Vijay kono? books and stories free download online pdf in Gujarati

વિજય કોનો?

મોહિત પોતાના ચહેરા પર વિજયી સ્મિત સાથે હોટેલ બ્લ્યું મુનમાંથી બહાર નીકળી રહ્યો હતો. તે મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યો હતો. પાર્કિગમાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસતાં જ તેણે પોતાના મિત્રોને કૉલ કરી ક્લબમાં મળવા માટે બોલાવ્યા. તે પણ જલ્દીથી ક્લબ પહોંચી જાય છે. તે બધા મિત્રો માટે ડ્રીંક ઓર્ડર કરે છે. બધા એને પૂછે છે કે શું વાત છે? આજે તો પાર્ટી બહુ રંગમાં છે. એટલે મોહિત તેમને બડાશ મારતા કહે છે કે તમે બધા જેના સપનાઓ જોતા હોવ છો એવી બ્યુટી ક્વીન મારા પ્રેમમાં પાગલ બની ગઇ છે.

તમે બધા જાણો છો ને કેટલાક સમયથી હું અને મૃગા એકબીજાને ડેટ કરતા હતા. કાલે તમારા ભાઈએ એને બોટલમાં ઉતારી દીધી. કાલે પંખી ખુદ પાંજરામાં આવી ગઈ. બધા આ સાંભળીને મોહિતને પાનો ચડાવે છે. તેમાંથી મોહિત રોની સામે જોતા કહે છે કે તું કહેતો હતોને કે શરત લગાવી લે. જો મૃગા નામનું પંછી તું પાડી બતાવે તો માંનું તને. તો લે જોઈ લે. એમ કહી પોતાના મોબાઇલમાં મૃગા સૂતી હોય છે ત્યારે લીધેલી સેલ્ફી બતાવે છે. અને તે જોતાં બધા દોસ્તો ચિચિયારી કરીને ચિયર્સ કરે છે.

રોની મોહિતને પૂછે છે કે કેમનું કર્યું તેં? એટલે મોહિત જોશમાં આવીને કહે છે કે ગઈકાલે હું અને મૃગા લોંગ ડ્રાઈવ પર ગયા હતા પછી ત્યાંથી ડિસ્કો ગયા અને ત્યાં ડ્રીંક લઈને સાથે ડિનર કરી અમે હોટેલ બલ્યું મુન ગયા. મેડમ કાલે નશામાં ચૂર હતાં. અને મૂડમાં પણ કહેતા મોહિત આંખ મારે છે અને બધા ખૂબ હશે છે. એટલે એમણે સામેથી જ હોટેલ જવા માટે કહ્યું હતું. પછી તો અમે એકબીજા સાથે આખી રાત વિતાવી. ડ્રીંક નશો હતો કે એનો પણ ગજબનો નશો હતો, મદહોશીમાં આખી રાત ગુજરી. શું કહું કે કેટલી ગજબ કાતિલ છોકરી છે એ. એકદમ આગ છે આગ. એમ કહેતા રોની સામે જોતા પોતાના હોઠ પર જીભ ફેરવતા બોલે છે, પણ સૌ કોઈના નસીબમાં ક્યાં હોય છે આ મખમલી કાયા. આમ મોહિત થોડી લાંબી લાંબી હાંકતો હોય છે. અને બધાજ મિત્રો સામે પોતાનો ઠસ્સો જમાવતા રોફ જાડતો હોય છે.

રાતે મોહિત મૃગા સાથે વિતાવેલી ક્ષણો યાદ કરતો પોતાના આલીશાન બેડરૂમની બાલ્કનીમાં બેઠો હોય છે. એટલે તે મૃગાને કૉલ કરે છે. તો સામે મૃગા પણ જાણે તેનાજ કોલની રાહ જોઇ રહી હોય એમ તરત જ ફોન રિસિવ કરી લે છે. અને એકદમ માદક અવાજમાં મોહિતને પૂછે છે કે શું વાત છે મારી બહુ યાદ આવે છે ને. એટલે મોહિત પણ સામે એવીજ રીતે જવાબ આપતા કહે છે કે જાનેમન તારો નશોજ એવો છે, કે એકપળ પણ ચેન નાં આવે તારા વિના. એમ કહેતા લુચ્ચું હસતો હોય છે.

મોહિતને બહુ રંગમાં જોઈને મૃગા જાણે એની દુખતી નસ દબાવવાના ચક્કરમાં હોય એમ કહે છે, સ્વીટહાર્ટ ચાલ તારી બેચેની થોડી વધારે વધારું. મોહિત એનો આવો એકદમ કામુકતા ભર્યા અવાજ સાંભળતાજ જાણે આવેશમાં આવી જાય છે. અને બોલી ઉઠે છે. કે જલ્દી તારે જે કરવું હોય તે કર, આમ નાં તડપાવિશ. બોલ તું કેવી રીતે મને બેચેન બનાવવા માંગે છે? તું કહે તો તારી પણ બેચેની વધારી દઉં? આજની રાત પણ તારી બહોમાં વિતાવી દઉં. મોહિત જાણે પૂરા મૂડમાં આવીને બોલતો હોય છે.

મૃગા એના આવેગને વધારતા એટલાજ કામુકતા ભર્યા અવાજમાં એને પૂછે છે કે તો તું મારા માટે શું કરી શકે છે? મોહિત તરજ બોલી ઊઠે છે કે બોલને જાનેમન તારે શું જોઈએ છે? એટલે મૃગા એને કહે છે કે તું મને પચાસ લાખ રૂપિયા આપ. પહેલા તો મોહિતે વાતને મજાકમાં લીધી. પણ પછી મૃગા બોલે છે કે બોલ ક્યારે આપે છે પૈસા? એટલે મોહિત થોડો ગંભીર થતાં કહે છે કે તું આ શું બોલી રહી છે. અને આટલા બધા રૂપિયા હું તને કેમ આપું.

મૃગા કહે કે માની લે કે મારી સાથે મજા કરી એના આપે છે. એમ સમજીને આપીદે. મોહિત આટલું સાંભળતા જ ગુસ્સામાં આવી જતા રાડ પાડીને બોલે છે કે એક રાતના પચાસ લાખ આપી દઉં હું તને? તારામાં શું હીરા જડેલા છે? તારી ઓકતમાં રહે છોકરી. મોહિત તાડુકી ઉઠતા ફોનમાં વાત કરતો હોય છે. અને ખૂબ ખરી ખોટી સંભળાવી ફોન મૂકી દે છે. મૃગા શાંત જ હોય છે જાણે તોફાન પહેલાની શાંતિ.

જેવો મોહિત ફોન કટ કરે છે કે બીજી જ મિનિટે તેના મોબાઇલમાં એક મેસેજ આવે છે. મોહિત મેસેજ ઓપન કરે છે તો એક વિડિયો ક્લિપ હતી. એને જોતાજ મોહિતના પગ નીચેથી જમીન સરકી જાય છે જાણે. તેને એસિમાં પણ પરસેવો છૂટી જાય છે. તે હજુ કઈ સમજી શકે કે વિચારી શકે ત્યાં સુધીમાં તો મૃગાનો વિડિયો કૉલ આવે છે. મોહિત એની સાથે વાત કરે છે કે આ બધું શું છે? અને તું મારી સાથે આવું કેમ કરી રહી છું? તું કોણ છે?

મૃગા એને વચ્ચે જ બોલતો અટકાવતા કહે છે કે રિલેક્ષ માય બોય. જસ્ટ ચિલ. ચાલ તારી દરેક મૂંઝવણ દૂર કરી દઉં. દરેક સવાલના જવાબ આપી દઉં. તો સાંભળ તેં જેમ જોયુંને વીડિયોમાં કે આપણે ડિસ્કોમાં ગયા હતા ત્યારે ડ્રીંક તેં જ મંગાવેલું, ડ્રિંકમાં નશીલી દવા ઉમેરે છે એ તું નથી પણ મારો માણસ છે. અને હોટેલના રૂમમાં પણ કેમેરા મેં જ લગાવેલ મારા પર્સમાં. કે જેથી બધુજ રેકોર્ડ થઈ જાય. હવે તું સમજી ગયો ને કે તું નઈ હું તને મારા પ્લાન પ્રમાણે બધું કરાવતી હતી. મોહિત એકધારું એની સામે જોઈ રહ્યો હતો. ને ગુસ્સામાં લાલ થઈ રહ્યો હતો.

ચાલ હવે મુદ્દાની વાત કરું. જો તું મને પચાસ લાખ રૂપિયા નહિ આપે તો હું હાફ સ્યુસાઈડ કરી, આ વીડિયો વાયરલ કરી દઈશ. બધાને જણાવીશ કે તે મારી સાથે ડ્રીંકમાં નશીલી દવા નાખીને રેપ કર્યો છે. આ વીડિયો બધી ન્યુઝ ચેનલો પર અને ઈન્ટરનેટ પર ધૂમ મચાવતા વાર નઈ લાગે. તો બોલ ડાર્લિંગ હવે તું શું કરવા માંગે છે? સ્વીટહાર્ટ આ "મૃગાટ્રેપ" છે. (વર્તમાન સમયમાં ચાલતા હનીટ્રેપ જેવું) બચવું મુશ્કેલ છે. જલદીથી પૈસા તૈયાર રાખજે. એમ કહેતા મૃગા એક વિજયી સ્મિત સાથે મોહિત સામે આંખ મારે છે.


આ ચહેરાની રંગત જ લોભામણી છે,
મખમલી સંગત જ અંતે ડરાવણી છે,
ખુલ્લી આંખોએ ખોદાતી ખાઈ ઊંડી,
સુંવાળી પળો જીવતરની મારકણી છે.
🌺નીજ જોષી 🌺28/07/23