Chorono Khajano - 41 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 41

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 41

ઓળખાણ


दिवान: वैसे भी बारिश आज नही आ रही, क्यों न हम दोनो तारीसरा चले। वहां जो काम होगा वो करेंगे और यहां सरदार से दूर रहूंगा तो उन्हे कोई तकलीफ तो नही दूंगा। દિવાન પોતાની વાત ફિરોજ સામે મૂકતા બોલ્યો.

फिरोज: देखो, अभी अभी तुम्हारी बेटी आई है, मेरे खयाल से तुम्हे उसके पास रुकना चाहिए। मुझे कोई दिक्कत नही है वैसे तुम्हारे साथ तारीसरा चलने में, लेकिन एकबार हमे सरदार से मिलकर जाना चाहिए। फिर भी जैसा तुम कहो।

दिवान: ठीक है, मैं अभी सरदार से बात करता हु।

फिरोज: अभी, अभी नही। पहले डेनी को थोड़ा ठीक होने दो। अभी वो डेनी को लेकर सदमे में होगी। सब थोड़ा सा थम जाए उसके बाद कल बात कर लेना। हम कल चले जायेंगे। દિવાનની ઉતાવળ અને તેના પોતાની ઉપરના ગુસ્સાને થોડોક શાંત કરવા માટે ફિરોજ બોલ્યો.

दिवान: हां, ये भी ठीक है।

આ બાજુ ડેનીને હવે તેના રૂમમાં શિફ્ટ કરી દીધો હતો. સિરત હજી પણ તેનાથી જરા સરખી અળગી ન્હોતી થઈ. ડેની તેને પોતાના માટે આવી રીતે દુઃખી થતી જોઇને મનોમન સિરત માટે અતિશય ભાવુક થઈ રહ્યો હતો. તે જાણતો હતો કે સિરત પણ તેને પ્રેમ કરે છે પણ ક્યારેય સિરતે આવી રીતે તેને એહસાસ ન્હોતો કરાવેલો.

सीरत: कैसा लग रहा है अब, ज्यादा दर्द तो नहीं हो रहा न? ડેની ના બેડ પાસે એક નાના સ્ટૂલ ઉપર બેઠેલી સિરતે પૂછ્યું.

डेनी: नही, मैं ठीक हु अब। लेकिन तुम मुझसे भी ज्यादा परेशान हो रही हो सीरत। मेरी चिंता मत करो। थोड़ी सी ही तो लगी है, कल तक तो मैं ठीक हो जाऊंगा, देखना। સિરત વધારે ચિંતા ન કરે એટલે ડેની બોલ્યો. જો કે દુખાવો તો એને થઈ જ રહ્યો હતો.

सीरत: तुम्हे ठीक होना ही होगा। हम दोनो को मिलकर ही तो सब कुछ संभालना है। तुम्हारे बिना मैं इस सफर को पूरा नहीं कर पाऊंगी। प्लीज, सटे विथ मि डेनी। સિરત એક જ ધારી ડેનીને જ જોઈ રહી હતી. તેની આંખો એક ક્ષણ માટે પણ ડેની ને દૂર થવા દેવા ન્હોતી માગતી.

डेनी: मैं हमेशा तुम्हारे साथ हु सीरत। બે ઘડી તો ડેની ને થયું કે અત્યારે સાચો સમય છે, પ્રપોઝ કરી દવ પણ પછી વિચાર્યું કે પ્રપોઝ કરવા કરતાં તો આ સંબંધ ને કંઈ નામ આપ્યા વિના જ આગળ વધીએ તો. આમેય સિરતને પણ કોઈ જ વાંધો ન્હોતો તો તેમના સંબંધ ને નામ આપવું એટલું બધું જરૂરી ન્હોતું.

सीरत: मेरी ही गलती की वजह से तुम्हे चोट लगी है डेनी। अगर मैं तुम्हे और दिवान साहब को रोकने केलिए वो शंखनाद न करती तो ऐसा कुछ नही होता। आई एम सो सॉरी। पर तुम्हे अपना ध्यान मेरी ओर नही लाना चाहिए था। तुम्हे प्रेक्टिस के दौरान वही पे ध्यान देना चाहिए। सारी गलती मेरी ही है। प्लीज मुझे माफ कर दो। સિરતે બધી જ ભૂલ પોતાની માનીને કહ્યું. સિરતની આંખો એટલું બોલતા સુધીમાં ભીની થઈ ગઈ હતી. તેની આંખોમાંથી એક આંસુ વહીને તેના ગાલ ઉપરથી નીચે વહી આવ્યું.

डेनी: हेय, इट्स ओके। मैं ठीक हु। इसमें न ही तुम्हारी गलती है और न ही दिवान साहब की। इसमें मेरी ही गलती है। और वैसे भी इससे मुझे एक बात तो सीखने को मिली की लड़ाई के दौरान कभी भी अपना ध्यान कही और नही ले जाना चाहिए। चाहे कोई शंखनाद सुनाई दे या फिर कोई और आवाज। ડેની તેને આવી રીતે પરેશાન થતા ન જોઈ શક્યો એટલે સિરતને સમજાવતા બોલ્યો.

सीरत: तुम भी ना डेनी। સિરત પોતાનું માથું થોડુક વાંકું કરીને બોલી. ત્યાં જ રૂમના દરવાજેથી કોઈનો અવાજ સંભળાયો.

क्या हम अंदर आ सकते है? સિરતે દરવાજા તરફ નજર કરી. ડૉ. સીમા અને ડૉ.મીરા બંને અંદર આવવા માટે રજા માગી રહ્યા હતા.

सीरत: अरे, आइए न डॉक्टर मेम। आइए। સિરતે બંને ડોક્ટરો ને અંદર બોલાવ્યા.

સીમા અને મીરા બંને રૂમની અંદર આવ્યા. રૂમની અંદર આવતાની સાથે જ તેઓ બંને પહેલા તો એકબીજા સામે જોયું અને પછી સિરતના બીજા સાથીઓની જેમ જમણો હાથ છાતી ઉપર રાખીને નીચે બેસીને સિરતને એટલે કે તેમના સરદારને પ્રણામ કર્યા.

सीरत: अरे, इसकी कोई जरूरत नहीं है। आप दोनो डॉक्टर है और एजुकेटेड है लेकिन फिर भी ये सब मानते हो। अच्छा लगा, लेकिन इसकी कोई जरूरत नहीं है। सच में। તે બંનેને ઊભા કરતા સિરત બોલી.

सीमा: हमे आपसे ठीक से मिलने का मौका ही नही मिला। जब यहां पर आए तब ये सब हो गया था। लेकिन अब हम दोनो आपकी सेवा में पूरी तरह से हाजिर है। સીમા બોલી.

सीरत: आप दोनों का धन्यवाद जितना भी किया जाए कम है, लेकिन फिर भी आप लोग सही वक्त पर आए और डेनी की इतनी मदद की उस केलिए आपका बहोत बहोत धन्यवाद। સિરત, ડેની સામે હાથ વડે ઈશારો કરીને બોલી.

सीमा: अरे नही इसकी कोई जरूरत नही है। लेकिन फिर भी अगर आप धन्यवाद करना ही चाहते हो तो मेरे बाबा को उनकी इस गलती केलिए माफ कर दीजिए। ડૉ.સીમા અત્યારે સિરતની સામે પોતાના બે હાથ જોડીને પોતાના પિતાને માફ કરવા માટે કહી રહી હતી.

सीरत: नही नही, इसमें दिवान साहब का कोई दोष नही है। और आपको उस बात केलिए माफी मांगने को कोई जरूरत नही है। ये सब मेरी गलती की वजह से हुआ था। इसमें दिवान साहब को माफी मांगने की कोई जरूरत ही नहीं है। સિરત પોતાની ભૂલ માનતા બોલી. તે જાણતી હતી કે આ જે બનાવ બન્યો તેમાં દિવાનની કોઈ જ ભૂલ ન્હોતી.

डेनी: किसीको कोई माफी मांगने की जरूरत नही है। न ही दिवान साहब की गलती थी और न ही सीरत की। मेरा ध्यान ही भटक गया था, जिस वजह से ये हादसा हुआ। और डॉक्टर मेम की वजह से अब सब ठीक है। इसलिए किसीको माफी नही मांगनी है, लेकिन मुझे आप दोनो का शुक्रिया अदा करना है। ડેની બધી જ હકીકત ડૉ સીમાને સમજાવતા બોલ્યો.

सीमा: अरे कोई नही, ये तो हमारा फर्ज था। और वैसे भी हमारे काम को हम बहुत ही पसंद करते है। हम इस काम को बहुत ही आनंद पूर्वक करते है। સીમા, ડેનીને પોતાના કામ વિશે સમજાવતાં બોલી.

डेनी: हां वो तो मैने देखा है। वैसे आप दोनो की जोड़ी बहुत ही अच्छी है बिलकुल आपके काम की तरह। ડેની એ તે બંનેના વખાણ કરતા કહ્યું.

सीमा: आपका बहुत बहुत धन्यवाद। वैसे आप दोनो की जोड़ी भी बहुत ही अच्छी है। आप दोनो साथ में बहुत अच्छे लगते हो। ડૉ.સીમા ભલે ભૂલમાં બોલ્યા હતા પણ તે એકદમ સાચું બોલ્યા હતા. જો કે હવે તો સિરત પણ જાણતી હતી કે ડેની માટેની તેની લાગણીઓ તેનાથી છુપાય એમ નથી. એટલે ડેની બોલે એના પહેલા સિરત જ ખુશી ખુશી બોલી પડી.

सीरत: आपका बहुत बहुत धन्यवाद। वैसे, चलिए हम बाहर चल के बाते करते है। तब तक डेनी थोड़ा रेस्ट भी कर लेगा। સિરત હવે ડેની સામે વાત કરતા થોડીક શરમાઈ રહી હતી એટલે વાત ફેરવતા બોલી.

डेनी: ठीक है। ડેની પણ આ વાત સમજી રહ્યો હતો એટલે તેણે પણ તેમને બહાર જવા માટેની પરવાનગી આપતા બોલ્યો. સિરત પોતાની સાથે બંને ડોક્ટરને લઈને ડેની ના રૂમની બહાર આવી.

શું દિવાન પોતાને માફ કરી શકશે..?
રાજ ઠાકોર કોઈ બીજી ચાલ તો નહિ રમે..?
કેવી હશે તેમની આ સફર..?
પેલા બીજ શેના હતા..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'