Zankhna - 48 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 48

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 48

ઝંખના @ પ્રકરણ 48

આજે મીતા ને સુનિતા બન્ને દીકરીયો ના લગ્ન હતાં, રુખી બા ની હવેલી રોશની થી ઝગમગાટ કરી હતી , હવેલી
ની પાછળ ના મેદાન મા વિશાળ મંડપ બાંધ્યો હતો...
ફુલો ના ડેકોરેશન થી વાતાવરણ સુગંધીત થયી ગયુ હતુ ,રુખી બા એ ને આત્મા રામ એ એમની શોહરત બતાવવા માટે ભરપુર પૈસો ખરચયો હતો ,
ને આખુ ગામ ને લગ્ન નુ આમંત્રણ આપ્યુ હતુ ,....
મીના બેન ને પાયલ બન્ને સજી ધજી ને તૈયાર થયા હતાં, કમલેશભાઈ ના ઘરે થી વંશ અને ઓમ ની જાન લયી ને નીકળી ગયાં હતાં,
બા ,બાપુજી એક સાથે બે બે પરપોતા ને ઘોડે ચડેલા જોઈ ને ખુશ થયી ગયા હતા ,....
કમલેશભાઈ ને મંજુલા બેન પણ સજી ધજી ને તૈયાર હતા ને ગીતા પણ મન મારી ને તૈયાર થયી હતી , કમલેશભાઈ ના ઘર આગંણે બેન્ડ બાજા સાથે જાનૈયાઓ
મન મુકી ને નાચી રહ્યા હતા ,ને કમલેશભાઈ દિકરા ઓ પર વારી વારી ને પૈસા ઉડાડી રહ્યા હતા ,આજે એમની ખુશી નો પાર નહોતો
પરેશ ભાઈ જેવા મોટા માણસ ની દીકરીયો એમના ઘરે વહુ બનીને આવી રહી હતી એ વાત થી ખુશ ખુશાલ હતાં ,..... શોભના બા તો લગ્ન ના મોરવયિ હતાં એટલે એ તો ભત્રીજી ઓ ના લગ્ન મા હાજરી આપવા બે દિવશ પહેલા જ જતા રહ્યા હતાં,....જમના બા ને એક દમ કયીક યાદ આવ્યુ એટલે એ મંજુલા બેન નો હાથ પકડી બેન્ડ બાજા થી દુર લયી ગયાં ને કહયુ ,મંજુલા વહુ લગ્ન વાડુ ઘર બંધ ના રખાય ,ગણેશ સ્થાપના આગળ અંખંડ દીવો બડવો જોઈએ ,તો એક કામ કરો ઘરે ગીતા ને મુકી એ ,....બીજા કોઈ મહેમાન કે પાડોશી ના ભરોશે ભર્યુ ઘર સુનુ ના મુકાય,....પણ બા ગીતા ને જાન મા નહી લયી જયીએ તો એને કેવુ લાગશે ? એને મોકલ અંહી હુ વાત કરુ છુ એની સાથે , ને મંજુલા બેન
એ ગીતા ને કહ્યુ કે બા ઘરમાં બોલાવે છે ,....એ હા જવ..
હા બા શુ થયુ બોલો ,...
ગીતા થયુ તો કયી નથી પણ
હુ એમ કહેતી હતી કે જાન લયી ને લગ્ન માટે જયીએ ત્યારે ઘર ને બંધ ના કરાય
ઘર ખુલ્લુ રાખવુ પડે ને આ ગણેશ સ્થાપના નો દિવો અંખડ બડવો જોઈએ....ને બેટા ગીતા લગન વાડા ઘરમાં કોઈ અજાણ્યા પડોશી કે મહેમાન ના ભરોશે ના મુકાય એટલે તુ ઘરે રહી જાય તો સારુ ,તારા સિવાય આ ઘર બીજા કોઈ ને સોંપાય એમ નથી ,....ગીતા
બોલી હા બા હુ સમજુ છું
તમે બધા શાતિ થી જાન લયી જાઓ ને લગ્ન પતાવો
હુ ઘર સંભાળી લયીશ ,ને આવો તયારે બે ય વહુઓ ના ગ્રુહ પ્રવેશ ની તૈયારીઓ પણ કરી રાખીશ.....ગીતા ની વાત સાંભળી ને જમના બા ને રાહત થયી ને ઘરની ને તિજોરી ની ચાવીઓ ગીતા ના હાથમાં આપી ને ખુશ થતા ગીતો ગણગણાટ કરતા
હરખે હરખે જાન માં જોડાયા ,કમલેશભાઈ એ પણ આખા ગામ ને લગ્ન ની જાન મા નોતરું આપ્યુ હતુ
સામે વેવાઈ ખમતીધર હતાં ને એમની જાહોજલાલી પણ સગાં વહાલાં ને ગામ ના લોકો ને બતાવવી હતિ ,
ગામના પાદરે મંદિરે દર્શન કરાવી વંશ અને ઓમ અલગ અલગ બે ગાડી ઓ
મા બેઠા ,ઓમ ને વંશ લગ્ન ની ગોલ્ડન શેરવાણી મા સુંદર રાજકુમાર જેવા શોભી રહ્યા હતાં,....ને ત્યા થી જાન સરથાણા જવા નીકળી
છ,સાત ગાડીઓ ને ચાર લકઝરી બસ જાનૈયાઓ થિ
ભરી હતી ,.....બધા ગયા પછી ગીતા ઘરમાં આવી ને ગણેશ સ્થાપના આગળ અંખંડ દીવા મા ધી પુરયુ,ને શાંતિ થી સોફા મા બેઠી ને
એને દીકરી કામીની ની યાદ આવી ગયી ,....કામીની ને સંસ્થા મા મોકલે પંદર દિવસ થયા હતાં પણ ગીતા હજી એના થી નારાજ હતી એટલે
ગીતા ફોન જ નહોતી કરતી
કમલેશભાઈ એ મંજુલા બેન એ બે ત્રણ વાર કહયુ કે એક વાર કામુ ને ફોન કરી એની ખબર પુછ તો એને થોડી શાંતિ થાય પણ ગીતા ના જ પાડતી, ગીતા ને ઉંડે ઉંડે ડર હતો કે પોતાની દીકરી ના કારણે કમલેશભાઈ ની ઈજજત ના જાય ,કદાચ વંશ કામીની સાથે ભાગી ના જાય એવા ખોટા વિચારો એના મનમાં આવતા હતાં
અને ફાઈનલી આજે વંશ પરણવા નીકળયો ત્યારે ગીતા ને થોડી શાંતિ થયી
ને હવે દીકરી ને ફોન કરવામાં કયી વાંધો નથી,એવુ વિચારી
કામુ ને ફોન લગાવ્યો,...કામીની એ વખતે એકલી બેઠી બેઠી વંશ ના લગ્ન નુ જ વિચારી રહી હતી ,એને ખબર હતી કે વંશ અત્યારે જાન લયી નીકળયો હશે ,ને બે કલાક સુધી મા તો વંશ ને મીતા ના સાત ફેરા થયી જશે ,મીતા ના સેથામા વંશ સિંદૂર ભરી
દેશે ,ને એના નામનું મંગલસૂત્ર પહેરાવશે ,ને બસ
એ ઘડી થી વંશ મારા માટે પારકો પુરુષ બની જશે ,...
કામીની ના ફોન ની રીંગ વાગે જતી હતી ને એકદમ એ વિચારો મા થી જાગી ગયી ને ફોન હાથમાં લીધો ,ઘરનો નંબર જોઈ સમજી ગયી કે મમ્મી નો જ ફોન હશે ,બીજા બધા તો અત્યારે લગ્ન મા વયસત હશે, એણે ફોન ઉપાડ્યો ને બોલી ,મા ,
હા, કામુ હુ જ બોલુ છુ તારી કમનસીબ મા ,કેમ છે દીકરી તુ ? ત્યા ફાવે છે બેટા ? તારી તબિયત સારી છે ને ?
ગીતા એ એક સાથે ઢગલો સવાલ પૂછી નાખ્યા,...ને સામે થી કામીની નુ ડુસકું સંભાળાયુ ,....એટલે ગીતા વિહવળ બની ગયી ને દીકરી રડ નહી હવે ,....જે થવાનુ હતુ એ થયી ગયુ ,આપણે કમભાગી ના જીવનમાં બસ
દુખ જ લખાયુ હોય ,...મા તુ કેમ છે ? મારા કારણે તને કમલેશ કાકા કે કાકી ,દાદી કોઈ વઢયુ તો નહોતું ને ???
ના બેટા આ ઘરમાં વીસ વરસ થી છુ , ઘરના સભ્ય ની જેમ રાખી છે મને ,એક
શબ્દ એ મને કોઈ એ કહ્યો નથી ,ને તારુ પણ કશુ ખોટુ બોલ્યા નથી , તારી ચિંતા પણ કરે છે અંહી બધા ,ને
તારા વિના આ ઘર ને ઘર નું આગણુ સુનુ થયી ગયુ છે ,
મા જાન નીકળી? તુ કેમ ના ગયી ? બેટા લગ્ન વાડા ઘર ને બંધ ના કરાય ને સુનુ ના મુકાય એટલે બા ,મને મુકી ને ગયા છે ઘર સાચવવા ,કેટલો
બધો ભરોસો છે આ પરિવાર ને આપણી ઉપર ,પણ બસ
તારી એક ભુલ ના લીધે ઘરમાં બધા ને દુખ થયુ ,ને હજીય ચિંતા મા છે ....મને માફ કરી દેજે મા ,મારી બહુ મોટી ભુલ થયી ગયી છે , મને પણ કયી ભાન ના રહ્યુ,
મા ,દીકરી એક બીજા સાથે વાત કરી ને મન હડવુ કર્યુ,
ગીતા એ કામીની ને દવા નુ ને જમવાનુ ને રહેવાની સગવડ ને બધી વાતો પુછી ,
ને કામીની એ બધુ સારુ છે તુ ચિંતા ના કરતી ,.... જો કામુ હવે જે થવાનુ હતુ એ થયી ગયુ પણ હવે ,આ ડીલીવરી પતે ને કમલેશભાઈ તારા બાડક ને ગમે તે રીતે બહાનુ કાઢી ઘરે લયી આવવા ના છે ,એ પછી બેટા નાત મા થી કોઈ સારો છોકરો શોધી કાઢીશું ને તારા પણ લગન કરાવી દયીશ ,પછી મને રાહત થશે
નાદાનીયત મા ભુલ થયી ગયી એની સજા એ ભોગવી રહી છે તુ ત્યા મારા થી દુર ,
બસ હવે એક જ ઈરછા છે તારા લગ્ન થયી જાય પછી મને શાંતિ ને અંહી કમલેશભાઈ ને પણ શાંતિ...
પોતાના લગ્ન ની વાત સાંભળી ને કામીની એ ફોન કટ કરી નાખ્યો, ને ગીતા સામે છેડે હેલો હેલો કરતી રહી ને પછી કામુ એ ફોન જ ના ઉપાડ્યો,....ગીતા ની આંખો મા પણ આશુ આવી ગયા ને ભગવાન ના મંદિર સામે જોઈ ને બોલી , હે પ્રભુ
તે મારા જીવનમાં તો પતિનુ કે સંસાર નુ સુખ ના આપ્યુ પણ મારી માસુમ દીકરી પર તને જરાકે દયા ના આવી ??
એની હાલત પણ મારા જેવી
જ કરી ,એના કિસ્મત મા એ તે આવુ જ લખ્યુ?.........
મારી દીકરી નો શું વાકં ગુનો
?બસ અમારા ગરીબ પર જ તુ આવા દુખ ના ડુંગરો આપે
છે ??? મારી દીકરી એ જે ને પ્રેમ કર્યો એ આજે મીતા ના નસીબ મા લખાયો , એના બાડક ની મા બનશે મારી દીકરી ને એની પીડા પણ એને જ ભોગવવાની ?
ગીતા આજે ચોધાર આશુ એ રડી રહી હતી , એને છાનુ રાખવા વાડુ ઘરમાં કોઈ નહોતુ ,....આ બાજુ કામીની
પલંગમાં ઉંધી પડી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી ,એને આમ રડતી જોઈ ને જયા બેન દોડી આવ્યા ને રૂમમા રહેતી બીજી છોકરીઓ પણ એની પાસે બેસી ગયી ને જયા બેન એ કામીની ને મહાપરાણે શાતં પાડી ,રધુ પાણી લાવ તો ,ને જયા બેન એ કામીની ને પાણી પીવડાવ્યું, સંસ્થા મા બધા કામીની ની આખી વાત જાણતા હતા ને એ પણ ખબર હતી કે જે છોકરા ના બાડક ની મા બનવાની છે એ ના આજે લગ્ન થયી રહયા છે , કામુ ની કરમકઠણાઈ પર બધા ને દયા આવતી હતી , કામીની ની હાલત જોઈ ને બધાં ને એની ચિંતા થતી , બે દિવશ થી તો એ સાવ ખોવાયેલી રહેતી હતી
જયા બેન એક મા ની જેમ એની સંભાળ રાખતા હતાં
આટલી નાની ,ઉમરે હજી એને દુનિયાદારી નુ ભાન નહોતુ ને એ પોતે મા બનવાની હતી, પોતે હજી બાડક જેવી હતી ને એ શું સમજે ? આ તો ગીતા ની મરજી ને કમલેશભાઈ ના જીવન ભરના ઉપકાર ના કારણે જયા બેન એ કોઈ કાયદેસર કાર્યવાહી કરી નહોતી ને એમા કામીની ની ચોખ્ખી ના હતી , ને વંશ સાથે લગ્ન શક્ય નહોતા ,એ બધુ ધ્યાન મા લયી ને જયા બેન ચુપ હતાં, પણ કામીની
સાથે થયી ગયેલા અન્યાય થી આજે એ પણ દુખી હતાં
નારી નિકેતન નુ કામ હતુ કે નોંધારી સ્તરી ઓ ને આશરો આપવો એમને ન્યાય અપાવવો ,પણ અંહી કામીની ના મામલા મા એ કશુ કરી શકતા નહોતાં,
એમા ખુદ કામુ કે ગીતા ની બિલકુલ ઈરછા નહોતી કે કમલેશભાઈ ના ઘરની ઈજજત જાય ,એટલે એક મા પોતાની સગી આંખે દીકરી નુ જીવન રોડાઈ જતુ જોઈ રહી હતી ,....એક કલાક ના સફર બાદ કમલેશભાઈ જાન લયી વાજતે ગાજતે સરથાણા પહોંચી ગયા ,..... ને મીના બેન એ બન્ને જમાઈ ઓ નુ ભાવભરયુ સ્વાગત કર્યું, ને બે વેવાઈ એક બીજા ને ભેટી પડ્યા,....જાન મા આવેલા વડાલી ના મહેમાનો તો પરેશભાઈ ની હવેલી ને લગ્ન ની જાકજોડ જાહોજલાલી જોઈ નવાઈ પામ્યા,....ને બોલ્યા વાહહહ
કમલેશભાઈ કહેવુ પડે બાકી
તમે વેવાઈ તો તમારા થી એ
ચઢીયાતા શોધ્યા છે ,........
શુ ઠાઠ છે ? આવા લગ્ન તો જીંદગી મા પહેલી વાર જોયાં, મહેમાનો ની આગતા સ્વાગતા માટે શહેરમાં થી વેઈટરો પણ મંગાવ્યા હતા ,
વિવિધ જાત ના શરબત ,ચા ,કોફી ,ઠંડા પીણાં, આઈસક્રીમ....ને જમવામા બત્રીસ જાત ના ભોજન હતાં, સરથાણા ને વડાલી ના બધા એ સગા વહાલા આવા ભવ્ય લગ્ન જોઈ ખુશ થયા, વરરાજા ને પોખયા પછી મંડપ મા લયી આવ્યા, ને થોડી વાર મા લગ્ન ની વિધી ચાલુ થયી ને
મીતા અને સુનિતા ને પાયલ લગ્ન મંડપ મા લયી આવી ,..
લાલ કલર ની સરખી ચણિયાચોળી મા બન્ને ખુબ જ સુંદર લાગી રહી હતી, જેટલુ વજન મીતા ને સુનિતા નુ નહોતુ એટલુ એમની ચણિયાચોળી નુ હતુ
અસલ જરદોસી વર્ક ને મીનાકારી થી ભરચકક હતી
ને બન્ને ના શરીર સોના ના અઢળક ઘરેણાં થી લદાયેલા હતાં,.. રુખી બા આમ ગમે એટલા જબરા ,કંજુસ પણ બહુ , ઘરવખરી ,ફર્નીચર સોનુ ઢગલો આપ્યુ હતુ દીકરી યો ને ,....આજે દીકરી યો ના લગ્ન વખતે મીના બેન
રુખી બા ને સાચી રીતે ઓડખયા, ....કે બા નો જીવ કેટલો સારો છે ,દીકરીયો નથી ગમતી એવુ કહેનારા બા આજે પોતાની અઢળક સંપત્તિ એજ દીકરી પાછળ લૂંટાવી રહ્યા હતા,એ જોઈ ને મીનાબેન ખુશ થયી ગયા ને પાયલ નુ શેર લોહી બડી ગયુ , પણ એનુ ઘરમાં કશુ ચાલતુ જ નહોતુ એણે જીદંગી મા પહેલી વાર આવા લગ્ન જોયા ને દીકરી ઓ ને આટલુ બધુ દહેજ આપતા જોયુ ,.....
લગ્ન ના સાત ફેરા એ લેવાઈ ગયા ને પરેશભાઈ ને મીના બેન એ કન્યા દાન કર્યુ, ને આમ નિરવિધને લગ્ન ની વિધી પતાવી ....મીતા ને વંશ ના મોંઢા પર ઉદાશી સાફ દેખાઈ આવતી હતી, વંશ એ એક નજર પણ મીતા પર નાખી નહીને મીતા એ પણ નીચી નજરે લગ્ન ની વિધી પુરી કરી , હવે મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ
@ 49......ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા