારુ ઘર ને આવી સરસ દીકરીયો નહી મડે.....મહોલ્લા મા ને ગામમાં વંશ અને કામીની ની વાતો ઉડી હતી ને આખુ ગામ જાણતુ હતુ ખાલી શોભના બા જ અજાણ હતાં......હકીકતમાં વંશ અને કામીની એક બીજા ના પ્રેમ મા હતાં....કામીની ની મા ગીતા કમલેશભાઈ ના ઘરે જ આશરે આવી હતી ,ને કમલેશભાઈ ના બા ,બાપુજી એ જ ગીતા ને ઘરમાં આશરો આપ્યો ને પછી કાયમ ઘરમાં સાથે ના રખાય એટલે એમના બંગલા ની પાછળ વાડા મા એક નાનુ રુમ રસોડા નુ ઘર બનાવી આપ્યુ હતુ ...ગીતા વરસો થી કમલેશભાઈ ના ઘર નુ ભેંસો નુ કામકાજ પણ કરતી....કામીની નો જન્મ પણ ત્યા જ હતો ને મોટી પણ ત્યા જ થયી હતી ,સ્વાભાવિક છે કે સાથે રહી મોટા થયા હોય એટલે એક બીજા પર પ્રેમ ભાવ અને લાગણી હોય જ.....
કમલેશભાઈ કે એમના બા, બાપુજી ને કયા ખબર હતી કે આમ મદદ કરી ને ઘરમાં આશરો આપનાર થી કોઈ દિવશ તકલીફ પડશે......
વંશ પછી ઓમ નો જન્મ થયો ત્યારે મંજુલા બેન ને ગીતા એ એક બહેન ની જેમ સાચવ્યા હતાં....આમ વંશ ,ઓમ ,કામીની ત્રણેય સાથે રમી ને મોટા થયા હતાં,
મંજુલા બેન એ કદી ગીતા ની કામીની ને પારકી ગણી જ નહોતી ,પોતાની સગી દીકરી ની જેમ રાખતાં, ઓમ અને વંશ માટે જે વસ્તુ ખરીદતા એ કામીની માટે પણ આવતુ જ.....આટલો બધો પ્રેમ ને હૂંફ જોઈ ગીતા બેન ઘણીવાર કમલેશભાઈ ને મંજુલાબેન આગળ રડી પડતા ને આભાર માનતાં કહેતા ,ભાઈ તમે આશરો ના આપ્યો હોત એ સમયે તો મારે ચોક્કસ કુવો ,હવાડો કરવો પડ્યો હોત....કેટલુ રખડી હતી પણ કયાય આશરો ન્હોતો મડયો ને એવા સમયે જમના બા એ
મને આશરો આપ્યો, ભાઈ તમારુ રુણ તો હુ સાત જનમ મા ય નહી ચૂકવી શકુ.... આમ ગીતા ઘરનાં એક સભ્ય જેવી બની ગયી હતી, મંજુલા બેન હાથે કરીને બે ટાઈમ જમવાનુ થોડુ વધારે જ બનાવતાં એટલે ગીતા ને ચુલો તો કદી સળગાવો પડતો....એટલે ગીતા ને કોઈ ઘરખર્ચ તો હતો જ નહી , દુધ પણ મફત મડી રહેતુ ,ને મંજુલાબેન એમની નવી ને નવી સાડીઓ આપી દેતાં...
ત્રણેય બાળકો સાથે રમતા રમતાં કયારે મોટા થયા ખબર જ ના પડી , વંશ બાર ધોરણ સુધી ભણ્યો ને એજ સકુલ મા કામીની દશ મા મા હતી , ને સાથે જ સકુલે જતા આવતાં.....આમને આમ બન્ને એક બીજા ને ક્યારે પ્રેમ કરવા લાગ્યા એ ખબર એ ના પડી...ગીતા બેન ભેંસો નુ છાણ વાસીદુ ને દોહવાનુ કામ કરતા ને કામીની ઘરમા કચરા પોતા ,કપડા ,વાસણો બધુ કરી લેતી ને નવરી પડે એટલે ઘણીવાર રસોઈ પણ બનાવી નાખતી.....દિવશ આખો બન્ને મા દીકરી કમલેશભાઈ ના ઘરે જ હોય
રાત નુ જમવાનુ પતે એટલે વાસણ પતાવી જમવાનુ લયી મા, દીકરી એમના ઘરે વાડા મા ખાલી સુવા જતાં, સવારે નાહી ધોઈ ને પાછા રુટીન મુજબ કામ કરતાં, ગીતા ને કામીની હોવાથી મંજુલા બેન ને તો નિરાંત હતી ,ને જમના બા, ને કાનજી બાપા ને પણ જીવન મા કોઈક નુ બહુ મોટુ કામ કરી પૂણ્ય કમાઈ લીધુ એવો સંતોષ હતો.....
એકવાર મોડી રાત્રે કમલેશભાઈ એ કામીની અને વંશ ને વાડા ના હિચંકે બેઠેલા જોયા ત્યારે એમના મનમાં શંકા નો કીડો સડવડયો ..... ને ચિંતા મા પડી ગયા....ગામમાં ને સકુલ મા તો લોકો કામીની અને વંશ ની વાતો કરતાં જ હતા પણ આ બધી વાતો થી બા ,બાપુજી પોતે ને મંજુલાબેન અજાણ હતાં....
ને એટલે જ કમલેશભાઈ એ ઘરમાં કોઈ ને વાત કર્યા વિના જ જલદીથી વંશ ની સગાઈ નકકી કરવાનુ વિચાર્યું, ને શોભના બા ને વાત કરી ને મીતા સાથે વંશ નુ ગોઠવાયુ ,.....કમલેશભાઈ એ સમય સુચકતા વાપરી ને વંશ આખો દિવશ કામીની થી ઘર મા થી દુર રહે એટલા
માટે ખેતરમાં મિનરલ વોટર નો પ્લાનટ નાખી આપ્યો ને એ જવાબદારી વંશ ના માથે નાખી અને કહી દીધુ કે , સવારે નવ વાગે ત્યા પ્લાનટ પર જવાનુ અને રાત્રે નવ વાગે આવવા નુ , સાથે સાથે ચાર માણસો ને નોકરી એ રાખી લીધા ને બે ટેમ્પા વસાવી દીધા ને આજુબાજુના વિસ્તારમાં એક પણ પ્લાનટ નહોતો એટલે એમનો પ્લાનટ સરસ ચાલતો ,આજુબાજુના ગામડા મા લગ્નો ને અન્ય પ્રસંગો મા પાણી ના જગ વંશ જ સપ્લાય કરતો.... વંશ ને કામીની થી દુર રહેવુ બહુ અઘરુ લાગતું હતુ ,આખો દિવશ નવરો પડે એટલે કામીની ને ફોન કરતો
હા ,મીતા આવી હતી ત્યારે મીતા ને પણ વંશ એ પોતાનો ફોન નંબર આપ્યો હતો ને કહ્યુ હતુ ,વાત કરવી હોય તૉ ગમે તયારે ફોન કરી નકે છે ,
પણ નવાઈ ની વાત એ હતી કે એણે મીતા ને આજ સુધી એકવાર પણ ફોન કર્યો નહોતો ને મીતા પણ કદી ફોન કરતી નહોતી , હજી એના દિલ મા પડેલા ,મયંક ના આપેલા ઘા રુઝાયા નહોતા ,પછી શુ એ વંશ ને યાદ પણ કરે ? મા બાપ ની ઈજજત માટે જ સગાઈ કરી હતી , ને વંશ કામીની સાથે વાત કરવામા થી નવરો પડે તો મીતા ને યાદ કરે ને ફોન કરે, વંશ જેવો લાગતો હતો એટલો સીધો નહોતો , એ પણ મનમાં વિચારી રહ્યો હતો કે પપ્પા એ સગાઈ આટલી જલદીથી કેમ કરી હશે ? એ જાણતો નહોતો કે પપ્પા ને એના અને કામીની ના પ્રેમ પ્રકરણ ની ખબર પડી ગયી છે ,એટલે જ પ્લાનટ ના બહાને કામીની થી દુર પણ કર્યો છે
વંશ જાણતો હતો કે કામીની
રાવડ હતી ,ને પોતે કણબી પટેલ ,સમાજ મા પપ્પા નુ નામ અને ઈજજત બહુ હતી ,ને કામીની ની મમ્મી પોતાના ઘરમાં વરસો થી એક કામવાળી બાઈ તરીકે રહેતી હતી , બન્નેએ ના સમાજ મા ને સટેટસ મા આશમાન જમીન નો તફાવત હતો ,એટલે કામીની સાથે લગ્ન ના સપના તો વંશ જોઈ જ નહોતો શકતો....
કામીની હોશિયાર હતી ,રૂપાળી હતી , પણ એના સાથે લગ્ન તો કોઈ કાડે શક્ય નહોતાં, એટલે મમ્મી પપ્પા ને તો આ વાત કરાય એવી જ નહોતી ને જો એ પોતાની અને કામીની ના પ્રેમ ની વાત, લગ્ન ની વાત ઘરમાં કરે તો ,કમલેશભાઈ બન્ને મા દીકરી ને ઘરમાં થી ને ગામમાં થી કાઢી મુકે ને પોતાના કારણે થયી કામીની ને એની મા બેધર થયી જાય ,ને પછી જાય કયાં? એમનુ તો આ દુનિયા મા કોઈ નહોતુ ,...ને કામીની સાથે ભાગી ને લગ્ન કરે તો દાદા ની પપ્પા ની ઈજજત ના ધજાગરા થાય એટલે એવો વિચાર પણ એ કરતો જ નહી,ને ચુપચાપ મમ્મી પપ્પા એ પસંદ કરી એ છોકરી ,મીતા સાથે સગાઈ કરી લીધી.....જે દિવશ થી મીતા સાથે વંશ ની સગાઈ નકકી થયી ત્યાર થિ કામીની ખુબ જ ઉદાશ રહેતી હતી..હંમેશા હસતો ચહેરો કાયમ માટે જાણે રડમસ થયી ગયો , મીતા જે દિવશે વડાલી વંશ ના ઘરે આવી ત્યારે કંકુ પગલા ની વિધી જોઈ ને એની આંખો રડી ઉઠી ને પેટમાં બહુ દુખે છે એવુ બહાનુ કાઢી ને વાડા મા એના ઘરે જતી રહી ને આખી રાત રડી...બીજા દિવસે એની આંખો જોઈ કમલેશભાઈ સમજી ગયાં કે લોકો ની વાતો સાચી છે ,આ બન્ને એકબીજાને બહુ પ્રેમ કરતાં હશે , ગીતા અને મંજુલા બેન એ પુછયુ કામીની આંખો કેમ લાલઘુમ થયી ગયી છે? એ તો કાલે આંખો મા ઘાસ નો કચરો ગયો હતો એટલે આખો ચોડી એટલે લાલ થયી છે....કામીની ની હાલત ના કહેવાય કે ના સહેવાય એવી થયી ગયી હતી ,....ત્યા મીતા મયંક ને ભુલી શકતી નહોતી ,ભલે મયંક એ મીતા ને પ્રેમ નોતો કર્યો પણ મીતા એ તો જીંદગી મા પહેલી વાર સાચો પ્રેમ મયંક ને જ કર્યો હતો....મીતા હજી પણ મયંક ને યાદ કરી રડી લેતી..
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 38..ઝંખના

લેખક @ નયના બા વાઘેલા