The story of love - Season 2 - Part 11 books and stories free download online pdf in Gujarati

The story of love - Season 2 - Part 11

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Part 11

અત્યાર સુધી આપડે જોયું કે બધા બીજા દિવસે સવારે વેલા ત્યાં થી નીકળવાનું નક્કી કરે છે, પણ પ્રિયા ને તેના ઘરે રેવા માટે કે છે, પણ પ્રિયા ને આ વાત યૌગ્ય નથી લાગતી પણ બધા ની સહમતી હોવા ના કારણે તે પણ તે બધા ની વાત માની લે છે અને આકાશ ને પણ પ્રિયા સાથે ત્યાં જ રેવાનું કે છે...

બધા રૂમ માં જતા રે છે. માહી ની સાથે રોઝી અને નવ્યા સુતા હોય છે. તેના લીધે પ્રિયા સીધી તેની રૂમ માં જાય છે...

ત્યારે તે પોતાના બેગ માં થી તેનું લેપટોપ નીકળે છે અને તેમાં એક ફોલ્ડર ગોતવા લાગે છે...

"એવું કઈ રીત બની શકે કે એ ફોલ્ડર આમાં છે જ નહિ..."

પ્રિયા બોલે છે...

પ્રિયા ના ઘર માં તેને બધી જગ્યા પર cctv લગાવેલા હતા, તેના થી તેને એ તો ખબર હતી કે જો કોઈ વ્યક્તિ આવ્યું હશે તેના વિશે તેને ખબર પડી જશે...

ત્યારે જ તેને એવું લાગે છે કે તેની રૂમ ની બારી પાસે કોઈ છે જેવું તે ઉભી થઈને તે તરફ જોવા લાગે છે તો ત્યાં એક કાળી પરછાઇ દેખાય છે...

પ્રિયા તે તરફ જાય છે પણ ત્યાં કોઈ નથી હોતું અને તે ફરી તેના બેડ બાજુ આવે છે પણ ત્યારે કોઈ પાછળ થી તેન મોઢા પર એક રૂમાલ રાખી દે છે અને પ્રિયા ત્યાં જ બેહોશ થઇ જાય છે...

આ બાજુ આકાશ અને જયદીપ રૂમ માં બેઠા હોય છે...

"શું તે તારું કામ કરી દીધું..."

જયદીપ બોલે છે...

"હા થઇ ગયું મારુ કામ..."

આકાશ બોલે છે...

"હા તો કાલ પણ આ રીતે જ સાચવી લેજે..."

જયદીપ બોલે છે...

તે બન્ને સુઈ જાય છે...

એક રૂમ માં જ્યાં રોહન, નીતિન અને માનવ હોય છે...

"મારે બસ હવે મારા મમ્મી પપ્પા અને વિક્રમ કાકા ને બચાવી ને અહીંયા થી બઉ દૂર લઇ જવા છે જ્યાં કોઈ આવી ના શકે..."

નીતિન બોલે છે...

"હા અને આ બધા માં અમે પણ તારી સાથે જ છીએ..."

માનવ બોલે છે અને રોહિત પણ તેનો સાથ આપવાનું કે છે...

તે ત્રણે સુઈ જાય છે...*****

સવારે નવ્યા અને રોઝી બન્ને મળી ને માહી ને તૈયાર થવા માં મદદ કરતા હોય છે...

"આ બધું ક્યારે સરખું થશે..."

માહી નિરાશા સાથે બોલે છે...

"તું ચિંતા ના કર...

જલ્દી ઠીક થઇ થશે..."

નવ્યા બોલે છે પણ અંદર થી તો એ પણ ટેન્શન માં હોય છે અને તેને જ નથી સમજાતું કે આ બધી વસ્તુ થી તે બધા ક્યારે બારે આવેશે અને ક્યાં સુધી બધા આ રીતે છુપાઈ ને રહશે...

તે ત્રણે તૈયાર થઈને બારે જાય છે જ્યાં બધા પહેલા જ તે ત્રણ ની જ રાહ જોતા હોય છે...

"પ્રિયા ક્યાં છે..."

માહી બોલે છે...

"એ આપડા સાથે નથી આવાની તો આપડે જઈએ અને અહીંયા આકાશ છે. જ જો પ્રિયા આવશે તો તેને કઈ દેશે..."

જયદીપ બોલે છે...

"હા પણ હું એક વાર પ્રિયા ને મળી ને આવું..."

માહી બોલે છે...

"અરે હું પ્રિયા ને બોલવા ગયો હતો પણ એનો રૂમ બંધ છે અને ગણી વાર ખખડાવા છતાં પણ તેનો કોઈ જવાબ ના આવ્યો..."

નીતિન બોલે છે...

"અરે તે થાકી ગઈ હશે એટલા માટે હજુ સુધી સૂતી હશે..."

જયદીપ બોલે છે...

"તો પણ આપડે એક વાર પ્રિયા ને મળી ને નીકળવું જોઈએ..."

માહી બોલે છે...

"આપડે હવે અહીંયા વધારે રોવાવું ના જોઈએ અને પ્રિયા ને આકાશ કઈ જ દેશે ને..."

જયદીપ બોલે છે...

તે બધા ત્યાં થી નીકળી જાય છે અને જયદીપ ના ફ્રેન્ડ ના ઘરે જાય છે...

જયદીપ ના ફ્રેન્ડ નું ઘર નજીક જ હતું જેના લીધે બધા જલ્દી જ ત્યાં પોચી જાય છે...

"અહીંયા માહી સુરક્ષીત છે અને આપડે બધા પણ...

મેં મારા લોકો ને બધા ને ગોતવા મોકલ્યા છે..."

જયદીપ બોલે છે...

"હું પણ હવે ત્યાં જ જાઉં છું અને તમેં બધા ગમે થાય ઘર માં થી બારે ના નીકળતા..."

જયદીપ ફરી બોલે છે અને તે ત્યાં થી નીકળી જાય છે...

આ બાજુ પ્રિયા તેની રૂમ માં સૂતી હોય છે જયારે તેની આંખ ખુલે છે તો તે જોવે છે કે તે પોતાના બેડ પર સૂતી છે...

તેને તેનું માથું થોડું ભારી લાગે છે અને અચાનક તેને રાત ની વાત યાદ આવે છે અને તે પોતાના રૂમ માં જોવા લાગે છે...

"શું કાલે રાતે જે મેં જોયું એ બસ એક સપનું હતું..."

પ્રિયા મન માં વિચારે છે...

પ્રિયા જલ્દી થી નીચે આવે છે અને ત્યાં જોવે છે તો બસ આકાશ બેઠો હોય છે...

"બધા ક્યાં ગયા..."

પ્રિયા બોલે છે...

"તે બધા તો જયદીપ ના ફ્રેન્ડ ના ઘરે ગયા..."

આકાશ બોલે છે...

"મારે પણ તેમની પાસે જવું છે..."

પ્રિયા બોલે છે...

"જયદીપ એ આપડા ને અહીંયા જ રેવા માટે કીધું છે..."

આકાશ બોલે છે...

"પણ મારે તે બધા પાસે જવું છે જો તમારે ના આવું હોય તો મને કહી ડો કે તે બધા ક્યાં છે હું તેમની પાસે જતી રહીશ..."

પ્રિયા બોલે છે...

આ વાત નો આકાશ કોઈ જવાબ નથી આપતો અને હવે પ્રિયા ને ડર લાગતો હતો કે શું આ બધા ની પાછળ આકાશ અને જયદીપ તો નથી ને..

"આકાશ હું તમને કહું છું...

મારે તે બધા પાસે જવું છે..."

પ્રિયા બોલે છે...

"હું જ અહીંયા આવી ગયો છે તો હવે ત્યાં જ્યાંને શું મતલબ..."

જયદીપ ઘર માં આવતા બોલે છે...

પ્રિયા જ્યારે જયદીપ ને જોવે છે તો તેનો શક યકીન માં બદલાઈ જાય છે...

આકાશ અને જયદીપ બસ તેને જોઈ રહયા હોય છે અને એક રહસ્ય મય સ્માઈલ આપતો હોય છે અને આ જોઈને તો પ્રિયા ને વધારે ડર લાગવા લાગે છે અને તે દરવાજા તરફ ભાગે છે ત્યારે જ આકાશ ઉભો થઈને પ્રિયા ને પકડી લે છે...

પ્રિયા આકાશ ની પકડ થી છૂટવા ની ગણી કોશીશ કરે છે. પણ આકાશ ની પકડ એટલી મજબૂત હોય છે, કે તે તેમાં થી નીકળી જ નથી શકતી...

"આકાશ એને મૂકી દે..."

પાછળ થી એક છોકરી નો આવાજ આવે છે અને આકાશ તેને મૂકી દે છે...

જયારે પ્રિયા તે આવાજ તરફ જોવે છે તો તે ચોકી જાય છે...

"માનવી...."

પ્રિયા બોલે છે...

માનવી તેની જોડે આવે છે અને પ્રિયા તેને આટલા વારસો પછી જોઈને ગળે લાગી જાય છે...


"શું માનવી પણ એક વેમ્પાયર માં બદલાઈ ગઈ છે...?"

"પ્રિયા ને હવે કોણ બચાવશે...?"

"જયદીપ અને આકાશ છે આ બધા ની પાછળ...?"

"માહી ને શું જયદીપ નુકશાન પોચાડશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...