Zankhna - 44 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 44

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 44

ઝંખના @ પ્રકરણ 44

મંજુલા બેન એ જમવાનુ તો બનાવ્યું પણ કોઈ જમયુ નહી , ગીતા પણ આવી જ નહી , મંજુલા બેન એ બા બાપુજી ને સમજાવ્યા થોડુ જમી લો પણ એમણે પણ ભુખ નથી કહી એમ જ સુયી ગયા ,કમલેશભાઈ એમના રુમમાં ગુમસુમ બેસી રહ્યા હતાં....ઓમ ઘરમાં બધા ની આવી હાલત જોઈ પુછવા લાગ્યો કે શુ થયુ છે મમ્મી? ઘરમાં કેમ બહુ ઉદાસ છે ? કોઈ જમયુ પણ નથી ને દાદા દાદી પણ જમયા નહી ? કયી નહીં બેટા કશુ નથી થયુ એમ કહી વાત ને ટાડી દીધી.... મંજુલા બેન પણ બધુ એમ જ મુકી ને કમલેશભાઈ પાસે આવી ને બૈઠા ,એમને પણ કયી સુજતુ નહોતુ ,એ ગીતા ની ચિંતા તો કરતાં જ હતા પણ દિલના ઉંડા ખુણે કામીની માટે પણ કુણી લાગણી હતી ને ચિંતા પણ હતી ,એ સ્તરી હતાં એટલે સમજતા હતાં કે અત્યારે કામીની ની માનસિક હાલત કેવી હશે .... ભુલ એકલી કામીની ની તો નથી જ એ તો બીચારી સાવ ભોડી છે ,આટલા વરસો થી નજર સામે રહી છે ,ખબર છે એને કયી જ ખબર નથી પડતી એના મનમાં કપટ તો બિલકુલ નથી ....હા વંશ ને બન્ને એક સાથે રમી મોટા થયા ને ઉંમર ના આ પડાવે આકર્ષણ થવુ સવાભાવિક છે ને એમા જ આ ભુલ થયી ગયી હશે , કામીની મા તો સમજણ નથી ચલો માની લીધુ બાડ બુધિધ છે પણ મારો દિકરો વંશ ,એની અકકલ કયાં ઘાશ ચરવા ગયી હતી....બીચારી ભોડી છોકરી ને પ્રેમ કરવાનો ગુનો કર્યો, ગીતા બીચારી સાવ નોંધારી ,એના માટે આ ઘર જ એક આશરો છે ,એના મન પર કેવી અસર થયી હશે? એની તો હાલત ખરાબ થયી ગયી છે , વંશ નો જ વાકં છે આ બધા માં,
મંજુલા બેન ગભરાતા ગભરાતાં બોલ્યા, ઓમ ના પપ્પા, કામીની ને એકલી શહેરમાં મોકલવી જરુરી છે
?.એના સિવાય બીજો કોઈ રસ્તો નથી ? .... બીચારી રાધા નો જીવ છે કામીની મા
એ કેમની જીવશે એના વગર
? મંજુલા તારી વાત સાચી છે પણ બીજો કોઈ વિકલ્પ નથી ,હા કામીની ને તત્કાલ પરણાવી દયીએ તો થાય,
પણ એ ય શક્ય નથી , છ
મહીના પછી તો એની ડિલીવરી થયી જશે , એનુ બાડક આવી જશે ,આમાં તુ જ કહે પ્રેગનન્ટ છોકરી સાથે લગ્ન કોણ કરે બોલ ?....ને જો અંહી રાખીએ તો લોકો આપણ ને જ સવાલ કરે કે કામીની તો કુંવારી છે ,તો આ બાડક કોનુ છે ? ને લોકો સમજી જ જાય કે આપણા કુડદીપકો નુ કારસ્તાન હશે ,
બોલ છે કોઈ રસ્તો? હુ પણ
એજ વિચારો મા છુ કે શુ કરવુ ને શું ના કરુ ?... ખરેખર વંશ એ એવડી મોટી
ભુલ કરી છે ,ભુલ તો શુ મોટો ગુનો કર્યો છે....ને એવામાં વંશ ના લગ્ન પણ જોવડાઈ દીધા છે....ને ના જોવડાયા હોય તો પણ આપણે વંશ ના લગ્ન કામીની
સાથે તો કોઈ કાડે શક્ય નથી જ, આપણા સમાજ ની કે ઉચ્ચ કુડ ની હોત તો પણ વિચારત ,પણ આતો .....ને
ગીતા વરસો થી આપણાં ઘરે
એક કામવાળી બાઈ બની ને
રહી છે ,ને એની દીકરી કામુ પણ....ને આખુ ગામ જાણે છે આ વાત , આપણાં સમાજમાં તો તને ખબર જ છે ને કે દીકરો કે દીકરી બીજા સમાજ માં લગ્ન કરે તો નાત બહાર મૂકી દે છે ,ને
એમા ગીતા ના તો નહી સમાજ નો કે નહી જાત કે બાપ નો અતો પતો......તો
પછી એની દીકરી ને વહુ બનાવવા ની તો વાત સપના મા એ ના વિચારાય, વંશ ના
લગ્ન થશે તો પરેશભાઈ ની મીતા સાથે જ, પરાણે આવુ ઘર મડયુ છે ,એક સાથે બે વહુ એક જ ઘરમાં થી .....
એટલે આપણે તો કાયમ ની
શાંતિ....એટલે જો મંજુલા હવે તુ આગળ કયીજ વિચારીશ નહી ,હુ ને તુ કાલે જ શહેરમાં આવેલા નારી નિકેતન ગ્રુહ મા કામીની ની રહેવાની વ્યવસ્થા કરતા આવીશુ, .....ચાલ સુયી જા હવે , ને હા તારા નપાવટ દિકરા વંશ ને આ બધી કોઈ વાત કરતી નહી ને કામીની ને ક્યા મુકી છે એ પણ ખબર ના પડવા દેતી ,....એમ કહી કમલેશભાઈ રૂમ ની લાઈટ ઓફ કરી....વંશ કયાર નો કામીની સાથે વાત કરવા માટે
ગીતા પણ રડતા રડતા થાકી ગયી ને ત્યા જ સુયી ગયી ,..
કામની ને ખબર હતી કે આ લાસ્ટ ડે છે વંશ ને મડવાનો ,
કાલે તો એ વંશ થી બહૂ દુર જતી રહેવાની હતી ,...એટલે એ પણ બેચેની થી રાત્રી ના બે વાગવા ની રાહ જોઈ રહી હતી ... બે ,વાગ્યા પછી વંશ વાડા મા આવ્યો ,કામીની એની રાહ જોઈ ને બારણાં મા જ બેસી રહી હતી, વંશ આવ્યો એટલે કામીની એ ધીરેથી બારણું બંધ કર્યુ ને વંશ પાસે આવી ને એના ગડે વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી , જોયું ને આપણાં પ્રેમ નુ પરીણામ? હું તને ના પાડતી હતી કે આગળ વધવામાં મજા નથી ,આપણાં લગ્ન શક્ય નથી ,પણ તોય તુ માન્યો નહી ને આજે આ દિવશો આવ્યા....મારા ઉદર મા તારુ બાડક ,દીકરો આકાર લયી રહ્યો છે, ને તુ મીતા સાથે લગ્ન કરીશ.....ને હુ કયી જ કરી નહી શકુ ,....જો હુ પ્રેગનેટ ના હોત તો કયારનીય કુવામા પડી મરી ગયી હોત ,પણ હવે આ નાનકડા જીવ ને ગુમાવવા નથી માંગતી,...
વંશ કશુ જ બોલી ના શક્યો, કામીની ના પેટ પર
હાથ ફેરવી પોતાના અંશ ને
મહેસુસ કરી રહ્યો ને પછી બોલ્યો, કામુ તુ ચિંતા ના કર
મારુ તને વચન છે કે હુ તને
બીજા કોઈ ની સાથે લગ્ન નહી થવા દવ ,ને આપણાં પ્રેમ નુ પ્રતિક આ બાળક ને
તો પપ્પા ગમે તે બહાને મારા ઘરમાં લયી જ આવશે ,ને સમય આવે હુ તને પણ લયી આવીશ આ જ ઘરમાં
ભલે મારા લગ્ન મીતા સાથે થાય, એ માત્ર એક ફોરમાલીટી જ હશે ,બાકી હુ તને જ ચાહું છું ને ચાહતો રહીશ... તુ અંહી ની કોઈ ચિંતા ના કરતી ,હુ તારો જ છું ને તારો રહીશ ,....ને આ નવુ સીમકાર્ડ લે રાખ તારી પાસે ,આ નંબર બીજા કોઈને જાણ ના થવી જોઈ
એ ,તુ મને ગમે ત્યારે ફોન કરી શકે છે ,આ નવા નંબર પર થી ,ને પછી મને ત્યા નુ સરનામુ પણ સેન્ડ કરી દેજે
હુ તને મડવા આવતો રહીશ
પણ હા સાચવજે ,કોઈ ને ખબર ના પડે ,ને ખાશ તો પપ્પા ને ખબર ના પડે ,કામુ
તુ સમજે છે ને હુ શુ કહી રહ્યો છું તને ? કામીની ચુપચાપ બેઠી સાંભળી રહી
હતી, એને કયી સુજતુ જ નહોતુ કે શુ બોલવું....એને તો એમ જ લાગતુ હતુ કે હવે મારી જીંદગી બરબાદ થયી ગયી છે ,...ને હવે કયી સારુ નહી થાય,...કમલેશભાઈ એમના રુમમાં પડખા ફેરવી રહ્યા હતા એમની ઉઘં ઉડી ગયી
હતી ....એ વિચારી રહ્યા હતાં કે અત્યારે વંશ સો ટકા કામીની સાથે જ હશે ,એ મડયો જ હશે એને , પણ હવે બહુ મોડુ થયી ગયુ ,આટલા સમયમાં આટલુ બધુ કાડં થયી ગયુ તોય કયી ના કરી શકયો તો
હવે છેલ્લે છેલ્લે મડી લેવા દે
એ બન્ને ને ,આ વંશ અને કામુ ની લાસ્ટ મુલાકાત હશે
એક વાર એ બાડક ને જન્મ આપી દે ને એને અંહી લાવી દયીશ,ને પછી કામીની ને બારોબાર ત્યા થી જ પરણાવી દયીશુ, ગીતા પણ મારી દરેક વાત માને છે એટલે એ સહકાર આપશે જ,....કામીની રડી રડી ને આંખો સુજાડી દીધી હતી ,
ને ચહેરો સાવ મુરજાઈ ગયો
હતો ....આટલા વરસો થી એક દિવશ પણ વંશ વિના રહી નહોતી ,આખો દિવશ એનો વંશ એની નજર સામે રહેતો હતો ને હવે આ લાંબી જુદાઈ... કયી રીતે જીવી શકાશે વંશ વિના ? એ બીચારી સાવ પાગલ જેવી થયી ગયી હતી ,એના ગાલ પર ગીતા એ મારેલા જોરદાર થપ્પડ ના નિશાન સાફ દેખાતા હતાં , એણે ચુપચાપ માર પણ ખાઈ લીધો ,મા હતી ,એને હક છે
મારવાનો, મે એનો વિશ્વાસ તોડ્યો છે , તો એ મારી નાખે તો પણ ઓછુ છે ,...
ગીતા એ કામીની ની બેગ ભરીને તૈયાર કરી નાખી હતી
ને માનસિક રીતે દીકરી ને પોતાનાં થી દુર મોકલવાનું
નકકી કરી નાખ્યુ હતુ ,એ પણ રડી રડી ને થાકી ગયી હતી ,એને તો કમલેશભાઈ કહે એમ જ કરવાનુ હતુ ,એ
જ એના અનનદાતા હતાં,
એ કમલેશભાઈ ના બા બાપુજી જ હતાં જેમણે વરસો પહેલા આશરો આપ્યો હતો ,ને આજ સુધી પોતાની અને દીકરી ની જવાબદારી ઓ સંભાળી છે
એ પણ કોઈ પણ સવારથ કે સબંધો વિના ,આ દુનિયામાં જયાં પોતાના પણ પોતાના નથી થતાં તો પારકા ની શી વાત કરવી ?.એટલે આ ઘર ગીતા માટે મંદિર સમાન હતુ
ને બા બાપુજી ભગવાન જેવા હતાં.... રોજ હિચંકે બેસી પ્રેમ ગોષ્ઠિ કરતુ કપલ
આજે ચુપચાપ બેસી રહ્યા હતાં, ખબર પણ નહોતી કે પ્રેમ નુ પરિણામ આવુ આવશે ....
કામીની એ ચુપકીદી તોડી ,ને
બોલી વંશ તુ મને ભુલી તો નહી જાય ને ? ને આપણાં આવનાર દીકરા ને તુ તારુ નામ આપીશ ને ?.... કામુ ત એ બધી ચિંતા છોડી દે એ બધો રસ્તો પપ્પા એ વિચારી જ રાખ્યો હશે , ને હુ તને કયારેય નહી ભુલુ ને તુ એ બધી ચિંતા છોડ ,હુ તને એક દિવશ ફરી આ ઘરમાં જ લાવીશ ,હા જાહેર મા સમાજ ની સામે તને પત્ની નો દરજ્જો તોમ્ઉ નહી આપી શકુ ,ને આ વાત તો આપણે પહેલી વાર મડતૌમુયા ત્યારે જ મેં તને કરી હતી....વાત દાદા ની પપ્પા ની ઈજજત ના લીધે તને આ અન્યાય કરી રહ્યો છું, ને હવે લગ્ન પણ નજીક મા છે એ લોકો ના ત્યા ખબર પડી જાય તો લગ્ન તો તુટી જ જાય પણ મોટો ભવાડો થાય , મીતા નો આ બધાં મા શું વાકં ,એ તો મને પહેલી વાર મડી ત્યારે જ પુછતી હતી કે તમે કોઈ ને પ્રેમ કરો છો ? એવુ હોય તો જણાવજો એક દોસ્ત ની નાતે , પણ મે આપણી કોઈ વાત નથી કરી ,આ લગ્ન હુ દાદા ની પપ્પા ની ઈજજત ના કારણે જ કરી રહ્યો છું બાકી મારા દિલ મા તારી જગ્યા કોઈ ના લયી શકે ,...
કામુ તુ ત્યા એકલી હોઈશ એટલે તુ તારુ ધ્યાન રાખજે ને તને પૈસા ની કે કયી પણ જરૂર પડે તો મને ફોન કરી દેજે હુ તને તરતજ પહોંચાડી દયીશ,ને આ બધુ થોઠુ ઠંડુ પડવા દે પછી હુ તને મડવા પણ આવીશ ,તુ તારી મમ્મી ની બિલકુલ ચિંતા કરતી નહી ,....બસ તુ તારુ ધ્યાન રાખજે કામુ ,
આ તો મારી મજબુરી છે એટલે તને આવા કપરા દિવસો મા મારાથી દુર કરવી
પડે છે ,....આમ બન્ને પ્રેમી પંખીડાં આખી રાત વાતો મા કાઢી નાખી ને સવાર નો સુરજ ઉગ્યો, અજવાળું થયુ એટલે વંશ પોતાના રુમમાં ગયો ને કામીની એના ઘરમાં.
હવે કામીની ,મીતા, ને વંશ ના પ્રણય ત્રિકોણ નુ શુ થશે એ જોવાનુ રહયુ ,.....કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
45....ઝંખના.....

લેખક @ નયના બા વાઘેલા