a corner in Gujarati Short Stories by Maya Gadhavi books and stories PDF | એક ખૂણે

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

Categories
Share

એક ખૂણે



એક સુંદર મોટા બેડરૂમમાં ચોતરફ સાજ શણગાર ની વસ્તુઓ પડી છે તેની બાજુ માં સાવ જ નવી સાડીઓ પેકિંગ થયેલ પડી છે,રૂમની એક દીવાલ પર પહેલી મુલાકાતથી લઈ લગ્ન સુધીના ફોટો થી ભરેલી છે બે ચહેરા અપાર ખુશીથી દીવાલ પર મહેકી રહ્યા છે, આખો રૂમ નવી નવી વસ્તુઓથી ભરેલો હતો ....અને હોય જ ને રૂમમાં બધી જ નવી નવી વસ્તુઓ...

શીતલ હમણાં જ તો 9 મહિના પહેલા પરણી ને આ બધું કરિયાવર લાવી છે ...

આ બધી સાડીઓ અને વસ્તુઓ જોઈ રહેતી અને પોતાના પતિ સાથે ફક્ત એક મહિનો જીવેલા જીવનને યાદ કર્યા કરતી..
બસ રોજ આમ જ કલાકો બેસી રહેવું અને સાજ શણગાર ની વસ્તુ જોયે રાખવી...આ સાડીઓ જોઈને તેને રાહુલની બહુ યાદ આવતી રાહુલ તેને કહેતો;

"શીતલ તું સાડી પહેરે,હાથમાં લાલ રંગની બંગડી પહેરે, કાજલ ,લિપસ્ટિક, બિંદી આ બધુ કરી ને જ્યારે મારા નામનું સિંદૂર તારી માંગમાં ભરેને ત્યારે મને એમ લાગે કે હું દુનિયાનો સૌથી નસીબદાર પુરુષ છું.."

ત્યાં જ શીતલની નણંદ દીપ્તિ બૂમો પાડતી રૂમમાં પ્રવેશે છે " ભાભી આ બધો વસ્તુનો "મોહ" મૂકી દયો આમ પણ તમે હવે આવી રંગીન સાડી ક્યાં પહેરી શકો..તો શું રોજ જોયા જ કરો છો?
શીતલ વિચારોમાંથી બહાર આવી વસ્તુઓ સમેટવા માંડે છે પણ વિચારો સમેટી શકતી નથી,

અને હા જલ્દી નીચે કિચનમાં આવી જાઓ પ્રસાદ બનાવવાનો છે પૂજા માટે.."

શીતલ કંઈ ના બોલી શકી મનમાં ફક્ત એક વાક્ય ગુંજ્યું "કંઈ રીતે સમજાવું કે મને રંગીન સાડીઓ પહેરવાનો કોઈ મોહ નથી બસ આ બધું જોઈ જૂની યાદોમાં જીવું છું ખોટું છે આમ કરવું ? "વિચાર ખંખેરી તે કિચનમાં જાય છે અને તેના સાસુની મદદ કરે છે,

" એક વિચાર ઘેરી વળે છે તેને "

રાહુલ અને શીતલ લગ્નને દસેક દિવસ થયા હતા. રાહુલ શીતલ નું ખૂબ જ ધ્યાન રાખતો અને ઓફિસ થી પણ જલ્દી આવી જતો..

શીતલની જેઠાણી વંદના એ પોતાની પ્રેગનેન્સી ની વાત સાસુને કરી અને પરિવાર માં બધાને ખબર પડી ત્યારે સૌથી વધારે ખુશ રાહુલ થયો..આ વાત સાંભળી તે તો નાચવા જ લાગ્યો એ જોઈ બધા હસવા લાગ્યા ..

"ઓહ વાહ હું ચાચુ બનવાનો છું એમ ને, શું નસીબ છે મારા જ્યારથી પરણ્યો છું આ દેવી થી ખુશખબર જ મળ્યા રાખે છે ..."
એમ કહી તે પ્રેમથી શીતલ સામે જોઈ રહે છે,
દમયંતી બેન બોલી ઉઠે છે બેટા લગ્ન કર્યા પછી તો શીતલ શિવાય તને કંઈ દેખાતું જ નથી નઈ...દરેક ખુશી નું કારણ શીતલ જ..

રાહુલ મસ્તી થી પગ ફેરવી ઉલડી ને સોફા પર બેઠેલા તેની મમ્મી ની બાજુમાં જઈ તેના મમ્મી ને કહે છે

"યસ મમ્મા યસ ..છે જ એવું, મારી દરેક ખુશી નું કારણ શીતલ જ છે તો એમ જ કહું ને અને આમ પણ મે તમને બધા ને કહેલું કે મારે પરણવું જ નથી અને જો લગ્ન કરી અને પછી મારી પત્ની ની આસપાસ જ રહું તો કંઈ કહેવાનું નહિ.ત્યારે તમે જ કહેલું ને મમ્મી કે ભલે તારી પત્નીની આગળ પાછળ ફરજે પણ પરણી જા એટલે બસ..

અને મુખ્ય વાત તો એ મમ્મી કે હું જેને ચાહતો હતો એની સાથે મારા લગ્ન થયા છે તો મારી ખુશી સમાતી જ નથી એમ થાય છે કે બધું જ મળી ગયું છે અને હું નસીબદાર છું કે શીતલ જેવી છોકરી મારી પત્ની છે "

શીતલ બહુ ખુશ થતા તેના સાસુ પાસે જઈ કહે છે,
"મમ્મી નસીબદાર તો હું છું કે આટલી સારી ફેમિલી મળી મને અને સાચું કહું તો બેબી આવવાનું છે એ વાત થી તો બધી જ ખુશી બમણી થઈ ગઈ છે..બેબી માટે ની બધી જ ધાર્મિક રસમ હું જ કરીશ..."



દમયંતી બેન હસીને કહે છે "અરે ભલે બેટા તમે બંને સાથે ખુશ છો એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે "

રાહુલ ઊભો થઈ ચાલતા ભાભી પાસે જઈ ને બોલે
ના ભાઈ ના ...સૌથી મોટી ખુશી તો હવે આવશે પરિવારમાં
અને વૈસે તો બાળકનું નામ ફોઈ જ રાખે પણ કહી દઉં છું ભાઈ ના બેબી નું નામ હું જ રાખીશ સમજ્યા ને કારણ કે હું બધાથી વધારે એ બેબીનું ધ્યાન રાખીશ એને પ્રેમ કરીશ,

"અરે ભાઈ આવું ના ચાલે હાન, ભાઈ ના બેબી નું નામ રાખવાનો હક મારો જ છે"...દીપ્તિ નારાજ થતા બોલી

કેટલો ખુશ હતો રાહુલ કે પરિવારમાં એક સભ્ય વધશે નાનું બેબી આવશે,પણ એ ખુશી એ ખુદ જ ના જોઈ શક્યો...શીતલ પૂજાની સામગ્રી હોલમાં રાખતા રાહુલના અરમાનો યાદ કરે છે..

શીતલના જેઠાણી પ્રેગનેંટ છે તેમને પ્રેગ્નન્સીનો નવમો માસ ચાલી રહ્યો છે.આવનારા બાળકને સારા આશીર્વાદ અને બાળક સ્વસ્થ રહે તે માટે ઘરમાં આજે પૂજા રાખવામાં આવી છે ...

શીતલ એ પચ્ચીસ વરસની નાની વયે પતિને ખોયા પછી બધા જ રંગ અને ખુશી પણ ખોઈ બેઠી હોય એમ મુરજાઈ ગઈ છે તેને જોઈ લાગે કે જાણે ઉડેલા રંગોના કપડાંમાં કોઈ લીપટાયેલું બેજાન પુતળું છે, બાકી કોઈ ઉમંગની રેખા તેના માં દેખાતી જ નહોતી...પતિના વિરહ માં રડી રડી ને સાવ સુષ્ક થઈ ગઈ હતી ....


ટેકનોલોજી માં સમજતો થયેલો અને મોર્ડન વિચારો તરફ વળતો સમાજ કોઈ નાની ઉંમરમાં વિધવા થયેલ સ્ત્રીની વેદના સમજી શકે એટલો પણ આગળ નથી આવ્યો.

લગભગ તો આપણા સમાજમાં વિધવા શબ્દનો પર્યાયવાચી શબ્દ જ અભાગી, અપશુકનિયાળ જ થાય છે ....

શીતલ એ વિચાર્યું કે ઘરમાં આવનારા બાળક માટે પૂજા છે તો સાવ આવા વ્હાઈટ કલર નો ડ્રેસ પહેરી ને પૂજા માં નથી બેસવું તેથી તેને આજે લાઇટ પિંક કલર નો ડ્રેસ પહેર્યો અને ઉપર પિંક દુપટ્ટો ઓઢી તે પૂજા માટે નીચે હોલમાં પહોંચી..

બધા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા ઘરમાં દરેક વ્યક્તિએ લાલ રંગ ના જ કપડાં પહેર્યા હતા બસ પોતે થોડી અલગ લાગતી હતી...


તેના પ્રેમાળ જેઠાણી એ શીતલ પાસે આવી તેનો હાથ પકડી ને પ્રેમથી કહ્યું"શીતલ, તું ખોટું ના લગાડતી પૂજારી એ કહેલું કે આ પૂજા માં બેસવા ઘરના બધા લોકો લાલ વસ્ત્રો જ પહેરે એટલે અમે બધા...

શીતલ વચ્ચે જ બોલી પડી અરે ખબર છે દી.. ભલે ને પહેર્યા હોય બધા એ લાલ કપડાં બધા ખૂબ જ સુંદર લાગો છો...

શીતલ તેની જેઠાણી વંદનાનો હાથ પકડી તેના જેઠ પાસે લઈ જઈ બંને ને બાજુમાં ઊભા રાખી બોલે છે...
"અને સૌથી સુંદર તો બેબી ના મોમ ડેડ લાગે છે"

શીતલ ના સાસુ આ બધું જોઈ રહ્યા છે તેઓ તરત જ બોલી ઉઠ્યા
"દીપ્તિ ધ્યાન રાખ વંદના ભાભીનું...."

દીપ્તિ આવી અને વંદનાને ખુરશી પર બેસવા કહ્યું...

પૂજા ની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી તેથી પંડિતજી એ આવનાર બાળકના માતા પિતા ને હવનકુંડ ની સામે રાખેલ આસન પર બેસવા કહ્યું ...

શીતલ પણ વંદનાની બાજુમાં પૂજામાં બેસી ગઈ ત્યાં જ કોઈ સગા સંબંધી ની વાતચીત તેના કાને પડી...

"લગ્નને 7 વરસ થયા ત્યારે માંડ સારા દિવસો આવ્યા છે પ્રકાશ ના ઘરે ...ભગવાન દીકરો આપી દે તો સારું"...

બાજુમાં બેઠેલ બીજી સ્ત્રી એ મોઢું મચકોડતા કહ્યું "હા, પણ આ શીતલ ને શું રાખી છે પૂજામાં ? આટલી શુભ પૂજા છે તો ધ્યાન રખાય ને કે બાળકને સારા આશિષ મળે...

દરેકનું ધ્યાન પૂજામાં પંડિતજી દ્વારા બોલાતા મંત્રોચાર પર અને હવન કુંડ તરફ જ હતું બસ શીતલ અને તેની બાજુમાં બેઠેલ તેના સાસુ(દમયંતીબેન) બંને કાન સવરા કરી આ વાતો સાંભળી રહ્યા હતા...

"પહેલી સ્ત્રી ફરી બોલી ,જો બેન શીતલ તો સારી જ છે પણ પરિસ્થિતિ ની વાત છે ને ક્યારે એ દુખયારી આ સુખ જોઈ નિસાસો નાખી દે અને આવનાર બાળક" ...

દમયંતી બેન ધ્રુજી ગયા માંડ વરસો પછી સારા સમાચાર સાંભળ્યા હતા, પોતાના જવાન દીકરા ને ખોઈ દીધો તેમાં પણ તે શિતલને જ દોષી માનતા કારણ કે....

( આઠ મહિના ના પહેલા...)
શનિવારની રાત્રે સહ પરિવાર બધા મૂવી જોઈ રહ્યા હતા ત્યાં જ રાહુલનો ફોન રણકે છે ત્યાં જ તેના મમ્મી કહે છે ..
આ અડધી રાતે કોનો ફોન છે રાહુલ ? બાર વાગ્યા છે

અરે મમ્મી વિરાટ નો કોલ છે ...કંઇક કામ હશે
રાહુલ વિરાટ થી વાત કર્યા પછી બહુ ઉદાસ થઈ જાય છે

બધાનું ધ્યાન રાહુલ તરફ હતું અને તેના મમ્મી એ આતુરતા થી પૂછી લીધું,"શું થયું બેટા?"

રાહુલ ઉતાવળ માં હતો તેના મિત્ર પાસે જવા માટે પણ તેના મમ્મી એ હાથ પકડી રોકી લીધો
" ના બેટા અડધી રાત્રે ક્યાંય નથી જવું મને ચિંતા થાય તારી"

તેના મમ્મી ના હાથ પર પોતાનો હાથ રાખતા રાહુલ બોલ્યો
"મમ્મી વિરાટ બહુ મોટી મુશિબત માં ફસાઈ ગયો છે મારે અર્જન્ટ જવું જ પડશે તેની પાસે"

"ના બેટા ના પાડી ને મે તને તું આટલી મોડી રાત્રે ક્યાંય ના જઈ શકે ..મારું મન નથી માનતું"

"મમ્મી તેના મિત્ર ને રાહુલ ની જરૂર છે તો જવા દયો ને"..
શીતલ તેના સાસુના ખભા પર હાથ રાખતા બોલી...

શીતલ ની વાત સાંભળી પછી દમયંતીબેન રાહુલ ને રોકી શક્યા નહિ..

"ધ્યાનથી જજે રાહુલ અને પહોંચી ને મને ફોન કરજે "

હા મમ્મી તું ચિંતા ના કરતી હું કલાકમાં જ આવી જઈશ"

ગુલાબી સાડી,છૂટા કમર સુધીના લાંબા વાળ, બન્ને હાથમાં ચુડા પહેરેલા અને માંગ માં કંકુ થી ઘાટું સિંદૂર પુરેલી પોતાની અર્ધાંગિની તરફ એક પ્રેમભરી નજર કરી રાહુલ તેની કાર લઇ ઘરે થી નીકળ્યો.

મિત્રને જરૂર પડે તો અડધી રાત્રે પણ જવું પડે .....

બસ આ વાત જિંદગીભર નો અફસોસ બની ને રહી ગઈ કે મમ્મી એ ના કહ્યું તો પછી તેને જીદ્દ કરી રાહુલને મોકલવાની શું જરૂર હતી ..

કલાક પછી રાહુલના એક્સિડન્ટ ના સમાચાર મળ્યા ને વેદ ફેમિલી ભાંગી પડ્યું...પચ્ચીસ વર્ષની ઉંમરે શીતલ વિધવા બની લગ્નજીવનની શરૂઆત થતાં જ તેનો અંત થઈ ગયો શીતલ પોતાને અભાગી અપશુકનિયાળ માનવા માંડી હતી.

પોતાના નામ કરતા પણ અભાગી શબ્દ તેના ભાગ્ય ને વધારે બંધબેસતો હતો


તરત પહેલી સ્ત્રી થોડું ઊંચા અવાજે બોલી શીતલ ના સાસુ સાંભળે તેમ.."બિચારી ના એના નસીબ ખરાબ છે કે પરણીને આવી ને જ વર ખોઈ બેઠી"

દમયંતી બેન અસ્વસ્થ થતાં શીતલ ને કહી જ નાખ્યું..
"શીતલ તારું પૂજામાં કંઈ કામ નથી તું રસોડામાં જઈને પ્રસાદ ની તૈયારી કર"

શીતલ ઉદાસ થતાં ધીરેથી બોલી ના મમ્મી હું પૂજા ના શુભ પ્રસાદ ને હાથ ના લગાવી શકું ને હું અભાગી છું શુભ પ્રસંગ કે શુભ વસ્તુ થી મારે દૂર રહેવું જોઈએ

દમયંતી બેન જંખવાઈ ને પૂજા તરફ પોતાનું ધ્યાન દોરી લીધું
પણ શીતલ પર તો આભ ફાટી પડ્યું હોય તેમ હ્રદયમાં ધ્રાસકો પડ્યો તેનું રડતું મન શુભ પ્રસંગ ના બગડે એટલે આંસુ ની ધાર એક ખૂણે દબાવી બેઠું હતું ...

એક આવનાર બાળક જે મને ખૂબ જ વહાલું છે તેને મારો શું નિસાસો લાગવાનો હશે ! શું હું એટલી અપશુકનિયાળ છું...પિયરમાં તો દરેક શુભ પ્રસંગે મને આગળ રાખી મારા હાથે જ તિલક કરાવામાં આવતું,

તો પછી હું વિધવા થઈ એટલે અભાગી બની ગઈ છું, શું એક જખમ ઓછો છે કે આ અભાગી કહી રોજ મન મારે છે મારું .... એ તો હું જ જાણું છું કે રાહુલ વગર હું કેમ જુરી જૂરી ને જીવી રહી છું અને આ લોકો ના મ્હેણાં...

"આમ લોકો મારે છે તેનાથી તો સતીપ્રથા શું ખોટી હતી!"

એકાએક તેને આ વિચાર આવ્યો અને ....

છતાં વંદના ભાભી સામે જોતા અને તેમના ઉદર તરફ એક નજર કરતા તે બધું દુઃખ પાછળ ધકેલી સ્વસ્થ થઈ.

એક આશ હજુ હતી કે આ ઘર મારું છે પરિવાર મારો છે એમને સંભાળી ને જિંદગી ગાળીશ, અને તેને વંદના ભાભી એ થોડા મહિના પહેલા કહેલા શબ્દો યાદ આવ્યાં ...

તું રડે છે શીતલ ?
વંદના ભાભી એ શીતલ ના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું,

પછી એક ઉમ્મીદ આપતા ફરી બોલ્યા , અમે બધા છીએ ને બેટા ,તું એકલી નથી અને મને જેઠાણી નહિ બહેન સમજ.

શીતલ ના ચહેરા પર એક આશા ફરકી
કદાચ આજ ની પૂજા માં પાંચ નીજી મહિલાઓ આશીર્વાદ આપે તેમાં વંદના ભાભી મને તો બોલાવશે જ, એ જ મારા માટે ઘણું છે

દમયંતી બેન ને નહોતું ગમતું કે શીતલ પૂજામાં હયાત છે તેઓ વિચારે છે કે આને પિયર મોકલી દીધી હોત તો સારું હતું !

પંડિતજી ઉભા થયા સાથે બધા જ લોકો ઉભા થયા પંડિતજી એ વંદનાને પૂજાનું પવિત્ર ફુલ આપ્યું પછી દમયંતી બેન ને પાંચ સ્ત્રીઓ બાળકને સ્વાસ્થ્ય હિતના આશિષ આપવા આવે તેમ જણાવ્યું...

દમયંતી બેન એ વંદનાને પ્રેમ થી કહ્યું "બેટા તું જ બોલાવી લે પાંચ બહેનો ને તારી ઈચ્છા હોય એને આ રસમ પર તું ઈચ્છે એ જ થશે..

આ સાંભળી શીતલ ખુશ થઈ અને થોડી ઊભી હતી તો નજીક આવી કારણ કે તેને ખાતરી હતી કે બેબી ને blessings આપવા પહેલા તો તેને જ જવાનું છે...

વંદના એ નક્કી કરીને જ રાખ્યું હોય તેમ સૌ પ્રથમ તેની નણંદ દીપ્તિ ને બોલવામાં આવી ..દીપ્તિ ખુશ થતા ભાભી પાસે આવી તેમના ઉદર (પેટ) પર હાથ રાખી મનમા આશીર્વાદ આપ્યા...

પોતાનું નામ ના લેવાયું તેથી શીતલ થોડી પાછળ હટી સીડી પાસે ઊભી રહી જાય છે.

બીજું નામ દમયંતી બેનનું લેવાયું એટલે શીતલ ને થયું કે કદાચ હવે તેનું નામ લેવાશે...

ત્રીજું નામ વંદના એ પોતાની મિત્રનું લીધું એ આવી આશીર્વાદ આપવા..
બસ ફરી એક ધ્રાસકો પડ્યો ને હોલમાં એક નજર કરી સીડી ચઢી રૂમ તરફ જવા પગ ઉપડવા લાગ્યા એક પછી એક ભાગ્યવાન સ્ત્રીઓએ બાળકને આશીર્વાદ આપી રસમ નિભાવી.
બીજાના નામ લેવાય આટલી મહત્વ ની રસમ માટે પણ એ ઘરની વ્યક્તિ રહી ગઈ
કેમ તે વિધવા છે એટલે ??

રૂમમાં આવી રાહુલની ફોટો ફ્રેમ સામે ઉભી રહી ચોધાર આંસુ એ રડી પડી ..એક આર્તનાદ નીકળી ગયો રાહુલ.....

રાહુલના ફોટા પરથી માળા હટાવી ફોટા ને છાતી સરખો ચાંપી દઈ એક ખૂણામાં માં બેસી ધ્રુસકે ધ્રુસકે એ રડવા લાગી પણ શુભ પ્રસંગે વાગતા પ્રભાવી ગીતો ના શોરમાં... "આ અભાગી ના હૃદયની ચીખ સાંભળે કોણ !! "

"બસ એક આ ખુણો છે જેને સહારો આપ્યો છે"