Zankhna - 52 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 52

ઝંખના @ પ્રકરણ 52

મીતા ને સુનિતા ને હસતી રમતી ને ખુશ જોઈ ને રુખી બા ને બાપુજી બધા એ ખુશ થયા ,દીકરીયો સારા સુખી સંપન્ન પરિવાર મા પરણી ને ગયી છે એટલે ખુશી ની વાત હતી ,....સુનિતા ની વાતો વાતો મા ક્યારે ઘર આવી ગયુ ખબરે ય ના પડી ,.......
આવી ગયા બેટા ? મંજુલા બેન એ પુછયુ ,મમ્મી પપ્પા ને મન ભરી ને મડી લીધુ ને ?
હા મમ્મી બહુ મજા આવી ,દાદી એ આ મીઠાઈ ને ગીફટ મોકલી છે તમારા બધા માટે ,...અરે આની શુ જરુર હતી, લગ્ન મા તો ઓલરેડી આટલુ બધુ આપ્યુ છે? દાદી કહેતા હતાં કે આ પણ એક રીવાજ જ છે એટલે મોકલાવ્યું.....સારુ બેટા જાઓ સાડી બદલી નાખો ,....ને ફ્રેશ થયી જાઓ
ચારેય જણ પોત પોતાના રુમમાં ગયાં, મીતા વોશરૂમ મા ગયી ,હાથપગ ધોઈ ફ્રેશ થયી ને ભારે સાડી કાઢી ને બીજી કમફટૈલ સાડી પહેરવા લાગી , વંશ પલંગમાં પડયો જોઈ રહ્યો હતો ,...મીતા ની સુંદરતા ને આંખો થી પી રહ્યો હતો ,....
સુંદર તો મીતા પણ હતી ,
પણ કામીની ની યાદો ને એને આપેલા વચનો ,વાયદા યાદ આવતા એ મીતા ને પ્રેમ કરતાં પોતાનીત જાત ને રોકી લેતો હતો ને એ પણ સમજતો હતો કે એ મીતા ને અન્યાય કરી રહ્યો છે......
એને લગ્ન પહેલાં જ મીતા ને કામીની ની વાત કરી દેવાની હતી , ને એ પછી જ સગાઈ કરવાની હતી ,....મીતા સત્ય હકીકત જાણતી હોત તો કદાચ મને માફ પણ કરી દેત ને સમજી પણ શકત ,......
પણ હવે શુ ? જો હવે આ હકીકત મીતા ને કહીશ તો એ કદાચ ગુસ્સે થયી ઝગડો પણ કરે ને ,પિયર પણ જતી રહે ,ને ત્યા સાસરી મા બધા ને મારી વાત કહી દે તો ઈજજત જાય ,ને પપ્પા મને લડે પણ ખરાં....મીતા સાડી બદલી તૈયાર થયી ગયી ને બોલી એય કયાં ખોવાઈ ગયાં? જાઓ ગીઝર ચાલુ છે ફ્રેશ થયી જાઓ ....હમમ
હા હા ,વંશ જાણે તંદ્રા મા થી જાગ્યો ને બાથરૂમમાં ગયો,....આખો દિવશ લોન્ગ રૂટ પર ડ્રાઈવ કરીને થાકી પણ ગયો હતો , મીતા નીચે આવી ,સુનિતા થાકી ગયી હતી એટલે એના રુમમાં જ ટીવી ચાલુ કરી પલંગમાં પડી
વંશ ફ્રેશ થયી નીચે જવા ઉતાવળ થી સીડીયો ઉતરી રહ્યો હતો ને અચાનક એનો પગ લપસયો ને એકી સાથે છ,સાત પગથીયાં ચુકી ને સીધો નીચે ગબડી પડ્યો,
કમલેશભાઈ બા ,બાપુજી સાથે ઓશરી મા જ બેઠા હતાં, ને વંશ ને ચીસ સાંભળી ને ઉભા થયી ગયા ,
મીતા પણ ઉપરથી નીચે દોડી આવી ,ઓમ ને સુનિતા પણ દોડતા આવ્યા.... ઓમ ને માથા મા પણ વાગયુ પ્રે લોહી નીકળતું હતુ ,...
કમલેશભાઈ ને ઓમ એ એને પરાણે ઉભો કર્યો ને મંજુલા બેન તો લોહી જોઈ રડવા લાગ્યા, ઘરમાં બુમાબુમ થી પાડોશી ઓ પણ દોડી આવ્યા, બાજુ વાડા મીતેશ ભાઈ એ ગાડી કાઢી ને ચારેય જણ એ ઉંચો કરી વંશ ને ગાડી માં નાખ્યો,
મીતા બોલી પપ્પા હુ પણ આવુ છું સાથે ,..... કમલેશભાઈ એ હા પાડી એટલે મીતા ફટાફટ પગમાં ચપ્પલ પહેરી ને મોટો રુમાલ લયી ઓમ ની સાથે પાછડ ની સીટ મા ગોઠવાઈ ગયી ,ને વંશ નુ માથુ પોતાના ખોડા મા લયી લીધુ ને થી માથે પડેલા ઘા પર રુમાલ થી દબાવી રાખ્યુ, ગામ ના નજીક મા આવેલી હોસ્પિટલ મા વંશ ને લયી ગયા ,....ડોકટર નો સ્ટાફ હાજર હતો એટલે ફટાફટ
વંશ ની ટ્રીટમેન્ટ ચાલુ કરી ,
માથા મા પથ્થર ની સીડી નો ખુણો વાગ્યો હતો એટલે મોટો ઘા પડ્યો હતો , ડોકટરે ટાંકા લયી લોહી બંધ કર્યુ, છ ટાંકા આવ્યા હતા માથામાં ને વંશ પીડા થી કણસી રહ્યો હતો એ જોઈ ને મીતા પણ ગભરાઈ ગયી હતી ,....સવારે કેવા હસી ખુશી પિયર જયી ને આવી હતી ,પરિવાર ને ખુશ જોઈ એ પણ ખુશ હતી ને અચાનક જ આ બનાવ બન્યો, વંશ ને પગ મા પણ ક્રેક પડી હતી ...એક્સરે કઢાવી ત્યા પણ પ્લાસ્ટર લાગ્યુ,....વંશ ને ઈન્જેકશન આપ્યુ ને દુખાવો ના થાય એવી દવા આપી ....ને હવે ઘરે લયી જયી શકો છો એવુ કહ્યુ ને દવાઓ આપી....ઘર માં બધા ચિંતા કરતા બેઠા હતાં, બા ,બાપુજી નો જીવ અદ્ધર થયી ગયો હતો, વંશ એમને જીવથી પણ વહાલો હતો મંજુલા બેન રડી રહ્યા હતા ને ગીતા એમને હિમંત આપતી હતી ,....બહુ વાગયૂ તો નહી હોય ને મારા દિકરા ને ? હોસિપટલ મા દાખલ તો નહી કર્યો હોય ને ? સુનિતા પાણી લયી આવી ને મંજુલા બેન ને આપ્યુ, મમ્મી ચિંતા ના કરો જીજુ હમણા ઘરે આવી જશે ,...ને એટલા
મા કમલેશભાઈ વંશ ને લયી આવી ગયાં, પગે બહુ વાગયુ હતુ એટલે ચાર જણ એ પકડી ને એને અંદર લયી આવ્યા ને સીધો ઉપરના બેડરૂમમાં જ સુવાડયો,જેથી એને તકલીફ ના પડે ને મીતા એનુ ધ્યાન રાખી શકે ,....મંજુલા બેન એ નીચેના રુમમાં રાખવાનુ કહ્યુ પણ કમલેશભાઈ બોલ્યા ના
એને ઉપર ના રુમમાં એટેચ બાથરૂમ છે એટલે વધારે ફાવશે , નીચે તો એનાથી પંદર દિવશ બેસાસે નહી કે ચાલવાની તો ડોક્ટર એ બિલકુલ ના પાડી છે , એટલે
વંશ નુ જમવાનુ ને ચા નાસ્તો ઉપર જ આપી દેવો ,ને હા મીતા વહુ વંશ ને ટાઈમસર જમવાનુ ને દવાઓ ની જવાબદારી તારી ....જી પપ્પા...તમે ચિંતા ના કરો ,ને હા મંજુ થોડા દિવસ રસોડુ તુ ને ગીતા સંભાળજો.....
હા હા એ તો કરી લયીશ પણ મારા વંશ ને જલદીથી સારુ તો થયી જશે ને ? ડોકટરે શુ કહ્યુ,...કાઈ ટેન્શન જેવુ નથી ,પગમાં ક્રેક પડી છે ને માથે છ ટાંકા આવ્યા છે,..
નિતમિત દવા લેવાની ને આરામ કરવાનુ કહયુ છે ડોકટરે ,....ને હા ઓમ કાલ થી તુ પ્લાનટ પર જજે ,ત્યા નુ કામ તુ પણ હવે શીખી લે
તો આગળ કામ આવશે ,હમણા તો વંશ જયી નહી શકે ,ઘરના એક વ્યકિત ને ધ્યાન રાખવુ જરુરી છે ,કારીગરો ના વિશ્વાસે ધંધો ના ચાલે ,....
હા પપ્પા તમે ચિંતા ના કરો
ભાઈ નુ કામ હુ સંભાળી લયીશ....મંજુલા અત્યારે વંશ ને હડવો ખોરાક આપવાનો છે એટલે રસોઈ મા કયીક હડવુ બનાવી દો...
ને બધા વંશ ના રુમમાં થી નીચે આવ્યા, મીતા એ વંશ ના માથે લોહી ના ડાઘ પડ્યા હતાં એ ભીના રુમાલ વડે સાફ કર્યા, વંશ ને માથા મા સણકા મારતા હતા ,એની પીડા થી એણે મીતા નો હાથ પકડી લીધો ,....લગ્ન પછી પહેલી વાર વંશ એ મીતા નો હાથ પકડ્યો, બહુ દૂખે છે ? હા યાર બહુ દુખે છે ,...માથુ ભમે છે ,...બસ થોડુ સહન કરો, હિંમત રાખો મટી જશે ,દવા લેશો તો જલદીથી સાજા થયી જશો
અત્યારે શુ ખાવુ છે ? ડોકટરે હડવુ જ કહ્યુ છે એટલે ખીચડી ને દુધ ચાલશે ,......
સારુ ,સુનિતા ઓ સુનિતા? આવી દીદી , બોલો ...બકા જા ને નીચે મમ્મી ને કહી આવ ને વંશ માટે ખીચડી જ બનાવે ,...એ હા ને સુનિતા નીચે રસોડામાં ગયી ને કહ્યુ મમ્મી જીજુ ને ખીચડી જ ખાવી છે એમ કહ્યુ, હા બેટા
બધા માટે ખીચડી ,કઢી જ્ બનાવુ છુ ,તને ફાવશે ને ?.
હા મમ્મી ચાલશે ,લાવો હુ શુ કરુ ? લે આ લસણ ફોલી નાખ,....ગીતા ભેંસો દોહી દુધ ડેરી મા ભરી આવી ને આજે વધારે દુધ ઘરે રાખ્યુ
મીતા વંશ ને માથે હાથ ફેરવતી એની પાસે બેસી રહી ,ને પૂછયું ટીવી ચાલુ કરુ? ના નથી જોવી.....
થોડીવારમાં મંજુલા બેન વંશ નુ ને મીતા નુ જમવાનુ લયી ઉપર આવ્યા, મમ્મી હુ તો નીચે આવી જાત જમવા, ના મીતા વંશ ને સારુ ના થાય ત્યા સુધી તારે એક મીનીટ એ એને એકલો મૂકવાનો નથી ,તારે પણ એની સાથે જ જમી લેવાનુ ને કયી પણ જરુર પડે તો બાજુ મા થીઅ સુનિતા ને બોલાવી મંગાવી લેજે ,...આ વંશ ની સાદી ખીચડી ને આ જગ મા દુધ છે ,જમ્યા પછી એક ગલાશ દુધ સાથે જ દવા આપજે , જી મમ્મી, ને મંજુલા બેન વંશ ના માથે હાથ ફેરવી નીચે ગયાં ને મીતા ને શીખામણ આપતા ગયાં,....મીતા એ વંશ ને તકીયા ના ટેકે બેસાડ્યો ને પહેલા વંશ ને ખીચડી ને દુધ પોતાના હાથે ચમચી વડે ખવડાવા લાગી , વંશ મીતા ને જોઈ રહ્યો હતો , જોવા ગયો તયારે ભણવાની ને મોર્ડન જમાનાની અલગ જ વાતો કરતી મીતા નુ આ સ્વરુપ જોઈ વંશ મનમાં ખુશ થયો ,....બસ પતી ગયુ મારુ ,હવે તુ જમી લે ....ના મને તો ભુખ જ નથી ....ના હો એવુ નહી ,મને વાગયુ તોય ભુખ લાગી તો તને પણ લાગી હોય ,મારી ચિંતા ના કર હવે સારુ ફીલ થાય છે ચલ તો જમી લે ....વંશ ને પોતાની ફીકર કરતો જોઈ મીતા ને પણ સારુ લાગ્યુ ને એણે પણ જમી લીધુ ,ને પછી વંશ ને દવા ને દુધ નો ગલાશ આપ્યો,...માથે થી તકીયો હટાવ્યો ને ઓશિકું મુકી સરખી રીતે સુવાડયો,રોજ પલંગ ના પેલે છેડે ઉંઘતી મીતા આજે એની નજીક જ સુયી ગયી ,ને વંશ ઉગ્યો નહી ત્યા સુધી માથે હાથ ફેરવતી રહી
લગ્ન પછી પહેલી વાર મીતા ને વંશ ની ચિંતા થયી રહી હતી , એના દુખને એ મહેસૂસ કરી રહી હતી ,...દશેક વાગે કમલેશભાઈ ને મંજુલા બેન દિકરા ને જોવા આવ્યા, મીતા એ દરવાજો ખોલ્યો, સુયી ગયો બેટા વંશ ? જી પપ્પા, હાલ જ ઉગ્યા, જમાડી પણ દીધા ને દુધ પણ પીવડાવી દીધુ છે ,સરસ
બેટા થોડા દિવશ ધ્યાન રાખજે , સાચવી લેજે ,તમે ટેન્શન ના લો પપ્પા, એ જલદીથી સાજા થયી જશે ,
મંજુલા બેન એ એઠા વાસણો લીધા ને બન્ને નીચે આવ્યા, જોયુ મંજુ મીતા ને જેવી ધારી હતી એવી જ સંસ્કારી નીકળી....હા વંશ ના પપ્પા, બહુ ડાહી છે મીતા વહુ ,ભલે ભણેલી છે પણ લગીરેય અભિમાન નથી ,ને નાની સુનિતા પણ સાવ ભોડી છે ,...ખરેખર આપણાં ઘરે તો જાણે બે દીકરીયો આવી છે ....ચલો તમેય સુયી જાઓ થાક્યા હશો હવે ,મીતા વંશ ની સાથે છે એટલે તમે ચિંતા ના કરશો,
મીતા રાત્રે ચાર થી પાંચ વાર જાગી ને વંશ ને ચેક કરી લેતી ને પાણી નુ પીવડાવી ને વોશરૂમ પણ લયી જતી ,વંશ ને અત્યારે મીતા ની કદર થયી ,કપરા સમયે જીવનસાથી ની કેટલી જરુર પડે એ સમજાયુ ,....મીતા પણ રાત દિવશ જોયા વિના વંશ ની સેવા કરતી હતી ,એ જોઈ ને બા ,બાપુજી પણ ખુશ થતા ,....આમ વંશ નુ સીડીયો માથી પડવુ એ કુદરત નો એક ઈસારો જ હતો ,આ બહાને બન્ને પતિ પત્ની એક બીજા ની નજીક આવી ગયાં ,ને એક બીજા ના સ્વભાવ, દરકાર ને પ્રેમ નો અહેસાસ થવા લાગ્યો,
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 53....ઝંખના

લેખક @ નયના બા વાઘેલા