Zankhna - 40 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 40

ઝંખના @ પ્રકરણ 40

મીતા ને વંશ ની આવી વર્તણુક જોઈ મીતા ટેન્શન મા આવી ગયી હતી , દિવશે ગમે ત્યારે હવે વારેઘડીએ વંશ ને ચેક કરવા ફોન કરતી, ને વયસત આવતો ને મોડી રાત્રે ચેક કરે તો ફોન ની રીગં આવતી પણ ફોન ઉપાડતો જ નહી.....મીતા વંશ ને પ્રેમ નોતો કર્યો ને હજી પણ નહોતી કરતી , પણ લગ્ન તો એની સાથે જ કરવાના હતાં એ વાત નકકી હતી ,ને આખી જીંદગી વંશ ના ઘરે જ રહેવાનુ છે એટલે એના વિશે જાણવાની ઉત્સુકતા એનાં મનમાં જાગી હતી....
મીતા ટેન્શન મા આવી ગયી ને એને કોલેજના મિત્રો એનુ ગ્રુપ યાદ આવ્યુ, એટલે મીતા એ એની બેસ્ટ ફ્રેન્ડ રીટા ને ફોન લગાવ્યો......
સાજં નો સમય હતો રીટા ને નીશાં બન્ને ફ્રી બેઠી હતી.....
મીતા નો ફોન જોઈ બન્ને સખી ઓ ખુશ થયી ગયી...
હાઈ ,મીતા કેમ છે યાર ? બહુ દિવશે ફોન આવ્યો તારો ? હા યાર તમારી ને કોલેજ ની યાદ આવી ગયી એટલે થયુ લાવ તને ફોન કરુ ,.....શુ ચાલે છે યાર હોસટેલ મા અને કોલેજ માં
? બસ જલસા છે યાર મીતા ,પણ તારા વિના પહેલા જેવી મજા નથી આવતી .....ને હા તારી સગાઈ ને ચુદંડી ની વિધી શાંતિ થી પતી ગયી ને ? ને
કેવો છે તારો થનાર પતિ વંશ
? સારો છે યાર , દેખાવ મા તો હેનડસમ છે ને બે વાર મુલાકાત થયી સવભાવ પણ સારો લાગ્યો, ઘરબાર પણ બહુ સુખી છે , વાંધો આવે એમ નથી પણ એક પ્રોબ્લેમ છે યાર , મીતા એ અચકાતા અચકાતા દિલ ની વાત રીટા સાથે શેર કરી....યાર બધુ તો બરાબર છે પણ વંશ ફોન પર વાત નથી કરતો , અમે એના ઘરે ગયા ત્યારે એણે જ નંબર આપ્યો હતો , મે કદી ફોન કર્યો નહી પણ આ છેલ્લા અઠવાડીયાથી હુ ટેન્શન મા આવી ગયી છું,
કેમ મીતા શુ થયુ ?? યાર હુ એને દિવશે ફોન કરુ છુ તો સતત વયસત આવે છે ,એક વાર ,બે વાર ,પછી તો કલાકે કલાકે ચેક કર્યુ, આખો દિવશ એ બીઝી હોય છે ફોન માં ને રાત્રે કરુ છું તો એ
ઉપાડતો જ નથી , શુ એ ગધેડો જોતો નહી હોય મારા મીસકોલ ? ને આખો દિવશ કયાં બીઝી રહેતો હશે ? ને શુ એ મારો ફોન વેઈટીંગ મા આવે છે એ પણ જોતો નહી
હોય ? ઓહહહ પણ મીતા એવુ હોઈ શકે ને એનો બિઝનેસ છે તો કસટમરો ના કોલ હોય ,ને રાત્રે બીચારો થાક્યો પાક્યો હોય તો વહેલો સુયી જતો હોય ,એવુ બની શકે ને ? પણ યાર રીટા ફોન મા મારા મીસકોલ તો જુએ તો એક મીનીટ માટે તો વાત કરી શકે
ને ? કમસેકમ એક મેસેજ તો કરી શકે ને ? અને વંશ નો બિઝનેશ કાઈ હીરા ઝવેરાત નો નથી , મિનરલ વોટર, પાણી નો એક સામાન્ય બિઝનેશ છે ,એવો તો મોટો બિઝનેસ મેન નથી એ , રીટા મને શક જાય છે એની પર.....જેમ મારુ મયંક સાથે હતુ એવુ કયીક વંશ ને કોઈ છોકરી સાથે લફડુ તો નહી હોય ને યાર ?
ના ના મીતા આવુ ના વિચાર
તારી સગાઈ પાકકી થયી ગયી છે ને લગ્ન પણ નજીકમાં છે તો મન માં ખોટા વિચાર ના લાવ ,આતો આખી જીંદગી નો સવાલ છે
લગ્ન પછી આખી જીંદગી એની સાથે કાઢવાની છે તારે
ને સબંધો મા અત્યાર થી શક ને વચ્ચે લાવીશ જ નહી
હા યાર રીટા તારી વાત સાચી છે , મે એટલે જ તને ફોન કર્યો, તારી સાથે વાત કરીને શાંતિ થયી ,ને હાશ પણ થયી ,.....ને હા મીતા ગયી કાલે વિશાલ પર તારા
પપ્પા નો કોલ આવ્યો હતો ને મયંક ની કોઈ ભાડ મડી કે
નહી ? એનો અતો પતો મડયો કે નહી એ વિષય મા પુછતાં હતાં.....હમમમ ..મીતા તને મયંક ના એક પણ મિત્ર નો કે એના ઘરનો ફોન નંબર કે સરનામા ની બિલકુલ ખબર નથી ? ના યાર ,હોત તો હુ એ પોલિશ ને જણાવ્યા વિના રહેત ? પ્રિન્સિપાલ ને પણ જણાવ્યા વિના રહેત ?
એ નાલાયક મારુ લાખો રુપિયા નુ કરી ગયો , ને હુ જોતી રહી ગયી ,હુ કેટલી પાગલ છું, પોતાની જાત ને બહુ હોશિયાર ગણતી હતી પણ હુ તો સાવ ડોબી નીકળી.....એ નાલાયક ના લીધે મારી જીંદગી બગડી ને
મારા લગ્ન એના કારણે જ આટલા જલદીથી થયી રહ્યા છે , મારુ એન્જિનિયર બનવાનું સપનુ પણ અધુરુ રહી ગયુ ,એમ કહેતા તો મીતા રડી પડી.....અરે યાર
પ્લીઝ ચુપ થયી જા ,રડ નહી
જે થવાનુ હતું એ થયી ગયુ ,
રીટા એ મીતા ને સમજાવી ને શાતં પાડી , મીતા ના મન પર મોટા પથ્થર જેટલો બોઝ હતો , એના જોયેલા શમણાં
રાખ બની ગયાં હતાં...અરમાનો આશુ બની વહી ગયાં હતાં.... સપના ચકનાચુર થયી ને વેરાઈ ગયાં હતાં....એ જાણતી હતી કે એની એક ભુલ એની જીંદગી ને ખતમ કરવા માટે બહુ હતી ,.....રીટા અને નીશા સાથે વાત કરી મીતા હડવી થવા માગતી હતી પણ મયંક ને યાદ કરી પાછી ટેન્શન મા આવી ગયી , ને પોતે કરેલી ભુલ થી એ પરેશાન થઈ રહી હતી ,ને પોતે કરેલી ચોરી નો આરોપ નિર્દોષ જનક મામા પર આવ્યો એનાથી પણ ડીસ્ટર્બ હતી , ભુલ એની હતી અને
બા ના મહેણાં ટોણાં પાયલ ને સાંભળવા પડતા હતાં એ ઘણી વાર વિચારતી કે બા ,બાપુજી સામે પોતાનો ગુનો કબુલી લે ,ને પાયલ માસી ને જનક મામા ને શાંતિ થાય ,પણ એ પછી ચોરી ની કબુલાત સાથે સાથે
પોતાના લફડા ની વાત પણ બહાર આવી જાય ને એ જાણ્યા પછી બા મમ્મી નુ જીવવા નુ હરામ કરી નાખે ,
ના ના એવી ભુલ પણ ના કરાય ને એ દિવશે ગાડી માં
પપ્પા એ સાફ કહ્યુ હતુ કે આ વાત ને અંહી જ દબાવી દેવી ...... મીતા નું મનોમંથન એને પરેશાન કરી રહ્યુ હતુ
ને હવે વંશ ના બદલાયેલા વ્યવહાર નુ ટેન્શન હતુ ,આખી જીંદગી એના ઘરે વિતાવવાની છે ને વંશ તો ફોન પર રીપ્લાય નથી આપતો તો એની સાથે જીંદગી કેવી રીતે કાઢીસ...
બધી ભુલ મારી છે ,કાશ વધુ
ભણવા નો મોહ રાખ્યો જ ના હોત ,આ શહેરમાં ગયી ને ત્યારે મયંક મડયો ને બસ ત્યાથી જ આ વણનોતરી
મુશીબતો ની વણજાર ચાલુ થયી..... આ બાજુ મયંક પણ પરેશાન હતો કે આ મહીના મા લગ્ન ફાઈનલી થયી જશે ને કામીની નુ શુ થશે ?..... ને આ મીતા આખો દિવશ ફોન કરી ચેક કરવાનુ ચાલુ કરી દીધુ છે ને રાત્રે કામીની સાથે સમય પસાર કરવાનો હોય ત્યારે રાત્રે પણ એનો ફોન સતત આવ્યા કરે છે.... વંશ જાણી જોઈ ને મીતા ને ઈગનોર કરતો હતો , કે આવુ કરવાથી મીતા સામે થી સગાઈ તોડી નાખે ,લગ્ન માટે ના પાડી દે ,....હુ તો પપ્પા ને મારી કે કામીની ની વાત કરી શકવાનો નથી ને લગ્ન પણ થવાના નથી ....હુ આવુ કરીશ તો કદાચ મીતા મારી પર વહેમાય ને સગાઈ ફોક થયી જાય ,....બસ આ જ કારણસર હુ મીતા ને ઈગનોર કરુ છું.....હુ મીતા સાથે લગ્ન કરીશ તો પણ એને દિલ થી પ્રેમ નહી કરી શકુ કે ના તો અપનાવી શકુ ,
ને આમ મીતા સાથે પણ અન્યાય થશે ,એની જીંદગી પણ બગડશે ,મારી પણ બગડશે .....હુ મીતા ને પહેલી વાર જોવા ગયો ત્યારે
એણે આ જાણવાની કોશિસ કરી હતી કે મારી જીંદગી મા બીજુ કોઈ તો નથી ને ,એટલે જ એણે સવાલ કર્યો હતો કે લવ મેરેજ જેવી મજા એરેન્જ મેરેજ મા ના આવે , એક બીજા ને ઓડખતા પણ ના હોય ને અજાણ્યા બે વ્યકિત ઓ નુ લગ્ન એ ખરેખર નવાઈ જેવુ નથી લાગતુ? કાશ મે ત્યારે જ મીતા ને કામીની વિશે જણાવી દીધું હોત તો સારુ હતું , મને એમ કે હજી લગ્ન ને એકાદ બે વર્ષ ની વાર છે ત્યા સુધી મા તો કયીક રસ્તો નીકળી જશે ,પણ આતો ઉંધુ થયુ ,
આટલા જલદીથી લગ્ન થયી જશે , કામીની સાથે દગો થશે , એ મને દિલોજાન થી પ્રેમ કરે છે ને પછી મીતા સાથે લગ્ન થતા કેવી રીતે જોઈ શક્શે? એક જ ઘરમાં રહેવાનુ છે એ બન્ને ની સાથે,
કામીની ને દિલ થી તો પત્ની માની લીધી જ છે ,ને મીતા ને સમાજ ની સામે પત્ની નો દરજ્જો આપીશ ત્યારે કામીની ના દિલ પર શું વિતશે ? હે ભગવાન કયીક રસ્તો બતાવ ,આ લગ્ન હાલ પૂરતા રોકાઈ જાય વરસ માટે તો પણ સારુ , હુ માનસિક રીતે આ લગ્ન માટે બિલકુલ તૈયાર નથી...વંશ આખી રાત ઉંઘી શક્યો નહિ
ને , કમૂરતા ઉતરી ગયા હતાં ને આજે કમલેશભાઈ ને ,એમના મોટા કાકા ને એમના દિકરા એમ સાત માણસ લગ્ન જોવડાવવા માટે સરથાણા જવા નીકળ્યા
વંશ ને તો આ વાત ની પણ ખબર નહોતી એ સવારે મોડો જાગ્યો ત્યારે ચા આપતાં મંજુલા બેન એ જણાવ્યું કે આજે તો ખુશી નો દિવશ છે ,તારા પપ્પા ને કાકા બધા તારા લગ્ન જોવડાવવા સરથાણા ગયાં
સાંજે જ ખબર પડી જશે ,
લગ્ન ની તારીખ.....વંશ ભડકયો, ... પણ મમ્મી આ પપ્પા કેમ મારી પાછળ પડી ગયાં છે ? પહેલા કહે કે ખાલી છોકરી જોઈ રાખીએ ,પછી કહે છે કે ખાલી સગાઈ કરી મુકીએ ,લગ્ન વરસે બે વરસે કરીશું, ને એમનો નિર્ણય એકદમ બદલાયો ને આ ઘડીયા લગન ? મને તો કોઈ
પુછતુ ય નથી .... બેટા તારા પપ્પા જે પણ કરે છે એ તારા સારા માટે જ કરે છે ને
તુ કયાં નાનો છે , બે ભાઈ
ઓ મોટા થયી ગયા ,હવે ઘરમાં વહુ લાવિ દયીએ તો સારી જ વાત છે ને ,અને આ તારા દાદા દાદી પણ કહ્યા કરે છે કે અમારા બેઠા જ બે ય દીકરા પરણી જાય તો અમારા જીવ ને પણ શાંતિ થાય , વંશ ચા પી ચુપચાપ ત્યા થી નીકળી ગયો ને બાઈક લયી પ્લાનટ પર પહોંચી ગયો,....અંહી રુખી બા ને આત્મા રામ મહેમાનો ની રાહ જોઈ ને બેઠા હતાં ને ,પાયલ અને મીના બેન ને રસોઈ મા આ બનાવજો ને સો થી પહેલા મીઠાઈ ની ને પુંજા ની થાડી ઓ તૈયાર રાખજો ,ને હા ઉપર કબાટમાં થી મીતા ની અને સુનિતા ની જન્મકુંડળી લયી આવી પૂજાં ની થાડી મા મુકો ,રુખી બા નો હરખ માતો નહોતો એ જોઈ આત્મા રામ બોલ્યા, ધીમા પડો પરીયા ની બા ,આજે લગન નથી ,ખાલી મુહૂર્ત જોવા મહેમાન આવે છે ,...
ઈ તમને નયી હમજાય , ઘરમાં આનંદ નો પ્રસંગ છે ,
બે દીકરીયો ના લગ્ન નક્કી થશે ,....પરીયા આપણાં ગોર મહારાજ ને ફોન કર ને કેટલે રહ્યા??? એમને કાલ કીધુ તો હતું કે સવારે દશ વાગે હવેલી એ આવી જજો
આ અગિયાર વાગવા આવ્યા, ફોન કરી પુછ તો ,કેટલે રહ્યા ગોર ???
પાયલ ઘરમાં પડદા ને સોફા ના કવરો બદલી નાખ્યા ને બહાર ઓશરી ની બૈઠકો મા નવી ચાદરો પાથરી દીધી ,મીના બેન પુંજા ની થાડીઓ તૈયાર કરી ટેબલ પર મુકી ને મીઠાઈ ના બોક્સ પણ ત્યા મુકી દીધા ને ,રસોઈ ની તૈયારીઓ મા લાગ્યા, પંદરેક જણ ની રસોઈ બનાવવા ની હતી એટલે ખેતરે થી રમણ રાધા ને મદદ કરવા મૂકી ગયો હતો ને એ પણ ટાપા કરવા ત્યા જ રોકાયો હતો ,.....દોઢેક કલાક ના સફર બાદ કમલેશભાઈ સરથાણા આવી પહોંચ્યા....પરેશભાઈ એ ને આત્મા રામ એ મહેમાનો નુ ભાવભીનુ સ્વાગત કર્યું.....બધા એ રામ રામ કર્યા ને પોતપોતાની બેઠક લીધી ,ને એટલાં મા ગોર મહારાજ પણ આવી ગયાં.....મીના બેન એ મહેમાનો માટે પાણી મોકલાવ્યું ને ચા ની તપેલી ગેસ પર ચડાવી , પાયલ ઉપર જયી મીતા ને સાડી પહેરાવી નીચે લયી આવી ,
મીતા એ રુખી બા ને પુછ્યુ
હતુ કે બા ડ્રેસ પહેરુ તો નહી ચાલે ? પણ રુખી બા એ ચોખ્ખી ના પાડી ના ,હવે સાસરી વાડા સામે ડ્રેસ પહેરી ના જવાય ,સાડી જ પહેરવી પડે ,ને મીતા ને સાડી
પહેરવી જ પડી ,.. જીન્સ, ટીશર્ટ પહેરી શહેર માં, કોલેજમાં કરેલા જલસા યાદ આવી ગયાં.....ને મન રડી ઉઠયુ ,હાથે કરેલા હૈયે વાગ્યા .....બીચારી મીતા ના સહેવાય કે ના રહેવાય ,કોને કહે પોતાની કથની ? ચા તૈયાર થયી એટલે મીતા બધા મહેમાનો ને ચા આપી આવી ને બધા ને પગે લાગી ,
લગ્ન તો સુનિતા ના પણ થવાના હતાં પણ આ બધા રીવાજો ખાલી મીતા ને જ નીભાવવા નુ કહેવાતુ , સુનિતા તો હજી નાની છે એમ કહી એને કોઈ કશુ જ ના કહેતુ ,....ચા નાસ્તો પત્યા પછી ગોર મહારાજ નીચે ગાદી નાખી બેઠા ને આગળ બાજોટ મુકાવ્યો, મીના બેન
પૂજા ની થાડી ,અને બે ય દીકરીયો ની જન્મ કુડણી ઓ બાજોટ પર મૂકી ગયા ,
ગોરમહારાજ એ વારાફરતી વંશ અને મીતા ,સુનિતા અને ઓમ ની કુડણી ઓ જોઈ ને પછી એક કૉરા કાગડ પર કયીક યંત્ર દોરયા ને આગંડી ઓ ના વેઢે કયીક ગણત્રી ઓ કરવા માંડી.....ને પછી ખુશ થતા બોલ્યા, જજમાન બેય દીકરીઓ ની ને જમાઈ ની કુડણી ઓ સરસ રીતે મડે છે , લગ્ન જીવન સુખમય જશે ,......ને હા લગ્ન ના બે મુહરત સારા છે આ મહીના માં,....એક છે ,આ પંદર તારીખ ને બીજી છે પચીસ તારીખ,આ બેય તારીખો લગ્ન માટે શુભ છે ,....બોલો તમને કયી માફક આવે છે ? તો એ પ્રમાણે લગ્ન લખું.....રુખી બા ને આત્મા રામ બોલ્યા આ પંદર તારીખ જ રાખો , સારુ રહેશે ,વેવાઈ તમને પંદર તારીખ કયી વાંધો તો નથી ને
? કમલેશભાઈ બોલ્યા ના ના કોઈ વાંધો નથી ,ગોર મહારાજ કહે ને તમે વડીલો કહો એ જ બરાબર, લખો લખો ગોરમહારાજ પંદર તારીખ ના લગન લખો ,...
ને ગોર મહારાજ એ કાગળ પર લાલ પેન થી લગ્ન લખ્યા ને થાડી મા સાથીયો દોરી કંકુ ચોખા થી પુંજા કરી લગ્ન લખી એમા મુકયુ,,ગોર મહારાજ બોલ્યા, દીકરી ની મમ્મી આવો ને આ લગ્ન ને કંકુ ચોખા થી વધાવો ,.....મીના બેન એ પાયલ ને જવાનુ કહયુ ,ને પોતે મીઠાઈ ની થાડી લયી આવ્યા, પાયલ એ લગ્ન વધાવ્યા ને થાડી લયી અંદર મંદિર મા મુકી , પરેશભાઈ ને કમલેશભાઈ એ એક બીજા ને મીઠાઈ ખવડાવી ને વધામણા આપ્યા,....બધા મહેમાનો ને પણ પોતાના હાથે મો મીઠું કરાવ્યું .......
રુખી બા ને આત્મા રામ તો ખુશ ખુશ થયી ગયા ,હાશ એક માડંવે બેય દીકરીઓ ના લગ્ન પતી જશે ,શાંતિ...
મીતા લગ્ન ની તારીખ સાંભળીને સીધી ઉપર એના રુમમાં ગયી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.....સુનિતા તો મનોમન ખુશ થતી હતી એને તો પહેલી વાર વંશ સાથે ઓમ આવ્યો ત્યાર થી ઓમ
બહુ ગમી ગયો હતો ,એટલે એતો લગ્ન ની વાત થી ખુશ હતી , બસ મીતા જ નાખુશ હતી ,પણ શુ કરે એના હાથમાં કયી જ નહોતુ એ પોતાની કિસ્મત ને મનોમન કૉસતી હતી.....મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
41 @ ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા