Zankhna - 58 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 58

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 58

ઝંખના @પ્રકરણ 58

જયા બેન એ આખી રાત ચિંતા મા પસાર કરી, મોટા બેન ની તબિયત ના લીધે એમને રાત્રી રોકાવુ પડયુ પણ એમનો જીવ ત્યા કામીની મા જ હતો ,...સવાર ના ચાર વાગ્યા એટલે ડ્રાઈવર ને ઉઠાડી દીધો ને મોટા બેન ને કહ્યુ બેન ,ત્યા સંસ્થા મા કામીની સાવ એકલી છે ને એની તબિયત ના લીધે જલદીથી જવુ પડે એમ છે એ બધુ પતી જાય પછી આવીશ ત્યારે તમારી પાસે વધારે રોકાઈશ ,ખોટુ ના લગાડતા પણ મારુ જવુ જરુરી છે ,...મોટા બેન જાણતા હતા કે જયા બેન કેટલા સેવાભાવી ને બીજા ની ચિંતા કરવા વાડા છે એટલે સમજી ને એમને જવાની રજા આપી ,...ને જયાં બેન ડ્રાઈવર સાથે ગાડી લયી ને નારી નિકેતન સંસ્થા જવા નીકળ્યા.....
એમનો જીવ સતત કામીની ની ચિંતા મા હતો ,. ... પાંચ, છ કલાક નો રસ્તો કાપી ને જયા બેન સંસ્થા મા આવી પહોંચ્યા, ને સીધા કામીની ની રૂમ માં ગયાં ત્યા જયી જોયુ તો કામીની હતી જ નહી ઐટલે ચિંતા મા હોલ માં બધા ચિંતા કરતા બેઠા હતાં એ જોઈ બોલ્યા, કામીની કયાં છે? એની તબિયત તો સારી છે ને કયાં ગયી ??? એટલે ત્યા હાજર બધી સ્તરી ઓ ભેગી થયી ગયી ને ગયી કાલે જે બન્યુ એ વાત કહી ,....જયા બેન ને પેટ મા ફાડ પડી....ને એ દોડતા ડ્રાઈવર પાસે આવ્યા ને ફટોફટ ગાડી લયી હોસ્પિટલ જવા નીકળ્યા, ને કયી હોસ્પિટલ મા ગયાં એ જાણવાં માટે રાગીણી ને ફોન કર્યો ને સરનામુ પુછ્યુ, સંસ્થા ની નજીક ની હોસ્પિટલ મા જ જવાનુ હતુ , જયા બેન એ ફોન મા કયી પુછયુ નહી ને સીધો કમલેશભાઈ ને ફોન કર્યો, સવાર ના દશ નો સમય હતો એટલે કમલેશભાઈ હિચંકે બેસી પેપર વાંચતા હતાં....
જયા બેન એ ફોન કરી કહયુ કે ભાઈ સરનામુ સેન્ડ કરુ છું એ હોસ્પિટલ મા આવી જાઓ ,કામીની હોસ્પિટલ માં છે,....બધા ઘરમાં હાજર હતા એટલે કમલેશભાઈ એ હા નીકળુ છુ કહી ફોન મૂક્યો ને ઉભા થયી જલદીથી કપડા ચેન્જ કર્યા ને તિજોરી મા થી પૈસા કાઢી
ગાડી ની ચાવી લયી નીકળયા ને જતા જતા મંજુલા બેન ને આખં ના ઈસારે શહેરમાં કામીની પાસે જવ છુ એમ સમજાવી દીધુ
ઘરમાં બે વહુઓ ને ઓમ આ બધી વાત થી અજાણ હતાં, કમલેશભાઈ નીઅકળી ગયા એ જોઈ બા ,બાપુજી ને પણ બધું સમજાઈ ગયુ કે ચોક્કસ કામીની ના કયીક સમાચાર હશે , ,જયા બેન હોસ્પિટલ માં પહોંચ્યા, ત્યા સુમન અને રાગીણી ને રંભા બેન ત્રણેય ને ઉતરેલા મોંઢે બેઠેલા જોઈ ગભરાઈ ગયા ને પુછ્યુ કામીની કયાં છે ? ને એની તબિયત કેવી છે ? ડીલીવરી થયી ગયી ?....રાગીણી બેન એ કહ્યુ કામીની આઈ.સી.યુ મા છે ,ને જયા બેન ઝડપથી એ રુમમાં ગયા ને કામીની ની ગંભીર હાલત નો ખ્યાલ આવી ગયો ,એ હજી બેભાન જ હતી ,.... જયા બેન ત્યા જ ફસડાઈ પડ્યા ને આખં મા આશુ આવી ગયા, રાગીણી અને સુમન એ એમને પકડી ને ઉભા કર્યા અને બહાર લયી આવ્યા,....જયા બેન બોલ્યા હુ તમારા બધા ના ભરોસે કામીની ને મુકીને ગયી હતી તો તમે ધ્યાન જ ના આપ્યુ ? હુ ગયી ત્યા સુધી એ એકદમ ઓકે હતી ,ને આવી હાલત કયી રીતે થયી ? મને ફોન પણ ના કર્યો તમે લોકો એ ,કામીની એ મારી જવાબદારી હતી ને કમલેશભાઈ મારા ભરોસે એને મુકી ને ગયા હતાં ને તમે જરાય ધ્યાન ના આપ્યુ?
સુમન બોલી બેન અમે તમને બહુ ફોન કર્યા હતાં પણ તમારો ફોન અનરીચેબલ જ આવતો હતો, ને કાલે સવાર થી કામીની ને દર્દ હતુ પણ એણે અમને કોઈ ને કયી કહયુ જ નહી વારંવાર ટોયલેટ મા જતી રહી હતી એટલે ગર્ભાશય નુ પાણી ખલાશ થયી ગયુ ને એ પછી
બહુ દુખ ઉપડતા ચીસ પાડી ત્યારે અમે બધા દોડી ને આવ્યા, સવારે અમે એને કહી ને ગયા હતા કે સહેજ પણ દૂખે તો અમને બોલાવી લેજે ,ને એ સમયે એણે કયી જ કહયુ નહી ,ટુંક મા એ પોતે પણ ના સમજી શકી કે આ ડીલીવરી નુ દર્દ છે , એ તો ત્યા જ બેભાન થયી ગયી હતી ,...એની ફાઈલ પણ તમારા લોકરમાં હતી ,ને કયા
હોસ્પિટલમાં લયી જવી એ પણ ના સમજાયુ ,ગાડી પણ નહોતી એટલે વોચમેન જયી ને ગાડી બોલાવવા મોકલ્યો તો વીશ મીનીટ થયી ત્યારે ગાડી આવી ,ડ્રાઈવર ને વોચમેન ની મદદથી ગાડી મા લયી નજીક ની હોસ્પિટલ માં લયી આવ્યા, ને ફટોફટ ડોક્ટર એ ઓપરેશન થિયેટરમાં લયી લીધી ને સિઝેરિયન કર્યુ,...કામીની એટલી સિરિયસ હતી એટલે ફોર્મ ભરવાની ફોરમાલીટી પણ બાકી રાખી ,... એનુ બાળક ? એ તો ત્યા જ બેભાન થયી ગયી હતી એ ના કલાક પહેલા જ પેટમા મુત્યુ પામ્યુ હતુ ને કામીની ને એનુ ઈન્ફેકશન પણ લાગી ગયુ હતુ ,...ડોકટર એ કહયુ કે જો દશ મીનીટ મોડા પડ્યા હોત તો કામીની ને બચાવવી પણ મુશકેલ થયી જાત....ઓપરેશન પછી ડોક્ટર ને ખબર પડી કે કામીની નારી નિકેતન સંસ્થા મા થી આવી છે ,એના સગા વહાલા પણ નથી ને મા બાપ પણ નથી આવ્યા એ જાણીને ડોક્ટર એ પછી ફોર્મ ભરાવી સહી લીધી છે ,ને કામીની ચોવીશ કલાક મા ભાન મા આવી જાય તો એ જીવી જશે ને જો એવુ ના થયુ તો એનુ બચવુ મુશકેલ છે , ....જયા બેન આશુ લૂછતાં ડોકટર ની કેબીનમાં ગયાં ને કામીની વિશે પૂછપરછ કરી ને કહયુ કે હુ સંસ્થા ની સંચાલક છું ને કામીની ની જવાબદારી ઓ સંભાળી છે એ મારી દીકરી જેવી જ છે ,બીચારી દુખિયારી છે ને,કામીની સાથે શુ બન્યુ એ વાત કહી સંભળાવી ને ડોક્ટર ને કામીની નો જીવ બચાવવા આજીજી કરી , હા બેન અમે પણ એ છોકરી ની ચિંતા મા રાત્રે ઘરે ગયા જ નથી ,લોહી ની ચાર બોટલ પણ ચડાવી, નાની ઊમર ને એની બેદરકારી ને સમયસર હોસ્પિટલ ના લાવ્યા એટલે આ ગંભીર પરિસ્થિતિ ઉભી થયી ,....હવે રાહ જોઈએ ,ભગવાન ના હાથ મા છે ,....એના બાબા નુ બોડી પેલા રુમમાં મુકયુ છે તમે જોઈ લો ,...જયા બેન ડોક્ટર ને બે હાથ જોડી ઊભા થયા ને રુમમાં ગયા ને કામીની ના મુરુત બાબા ને હાથ મા લીધો ,સરસ મજા ના ઢીંગલા જેવો રૂપાળો ને ગોડ મટોડ સુંદર મજાનો હતો ,હેલ્ધિ પણ હતો ,એને ગડે વળગાડી ને ખુબ રડ્યા
આખા સાત મહીના કામીની નુ જતન કરયુ ,સાચવી ને એના બાળક ની રાહ જોઈ રહ્યા હતાં ને છેવટે એવુ કયી ના થયુ ,પોતે પોતાની જાત પર નફરત કરી રહ્યા હતા, હવે હુ કમલેશભાઈ ને આ મરેલુ બાડક આપીશ ,હુ મારી જવાબદારી ઓ સમયસર નીભાવી ના શકી એનુ પરિણામ આવુ આવ્યુ, કામીની એ એનો બાબો ગુમાવ્યો ને એનો જીવ પણ જોખમમાં છે,............
બેન કામીની ને સવાર થી હોસિપટલ મા એડમીટ કરી હોત તો આવુ કયી ના બનત
ને તમને ખબર હતી કે હવે છેલ્લા દિવશો પુરા થવા આવ્યા છે તો ખ્યાલ ના રખાય? ને આટલી નાની ઉંમરે આ છોકરી ની પ્રેગનન્સી પણ ના રખાય,...
જયા બેન નીચુ મોઢું રાખી ને બેસી રહ્યા હતાં, શુ જવાબ આપવો સમજાતુ નહોતું,...
કમલેશભાઈ રસ્તા મા ખુશ થયી રહ્યા હતા ,ગમે તે તોય આખરે કામીની નુ આવનાર બાળક અમારુ જ લોહી ને ,
અમારો જ અંશ ને, હુ ગમે તે ભોગે એ કામીની ના બાળક ને એનો હક આપીશ
એનો ઉછેર મારા ઘરમાં જ થશે , બે વહુ ઓ સિવાય ઘરમાં બધા ને ખબર જ છે એટલે વાંધો નહી આવે ,ગમે તે સરસ પ્લાન બનાવીશ ને કયીક બહાને નાના બાળક ને ઘરમાં લયી આવીશ ,હુ એનો દાદા બની ગયો ,હુ બહુ ખુશ છું,....ને એકાદ મહિના પછી જયા બેન ને કહીશ કે કામીની માટે સારો છોકરો શોધી આપે ,ને પછી કામીની ને પણ બહુ જલદીથી પરણાવી દયીશૂ ,..
એને પણ ખુશ રહેવાનો હક છે ,એનુ લગ્ન જીવન સરસ રીતે પસાર થાય એવુ જ કરીશ,....એક દીકરી ની જેમ વિદાય કરીશુ , કરિયાવર પણ ઘણો આપીશ, એણે મને વારસદાર આપ્યો છે,......
આતો મારી મજબુરી છે ને ગામમાં, સમાજ મા બાપદાદા ની ઈજજત ના લીધૈ કામીની ને મારા વંશ દીકરા ની વહુ ના બનાવી શક્યો, એને ન્યાય ના આપી શક્યો,...બીચારી કામીની ને મારા દીકરા ને મારા ઘર પરતયે કેટલો બધો પ્રેમ છે
એ જાણવાં છતાં એ હુ કશુ કરી નથી શકતો ,એક મા દીકરી ને અલગ થવુ પડયુ એ મારા દિકરા ના કારણે,...
ભુલ એની ને સજા મડી ખાલી કામીની ને ....આખા રસ્તે કમલેશભાઈ નુ મન બસ કામીની ની ચિંતા મા જ હતુ ને બીજી બાજુ ખુશી પણ હતી કે કામીની નો બાબો એટલે કે એમનો વારસદાર મડવાનો હતો....
પણ કમલેશભાઈ ને ક્યા ખબર હતી કે જે પોતાના અંશ ને લેવા આટલા ઉતાવળા ને અધીરા બન્યા છે પણ એ હવે એ માસુમ શીશુ હવે આ દુનિયામાં રહયુ જ નથી , ને કામીની પણ મરણ પથારી એ પડી છે ,.....કામીના ના જીવન માં હવે શું થશે ? ને કામીની નો જીવ બચશે કે કેમ ? એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 59...ઝંખના...

લેખક @ નયના બા વાઘેલા