Zankhna - 56 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 56

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 56


ઝંખના @પ્રકરણ 56

મીતા ને વંશ ની જીંદગી સરસ રીતે પસાર થયી રહી હતી , ને વંશ એ એનો ધંધો પણ સંભાળી લીધી હતી ને નાનો ઓમ પણ વંશ સાથે રોજ પ્લાનટ પર જતો હતો ,
કમલેશભાઈ ભાઈ બહુ ખુશ હતા કે બન્ને વહુ ઓ સારી ને
સંસ્કારી મડી હતી, મંજુલા બેન ને પણ નિરાતં થયી ગયી હતી ....રસોડા નુ કામકાજ સુનીતા ને મીતા એ સંભાળી લીધુ હતુ , સુનિતા ઉમર મા નાની હતી પણ બહુ સમજદાર હતી પોતાના ઘરે મીના બેન નુ જીવન જોયુ હતુ ,રુખી બા નો સ્વભાવ પણ બહુ કડક હતો એટલે ઘરમાં વહુ ,દીકરીયો માટે એવુ વલણ ધરાવતાં હતા ,ને મીના બેન નુ જોઈ ને બન્ને દીકરીયો ઘડાઈ ગયી
હતી,....જયારે લગ્ન થવાના હતા તયારે તો એવી વાત થયી હતી કે સુનિતા હજી નાની છે એટલે હમણાં સાસરે નહી મોકલીએ ,પણ
એવુ કશુ ના થયુ ,ખુદ સુનિતા એ જ પોતે મીતા સાથે સાસરે જશે એવૂ કહયુ
એટલે મોટેરાઓ સમજી ગયાં કે આજ કાલ ની છોકરીઓ ને સાસરુ જ વધારે વહાલુ લાગે ,એમ વિચારી મીતા સાથે સુનિતા નુ આણુ પણ કરી નાખયુ..
બન્ને દીકરીયો એ મા ,બાપ ની ઈજજત સાચવી લીધી ,ને સાસરી ની જવાબદારી ઓ સંભાળી
લીધી ... પરેશભાઈ ને મીના બેન ને પણ શાંતિ થયી કે બધુ સારી રીતે થાડે પડી ગયૂ
મીતા એ કરેલી ભુલ એના લગ્ન જીવન મા કયાય આડે ના આવી , મીતા ની ચિંતા જ વધારે હતી ...કે એ મયંક ને યાદ કરી પોતાનુ જવન બરબાદ ના કરે એ વાત નો ડર હતો ,ને મીતા નો ભુતકાળ એની સાસરી મા કદી કોઈ જાણે નહી ,ને એવુ
જ થયુ ....મીતા પણ સુધરી ગયી ને ભુતકાળમાં પોતાની સાથે બનેલી ઘટનાં ભુલી ગયી ને આગળ વધી રહી હતી ,.મા બાપ ને બીજુ શું જોઈએ ? દીકરીયો સાસરે સુખી હોય એટલે એમને મોટો સંતોષ... વંશ પણ સમય સાથે બદલાયી રહયો
હતો ,કામીની ની જગ્યા મીતા એ લયી લીધી હતી, હા એ કામીની ની યાદો અને પ્રેમ ને દીલ ના ખૂણા માં સંધરી રાખી હતી .......
વંશ એ મીતા ને દિલ થી અપનાવી લીધી હતી ,ને એને પ્રેમ પણ કરતો હતો ,એક સારા પતી તરીકે ની ફરજ બજાવી રહ્યો હતો
હા એના મનમાં થોડી દુખ કામીની માટે હતુ, ને હવે એને કામીની સાથે લગ્ન પહેલાં ના સબંધો બાંધવાથી
આજે કામીની ને જે સહન કરવું પડતુ હતુ એ વાત એને ચેન થી જીવવા પણ નહોતી દેતી ,પોતે એક મોટો અપરાધ કર્યો છે એનો અહેસાસ એને થયી ગયો હતો ,કામીની તો નાદાન હતી પણ પોતે કામીની સાથે આવુ કેમ કર્યુ? એના લગ્ન તો કામીની સાથે નહી જ થાય એ વાત એ પહેલાથી
જાણતો હતો છતાં એ કામીની ની જીંદગી બરબાદ કરી , હવે એ બાડક આવશે ,પપ્પા એ ગીતા માસી ને પ્રોમીસ આપ્યું છે કે એ બાડક ને સ્વીકારશે ને વંશ નુ નામ પણ આપશે ,
પણ પપ્પા આવુ કરશે કયી રીતે ? ને પપ્પા બાડક ને ઘરે લાવશે ને જો મીતા ને કોઈ દિવશ મારા ને કામીની ના સબંધો ની જાણ થયી જશે તો ? મારુ અને કામીની નુ,અમારા આવનાર બાળક નુ સત્ય જો સમાજ સામે આવી જશે તો ? મે કામીની સાથે તો બેવફાઈ કરી જ છે ને જો મીતા આ વાત જાણશે તો મીતા પણ એવુ સમજશે કે મે એને છેતરી છે
એને અંધારામાં રાખી ,બેવફાઈ કરી છે ,ને કદાચ મારુ સત્ય જાણી ને મને છોડી ને એના ઘરે પણ જતી રહે,...ઓહહહ,નો....
હે ભગવાન બધુ તમારા હાથમાં છે સાચવી લેજો ,...
પપ્પા ની ઈજજત પણ ના જાય ને મીતા મને છોડી ને ના જાય , દુનિયા સામે આ વાત આવવી જ ના જોઈએ
ને કામીની ને પણ કોઈ સારો જીવનસાથી મડી જાય ને એના લગ્ન પણ જલદી થયી
જાય તો સારુ ,ત્યારે જ બધુ
ઠીક થયી જશે.....વંશ ના પછતાવા નો પાર નહોતો ,પોતાની એક ભુલ ના લીધે કામીની ને એની માંથી દુર થવુ પડ્યુ...એની જીંદગી ખરાબ થયી ગયી મારા કારણે ,....વંશ ના મન પર કામીની ની ચિંતા ને લયી
બહુ મોટો બોજ હતો....એ ઘણીવાર વિચારતો કે મીતા ને બધી સત્ય હકીકત કહી દેવી જોઈએ , મીતા ને અંધારામાં રાખી ને એની સાથે પણ અન્યાય કરી રહ્યો છું....ભુતકાળ વંશ નો પીછો છોડતો નહોતો,ને વંશ ને ચેન પડતુ નહોતુ, વંશ ખુબ જ ગીલટી ફીલ કરી રહ્યો હતો ,
પણ વંશ ને કયાં ખબર હતી કે એની પત્ની મીતા નો પણ એક ભુતકાળ છે ,જેનાથી એ પણ અજાણ છે, મીતા એ પણ પતી વંશ થી પોતાનો ભુતકાળ છુપાવયો હતો....હા મીતા મયંક ને ભુલી ગયી હતી... સાસરી મા વંશ સાથે સરસ સેટ થયી ગયી હતી ,એક સારી વહુ ,એક સારી પત્ની ની જગ્યા એણે બનાવી લીધી હતી ....બસ એને ઉંડે ઉંડે ડર હતો કે પોતાની ને મયંક ની વાત કદાચ ખબર તો નહી પડે ને ? જો આવુ થશે તો મારુ ઘર ભાગી જશે ને વંશ તો મને કદી માફ નહી કરે, ને મારી સાથે સાથે સુનિતા નુ ઘર પણ ભાંગી જશે ,....મીતા નું મનોમંથન મનમાં ચાલ્યા જ કરતુ ને એ દુખી થયી જતી, પણ પાછી મન ને સમજાવી લેતી કે ,ના ના એવુ કયીજ નહી બને ,..
ભુતકાળ ની વાતો મારા ને મારા ગ્રુપ સિવાય કોઈ જાણતુ નથી એટલે વાંધો નથી ,ને કોઈ પણ મિત્રો હોય
કદી પોતાની મિત્ર નુ ઘર ભાંગે એવુ તો ના જ કરે ,વિશાલ ,રવિ ,મનન, રીટા ,મીના આ એનુ ખાસ ગ્રુપ હતુ , સકુલ સમય થી સાથે હતાં ને કોલેજ, હોસ્ટેલ મા પણ સાથે જ હતાં....ને બધા એક બીજા ની વાતો જાણતાં હતા ,એક
જ ગામનાં હતા એટલે બધા ને એક બીજા પર પુરો ભરોસો હતો.... બસ એ જ ભરોસા ના સહારે મીતા ભુતકાળ ભુલી ને પોતાના જીવનમાં આગળ વધી રહી હતી ....આમ બન્ને પતિ પત્ની એક બીજા ના ભુતકાળ થી અજાણ હતા ને બંને પોતાના જીવનસાથી થી વાત છૂપાવી છે એનુ પણ દુખ હતુ ,.... બન્ને પતિ પત્ની મનમાં દુખી થયી રહયા હતાં,...છતાં એ એક બીજા ની સાથે તો હતાં ને ઐમનો જીવન રથ સારી રીતે ચાલી રહ્યો હતો.... ને ત્યા નારી નિકેતન સંસ્થા મા કામીની સાવ એકલી પડી ગયી હતી , એ બીચારી નાદાનીયત મા કરેલી ભુલ થી પછતાઈ રહી હતી ,ઘર ને પોતાની મા થી દુર ,એકલી અટુલી પારકા લોકો સાથે જીવન વીતાવી રહી હતી ,જેમ જેમ સમય પસાર થયી રહ્યો હતો ને પોતાના ઉદર મા આકાર પામી રહેલા
બાડક ને મહેસુસ કરી શકતી હતી, આવા સમયે જ પરિવાર ,પતિ ને મા ની જરુર ખાશ હતી ને એવા સમયે જ બીચારી કામીની સાવ એકલી પડી ગયી હતી
એના મા ઝાઝી સમજણ તો ન્હોતી ,માતૃત્વ ને મહેસુસ કરી શકતી હતી ,પણ દુનિયા
દારી થી બિલકુલ અજાણ હતી .... એ જાણતી હતી કે એ મા બનવા તો જયી રહી છે પણ એ આવનાર બાળક એની સાથે રહેવાનુ નથી ,બીજા જ દિવશે કમલેશકાકા એને લયી જશે
એના પપ્પા પાસે ,એના પોતાના ઘરે ,....ને મારાથી દુર...મારો તો કોઈ હકક પણ નહી રહે કદાચ એ સંતાન પર...પણ હા એને મારી જેમ બાપ વિના નહી રહેવુ પડે ,એક સુખી પરિવાર મડશે ,બાપ નુ નામ મડશે ને બધી સુખ સુવિધા પણ મડશે...મારા નસીબ તો ખરાબ હતાં જન્મ થી પણ એના નસીબ મા બસ બધુ સુખ મડી રહે એટલે બસ ...
મારા દુખ ને હુ સહન કરી લયીશ...પણ આ આવનાર બાળક નુ નસીબ મારા જેવુ બિલકુલ ના હોવું જોઈએ, એમ એ મન થી ભગવાન ને પ્રાથના કરતી ,છેલ્લા મહીના બસ પૂરા થવાની તૈયારી મા હતાં એટલે ગમે ત્યારે હોસ્પિટલ જવુ પડશે એ જયા બેન એ સમજાવી રાખ્યુ હતુ ને બિલકુલ આરામ કરવા માટે કહયુ હતુ એટલે કામીની બસ બેડ રેસ્ટ જ કરતી હતી , સંસ્થા ની બધી બહેનો એનો ખ્યાલ રાખતી ને એની પ્રસુતિ સારી રીતે પતી જાય એવી પ્રાથના કરતાં હતાં....કામીની ની કમનસીબી જોઈ બધા ને દયા આવતી હતી....હવે કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 57
ઝંખના..........

લેખક @ નયના બા વાઘેલા