Zankhna - 60 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 60

ઝંખના @ પ્રકરણ 60

સવારે દશ વાગતાં મા તો કમલેશભાઈ હોસ્પિટલ પહોંચી ગયાં ....જયા બેન તો સવારે વહેલા આવી ગયા હતા....કામીની દવા તઓ ની અસર મા થી ધીરે ધીરે બહાર આવી રહી હતી ,....સુનમુન પલંગમાં પડી છત ને એકીટશે તાકી રહી હતી.... કમલેશભાઈ ગીતા અને મંજુલા ને લયિ ને કામીની હતી એ રુમમાં એડમીટ હતી ત્યા આવ્યા,
ગીતા ને અને મંજુલા બેન એ કામીની હાલત જોઈ આખં મા આશુ આવી ગયા પણ તરતજ લુછી નાખ્યા ને પલંગમાં એની પાસે બેઠા, ગીતા એ કામીની ના માથે હાથ ફેરવ્યો ને બોલ્યા બેટા કામીની....કામીની મા ને જોઈ ને એકદમ પલંગમાં થી બેઠી થયી ગયી અને મા ને વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ....મા મારુ બાડક..
હશે બેટા જે થયુ એ થયુ એ બધુ ભગવાન ના હાથ ની વાત છે ,ચિંતા ના કર...બસ તુ સાજી થયી જા ,મંજુલા બેન એ ગીતા ના હાથમાં પોતાનો હાથ લયી બોલ્યા બેટા તુ તો મારી શેરની છે ને
? આમ હિંમત ના હાર,હજી
તો બહુ લાંબુ સફર કાપવાનુ છૈ ,આમ હિમંત હારે મેડ ના ખાય બેટા , કમલેશભાઈ એ પોતાના હાથે કામીની ને પાણી પીવડાવ્યું ને શાતં પાડી ને મંજુલા બેન એ થેલા
મા થી શીરા નો ડબ્બો કાઢ્યો ને પોતાના હાથે ચમચી વડે એને ખવડાવવા લાગ્યા, બે ,ત્રણ દિવશ થી કામીની એ કયી પણ ખાધુ પીધુ નહોતું, પણ મંજુલા બેન એ અને મા એ સમજાવી ને બધો શીરો ખવડાવી દીધો ,
કમલેશભાઈ એને મંજુલા બેન એ એને ભરપુર હિંમત આપી ને સમજાવી લીધી ,દવા કરતા તો મા ને મંજુલા બેન ના પરિવાર એ ના પ્રેમ ને લાગણી થી કામીની મા થોડી હિમંત આવી , કમલેશભાઈ મંજુલા બેન ને જયા બેન સાથે બહાર આવ્યા ને કામીની અને એની માને વાતો કરવા એકાંત આપ્યો...બેટા જયાં રહે છે એ સંસ્થા મા ફાવે છે ને ? ત્યા બધા સારા છે ને ?
હા ,મા ઘર જેવુ જ લાગે છે નૈ પેલા મેડમ હતા ને જયા બેન એ તો મને સગી દીકરી ની જેમ રાખે છે ,....ત્યા વડાલી બધા કેમ છે ? દાદા દાદી, નવી આવેલી બે વહુ ઓ બધા મજામાં છે ને ? હા બેટા દાદા દાદી તો તને બહુ યાદ કરે છે ,...રોજ મંદિરે તુ લયી જતી એટલે સવાર સવારમાં તને યાદ કરે જ...
પણ જો બેટા કામુ ,હવે આમ આખી જીંદગી કાઈ સંસ્થા મા રહેવાય નહી ,ને ઘરે વડાલી પણ તારાથી પાછુ અવાય નહી ,....વંશ ને મીતા નુ લગ્ન જીવન તુટી જાય, ને તારા ને વંશ ના સબંધો ની વાત મીતા ને વહેલા મોડી તો ખબર પડયા
વિના ના રહે , ને મીતા તો તો ય ભોડી છે પણ નાની સુનિતા તો બહુ ચબરાક છે
,ને બેટા જે ઘરનુ લુણ.ખાધુ જે આખી જીંદગી એ ઘર નુ હવે કયીજ ખોટુ થાય એવુ વિચારાય પણ નહી ,કમલેશભાઈ ના આપણી પર એટલા બધા અહેસાનો છે કે સાત જન્મ એમના ઘરનુ કામ કરુ તોય ના ઉતરે ,....મને તો યાદ પણ નહોતુ કૈ તારા માટે કરીક લાવુ ,ને મંજુલા બેન એ જો,વહેલી સવારે તારા માટે શીરો બનાવી દીધો ને કેટલો બધો નાસ્તો લીધો ,
એ બન્ને ભગવાન ના માણસ છે ,એટલે એમને હવે કોઈ ટેનશન આપવુ નથી , કમલેશભાઈ એ જયાબેન ને તારા માટે છોકરો શોધવાની જવબદારી સોંપી છે ને એ તારા લગ્ન કરાવવાનુ કહે છે ,ને વચ્ચે જ કામુ બોલી ઉઠી ,પણ મા હુ લગ્ન તો નહી કરુ ,ભલે તમે મને ઘરે નહી લયી જાઓ તો હુ આખી જીંદગી સંસ્થા મા કાઢી નાખીશ ,પણ હવે લગ્ન તો નહી જ કરુ ,.....તને ખબર છે હવે મને કપડા શીવતા પણ આવડી ગયુ છે , ડીજાઈનર ,બ્લાઉઝ ને ડ્રેસ બનાવતા શીખી ગયી છુ ,રોજ નુ સાતસો રુપીયા નુ કામ તો આરામ થી કરી લવ છુ ,...હવે હુ પગભર થયી ગયી છુ ,એમ પગભર થયી જવાથી જીવન જતુ નથી, એના માટે એક જીવનસાથી નુ હોવુ જરુરી છે ...એક પોતાનુ ઘર ,ઠેકાણું, પરિવાર આ બધુ જીંદગી જીવવા માટે જરુરી છે ,... ને જો તુ લગ્ન નહી કરે તો હુ જીંદગી મા કદી તને મારુ મોઢું બતાવીશ નહી ,...કમલેશભાઈ નો વિચાર કર ,દાદા દાદી નો વિચાર કર ,જયાં સુધી તુ ઠેકાણે ના પડે ત્યા સુધી બધાને તારી ચિંતા રહે ,ને તુ શુ એવુ જ ઈરછે છે ? ......
કે તારા કારણે એ બધા ટેન્શન મા રહે ? ....આ બાજું બહાર કમલેશભાઈ પણ જયા બેન ને એજ ભલામણ કરી રહ્યા હતાં, જુઓ બેન જે થયી ગયુ એ થયી ગયુ ,તમારો કોઈ વાકં નથી ,જીવન મરણ ,જન્મ આ તો બધુ ભગવાન ના હાથમાં છે ,....એટલે તમે અફસોસ ના કરશો ,મને તમારા થિ કોઈ ફરિયાદ નથી તમે આટલા મહીના ની કામુ ની સંભાળ રાખી, ને તમારે બહેન નુ ફરજ પણ બજાવવુ જરુરી હતુ ....
પણ હવે એક કામ કરશો?
મે સાભંડયુ છે કે સંસ્થા મા રહેતી છોકરીઓ માટે સામે થી માંગા આવે છે ? હા ભાઇ ઘણા લોકો આવે છે ,
તો બસ હવે તમે મારી કામીની માટે પણ એક સારો મુરતિયો શોધી આપો , ઘર પરિવાર બસ સુખી હોવો જોઈએ ,.....કામીની ને સારો એવો કરિયાવર પણ આપવાનો છે ,બસ એને ગમે એવો જીવનસાથી શોધી આપો ...... હા કમલેશભાઈ ચોક્કસ, કામીની મારિ પણ દીકરી જેવી જ છે ,આટલો સમય એની સાથે રહીને દિલ થી માયા બંધાઈ ગયી છે ... એટલે હુ પણ એવુ જ વિચારતી હતી કે કામીની ના લગ્ન થયી જાય તો સારુ ,..
આવતી કાલે કામીની ને હોસ્પિટલ મા થી રજા આપી દેશે ,...તમે ચિંતા ના કરતા ..
હુ એને ખવડાવી પીવડાવી ઘોડા જેવી કરી નાખીશ,...
ને એને લગ્ન માટે સમજાવી પણ લયીશ,ને હવે એના માટે મુરતીયો શોધવાનું કામ ચાલુ ,....કમલેશભાઈ એ જયા બેન નો આભાર માન્યો, ને મંજુલા બેન અંદર જયી કામીની ને નાસ્તા નો થેલો આપી માથે હાથ ફેરવી કહયુ બેટા ,હવે કાઈ ચિંતા કરતી નહી ને જલદીથી સાજી થયી જા .....ચાલ ગીતા હવે આપણે નીકળી એ ને કમલેશભાઈ પણ કામીની ને મડયા ને તબિયત ની ધ્યાન રાખવાનુ કહ્યુ ને હાથ મા પાંચ હજાર નુ કવર આપ્યુ, લે તારે કયી કામ પડે તો .....ને કમલેશભાઈ ને ગીતા ત્રણેય ગાડી લયી નીકળયા....હવે કામીની નુ શુ થશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
61...ઝંખના....
લેખક @ નયના બા વાઘેલા